પીએમઇન્ડિયા
કા હાલ બા..?
નેધરલેન્ડ્સના મારા વ્હાલા ભારતના પ્રવાસી ભાઈઓ અને બહેનો, હું અહીંના મેડમ મેયરનો, ડેપ્યુટી મેયરનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તેમણે મારું સ્વાગત સન્માન કર્યું, તેઓ સ્વયં આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. હું તેમનો આભાર વ્યક્ત કરું છું.
આ જે ગુંજ તમને ચારેય બાજુ સંભળાય છે, જે ઉત્સાહ ઉંમંગ જોવા મળી રહ્યો છે, જે લોકો ભારતમાં ટીવી ઉપર આને જોતા હશે તેમને જરૂરથી આશ્ચર્ય થતું હશે કે નાનકડા હેગમાં પણ ભારતીયોનું આટલું જોર છે. હું ખાસ કરીને સુરીનામના જે લકો છે, તેમને હું વિશેષ રૂપે અભિનંદન આપવા માગું છું. ઘણા વર્ષો પહેલા મને સુરીનામ જવાનું સૌભાગ્ય મળ્યું હતું.
5 જૂન દર વર્ષે સુરીનામના લોકો ખૂબ ગૌરવ સાથે ઉજવે છે. દુનિયામાં જ્યાં જ્યાં ભારતવાસી ગયા તે સૌની માટે આપણા સુરીનામના ભાઈ-બહેનો તે કાળખંડમાં દુનિયાના જે જે દેશોમાં મજૂરના રૂપમાં લોકોને લઇ જવામાં આવ્યા. ભલે તે મોરેશિયસ હોય, કે પછી સુરીનામ હોય, ગયાના હોય, દોઢસો વર્ષ થઇ ગયા. ચાર પાંચ પેઢીઓ વિતી ગઈ. પરંતુ આજે પણ ભારતની ભાષા, ભારતની સંસ્કૃતિ, ભારતની પરંપરા તેને આમ જ, તેમણે યથાવત રાખી છે. હું તેમને લાખ લાખ વધામણી આપું છું, અભિનંદન આપું છું. અને આપણે આપણા તે પૂર્વજોને નમન કરવા જોઈએ કે જેમણે ભારતનો કિનારો છોડ્યા પછી પણ ક્યારેય ભારત તરફ જોવાનો મોકો નથી મળ્યો પરંતુ પોતાની સાથે જે ભારતીયતાને લઈને ગયા હતા આજે ચોથી, પાંચમી પેઢી, છઠ્ઠી પેઢી હશે એમ ને એમ જ પરિવારની અંદર તેને યથાવત રાખી છે. નહિતર આજે એક જ પેઢીમાં બધું જ બદલાઈ જાય છે, ભાષા પણ છૂટી જાય છે અને ક્યારેક ક્યારેક તો મા-બાપ ગર્વ કરે છે કે મારા દીકરાને ભારતીય ભાષા નથી આવડતી. આ વસ્તુઓથી પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવાથી એક તાકાત પ્રાપ્ત થાય છે. લોખંડનો ગોળો ગમે તેટલો શક્તિશાળી કેમ ના હોય, ગમે તેટલો મોટો કેમ ના હોય, ગમે તેટલો મજબૂત કેમ ના હોય પરંતુ સરખી રીતે બે બાળકો પણ તેને ધક્કો મારે તો ધીમે ધીમે ચાલ્યો જાય છે. પરંતુ વૃક્ષ કે જેના મૂળ જમીન સાથે જોડાયેલા છે, તેની તાકાત કંઈક અલગ જ હોય છે, તે ના તો હલી શકે છે, અને તે છાંયડો પણ આપે છે અને એટલા માટે મૂળ સાથે જોડાયેલા રહેવાના કારણે તાકાત શું હોય છે એ મારા સુરીનામના ભાઈઓ બહેનો પાસેથી શીખી શકીએ છીએ. તે જ રીતે તમારામાંથી ઘણા લોકો હશે, જેમણે હજુ પણ ભારત નહીં જોયું હોય. તમારામાંથી અનેક લોકો એવા હશે જેમના પહેલા દાદા પરદાદા હિંન્દુસ્તાન છોડીને આવ્યા, તેઓ ક્યાંથી કયા ગામના હતા, શું હતા, સંબંધીઓ કયાં હતા, કંઈ જ ખબર નહીં હોય. પરંતુ તેમ છતાં પણ દિલમાં આજે પણ હિન્દુસ્તાન હાજર છે. એક પ્રકારે આજે તમે જે કંઈ પણ છો, પોતાના બાવડાના બળ પર છો, પરિશ્રમથી છો, પોતાના સામર્થ્યથી છો. તેમ છતાં પણ તમારા દિલમાં હંમેશા રહે છે કે ભારતનું જાણે તમારી ઉપર કોઈ કરજ છે અને મોકો મળે તો ભારતનું આ કરજ ચૂકવવાનું છે. હું સમજુ છું કે આનાથી મોટી ભક્તિ કોઈ હોઈ ન શકે, ભાવના હોઈ ન શકે.
અહીંયા બે પ્રકારના લોકો છે. એક તો એ કે જેઓ દોઢસો વર્ષથી હિન્દુસ્તાન છોડીને નીકળેલા લોકો વાયા સૂરીનામ અહીંયા પહોંચ્યા છે અને બીજા એ જે તાજા તાજા વિમાનમાં બેસીને આવ્યા છે. જેઓ હમણાં હમણાં આવ્યા છે હું તેમને કહેવા માગું છું કે શું તમે ક્યારેય વિચાર્યું હતું કે તમે જો દોઢસો વર્ષ હિન્દુસ્તાનથી અલગ થઈને રહેતા તો શું તમારી અંદર એ જ ભારતીયતા, હિન્દુસ્તાનીનો ભાવ એવો ને એવો બરકરાર રહેત જેવો સુરીનામના લોકોનો છે? અને એટલા માટે હું ઇચ્છુ છું કે અહીંયા રહેનારા પાસપોર્ટનો રંગ ભલે ગમે તે કેમ ન હોય, પાસપોર્ટનો રંગ બદલવાથી લોહીના સંબંધો નથી બદલાઈ જતા.
