પીએમઇન્ડિયા
કેન્દ્ર સરકારે નેતાજી સુભાષ ચંત્ર બોઝની ફાઈલોમાંથી પ્રથમ 100 ફાઈલોનો સેટ જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડિજિટાઈઝ્ડ ફાઈલોના લૉન્ચ માટે નેશનલ આર્કાઈવ્ઝની મુલાકાત લીધી હતી. તેઓ નેતાજીના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા, જેમાં પ્રોફેસર ચિત્રા ઘોષ, શ્રી ચંદ્ર બોઝ અને શ્રી સૂર્ય કુમાર બોઝ સામેલ હતા.
14મી ઓક્ટોબર, 2015ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના પ્રધાનમંત્રી તેમના નિવાસસ્થાને નેતાજીના પરિવારના સભ્યોને મળ્યા એ સમયે તેમણે જાહેર કર્યું હતું કે ભારત સરકાર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સંબંધિત ફાઈલોની ગુપ્તતા તબક્કાવાર રદ્દ કરાશે અને આ ફાઈલો જાહેર જનતાને ઉપલબ્ધ બનાવાશે.
આ જાહેરાતના અનુસંધાનમાં, ચોથી ડિસેમ્બર, 2015ના રોજ પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા 33 ફાઈલોનો પ્રથમ જથ્થો નેશનલ આર્કાઈવ્ઝ ઑફ ઈન્ડિયાને સોંપાયો હતો.
ત્યારબાદ, ગૃહ બાબતો અને વિદેશને લગતી બાબતોના મંત્રાલયોએ પણ એમની પાસે એકઠી થયેલી નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લગતી ફાઈલોની ગુપ્તતા રદ્દ કરવાની પ્રક્રિયાનો આરંભ કર્યો હતો અને આ ફાઈલો નેશનલ આર્કાઈવ્ઝ ઑફ ઈન્ડિયાને સોંપવામાં આવી હતી.
પ્રથમ પગલા તરીકે, નેશનલ આર્કાઈવ્ઝ ઑફ ઈન્ડિયાએ નેતાજીને લગતી 100 ફાઈલો જાળવણીની પ્રાથમિક પ્રક્રિયા અને ડિજિટાઈઝેશન કર્યા પછી પબ્લિક ડોમેઇન પર મૂકી છે.
ભારત સરકારે સંબંધિત વિદેશી સરકારોને નેતાજી સંબંધિત તમામ ફાઈલો અને કાગળો જાહેર કરવા લેખિતમાં જણાવ્યું છે. સરકાર આ મુદ્દે એમની સાથે વધુ વાતચીત જાળવી રાખવા કટિબદ્ધ છે.
ડિજિટાઈઝ કરાયેલી ફાઈલો વેબસાઈટ પર મૂકવામાં આવી રહી છે. આ માટે એનઆઈસી દ્વારા અલાયદી વેબસાઈટ ડિઝાઈન કરવામાં આવી છે – –www.netajipapers.gov.in
UM/AP/JK/GP
Remembering NetajiSubhasChandra Bose on his birth anniversary. His bravery & patriotism endears him to several Indians across generations.
— NarendraModi(@narendramodi) January 23, 2016
From the pages of history...Proclamation issued by Netajiin 1944. pic.twitter.com/UokXkGw2xM
— NarendraModi(@narendramodi) January 23, 2016
Today is a special day for all Indians. Declassification of Netajifiles starts today. Will go to National Archives myself for the same.
— NarendraModi(@narendramodi) January 23, 2016
Happening now: PM @narendramodi at the National Archives. https://t.co/BpriseEy3f
— PMO India (@PMOIndia) January 23, 2016