Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી શેર બહાદૂર દેઉબાએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી શેર બહાદૂર દેઉબાએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી શેર બહાદૂર દેઉબાએ ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂકંપ બાદના પુનઃનિર્માણના નેપાળના પ્રયાસોમાં ભારતનો સંપૂર્ણ ટેકો છે.

પ્રધાનમંત્રીએ નેપાળમાં બંધારણીય પડતર બાબતોના ઉકેલની પ્રગતિને બિરદાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આવા તમામ મુદ્દાઓનો સહકાર અને ભાગીદારીની ભાવનાથી શક્ય એટલો વહેલો નિવેડો લવાશે.

JKhunt/TR