Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રીશ્રી કમલ થાપાની પ્રધાનમંત્રી સાથે મુલાકાત

નેપાળના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રીશ્રી કમલ થાપાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી કમલ થાપાને નેપાળના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રીનો પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નેપાળની નવી સરકાર પ્રત્યે પણ પોતાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી કમલ થાપાએ પ્રધાનમંત્રીને નેપાળના ઘટનાક્રમો અંગે માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ ફરીથી જણાવ્યું હતું કે ભારતની એકમાત્ર ઇચ્છા નેપાળને સંગઠિત, સમાવેશી, સ્થિર અને સમૃદ્ધ દેશના રૂપમાં જોવાની છે અને ભારત નેપાળના લોકો સાથે મિત્રતા અને સંબંધોના પારમ્પરિક બંધનને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

AP/GP