મારી પ્રત્યેક હિન્દુસ્તાનીને પ્રાર્થના છે, આગ્રહ છે કે પાસપોર્ટના રંગના આધાર પર સંબંધો ના બાંધશો, પાસપોર્ટનો રંગ જે કોઈ પણ કેમ ન હોય તેના અને મારા પૂર્વજો એક જ છે. જે ધરતીની પૂજા તે કરે છે, તે જ ધરતીની પૂજા હું કરું છું. તેની જિંદગીની તે મુસીબત રહી કે દોઢસો વર્ષ પહેલા તેણે દેશ છોડીને જવું પડ્યું. હું નસીબદાર છું કે હું હજી પણ મારા દેશના મૂળ સાથે જોડાયેલો છું. મારું વધારે કર્તવ્ય બને છે કે હું સૂરીનામવાળાઓને ગળે લગાડું. આપણે એક બનીને રહીએ. આપણે સાથે મળીને કાર્યક્રમ કરીએ. હવે આપણી વચ્ચે જરા પણ અંતર ના હોવું જોઈએ. બની શકે કે જેઓ હમણા આવ્યા છે તેમને કદાચ હિન્દી બોલવામાં તકલીફ પડતી હશે, સૂરીનામવાળાઓને નથી પડતી.
માત્ર યુરોપમાં જ નહીં, પરંતુ કેરેબિયન દેશોમાં પણ આપણે સૌ મળીને આને એક એવી ઊર્જા ભૂમિ બનાવી શકીએ છીએ હેગને આ સમગ્ર ભૂ ભાગના ભારતીયોની સાથે આપણો સંબંધ જોડાઈ જાય. અને આજે તો..આજે તો ટેકનોલોજી એટલી સરળ છે કે તમે મોબાઇલ ફોનથી જ આ બધા પરિવારો સાથે નજીકથી જોડાઈ શકો તેમ છો, સંગઠનમાં જ તો શક્તિ છે. અને એટલા માટે મેં જોઈ તમારી તાકાત, મારો કાર્યક્રમ તો હમણાં અચાનક બન્યો છે, કંઈ વધારે તૈયારી કરવાનો અવસર જ ના મળ્યો. છેલ્લા બે ચાર દિવસમાં કદાચ તમને સમાચાર મળ્યા હશે અને આટલી મોટી માત્રામાં આપ સૌ લોકો પહોંચી ગયા. સરકારની તરફથી દૂતાવાસ હોય છે, એમ્બેસેડર હોય છે, અધિકારીઓ હોય છે, પરંતુ તમે જાણો છો તેમને રાજદૂત કહેવાય છે. હિન્દી ભાષામાં તેમને રાજદૂત કહેવામાં આવે છે. પરંતુ અહીંયા તમે બધા રાષ્ટ્ર્દૂત છો. પ્રત્યેક હિન્દુસ્તાની, દરેક હિન્દુસ્તાની દુનિયાના પ્રત્યેક ખૂણામાં રાષ્ટ્ર્દૂત છે. આપણા દેશની એ સારપોથી વિશ્વને પરિચિત કરવાનું છે, જયારે વિશ્વને જાણ થાય છે કે ભારત એવો દેશ છે, જ્યાં દુનિયાના બધા જ સંપ્રદાય, દુનિયાના કોઈ સંપ્રદાય એવા નહીં હોય, જેને ભારતમાં ગૌરવપૂર્ણ સ્થાન ના મળ્યું હોય. લોકોને નવાઈ લાગે છે. દુનિયાનો નાનામાં નાનો સંપ્રદાય પણ હશે, પંથ પણ હશે, માનનારા લોકો હશે ભારતમાં તમને જરૂરથી મળી જશે અને ગર્વથી જીવે છે. દુનિયાને જયારે ખબર પડે છે કે હિન્દુસ્તાનમાં 100 ભાષાઓ છે, સો ભાષાઓ, 1700 બોલીઓ, 1700થી વધારે બોલીઓ લોકોને નવાઈ લાગે છે. સારું આપણે તો યુરોપમાં દેશ બદલાય છે, ભાષા બદલાય છે આપણને તો તકલીફ થઇ જાય છે. તમે સો ભાષાઓની વચ્ચે કેવી રીતે જીવી રહ્યા છો. આપણને જોડનારી જે તાકાત છે તે આપણી માતૃભૂમિ પ્રત્યે આપણો પ્રેમ છે. તે ધરતી પ્રત્યે ત્યાગ તપસ્યા પ્રત્યે..ઈતિહાસ પ્રત્યે..પરંપરાઓ પ્રત્યે આપણો લગાવ છે. અને એટલા માટે કોઈ પણ હિન્દુસ્તાની દુનિયામાં ગર્વની સાથે ઊભો થઇ શકે છે કે મારો દેશ વિવીધતાઓથી ભરેલો છે.
