Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેતાજી દ્વારા ભારતની ભૂમિ પર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નેતાજી દ્વારા ભારતની ભૂમિ પર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નેતાજી દ્વારા ભારતની ભૂમિ પર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

નેતાજી દ્વારા ભારતની ભૂમિ પર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

ભારત માતાની જય

વંદેમાતરમ

વંદે માતરમ

વંદેમાતરમ

આપ સૌને મારો પહેલો આગ્રહ છે કે આજના જ દિવસે નેતાજી અહિં આવ્યા હતા, તેમનું સ્મરણ કરીને પોતાના મોબાઈલ ફોન બહાર કાઢો, બધા જ પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો અને એક સાથે સૌના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી નેતાજીને સન્માન આપો. મારી સાથે બોલો

નેતાજી ઝિંદાબાદ

નેતાજી ઝિંદાબાદ

નેતાજી ઝિંદાબાદ

સુભાષ બાબુ ઝિંદાબાદ

સુભાષ બાબુ ઝિંદાબાદ

સુભાષ બાબુ ઝિંદાબાદ

વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ

ખૂબખૂબ આભાર.

મંચ પર ઉપસ્થિત મહાનુભવો, આજે વિશેષ રૂપે પધારેલા સુભાષ બાબુના પરિવારજનો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

આઝાદી માટે પોતાનું જીવન દાવ પર લગાવનારા અસંખ્ય દેશભક્તોના ત્યાગ અને પરાક્રમથી પવિત્ર થયેલ આ ભૂમિને હું શત્ શત્ નમન કરું છું. આંદામાન નિકોબાર દ્વીપસમૂહ ભારતના પ્રાકૃતિક સૌન્દર્યનું પ્રતીક તો છે જ, ભારતવાસીઓ માટે તે તીર્થ સમાન છે. આ ભૂમિની મહાનતા ભૂગોળની સાથે જ તેના અતીતને ઉજાગર કરનારા સ્વર્ણિમ ઇતિહાસમાં છે. આ દ્વીપસમૂહ આપણી આઝાદીના આંદોલનનું, આઝાદી માટે એકએક ભારતીયના શૌર્યનું, સંકલ્પનું પ્રતીક છે.

સાથીઓ, દેશના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આ દ્વીપ સમૂહ સશક્ત બને, દેશની વિકાસગાથાનો મહત્વનો ભાગ બને; તેની માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. આ જ વિચારધારાને જમીન પર ઉતારીને આજે આંદામાનના ખૂણેખૂણાને સુવિધાઓ સાથે જોડનારી સેંકડો કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંપર્ક, પ્રવાસન અને ઉદ્યોગ રોજગાર સાથે જોડાયેલા છે. આ તમામ વિકાસ પરિયોજનાઓ માટે આપ સૌ મારા વ્હાલા ભાઈઓબહેનો, તમને ખૂબખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, દેશની આઝાદીના સંકલ્પ સાથે જોડાયેલ બે મહત્વપૂર્ણ સ્મારકોના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે. પહેલા હું સેલ્યુલર જેલ ગયો હતો અને તે પછી તે જગ્યા પર ગયો જ્યાં 75 વર્ષ પહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદીનો ઉદઘોષ કરતા ધ્વજ લહેરાવ્યો હતો.

સાથીઓ, સેલ્યુલર જેલના પરિસરમાં પ્રવેશ કરતા જ એક અલગ જ પ્રકારનો અહેસાસ મનમસ્તિષ્કમાં ભરાઈ જાય છે. તે લોકો ખબર નહી કઈ માટીના બનેલા હતા જેમણે ત્યારે હસતાહસતા યાતનાઓ સહન કરી હતી. સેલ્યુલર જેલના પરિસરમાં ચાલતી વખતે એવો અનુભવ થાય છે કે ભારતમાતાના વીર સપૂત સમુદ્રની લહેરો પર પોતાના લોહીપરસેવા વડે ભારતમાની જય લખી રહ્યા છે. તેઓ પળેપળે, ક્ષણેક્ષણે પોતાની જાતને સળગાવી રહ્યા છે, પોતાનું જીવન હોમી રહ્યા છે, જેથી કરીને આઝાદીનો પ્રકાશ પ્રગટે.

