પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ (ભારત સરકાર તરફથી) અને સિંગાપુર સહયોગ ઉદ્યમ (સિંગાપુર સરકાર તરફથી) વચ્ચે નવેમ્બર, 2015માં હસ્તાક્ષરિત સમજૂતિ પત્ર (એમઓયૂ) પર દસ્તખતને પોતાની પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે. આ એમઓયૂ પર પ્રધાનમંત્રીની સિંગાપુર યાત્રા દરમિયાન હસ્તાક્ષર કરાયા હતા.
આ એમઓયૂનો ઉદ્દેશ્ય નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ કાયમ કરવાનો છે,જે આરંભમાં જયપુર અને અમદાવાદ હવાઈ મથકોને આવરી લેશે. આ સહયોગના દાયરામાં આગળ વધીને અન્ય હવાઈ મથકો પણ પારસ્પરિક સહમતીથી આવી જશે.
ઉપરોક્ત એમઓયૂની મુખ્ય વિશેષતાઓમાં નાગરિક ઉડ્ડયન સેક્ટરમાં સહયોગ પણ સામેલ છે, જે વિભિન્ન ક્ષેત્રોમાં કરાશે. આ ક્ષેત્ર છે (ક) માસ્ટર-યોજના અને ડિઝાઈન (ખ) યાતાયાતનો વિકાસ (ગ) વાણિજ્યિક વિકાસ (ઘ) સેવાની ગુણવત્તામાં સુધાર (ડ) પ્રશિક્ષણ તેમજ વિકાસ (ચ) કાર્ગો સંચાલન અને પ્રબંધન (છ) માવજત, સમારકામ તેમજ ધરમૂળથી પરિવર્તન (જ) પરિચાલન તેમજ પ્રબંધન (ઝ) પરસ્પર સહમતિથી કોઈ પણ અન્ય ક્ષેત્ર.
દુનિયામાં સર્વોત્તમ પ્રબંધનવાળા હવાઈ મથકોમાંથી એક હવાઈ મથક સિંગાપુર સરકારની જ માલિકીનું છે, જે પાછલા કેટલાક વર્ષથી પોતાની રેન્કિંગને જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
અમદાવાદ અને જયપુર હવાઈ મથકો પર પૂરી પાડતી સેવાના ઉચ્ચ માનકોને સુનિશ્ચિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ (એઈઆઈ) પરિચાલન તેમજ રખરખાવ (ઓએન્ડએમ) અનુબંધ કરી શકે છે. ટર્મિનલ ઈમારત (શહેરની તરફ તેમજ હવાની તરફ ભૂમિને છોડી)ને ગૈર-વૈમાનિક રાજસ્વને અધિકતમ કરવાની જવાબદારીની સાથે અથવા તેના વિના જ પ્રાધિકરણ આ અનુબંધ કરી શકે છે. શહેરની તરફ અને હવાની તરફના ક્ષેત્રોનું પ્રબંધન એએઆઈ દ્વારા પહેલાની જેમ જ કરાશે.
વૈશ્વિક સ્તર પર સીમિત ઓએન્ડએમ અનુબંધવાળા મોડલ હવાઈ મથકના બધા જ પરિચાલનો માટે પ્રચનલમાં છે. એએઆઈને ટર્મિનલ ઈમારતોના ઓએન્ડએમ અનુબંધ મોડલનું ટેન્ડર અન્ય વિભાગોને આપવાનો કોઈ પૂર્વ અનુભવ નથી. આ નિર્ણયને ક્રિયાન્વિત કરવા માટે એ સુનિશ્ચિત કરવું આવશ્યક હતું કે અમદાવાદ અને જયપુર હવાઈ મથકો પર ઓએન્ડએમ અનુબંધના કાર્ય માટે કોઈપણ ઉપર્યુક્ત એકમની સેવા લેવાશે.
UM/AP/J.KHUNT/GP