વિશ્વમાં જે કંઈ પણ તમે અનુભવ કરો છો. તમે મારા દેશમાં સ્વાભાવિક રીતે કરી શકો છો. દેશની વિશાળતા છે. જયારે દુનિયાના નેતાઓ સાથે હું મળું છું અને હું સવા સો કરોડ દેશવાસીઓની સરકારનો પ્રધાનમંત્રી છું તો મારી સામે જોતા રહે છે. તેમને લાગે છે કે આપણને નાનકડો દેશ ચલાવવામાં આટલી તકલીફ પડે છે તમે કેવી રીતે ચલાવો છો. હું તેમને કહું છું કે, અહીંયા તમે લોકો દેશ ચલાવો છો મારે ત્યાં સવા સો કરોડ દેશવાસી દેશ ચલાવે છે. લોકતંત્રની એ જ તાકાત છે. ભારતની અંદર ખાસ કરીને જ્યારથી મને સરકારમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. અમે સૌથી મોટો પ્રયાસ એ જ કર્યો છે કે જન ભાગીદારીથી દેશના દરેક કામમાં જન ભાગીદારીને પ્રાથમિકતા આપવામાં આવી છે. બધું જ સરકાર કરશે, બધી જ સમસ્યાઓના સમાધાન સરકાર પાસે છે જ. ભગવાન બુદ્ધિ વહેંચવા નીકળ્યા તો બધી સરકારવાળાઓને જ બુદ્ધિ મળી હતી એવી વિચારધારાથી અમે બહાર નીકળી ગયા છીએ અને અમારો પ્રયત્ન એ છે કે જન ભાગીદારીથી દેશ અનેક ગણી પ્રગતિ કરી શકે તેમ છે, ઝડપી ગતિએ પ્રગતિ કરી શકે તેમ છે. જો સરકાર નક્કી કરે છે કે અમે ટોયલેટ બનાવીશું, ખુલ્લામાં શૌચ જવાનું બંધ કરાવીશું, શાળાઓમાં બાળકીઓ માટે શૌચાલયો બનાવીશું, એ કાર્યક્રમો તો પહેલા પણ ચાલુ હતા. પરંતુ તે કાર્યક્રમો સરકાર ચલાવતી હતી. અમે આવીને કહ્યું કે લોકો આને ઉપાડે અને તમને જાણીને ખુશી થશે કે શાળાઓની અંદર એક વર્ષની અંદર અંદર જ બાળકીઓ માટે અલગ શૌચાલય બનાવવાનું કામ બાળકો માટે અલગ શૌચાલય બનાવવાનું કામ લોકોએ પૂરું કરી નાખ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે જે નવી સરકાર બની છે આજે દેશમાં જેણે પોતાના દરેક કામમાં લોક ભાગીદારી, જન ભાગીદારીને પ્રાથમિકતા આપી છે. નહિતર પહેલા શું થતું હતું. લોકતંત્રનો અર્થ બહુ સીધો સાદો થઈ ગયો હતો.. લોકશાહી એટલે પાંચ વર્ષમાં એક વાર જવાનું, ઈવીએમ મશીનનું બટન દબાવવું અને જે પસંદ આવે તેને જીતાડી દેવાના અને તેને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવાનો જુઓ પાંચ વર્ષ તમને બેસાડ્યા છે આ અમારા દસ કામ કરી નાખજો. નહીં કરી શકો તો છુટ્ટા જાવ, બીજા આવશે. આ લોકતંત્રની મર્યાદા નથી. આ લોકતંત્રનો એક સીમિત ભાગ છે કે જેમાં જન વોટ આપે છે સરકાર તેમની છે. પરંતુ સરકાર ચાલે છે જન ભાગીદારીથી.
આપણે ત્યાં કોઈ પ્રાકૃતિક આપદા આવી જાય તો આપણે સૌએ અનુભવ કર્યો છે કે સરકારી તંત્રની તાકાત બહુ નાની પડી જાય છે. પરંતુ લોકો સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ આવા ફૂડ પેકેટ્સ ઢીંકણું ફલાણું લઈને નીકળી પડે છે પ્રાકૃતિક આપદામાં હર કોઈની મદદ તરત જ પહોંચી જાય છે કેમ? જન શક્તિનું સામર્થ્ય છે. આ સરકારની કોશિશ છે કે દરેક કામમાં જન ભાગીદારી. ભારતનો સંઘીય ઢાંચો છે રાજ્ય, કેન્દ્ર ખભે ખભો મિલાવીને કઈ રીતે કામ કરે, સાચા અર્થમાં સમવાયી તંત્રને કેવી રીતે પ્રોત્સાહન મળે તેના ઉપર આ સરકારે જોર મુક્યું છે.
સુશાસન હું માનું છું કે વિકાસ વત્તા સુશાસન ત્યારે જ જઈને જનતા જનાર્દનના સપના પુરા થાય છે. માત્ર વિકાસથી સ્પિરિટસ પુરા નથી થતા, માત્ર સુશાસનથી પણ નથી થતા. વિકાસ અને સુશાસન બંનેનો સંયોગ હોય છે ત્યારે જન સામાન્યને સમાધાન મળે છે. બસમથક બનાવું, બસ સ્ટેશન સારું બનાવું, વિકાસ થયો, પરંતુ બસ સમય સમય પર આવે, બસમાં સફાઈ હોય, ડ્રાઈવર, કંડકટરનો વ્યવહાર સારો હોય, તે સુશાસન છે. ત્યારે સામાન્ય વ્યક્તિને સંતોષ મળે છે.
તેને સમાધાન મળે છે, હા આ મારી સરકાર છે, આ મારો દેશ છે, આ મારી સંપત્તિ છે. આ સરકારનો સતત ભાવ એ જ છે કે જન ભાગીદારીને બળ મળે, જનશક્તિને બળ મળે અને જનશક્તિના ભરોસે દેશને આગળ વધારવાનો પ્રયાસ થાય અને આ અનુભવ અમારો દેશની જનતા જનાર્દનને જે કામને શોધવા માટે, તમે જોયું હશે બે વર્ષ પહેલા જયારે અમારી સરકાર બની તો ટીવી પર એક જ સમાચાર આવતા રહેતા હતા કે દાળ મોંઘી છે, દાળ મોંઘી છે. મોદી બોલો દાળના ભાવ ઓછા કેમ નથી કરતા, જ્યાં પણ જાઓ બસ આ જ. હવે દાળના ભાવ એટલા ઓછા થઇ ગયા છે કે કોઈ પૂછતું પણ નથી. કેવી રીતે થઇ ગયા, પરંતુ દેશના ખેડૂતોને મેં પ્રાર્થના કરી કે તમે કઠોળની ખેતીને પણ જોર આપો અને કઠોળની ખેતી માટે એટલું બધું કંઈ કરવું નથી પડતું, પાકની વચ્ચે અંદરના ભાગમાં તેને વાવી શકાય છે. વધારાની આવક થાય છે. અને મારા દેશના ખેડૂતોએ એ કરીને બતાવ્યું. વિપુલ માત્રામાં ઉત્પાદન કર્યું, તો આજે થાળી સસ્તી થઇ ગઈ. માધ્યમ વર્ગના પરિવારમાં દાળ જો વધારે ખાય છે તો પ્રોટીન પણ વધારે મળે છે તો શરીરની શક્તિ પણ વધે છે, શરીરની ખાસ્સી જરૂરિયાતો પૂરી થઇ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સરકારી પ્રયત્નોથી વધારે જન સામાન્યનું સામર્થ્ય એક ઘણો મોટો ભાગ ભજવી શકે તેમ છે.