વીર સાવરકરને લઈને જેટલી પણ વાતો સાંભળી અને વાંચી છે, તે એકએક ઘટના દ્રશ્ય બનીને જીવંત થઇ જાય છે. તે ઓરડીઓ જેમાં સાવરકર, બાબા ભાન સિંહ, મહાવીર સિંહ, ઇન્દ્રભૂષણ રોય, જેવા સેંકડો, હજારો મહાન ક્રાંતિવીરોને યાતનાઓ આપવામાં આવી હતી. જ્યાં આગળ તેમણે આટલા વર્ષો વિતાવ્યા હતા, તે વ્યક્તિગત રૂપે આપણા સૌને માટે કોઈ મંદિરથી ઓછુ નથી. બારેન્દ્ર કુમાર ઘોષ, ઉલ્લાસ્કર દત્ત, પૃથ્વી સિંહ આઝાદ, ત્રૈલોક્યનાથ ચક્રવર્તી, ભાઈ પરમાનંદ, એવા અનેક આઝાદીના નાયકોએ સેલ્યુલર જેલના ખૂણેખૂણાને ગૌરવાન્વિત કર્યું છે. આઝાદીના આ તમામ ગુમનામ નાયકોને આ કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી નહી શકે.

મારી સાથે બોલો

શહીદો અમર રહો

શહીદો અમર રહો

સાથીઓ, જ્યારે આઝાદીના નાયકોની વાત આવે છે તો નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ આપણને ગૌરવથી ભરી દે છે, નવી ઊર્જાથી ભરી દે છે. આઝાદ હિન્દ સરકારના પહેલા પ્રધાનમંત્રી સુભાષ બાબુએ આંદામાનની આ ધરતીને ભારતની આઝાદી માટેની સંકલ્પભૂમિ બનાવી હતી. નેતાજીના આહવાન પર આંદામાનના અનેક વીરોએ દેશની આઝાદી માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. જે પછી આઝાદ હિંફ ફૌજે અહિં આઝાદીનો તિરંગો લહેરાવ્યો હતો.

30 ડિસેમ્બર, 1943ની તે ઐતિહાસિક ઘટનાને આજે 75 વર્ષ પુરા થઇ ગયા છે. આજે તેની જ યાદમાં અહિં 150 ફૂટ ઊંચો ધ્વજ લહેરાવીને આપણે આપણા આ દિવસને દેશવાસીઓની ચીર સ્મૃતિમાં અંકિત કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. સૌભાગ્યથી કેટલાક મહિનાઓ પહેલા જ મને લાલ કિલ્લા પર પણ આવો જ અવસર મળ્યો હતો. ત્યારે આઝાદ હિન્દ સરકારના 75 વર્ષ પુરા થયા હતા.

ભાઈઓ અને બહેનો, ઇતિહાસની આ ગૌરવમય ક્ષણની સ્મૃતિમાં સિક્કા અને ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એટલું જ નહી, નેતાજી સહિત આઝાદીના નાયકોની સ્મૃતિ આંદામાનના ખૂણે-ખૂણામાં અમીટ રહે, સમગ્ર દેશ અહીંથી પ્રેરણા લેતો રહે, તેના માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સરકારે કર્યો છે. હાલના સમયમાં જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો એક નિર્દેશન જાહેર કરવામાં આવી રહ્યું છે. અને હું હવે તમારી સામે ખૂબ જ ગર્વ સાથે તે જાહેરાત કરવા જઈ રહ્યો છું. હવે થી રોસ દ્વીપને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વીપ તરીકે ઓળખવામાં આવશે, નીલ દ્વીપને શહીદ દ્વીપ તરીકે ઓળખવામાં આવશે અને હેવલોક દ્વીપને સ્વરાજ દ્વીપના નામે ઓળખવામાં આવશે.

