Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નિવૃત્ત થઇ રહેલા રાજ્યસભાનાં સભ્યોને પ્રધાનમંત્રીની શુભેચ્છા વિદાય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાનાં નિવૃત્ત થઇ રહેલા તમામ સભ્યોનાં યોગદાનની પ્રશંસા કરી અને તેમને વધુ સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યસભામાં પોતાનું મંતવ્ય રજૂ કરતા પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગૃહમાંથી નિવૃત્ત થઇ રહેલા સભ્યો હવેથી સમાજ સેવામાં વધારે મજબુત ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું કે, એ તમામનું અનન્ય મહત્વ છે અને દરેકે પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, એ લોકોએ રાષ્ટ્રનાં વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની ક્ષમતાનું સર્વ શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે, દેશ એમનાં યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે વરિષ્ઠ સભ્યો સાથેના ઉપલા ગૃહનું એક વિશેષ મહત્વ છે, તે નીતિ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

પ્રધાનમંત્રીએ ઘણા નિવૃત્ત થઇ રહેલા સંસદ સભ્યો અને તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એ અત્યંત દુઃખદ બાબત છે કે, લાંબા સમયથી અટવાયેલ ત્રણ તલાકનો નિર્ણય લેવાશે ત્યારે નિવૃત્ત સભ્યો સંસદનો ભાગ નહીં હોય.

તેમણે નિવૃત્ત સભ્યોને ખાતરી આપી કે સંસદ અને પ્રધાનમંત્રી કાર્યાલયનાં દરવાજા એમના માટે સદા ખુલ્લા રહેશે તેમજ પ્રધાનમંત્રીએ તેમને વિનંતી કરી હતી કે, અત્યારનાં મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે તેઓ પોતાના વિચારો વહેંચવાનું ચાલુ રાખે.

NP/J.Khunt/GP/RP