ભારતની બહાર એવી ધારણા છે કે ભારતમાં મહિલાઓ તો ગૃહિણી છે. કંઈ કરવાનું નહીં અને રસોડામાં જ હોય છે. આવી બહાર એક કલ્પના છે, સત્ય જુદું છે. આજે પણ હિન્દુસ્તાનનું પશુપાલન, ડેરી, દૂધ આ સમગ્ર ક્ષેત્ર એક રીતે ભારતમાં મહિલાઓ જ સંભાળે છે. પુરુષનું ઘણું ઓછું યોગદાન છે. કૃષિમાં પણ મહિલાઓની ભાગીદારી ઘણી મોટી હોય છે. તેઓ શારીરિક રીતે યોગદાન આપે છે પરંતુ આપણી સામાજિક રચના એવી છે કે તેને રૂપિયા પૈસાના ત્રાજવે તોલવામાં નથી આવતું. તેનો અર્થ એ નથી કે ભારતની આર્થિક વિકાસની યાત્રામાં મહિલાઓની ભૂમિકા નથી. મહિલાઓની ભૂમિકા છે. મહિલાઓમાં શક્તિ પણ છે અને એટલા માટે અમારી સરકારે પચાસ ટકા જે જનસંખ્યા છે તેને ભારતની વિકાસ યાત્રાનો એક પ્રમુખ હિસ્સો બનાવવાની દિશામાં બીડું ઉપાડ્યું છે. સ્ત્રી સશક્તિકરણ અને એટલું જ નહીં, સ્ત્રી સંચાલિત વિકાસ. અમે જયારે પ્રધાનમંત્રી જનધન યોજનાનું અભિયાન ચલાવ્યું, બેન્કના ખાતા ખોલવાનું, આપણા દેશમાં 40 ટકા લોકો એવા હતા જેઓ ક્યારેય બેન્કના દરવાજે ગયા નહોતા. ફોર્મલ ઈકોનોમીની બહાર હતા. અમે અભિયાન ચલાવ્યું અને ખુશીની વાત એ છે કે જયારે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા તો તેમાં મોટાભાગે મહિલાઓના બેંક ખાતા હતા. મહિલાઓને લાગવા મંડ્યું કે હા, હું પણ કંઈક આર્થિક વ્યવસ્થાનો હિસ્સો છું. હમણાં અમે એક યોજના બનાવી મુદ્રા યોજના. મુદ્રા યોજનાથી અમે ઉદ્યોગસાહસિકતાને બળ મળે. આપણા દેશનો નવયુવાન જોબ સિકરથી જોબ ક્રિએટર બની જાય. તે નોકરી આપનારો બને, નાના નાના કામ કરીને પણ લોકો એકને નોકરીએ રાખી શકે છે બે ને રાખી શકે છે, કામ આપી શકે છે. અને એટલા માટે જ નાના નાના કારોબારને મદદ કરવાની દિશામાં અમે મોટું અભિયાન ચલાવ્યું.
મુદ્રા યોજના અને મુદ્રા યોજના એવી છે કે કોઈપણ પ્રકારની બાહેંધરી આપ્યા વિના નાગરિકને જો તે બેંકમાં આવે છે, પોતાની બધી જ જાણકારી આપે છે. તો પચાસ હજાર રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધી તેને લોન મળે છે. લગભગ સાત કરોડ લોકોએ આનો ફાયદો ઉઠાવ્યો સાત કરોડ લોકોએ. અને આશરે ત્રણ લાખ કરોડ રુપીયાથી વધારે રકમ આ લોકોને મળી છે. કોઈને પચાસ હજાર, કોઈને પંચાવન હજાર, કોઈને એંશી હજાર, કોઈને લાખ અને તમને જાણીને ખુશી થશે એક મુદ્રા યોજનાનો લાભ લેવામાં 70 ટકા મહિલાઓ છે,70 ટકા મહિલાઓ છે.
સ્ત્રી સશક્તિકરણ કઈ રીતે થશે, સ્ત્રી સંચાલિત વિકાસ કેવી રીતે થશે. તે આના ઉપરથી દેખાય છે. આજે પણ દુનિયાના ફોરએવર કહેવાતા દેશોમાં માતૃત્વ રજા અંદાજીત 12 અઠવાડિયા છે. વિકસિત દેશોમાં પણ કામ કરતી સ્ત્રી માટે માતૃત્વ રજા 12 અઠવાડિયાની છે. ભારત એક એવો દેશ છે જેણે સંસદમાં કાયદો બનાવ્યો અને હવે કામ કરતી મહિલાઓને 26 અઠવાડિયાની માતૃત્વ રજા આપવામાં આવે છે. 6 મહિના અને તે એટલા માટે કે અમે ભારતના ભવિષ્ય તરફ જોઈએ છીએ હમણાં તો એવું લાગશે કે ઓહો 6 મહિના નોકરી કરશે, પગાર ખાશે. કોઈને લાગતું હશે. પણ તે 6 મહિના બાળકનો ઉછેર કરે છે, જે મારા દેશની આવતીકાલ છે. આ એક રોકાણ છે એટલે કે 26 અઠવાડિયા એક નોકરી કરતી મહિલાને નોકરીમાંથી રજા આપવી, પગાર ચાલુ રાખવો, શરૂઆતમાં તો લાગે છે કે કામ કોણ કરશે, શરૂઆતમાં તો લાગે છે કે મફતમાં પૈસા આપવાના, પરંતુ લાંબા દૂર સુધી જોઈએ તો ખબર પડે છે કે તેના ખોળામાં જે બાળક છે તેનું માના ખોળામાં આવું લાલન પાલન થવું છ મહિનાનો તેનો પાયો એટલો મજબૂત થશે કે મારું ભવિષ્ય ઉજ્જવળ થઇ જશે, મારું ભવિષ્ય મજબૂત બની જશે તે દિશામાં કામ કરીએ છીએ.
જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન ઓબામા 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ માટે ભારત આવ્યા હતા. હવે જયારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું તેમને તો લશ્કરની ત્રણેય પાંખ આર્મી, નેવી, એરફોર્સ બધી જ મહિલા પોલીસ લશ્કરના ત્રણેય તેમને ગાર્ડ ઓફ ઓનર આપી રહી હતી. તેની કમાન તેનું સંચાલન પણ મહિલા કરી રહી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ મંચ પર ચાલતા ચાલતા કહ્યું મોદીજી ઘણું અચરજ છે ભાઈ આ છે હિન્દુસ્તાનમાં. મેં કહ્યું હજુ તો શરૂઆત છે મેં કહ્યું કાલે જોજો અને 26 જાન્યુઆરીની પરેડ થઇ તો આખી દુનિયા માટે મુખ્ય ખબર એક જ હતી કે તે પરેડનું નેતૃત્વ મહિલા જ કરી રહી હતી. પરેડની અંદર જે દળો ચાલી રહ્યા હતા તે મહિલાઓના ચાલતા હતા. સુરક્ષાના ક્ષેત્રમાં પણ મારા દેશની મહિલાઓ ઘણી મોટી ભૂમિકા નિભાવી રહી છે. દિલ્હીમાં જો તમે જાવ અથવા દેશના અન્ય કોઈપણ રાજ્યમાં જશો તો ત્યાં પોલીસમાં ક્યાંય પણ 33 ટકા મહિલા પોલીસ માટે અનામત રાખવામાં આવી છે અને સુરક્ષાની જવાબદારી પણ આ અમારી શક્તિમાન મહિલાઓ કરશે. તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.
હમણાં તમે જોયું હશે ફાઈટર વિમાન ઊડાવી રહી છે અમારી મહિલાઓ બહેનો. ફાઈટર પ્લેનનું નેતૃત્વ મહિલાઓના હાથમાં દુનિયાની અંદર ચર્ચા છે. આજે ભારત અવકાશ ટેકનોલોજીની દુનિયામાં અંતરીક્ષમાં સમગ્ર વિશ્વમાં તેણે પોતાનું મોટું નામ કર્યું છે. હમણાં ગયા અઠવાડિયે એક સાથે 30 નેનો સેટેલાઈટ છોડવાનું કામ સફળતાપૂર્વક આપણે ત્યાં થયું છે. તેની પહેલા આપણા વૈજ્ઞાનિકોએ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો.104 સેટેલાઈટ લોન્ચ કરવાનું કામ હિન્દુસ્તાનના અવકાશ વિજ્ઞાને કર્યું. ગયા મહીને સૌથી ભારે વજનનો સેટેલાઈટ છોડવામાં આવ્યો અને વજન એટલું કે છાપાવાળાઓએ લખ્યું કે આટલા આટલા હાથી જેટલું વજન એટલે કે હાથીના વજન બરાબર લખવામાં આવ્યું. તમને જાણીને ખુશી થશે. આ સમગ્ર અવકાશની દુનિયામાં કામ કરવામાં ત્રણ પ્રમુખ વૈજ્ઞાનિક મહિલાઓ છે જે આ કામને કરી રહી છે. શા માટે ગર્વ ન થાય, મારા દેશની માતાઓ બહેનોની આ શક્તિથી કોને ગર્વ ન થાય. ભલે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, કે પછી શિક્ષણનું ક્ષેત્ર હોય, આરોગ્યનું ક્ષેત્ર હોય, આજકાલ તો હિન્દુસ્તાનના કોઈપણ રાજ્યમાં જો શિક્ષક કોન્ફરન્સ કરવામાં આવે તો તમારે એક જગ્યા ઉપર બોર્ડ લગાવવું પડશે કે આ ખૂણો પુરુષ શિક્ષક માટે અનામત છે. સંપૂર્ણ શિક્ષણ ક્ષેત્રનું કામ આજે મારા દેશમાં માતાઓ બહેનો સાંભળી રહી છે. રમત ક્ષેત્ર, નર્સિંગ,પેરામેડીકલ, મેડીકલ, ક્યાંય પણ જાઓ તમને જોવા મળશે કે મહિલાઓ તે કામને કરી રહી છે. કહેવાનો અર્થ એ જ છે કે મહિલા શક્તિ અને ખેલકૂદમાં ઓલિમ્પિકમાં કોણ મેડલ લઈને આવ્યું. બધા જ મેડલ લઈને આવનારી આપણી દીકરીઓ જ હતી. દરેક જણે હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું. એટલું જ નહીં શારીરિક રીતે જેમને તકલીફ છે પેરાઓલિમ્પિક તેમાં પણ હિન્દુસ્તાનના તિરંગા ઝંડાને ઉપર રાખવાનું કામ આપણી મહિલા ખેલાડીઓએ કર્યું.