ભાઈઓ અને બહેનો, નેતાજીએ પોતે જ ભારત ભૂમિના આ દ્વીપ સમૂહ પર ઝંડો ફરકાવીને તેને બ્રિટીશ શાસનથી મુક્ત જાહેર કર્યો હતો. આ જ દિવસે તેમણે ભારતીયોની એક મોટી જનસભાને આજ મેદાનમાં સંબોધિત કરી હતી, કે જે હવે નેતાજી સ્ટેડિયમ બની ગયું છે. ત્યારે તેમણે કહ્યું હતું કે આ વિસ્તાર પર અધિકારની સાથે જ અંતરિમ સરકારની રાષ્ટ્રીય અસ્મિતા હવે સત્યતા અને વાસ્તવિકતાનું ઓઢણું ઓઢી ચુકી છે. આ વચનના ચાર વર્ષ પછી જ માં ભરતી દાસત્વની બેડીઓમાંથી મુક્ત થઈ ગયું હતું.

સાથીઓ, ગુલામીના લાંબા કાળખંડમાં જો ભારતની એકતાને લઈને કોઈ શંકા અને સંદેહ ઉત્પન્ન થયો છે તો તે માત્ર માનસિકતાનો પ્રશ્ન છે, સંસ્કારોનો નહી. સુભાષ બાબુનું એ પણ માનવાનું હતું કે આપણે સૌ પ્રાચીન કાળથી જ એક છીએ; હા, ગુલામીના સમયે આ એકતાને છિન્ન ભિન્ન કરવાનો પ્રયાસ જરૂર કરવામાં આવ્યો છે. નેતાજીનો એ દ્રઢ વિશ્વાસ હતો કે એક રાષ્ટ્રના રૂપમાં પોતાની ઓળખ પર જોર આપીને તે માનસિકતાને પણ બદલી શકાય તેમ છે. આજે મને ખુશી છે કે એક ભારત શ્રેષ્ઠ ભારતના માર્ગ પર ચાલીને આપણે સૌ નેતાજીની ભાવનાઓને અનુરૂપ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

સાથીઓ, ઘણી વાર કેટલાક લોકો જાણે અજાણે ચર્ચા દરમિયાન મુખ્ય ભૂમિ અને ટાપુની વાત કરે છે, આપણી જીભે ચઢી ગયું છે.

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, મારા માટે સમસ્ત ભારત, અહિંનો કણકણ, પૂરે પૂરો મેઈન લેન્ડ છે. પોર્ટ બ્લેર પણ તેટલી જ મુખ્ય ભૂમિ છે, જેટલું દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ છે. આ જ કારણ છે કે અમારી સરકાર તે ક્ષેત્રોમાં કનેક્ટિવિટી પર ભાર મૂકી રહી છે જે કોઇપણ કારણસર પાછળ રહી ગયા હતા. દેશના ભૌતિક અને ભાવનાત્મક સંકલનને વધુ મજબૂત કરવાનો અમારો નિશ્ચય અટલ છે.

ભાઈઓ અને બહેનો, સંકલનની આ ભાવના ત્યારે વધુ મજબૂત થઇ જાય છે જ્યારે આપણે ઇતિહાસના આપણા નાયકોને યાદ રાખીએ છીએ. હું વારેવારે એ કહેતો રહું છું કે જે દેશ પોતાના વાસ્તવિક નાયકો, પોતાના ઇતિહાસને, પોતાના સન્માનને નથી સમજી શકતો; તે ક્યારેય પણ પ્રગતિ નથી કરી શકતો. જે દેશ પોતાના ઇતિહાસ, વિરાસતને જેટલો સંભાળીને રાખે છે, તેનો વિકાસ એટલો જ સશક્ત હોય છે.

