Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નીતિ આયોગની પુનઃરચના પર પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની પુનઃરચના પર પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે નીતિ આયોગ ભારતની નીતિ ઘડતરના માળખામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે, મુખ્ય સુધારાઓને વેગ આપે છે અને નાગરિકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ માં વધારો કરે છે. આ સંસ્થા તમામ ક્ષેત્રોમાં નવીનતા અને લાંબા ગાળાના વ્યૂહાત્મક ચિંતન માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે.

નીતિ આયોગની પુનઃરચના પર, પ્રધાનમંત્રીએ શ્રી અશોક કુમાર લાહિરી જીને ઉપાધ્યક્ષ તરીકે તેમની નિમણૂક બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શ્રી રાજીવ ગૌબા જી, પ્રો. કે. વી. રાજુ જી, પ્રો. ગોવર્ધન દાસ જી, પ્રો. અભય કરંદીકર જી અને ડૉ. એમ. શ્રીનિવાસ જીને પૂર્ણકાલીન સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નીતિ આયોગ ભારતની નીતિ-નિર્માણ સંરચનામાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપે છે, સુધારાઓને આગળ ધપાવે છે અને ‘ઇઝ ઓફ લિવિંગ’ ને પ્રોત્સાહન આપે છે. તે વિવિધ ક્ષેત્રોમાં નવીનતા અને લાંબા ગાળાના વ્યૂહાત્મક ચિંતન માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.

સરકારે નીતિ આયોગની પુનઃરચના કરી છે. શ્રી અશોક કુમાર લાહિરી જીને ઉપાધ્યક્ષ બનવા બદલ મારી શુભેચ્છાઓ. શ્રી રાજીવ ગૌબા જી, પ્રો. કે. વી. રાજુ જી, પ્રો. ગોવર્ધન દાસ જી, પ્રો. અભય કરંદીકર જી અને ડૉ. એમ. શ્રીનિવાસ જીને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્યો બનવા બદલ પણ મારી શુભેચ્છાઓ.

તેમનો આગામી કાર્યકાળ ઉત્પાદક અને પ્રભાવશાળી રહે તેવી સૌને શુભકામનાઓ.”

@NITIAayog

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com