એક એવી સરકાર છે દિલ્હીમાં જેના દિલોદિમાગમાં ભારતની વિકાસ યાત્રામાં ભારતની પચાસ ટકા જનસંખ્યા તે શક્તિશાળી કેવી રીતે બને, સશક્તિકરણ કેવી રીતે થાય, ભારતના આર્થીક વિકાસની યાત્રાની અંદર તેના સમાન ભાગીદારી કેવી રીતે થાય, એક પછી એક પગલા ઉઠાવી રહ્યા છીએ અને જેનું પરિણામ છે કે આજે અમર દેશની નાગરિક શક્તિ ભારતના ઝંડાને ઉપર ઉઠાવવામાં ખુબ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. દેશ આગળ તો વધવો જોઈએ પહેલા છે તેના કરતા સારો થવો જોઈએ પરંતુ સમય વધારે રાહ નથી જોવાનો. જે ગતિએ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ, તે ગતિએ આગળ જવું તે લક્ષ્યને પ્રાપ્ત નહીં કરી શકે, જે દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે. અને એટલા માટે ગતિને ઝડપી કરવી અનિવાર્ય થઇ ગઈ છે. પહેલા સરકારો હતી. એક કામ બે કામ એવા થઇ જતા હતા તે સરકારો ઓળખાતી હતી તે કામ માટે. આજે દરરોજ એક નવું કામ કરો તો પણ ઓછું પડે તેમ છે એટલી આકાંક્ષાઓ વધી ગઈ છે. અને દેશને માત્ર આગળ લઇ જવો એટલું જ પુરતું નથી. દેશને આધુનિક બનાવવો ખૂબ જરૂરી છે. આપણે આગળ તો વધવાનું છે પરંતુ આપણે આધુનિક પણ બનવાનું છે. 21મી સદીનું હિન્દુસ્તાન ગ્લોબલ બેન્ચમાર્કમાં પાછળ ના રહી જાય. વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રમાં પાછળ ના રહી જાય. આપણું માળખાગત બાંધકામ ગ્લોબલ બેન્ચમાર્કમાં અનુકુળ હોય અને વિશ્વની બરાબરી કરવાનું સામર્થ્ય હિન્દુસ્તાનમાં હોવું જોઈએ. એવી ભૂમિકાથી આપણે આગળ વધી રહ્યા છીએ. આજે આરોગ્ય કાળજીનો માહોલ છે. પર્યાવરણની ચિંતા છે. દરેકને લાગે છે કે ભાઈ શ્વાસ લઈએ તો સારા શ્વાસ મળે, પાણી પીએ તો સારું પાણી મળે, ખાવાનું ખાઈએ તો સારું મળે. ખૂબ સ્વાભાવિક છે આ ચિંતાઓ કદાચ. ભારતે બીડું ઉપાડ્યું છે ઊર્જાના ક્ષેત્રમાં પુનઃપ્રાપ્ય ઊર્જા 175 ગીગા વોટ, તમારામાંથી ઘણા લોકો હશે જેમના માટે ગીગા વોટ શબ્દ નવો હશે. કારણકે સદીઓથી આપણે મેગા વોટથી આગળ વિચાર્યું જ નથી. મેગા વોટ એટલે આપણું અંતિમ હતું. 175 ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું અમારું લક્ષ્ય છે.
સૂર્યઊર્જા આપણા દેશની જરૂરિયાતોમાં કેવી રીતે ભૂમિકા નિભાવી શકે, પવનઊર્જા, અણુ ઊર્જા, બાયોમાસ ઊર્જા, એક ખૂબ મોટો બદલાવ જે પર્યાવરણને હકારાત્મક અસર ઉપજાવીને તે દિશામાં ઝડપી ગતિએ કામ આગળ વધી રહ્યું છે. અને આજે સ્થિતિ એવી છે કે કોલસાથી ઉત્પન્ન થનારી વીજળીથી સૂર્ય ઊર્જા સસ્તી બની જાય ત્યાં સુધી સ્પર્ધા આગળ વધી છે. તમે ભવિષ્યની કલ્પના કરી શકો છો જો સંપૂર્ણ વ્યવસ્થા સૂર્ય ઊર્જા દ્વારા ચાલતી હશે, તો અર્થતંત્રમાં કેટલું મોટું પરિવર્તન આવશે.
દેશને આજે ખાડીના દેશો પાસેથી જે તેલ આયાત કરવું પડે છે, તે આયાતમાં કેટલો મોટો ઘટાડો આવશે. દેશ કેટલો આત્મનિર્ભર બનશે. અને એટલા માટે જે સૂર્ય શક્તિ, આ સુરજ, હું પ્રધાનમંત્રી બન્યો એ પછી આવ્યો છે શું? અને એટલા માટે સમગ્ર જીવનને આધુનિક બનાવવાની દિશામાં આ અમારી પહેલ છે.
ડિજિટલ ઇન્ડિયા જયારે હું પ્રધાનમંત્રી બન્યો તો શરૂ શરૂમાં હું શીખવા માગતો હતો. સમજવા માગતો હતો કે આખરે આ છે શું આટલું મોટું છે, તો હું અધિકારીઓની બેઠકો કરતો હતો. બ્રીફિંગ લેતો હતો, કે શું ચાલી રહ્યું છે, કેવું નથી. તો એક દિવસ હું વીજળીવાળાઓની બ્રીફિંગ લઇ રહ્યો હતો. તો તેમણે કહ્યું, સાહેબ, મેં પૂછ્યું, ભાઈ કોઈ જગ્યા છે જ્યાં હજુ પણ વીજળી ના પહોંચી હોય. વિચાર્યું કે આઝાદીના 70 વર્ષ થઇ ગયા છે તો આવું પૂછવાનું જ ના હોય. તો મેં થોડા ડરતા ડરતા જ પૂછી લીધું કે ભાઈ ક્યાંય એવું તો નથી ને કે ક્યાંક દૂર હજુ પણ વીજળી ના પહોંચી હોય. તો હું નવાઈ પામી ગયો તેમણે કહ્યું કે સાહેબ 18000 ગામડાઓ એવા છે કે જ્યાં હજુ સુધી વીજળી નથી પહોંચી. તમે મને કહો કે 21મી સદી અને 18મી સદીમાં ફર્ક શું છે.18મી શતાબ્દીમાં પણ લોકો વીજળી વિના સૂર્યના પ્રકાશમાં કે ચંદ્રના પ્રકાશમાં જીવન વિતાવતા જ હતા ને, આઝાદીના 70 વર્ષ પછી પણ મારા દેશમાં 18000 ગામ, 18મી શતાબ્દીની જિંદગી જીવવા મજબૂર છે. આધુનિક ભારતનું સપનું મારે પૂરું કરવું હતું.