કેન્દ્ર સરકાર વીતેલા સાડા ચાર વર્ષોથી પોતાના વૈભવશાળી ઇતિહાસના દરેક નાનામાં નાના ભાગને ઉપસાવવાનો પ્રયાસ કરી રહી છે. તેને દેશવાસીઓની સામે પ્રેરણા તરીકે પ્રસ્તુત કરવામાં લાગેલી છે કારણ કે ઇતિહાસ ઘટના છે તો ઇતિહાસ ઘરેણું પણ છે. ઇતિહાસ વિતી ગયેલ કાલ છે તો ઇતિહાસ આવનારી કાલનો અહેસાસ પણ છે. ઇતિહાસે પુરુષાર્થ, પરાક્રમ, પીડાનું જતન કરી રાખેલ છે તો ઇતિહાસ પુરુષાર્થ અને પરાક્રમની પ્રેરણા પણ છે. ઇતિહાસ આપણા પ્રયત્નોની પરીક્ષા છે તો ઇતિહાસ આપણા પરિશ્રમનું પ્રતિબિંબ પણ છે. ઇતિહાસ આપણને સતર્ક કરે છે તો ઇતિહાસ આપણને સજાગ રહેવાનું પણ શીખવે છે. ઇતિહાસ સમય સાથે બંધાયેલ છે તો ઇતિહાસ નવા સંકલ્પની ઊર્જા પણ છે. ઇતિહાસ આપણને અનેક આશાઓ, નવા સપનાઓને જોઇને સાંત્વના આપે છે તો ઇતિહાસ આપણને ભવિષ્ય માટે પોતાની જાતને સમર્પિત કરવાનું સાહસ પણ આપે છે.

સાથીઓ, આ જ વિચારધારા સાથે સરકારે અનેક વર્ષોથી લટકેલા પોલીસ સ્મારકના સપનાને સાકાર કર્યું છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના પંચતીર્થોનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય એકતા અને ખેડૂત આંદોલનના પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલને સન્માન આપવા માટે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યૂનિટી આજે દેશને ગૌરવાન્વિત કરી રહી છે. આ બધા જ સ્મારકો માત્ર ઇતિહાસને સંભાળીને રાખવાની જ પ્રક્રિયા નથી પરંતુ દેશને એક કરનારા પોતાના સાચા અને વીર સપૂતોને આપણા નમન પણ છે.

એટલું જ નહી, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલના નામ પર અમે રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત પણ કરી છે. આજે હું અહિં નેતાજી સુભાષચંદ્ર બોઝ ડિમ્ડ યુનિવર્સિટીની પણ જાહેરાત કરી રહ્યો છું.

ભાઈઓ અને બહેનો, આ તમામ રાષ્ટ્ર પુરુષોની પ્રેરણાથી જે નવા ભારતના નિર્માણનું બીડું આપણે સૌએ ઉપાડ્યું છે, તેના મૂળમાં વિકાસ છે. વિકાસ આપણા સંસાધનોનો પણ અને આપણી સંસ્કૃતિનો પણ હોય, તે બાબતની ખાતરી કરવામાં આવી રહી છે. દેશના ખૂણે-ખૂણાનો, દેશના જન-જનનો વિકાસ એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ. જ્યારે આપણે સંસાધનોના વિકાસની વાત કરીએ છીએ તો ઔદ્યોગિક વિકાસ પણ તેનું એક મહત્વનું પાસુ છે.

સરકાર અહિંની પરિસ્થિતિઓ, અહિંના પર્યાવરણને અનુકુળ ઉદ્યોગોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સોલર પાવર હોય, એલએનજી વડે વીજળી બનાવવાની હોય, ઇલેક્ટ્રિક કાર હોય, અહિંની ટ્રાફિક વ્યવસ્થાનો ભાગ બનાવવાનો હોય; આ બધા જ પ્રયત્નો વિકાસ અને પર્યાવરણમાં સંતુલન બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે.

સાથીઓ, આ ક્ષેત્રના ઔદ્યોગિક વિકાસ માટે પણ સરકારે એક મોટી યોજના બનાવી છે. જેની જાહેરાત પણ તમારા સૌની વચ્ચે આજે હું કરવા જઈ રહ્યો છું. આ ઐતિહાસિક ક્ષણે કરવા જઈ રહ્યો છું. આ યોજનાનું નામ છે લક્ષદ્વીપ એન્ડ આંદામાન નિકોબાર આઈલેન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્કીમ. તે અંતર્ગત અહિં જે પણ ઉદ્યમી ઇકો ફ્રેન્ડલી ઉદ્યોગ લગાવશે તેમને સરકાર મદદ કરશે, છૂટ આપશે. આ યોજના વડે અહિં અનેક ઉદ્યોગો આવનારા સમયમાં લાગશે જેનાથી અહિંના યુવાનોને રોજગાર મળશે.

