Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેધરલેન્ડની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (27 જૂન, 2017)

નેધરલેન્ડની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (27 જૂન, 2017)

નેધરલેન્ડની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (27 જૂન, 2017)


તમારા મહામહિમ, પ્રધાનમંત્રી માર્ક રુટ્ટ,

મને જૂન, 2015માં ભારતમાં તમને આવકારવાની તક મળી હતી. તે સમયે મેં તમને કહ્યું હતું કે, ભારતમાં સામાન્ય રીતે જૂન મહિનામાં બહુ ગરમી હોય છે અને તાપમાન વધારે હોય છે. છતાં તમે ભારતની મુલાકાત લેવા માટે જૂન મહિનો પસંદ કર્યો હતો, જે આપણાં દ્વિપક્ષીય સંબંધો પ્રત્યે તમારી પ્રતિબદ્ધતાનો સંકેત છે.

આજે બરોબર બે વર્ષ પછી હું જૂન મહિનામાં જ નેધરલેન્ડની મુલાકાતે આવ્યો છું, પણ જ્યાં સુધી તાપમાનનો સવાલ છે, ત્યાં સુધી દિલ્હી અને હેગ વચ્ચે ચોક્કસ ઘણો ફરક છે. હકીકતમાં રાતદિવસ જેટલો ફરક છે. મારે કહેવું જોઈએ કે, અહીં હવામાન અતિ ખુશનુમા છે.

મહામહિમ,

સૌપ્રથમ મારી સાથે મારાં સંપૂર્ણ પ્રતિનિધિમંડળને આવકારવા બદલ હું તમારો આભાર માનું છું. આ આગતાસ્વાગતા સાથે તમે ભારતીયો માટેની લાગણી વ્યક્ત કરી છે.

મહામહિમ, નેધરલેન્ડની મારી આ મુલાકાત અતિ ટૂંકા ગાળામાં નક્કી થઈ હતી. છતાં મારે તમને કહેવું જોઈએ કે જે રીતે મુલાકાતનું આયોજન થયું, તેમાં તમે આ મુલાકાતને સમાવવા તમે સંમત થયા. એટલું જ નહીં આટલા ટૂંકા સમયગાળામાં આ મુલાકાત ફળદાયક બની રહી એવા કાર્યક્રમોનું આયોજન થયું અને સાથે સાથે આ મુલાકાત પરિણામલક્ષી બની રહી છે. હું તમારાં નેતૃત્વની પ્રશંસા કરું છું અને અતિ ટૂંકા ગાળામાં આપણી મુલાકાતનું આયોજન તમારાં ઉત્કૃષ્ટ નેતત્વનો પુરાવો છે.

મહામહિમ, તમારી વાત બિલકુલ સાચી છે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેનાં સંબંધો સદીઓથી ચાલ્યાં આવે છે. આપણાં બંને દેશો પણ આ સંબંધોને વધારે મજબૂત અને ગાઢ બનાવવાનો ઇરાદો ધરાવે છે. મહામહિમ, તમે કહ્યું એ પ્રમાણે ચાલુ વર્ષ ભારત અને નેધરલેન્ડ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું 70મું વર્ષ છે અને એટલે આપણે આપણાં દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

અત્યારે દુનિયા એકબીજા પર નિર્ભર છે, એકબીજા સાથે જોડાયેલી છે. એટલે સ્વાભાવિક છે કે આપણી ચર્ચા દ્વિપક્ષીય મુદ્દાઓ પૂરતી મર્યાદિત નહીં રહે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે.

જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય મુદ્દાનો સવાલ છે, ત્યાં સુધી આપણાં બંને દેશો વચ્ચે અનેક બાબતોમાં સમાનતા છે. નેધરલેન્ડની મદદ સાથે ભારતને ગયા વર્ષે એમટીસીઆરનું સભ્યપદ મેળવવામાં સફળતા હાંસલ થઈ છે. આ માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું.

જ્યાં સુધી દ્વિપક્ષીય રોકાણનો સવાલ છે, ત્યાં સુધી અત્યારે નેધરલેન્ડ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નો પાંચમો સૌથી મોટો સ્ત્રોત છે. હકીકતમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન તે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત બની ગયો છે.

હું નથી માનતો કે એ હકીકતનું પુનરાવર્તન કરવાની જરૂર છે કે અમારી વિકાસ માટેની પ્રાથમિકતાઓમાં ભારતનાં આર્થિક વિકાસમાં નેધરલેન્ડ સ્વાભાવિક પાર્ટનર છે.

અત્યારે અમને ડચ કંપનીઓનાં સીઇઓને મળવાની તક પણ મળશે અને મને આશા છે કે જ્યાં સુધી ભારતનો સવાલ છે, ત્યાં સુધી તેઓ ભારત પ્રત્યે આશાવાદી વલણ જાળવી રાખશે. હું તેમનાં અભિપ્રાયો મેળવવા આતુર છું.

અત્યારે મને નેધરલેન્ડમાં રહેતાં ભારતીય મૂળનાં લોકોને મળવાની તક પણ મળશે. અહીં રહેતો ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે જીવંત કડી અને સેતુરૂપ છે. આ લોકો વચ્ચેનાં સંપર્કોને વધુ મજબૂત કરવાનો અમે પણ પ્રયાસ કરી રહ્યાં છીએ.

મારું સદનસીબ છે કે હું નેધરલેન્ડનાં મહારાજા અને મહારાણીને પણ મળીશ. હકીકતમાં હું તેમને મળવા આતુર છું. ફરી એક વખત હું પ્રધાનમંત્રી રુટ્ટ અને તેમની સરકાર તથા નેધરલેન્ડનાં લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

ધન્યવાદ.

AP/J.Khunt