મેં બીડું ઉપાડ્યું મેં કહ્યું ભાઈ કહો ક્યાં સુધીમાં થશે. તેમણે કહ્યું સાહેબ સાહેબ સાત વર્ષ તો લાગશે જ. તેમની આ હિમ્મત જ મારી માટે આશ્ચર્ય હતી. આરામથી કહી દીધું સાત વર્ષ લાગશે. મેં કહ્યું ભાઈ જલદી કરવું જોઈએ, આવું કેમ કરો છો, કેમ વિચારો છો, સમજાવી રહ્યો હતો. આખરે જયારે મેં એક દિવસ લાલ કિલ્લા ઉપરથી 15 ઓગસ્ટે કહી દીધું. 1000 દિવસની અંદર અમે 18000 ગામડાઓમાં વીજળી પહોંચાડી દઈશું. હજુ હજાર દિવસ નથી થયા આશરે તેર ચૌદ હજાર ગામડાઓમાં વીજળી પહોંચી ગઈ છે ભાઈઓ બહેનો કારણકે મારે આધુનિક ભારત બનાવવું છે. અને બાકીના જે ગામડાઓ બાકી છે, તેનું કામ પણ ખૂબ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
ભારતમાં અઢી લાખ પંચાયત છે. 6 લાખ ગામ છે પંચાયતના, તમે મને જણાવો શું તમે એક કલાક પણ મોબાઇલ વગર જીવી શકો છો ખરા? જીવી શકો છો? તકલીફ થઇ જાય છે ને, જો આ હક તમને લોકોને છે તો હિન્દુસ્તાનના દરેક ગરીબને છે કે નહીં? ગામને છે કે નહીં? ભાઈઓ બહેનો અમે ડિજિટલ ઇન્ડિયાનું મિશન ઉપાડ્યું છે તે અઢી લાખ પંચાયતો જ્યાં આગળ ઓપ્ટીકલ ફાયબર નેટવર્કનું કામ ચાલી રહ્યું છે. ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે. અને આવનારા થોડા જ સમયમાં આ અઢી લાખ ગામડાઓ સુધી ડિજિટલ વ્યવસ્થા કરવા માટે ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક ઊભું કરીને આધુનિકમાં આધુનિક વ્યવસ્થા ટ્રાન્સમીટરની અને તેના કારણે દૂરવર્તી શિક્ષણ પણ શક્ય બનશે, મોટા પાયે થશે. જે સુવિધાઓ શહેરમાં ઉપલબ્ધ છે તે જ્ઞાનની સુવિધાઓ ગામને પણ ઉપલબ્ધ થાય તે દિશામાં અમે કામ કરવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે કે ભારત આગળ વધે પરંતુ ભારત આધુનિક બને તે બાબતને જોર આપીને અમે કામ કરી રહ્યા છીએ. અને તે કામની દિશામાં પ્રયાસ ચાલી રહ્યો છે. ભાઈઓ બહેનો અનેક વાતો છે તમે જરૂરથી ભારત માટે રસ ધરાવતા હશો, પરંતુ હું તમને આગ્રહ કરું છું. આટલી મોટી સંખ્યામાં નેધરલેન્ડ્સમાં તમે લોકો રહો છો, સુરીનામથી આવ્યા છો, ડચના નાગરિકો છો, શું તકલીફ છે તમને ઓસિઆઇ કાર્ડ કાઢવામાં, તમને મન નથી કરતું કે શું, આ સંબંધ જોડવો જોઈએ. મને નવાઈ લાગી જયારે મેં જાણ્યું કે અહીંયા આટલી મોટી માત્રામાં હિન્દુસ્તાનનો ડાયસ્પોરા છે પરંતુ માત્ર 10 ટકા લોકો છે જેમનું ઓસીઆઈ કાર્ડ છે.
તમે મને જણાવો આ 26 જાન્યુઆરીની પહેલા મિશન મોડમાં તમે આ કામને પૂરું કરશો. કરવું જોઈએ હું અહીંયાના દૂતાવાસને પણ કહું છું. જુઓ આ ઓસીઆઈ કાર્ડ એ તમારો અને હિન્દુસ્તાન સાથે સદીઓ જૂના સંબંધની એક કડી છે તેને ભૂલવી ના જોઈએ. અને તેને રૂપિયા પૈસાના ત્રાજવે પણ તોળવી ના જોઈએ. જે પણ આપવું પડે આપીને પણ ઓસીઆઈ કાર્ડ આ મારા માટે. હું કાલે બે દિવસ પહેલા પોર્ટુગલમાં હતો. ત્યાંના પ્રધાનમંત્રી જાહેરમાં પોતાનું ઓસીઆઇ કાર્ડ બતાવી રહ્યા હતા અને બોલ્યા કે જુઓ મને ગર્વ છે કે મારી પાસે ઓસીઆઇ કાર્ડ છે, હું મૂળ ભારતીય છું અને હું આજે અહીંયા પ્રધાનમંત્રી છું. જાહેરમાં તેમણે દેખાડ્યું. દરેક હિંદુસ્તાનીના મનમાં જુસ્સો હોવો જોઈએ. હું છું. મારી પાસે ઓસીઆઇ છે. ઓહ્હો તારી પાસે નથી, અરેરે. આ ભાવ બનવો જોઈએ. અને હું ઈચ્છીશ અને હું પૂછીશ અમારા દૂતાવાસને હવે નવા રાજદૂત આવ્યા છે. અને હું તો એવું પૂછીશ…કેટલા બન્યા. હું તમારી પાસેથી ઈચ્છીશ કે તમે મદદ કરો.