આ યોજના વડે પ્રવાસન, ખાદ્યાન્ન પ્રક્રિયા અને સૂચના પ્રૌદ્યગિકી સાથે જોડાયેલ સેંકડો ઉદ્યોગોને લાભ મળશે. આજે અહિં સ્ટાર્ટ અપ માટે પણ એક પોલીસી બુકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રયાસો વડે અહિંના યુવા સાથીઓને લાભ મળવાનો નક્કી છે. અહિંની ઓળખને, અહિંની સંસ્કૃતિને સંરક્ષિત રાખીને પર્યટનનો પણ વિકાસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે પ્રવાસન સાથે સંકળાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અનેક મોટી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. હેવલોક પોર્ટ પર બનનારા મુસાફર ટર્મિનલ હોય કે પછી યૉટ મરીનાનું વિસ્તૃતિકરણ, તેનાથી હાઈ એન્ડ ટુરીઝમના ક્ષેત્રમાં સંભાવનાઓ વધશે. અહિં 20 યાર્ડની જગ્યાએ 100 યાર્ડ સુધી ઉભા કરવામાં આવી શકે તેના માટેની યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

સાથીઓ, ઔદ્યોગિક અને પ્રવાસનનો વિકાસ ત્યારે થાય છે જ્યારે સંપર્ક સારો હોય છે. અહિંયાંના જોડાણને મજબૂત કરવા માટે આ વર્ષે ચાર જહાજ અહિંયાંના પરિવહન સમૂહમાં આવી ચુક્યા છે. તે સિવાય ચાર જહાજોને મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત કોચ્ચી શીપયાર્ડમાં ઝડપથી બનાવવામાં આવી રહ્યા છે. અમારો પ્રયત્ન છે કે આ દ્વીપ સમૂહ વધુમાં વધુ આત્મનિર્ભર બની શકે. અહિંયાંના મોટા જહાજોની સાર સંભાળ અત્યારે દેશના બીજા ભાગોમાં થાય છે. હવે પોર્ટ બ્લેરના ડોક યાર્ડને વિસ્તૃત બનાવવામાં આવી રહ્યું છે.

સાથીઓ, મને જણાવવામાં આવ્યું છે કે ચાથમથી બોમ્બુફ્લેટ સુધી જવામાં ઘણો સમય લાગી જતો હતો. હવે ત્યાં એકપુલ બનાવવાને મંજૂરી આપી દેવામાં આવી છે. આજે જે સ્થાનિક પ્રતિનિધિઓની સાથે મારી બેઠક થઇ છે, તેમાં માર્ગો સાથે જોડાયેલ એક વિષય રજૂ કરવામાં આવ્યો હતો. મને જણાવવામાં આવ્યું કે અહિંયાંના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની મરમ્મત અને જાળવણીની સમસ્યા છે. મારો લેફ્ટનન્ટ ગવર્નરજીને આગ્રહ રહેશે કે માર્ગોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવે અને કેન્દ્ર સરકારને બે અઠવાડિયાની અંદર અહેવાલ મોકલવામાં આવે. અને અહેવાલના અભ્યાસ બાદ કેન્દ્ર સરકાર તમામ શક્ય મદદ કરશે.

આ સિવાય હવાઈ સંપર્કને વધુ સશક્ત બનાવવા માટે વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક નવી ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ ઈમારત બની રહી છે. આ ઈમારત ખૂબ ટૂંક સમયમાં જ પૂરી થઇ જશે.ચેન્નાઈ અને કોલકાતાથી પોર્ટ બ્લેરની ચાર્ટર્ડ ફ્લાઈટ સબસીડાઈઝડ ભાડા પર આપ સૌને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સાથીઓ, જળ માર્ગ, હવાઈ માર્ગ અને જમીન માર્ગની સાથે સાથે આઈ વે પણ આજની ખૂબ મોટી જરૂરિયાત છે. ફોન અને ઈન્ટરનેટ જોડાણને પણ વધુ સારા બનાવવામાં આવી રહ્યા છે. ચેન્નાઈથી આવી રહેલ અન્ડર સી ઓપ્ટીકલ ફાયબર વડે હવે પોર્ટ બ્લેરમાં એટલું જ સારું ઈન્ટરનેટ ચાલશે જેટલું દિલ્હી અથવા ચેન્નાઈમાં ચાલે છે.

