પીએમઇન્ડિયા

નાગાલેન્ડ જીબી (ગાંવ બુરાહ) ફેડરેશનનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું. નાગાલેન્ડ જીબી ફેડરેશન તમામ નાગા ગામોના ગાંવ બુરાહ (ગામનાં સરપંચો)ની સંસ્થા છે.
પ્રતિનિધિમંડળનાં સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રીને મળીને ખુશ થયા હતાં અને નાગા શાંતિ પ્રક્રિયા માટે પ્રધાનમંત્રીને હૃદયપૂર્વકનો સાથસહકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, પ્રધાનમંત્રી મોદી આ પ્રક્રિયાને તાર્કિક પરિણામ તરફ દોરી જશે અને જણાવ્યું હતું કે, તમામ નાગરિક સમાજ સંગઠનો તથા આદિવાસીઓએ શાંતિ માટે ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રતિનિધિમંડળને મળીને ખુશ છે અને તેઓ શાંતિનો સંદેશ લઈને આવ્યાં છે એ જાણીને વધુ આનંદ થાય છે. પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા અને સાથસહકાર બદલ આભાર માન્યો હતો.
AP/J.Khunt