કારણકે આ આપણું કામ પૂરું થવું જોઈએ. જુઓ જે 2000 ડચ પાસપોર્ટવાળા છે 2015થી તેમના માટે ભારતમાં ઈ-વિઝાની વ્યવસ્થા થઇ ચુકી છે. તેનો લાભ તમે લોકો લેતા હશો. અને હું તમને કહી રહ્યો છું. ડચ નાગરિકો માટે આવનારા દિવસોમાં પાંચ વર્ષના વ્યાપાર વિઝા આપવાની દિશામાં પણ ભારત સરકાર વિચારી રહી છે. પાંચ વર્ષના વ્યાપાર અને ટુરિસ્ટ વિઝા તે પોતાનામાં જ ડચ નાગરિકોને ભારત સાથે જોડવાનો એક મહત્વનો પ્રયાસ છે. મારી આપ સૌને વિનંતી છે કે તમે લોકો ભારતની સાથે જોડાવાના તમારા પ્રયાસોને નિરંતર બનાવેલા રાખો, પોતાના દેશની સાથે મન મસ્તિષ્ક સાથે જોડાયેલા છીએ પરંપરાથી જોડાયેલા છીએ. ભારતની સારી વાત સાંભળતા જ તમને હર્ષોલ્લાસ થઇ જાય છે. આટલું ભારતમય તમારું જીવન છે. તેને નજીક બનાવવાનો વધારે પ્રયત્ન કરતા રહેજો. તમે લોકો મારી સાથે જોડાવા માગો છો ખરા? પાક્કું?
તમે ઈચ્છો છો કે દેશનો પ્રધાનમંત્રી હિન્દુસ્તાનનો પ્રધાનમંત્રી તમારા ખિસ્સામાં રહે? કેમ તમે ચુપ થઇ ગયા? શું હિન્દુસ્તાનનો પ્રધાનમંત્રી તમારા ખિસ્સામાં હોય તો ખોટું શું છે? શું તમે નથી ઈચ્છતા કે તમે ગર્વથી કહો અરે છોડો યાર, હિન્દુસ્તાનનો પ્રધાનમંત્રી તો મારા ખિસ્સામાં છે. નથી ઈચ્છતા શું? હું કહું છું એક રીત છે એની. તમે તમારા મોબાઈલ ફોન પર નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરી દો, હું 24 કલાક તમારા ખિસ્સામાં ઉપલબ્ધ રહીશ. અને તમારા પ્રત્યેક ધબકારાને હું સાંભળી શકીશ. આવો, મારો અને તમારો નજીકનો સંબંધ બનવો જોઈએ. તમારો મારી ઉપર પૂરે પૂરો અધિકાર છે. તમારા પાસપોર્ટના રંગના આધાર પર નક્કી નહીં થાય. તમે જેના દિલમાંથી અવાજ ઊઠે ભારત માતાની જય તે સૌના માટે મારું જીવન સમર્પિત છે. એ જ ભાવના સાથે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા આટલો ઓછો સમય હોવા છતાં પણ આવ્યા. હું હૃદયથી તમારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર.
AP/J.Khunt/TR
The mayor of The Hague joins the community programme that the Prime Minister is addressing.
— PMO India (@PMOIndia) June 27, 2017
The colours of our passport may be anything, but our ties are that of blood and our ties are very special: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2017
I am here in the land which is home to Europe's second largest Indian diaspora: PM @narendramodi https://t.co/ub61Y7n3mh
— PMO India (@PMOIndia) June 27, 2017
The embassy staff, the officials they are called 'Rajdoots' but you, the diaspora are the 'Rashtradoots' : PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2017
Every Indian takes pride in the fact that India is a land of diversity: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2017
Since taking office, our priority is Jan Bhagidari. We seek strength from people to bring a transformative change: PM
— PMO India (@PMOIndia) June 27, 2017
India is about cooperative federalism. The centre and states working together for the development of India, this is our effort: PM
— PMO India (@PMOIndia) June 27, 2017
The role of women in the agriculture sector, cooperatives is very important. India's Nari Shakti is contributing to India's progress: PM
— PMO India (@PMOIndia) June 27, 2017
Mudra Yojana has turned our youth into job creators: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 27, 2017
There is a Government serving at the Centre that is thinking about women-led development: PM @narendramodi pic.twitter.com/s3BnC0MDtQ
— PMO India (@PMOIndia) June 27, 2017
The India of the 21st century cannot stay behind when it comes to technology and infrastructure. Everything we have must be world class: PM
— PMO India (@PMOIndia) June 27, 2017
Coming of optical fibre network in the villages will give our villages the same facilities that are associated with cities only: PM pic.twitter.com/cxLSYRMWac
— PMO India (@PMOIndia) June 27, 2017
Many people here in the Netherlands do not have OCI cards. I urge you all to get OCI cards: PM @narendramodi pic.twitter.com/9g0xDFnWyG
— PMO India (@PMOIndia) June 27, 2017
Unforgettable community reception at The Hague. It was a delight to be among the diaspora. Sharing my speech. https://t.co/dTLiFjRGRp pic.twitter.com/M0YF3UI1JA
— Narendra Modi (@narendramodi) June 27, 2017
Our diaspora are our ‘Rashtradoots.’ We are immensely proud of their accomplishments and their passion towards India & India’s progress.
— Narendra Modi (@narendramodi) June 27, 2017
Talked about how a spirit of Jan Shakti & Jan Bhagidari has set the foundation for India’s transformation & fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) June 27, 2017