એટલું જ નહી, સ્વાન એટલે કે સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક, તે પણ આજથી શરુ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત પહેલા તબક્કામાં અહિંયાંના જે મોટા દ્વીપ છે, જ્યાં આવાસી વસાહતો છે ત્યાના 12 સ્થળોને જોડવામાં આવી રહ્યા છે. તેનાથી જિલ્લા અને બ્લોક સ્તર પરની તમામ સરકારી કચેરીઓને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળશે જેનાથી સરકારની સેવાઓની ઓનલાઈન ડિલીવરી પણ સરળ બનશે. એક રીતે આંદામાન અને નિકોબાર સહિત તમામ દ્વીપોમાં ડિજિટલ ઇન્ડિયાની મજબૂતીને સુનિશ્ચિત કરશે.

સાથીઓ, ઉદ્યોગો અને પ્રવાસન સિવાય પોતાના જુના વ્યવસાયો સાથે પણ યુવાનોને રોજગાર મળે, તેની માટે 19 ફીશ લેન્ડીંગ કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે, 9 પુરા થઇ ગયા છે અને બાકી 10 ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેની સાથે જ કૃષિ, મત્સ્ય ઉછેર અને પશુપાલનની પ્રગતિ માટે 200 કરોડની મદદ કરવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો, અહિંયાં વીજળી, પીવાના પાણીની જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ આજે મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અનેલોકાર્પણ કરવામાં આવ્યું છે. આવતા 20 વર્ષ માટે પોર્ટ બ્લેર અને આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યા ના થાય, તેની માટે ધનીકારી બંધની ઉંચાઈ વધારવામાં આવી રહી છે.

જ્યાં સુધી વીજળીની વાત છે તો વીતેલા છ મહિનામાં જ અહિંયાં 7 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટ્સને મંજૂરી આપી દેવામાં આવી છે. તે સિવાય આજે જે એલએનજી પાવર પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેનાથી આગલા 25 વર્ષો સુધી અહિંયાં વીજળીની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળશે.

સાથીઓ, વેસ્ટમાંથી ઊર્જાની દિશામાં પણ પોર્ટ બ્લેર મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. જે નવો પ્લાઝમા ગેસ પ્લાન્ટ અહિંયાં બનશે તેનાથી પીવાના સ્વચ્છ પાણીની સાથે સાથે સ્વચ્છ ઊર્જા અને હરિત બળતણ પણ તમને ઉપલબ્ધ થશે.

ભાઈઓ અને બહેનો, સ્વચ્છતાને લઈને પણ તમારો સંકલ્પ પ્રશંસનીય છે અને તેની માટે હું નાગરિકોને અભિનંદન આપું છું. મને ઘણી ખુશી છે કે અહિંનાં લોકોએ સમગ્ર દ્વીપ સમૂહને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યો છે. સ્વચ્છતા વડે અહિંનું સૌન્દર્ય તો ઉજાગર થઇ જ રહ્યું છે સાથે જ ત્યાં સ્વાસ્થ્ય પણ વધુ સારું બની રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, દેશવાસીઓના સ્વાસ્થ્યને અમારી સરકાર ખૂબ વધુ પ્રાથમિકતા આપી રહી છે. તેનો લાભ આપ સૌને પણ મળી રહ્યો છે. બે વર્ષ પહેલા પોર્ટ બ્લેરમાં આંદામાન એન્ડ નિકોબાર આઈલેન્ડ ઇન્સ્ટીટયુટ ઑફ મેડીકલ સાયન્સ શરુ કરવામાં આવ્યું હતું. સરકારની યોજના આંદામાન નિકોબાર દ્વીપસમૂહ યોજના ઉપર આરોગ્ય વીમા અંતર્ગત અઢી હજારથી વધુ ગરીબ અને સેવા નિવૃત્ત લોકોએ પોતાનો ઈલાજ કરાવ્યો છે, ત્યાં જ આયુષમાન ભારત યોજના અંતર્ગત અહિંના પણ અનેક ગરીબ પરિવારોને લાભ મળી રહ્યો છે. દેશભરના મોટા મોટા દવાખાનાઓમાં ગંભીર બીમારીની સ્થિતિ પાંચ લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ અહિં પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે.

સાથીઓ, અહિંની સ્વાસ્થ્ય સેવાઓને વિસ્તૃત કરતા 2 પીએસસી અને સીએસસીને અપગ્રેડ કરીને જિલ્લા દવાખાનાઓ બનાવવામાંઆવી રહ્યા છે. તે સિવાય એક આયુષ દવાખાનાનું પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓના બની ગયા પછી તમને ઈલાજ માટે દૂર સુદૂર સુધી નહી જવું પડે.

ભાઈઓ અને બહેનો, દવાની સાથે સાથે અભ્યાસ પર પણ સરકારનું ધ્યાન છે. ચાર વર્ષ પહેલા અહિં નવી ડિગ્રી કોલેજ ખોલવામાંઆવી હતી. અને વર્ષ 2016માં લો કોલેજ પણ શરુ થઇ ગઈ છે. હવે તમને નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે નેતાજી સુભાષચંદ્ર ડિમ્ડ યુનિવર્સિટીની સુવિધા પણ મળી ચુકી છે. ડીગલીપુરમાં પ્લોય ટેકનીકલ કોલેજની શરૂઆત કરવામાં આવી છે અને થોડા સમય પહેલા નિકોબારમાં આઈટીઆઈને પણ હું આપ સૌની માટે સમર્પિત કરીને આવ્યો છું.

ભાઈઓ અને બહેનો, સમગ્ર દેશમાં વિકાસની પંચધારા, બાળકોનો અભ્યાસ, યુવાનોની કમાણી, વડીલોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન જનની સુનાવણીતે સુનિશ્ચિત કરવા માટે સરકાર સતત ઈમાનદાર પ્રયાસો કરી રહી છે. આજે જેટલી પણ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ અહિં થયો છે તે તમામ આ જ વિચારધારા સાથે જોડાયેલ છે.

તેની સાથે સાથે આપણા શૌર્ય અને બલિદાનથી ભરેલા ગૌરવપૂર્ણ ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણા નાયકોનું સન્માન થાયતેના માટે પણ અમે સંકલ્પબદ્ધ છીએ.

એક વાર ફરી આ ઐતિહાસિક અવસર માટે, જીવન સરળ બનાવનારી તમામ પરિયોજનાઓ માટે આપ સૌ મારા વ્હાલા ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક ખૂબખૂબ અભિનંદન આપું છું.

2018નો આવતીકાલે છેલ્લો દિવસ છે. પરમદિવસે 2019નું નવું વર્ષ પ્રારંભ થવા જઈ રહ્યું છેઆપ સૌ આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપવાસીઓ અને સમગ્ર દેશ માટે તે નવો ઉત્સાહ, નવો જોશ, નવી ઊર્જા અને નવા ઉત્તમ સ્વાસ્થ્યને લઈને આવેએ જ મંગળ કામના સાથે આપ સૌને ફરી એકવાર આગ્રહ કરું છુંએક વાર ફરી મોબાઈલ ફોન બહાર કાઢો, પોતાની ફ્લેશ ચાલુ કરો, સૌના મોબાઈલ ફોન બહાર આવે, તમારી ફ્લેશ લાઈટ બહાર આવેઅને મારી સાથે પૂરી તાકાત સાથે બોલવાનું છે

સુભાષ બાબુએ સ્વરાજનો પાયો જ્યાં નાખ્યો હતો, 75 વર્ષના આ પર્વ પર સુરાજની મજબૂત યાત્રા આપણે પ્રારંભ કરવાનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છીએ, ત્યારે આપ સૌને, તમારા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને મારી સાથે પૂરી તાકાતથી બોલો

વંદે માતરમ

વંદે માતરમ

વંદે માતરમ

ખૂબખૂબ આભાર!

 

RP