પીએમઇન્ડિયા
ભારતના ખૂણે ખૂણાથી આવેલા મારા નવયુવાન સાથીઓ.
આજે 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ આપણે યુવા દિવસ તરીકે મનાવીએ છીએ. આ દેશમાં બે મહાપુરુષોને આ દેશના યુવાનો વિશેષ રૂપે નમન કરે છે. જો કોઇ આપણી સામે ભગત સિંહનું નામ લે કે કોઇ આપણને સ્વામી વિવેકાનંદ જીની યાદ અપાવી દે તો એ જ વખતે આપણું માથું તે મહાપુરુષોના ચરણોમાં ઝુકી જાય છે. ખૂબ જ નાની ઉંમરમાં કોઇ શું કરી શકે છે. જો જીવનમાં સંકલ્પનું સામર્થ્ય હોય, સંકલ્પ માટે સમર્પિત ભાવ હોય અને જીવન આહુત કરવાની અદમ્ય ઇચ્છા હોય તો વ્યક્તિ માટે ઉંમરનું કોઇ મહત્વ હોતું નથી. મારી સામે દેશના હજારો યુવાનો બેઠા છે, તે હિન્દુસ્તાનના ખૂણે ખૂણાથી આવ્યા છે. તેમનું લાલન પાલન અલગ અલગ થયું છે. તેમની ખાન પાનની આદતો પણ અલગ અલગ છે, તેમની બોલી અલગ છે. તેમનો પહેરવેશ અલગ છે, જોકે તેમ છતા પણ તે તમામ યુવાનો એ વાત સાથે જોડાયેલા છે. તેમના મનમાં મંદિરમાં એક મંત્ર સતત ગૂંજતો રહે છે. અને તે જ આપણા સહુની પ્રેરણા છે. અન તે મંત્ર શું છે ? આઝાદીના આંદોલનના સમયે જે વંદે માતરમની ગૂંજે કાશ્મીરથી કન્યા કુમારી અટકથી કટક સમગ્ર હિન્દુસ્તાનને આઝાદીના આંદોલનમાં સમાવી દીધું છે. એક મંત્ર હોય છે. જે જીવનમાં કંઇ કરી દેખાડવાની પ્રેરણા બની જાય છે. આજે તે મંત્ર ચાહે તેને ભારત માની જયના રૂપમાં કહીએ છીએ, ચાહે વંદે માતરમના રૂપમાં કહીએ. પહેલા માં ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે જે આપણી તાકાત બની ગયું હતું. અને આજે આઝાદ હિન્દુસ્તાનમાં ભારતને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે, વિકાસની નવી ઉંચાઇઓ સિદ્ધ કરવા માટે, સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે, હિન્દુસ્તાનના ગામ, ગરીબ ખેડૂત, મજૂર તેમના જીવનમાં ફેરફાર લાવવા માટે આ મંત્ર આપણી પ્રેરણા બને છે. પહેલા દેશ માટે મરવાની પ્રેરણા આપતું હતું. આજે તે જ મંત્ર આપણને દેશ માટે જીવવાની પ્રેરણા આપે છે. અને તમે દરેક યુવાનો પોતાના માટે નહીં, દેશ માટે કંઇક કરી શકવાના ઇરાદા સાથે કોઇને કોઇ સંકલ્પથી બંધાયેલા છે. તમે કંઇક કરવા માગો છો, અને આ દેશ પ્રગતિ ત્યારે જ કરે છે જ્યારે સવા સૌ કરોડ દેશવાસીઓ કોઇને કોઇ સંકલ્પ સાથે બંધાયેલા હોય, તે સંકલ્પની પૂર્તિ કરવા માટે અમુક કદમ ચાલવા માટે પ્રયાસરત હોય. મંજિલને મેળવા માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા હોય, તો દેશ પોતાની જાતે જ તે મંજિલોને પાર કરી જાય છે.
આજે સમગ્ર વિશ્વનો પરિવેશ જુઓ આજે સમગ્ર વિશ્વ ભારત તરફ એક મોટી આશા ભરી નજરે જોઇ રહ્યું છે. કેમ ? એટલા માટે હિન્દુસ્તાન એક સંભાવનાઓનો દેશ છે. અપાર અવસર જ્યાં ઇંતેજાર કરી રહ્યા છે. દુનિયા એટલા માટે હિન્દુસ્તાન તરફ જોઇ રહી છે, કારણ કે આજે હિન્દુસ્તાન વિશ્વનો સૌથી યુવા દેશ છે. 65 ટકા જનસંખ્યા 35થી ઓછી ઉંમરની છે, તે દેશ કેટલો ભાગ્યશાળી છે કે જેની પાસે કોટિ કોટિ યુવા લોકો છે અને જ્યાં યુવા હોય છે, ત્યાં સંકલ્પોની કોઇ મર્યાદા હોતી નથી, સીમાઓ હોતી નથી. ક્યારેક ક્યારેક આપણા દેશમાં યુવાની પરિભાષાને લઇને અલગ અલગ વાતો આપણને સાંભળવા મળે છે. શાસત્રોથી લઇને અત્યાર સુધી યુવાનોની પરિભાષા ખૂબ જ આવી ગઇ છે. દરેક કોઇની પોતાની નજર હોય છે. અમુક લોકો માટે ઉંમરનો વિસ્તાર આ યુવાનની ઓળખના રૂપમા માનવામાં આવે છે. હું ક્યારેક ક્યારેક વિચારું છું કે યુવા આ પરિસ્થિતિનું નામ નથી. યુવાન આ મનસ્થિતિનું નામ છે. મનસ્થિતિ છે, જે યુવાની પરિચાયક હોય છે. જ્યારે કોઇ વ્યક્તિ પોતાના વિતેલી પળને વારંવાર યાદ કરે છે, વાગોળે છે ત્યારે હું સીધેસીધો અર્થ નિકાળું છું કે તે પોતાની યુવવાણી ગુમાવી ચૂક્યો છે. તે વૃદ્ધતા તરફ જઇ રહ્યો છે. જોકે તે વિતેલી કાલને વારંવાર જીવવાના સ્થાને આવનારી કાલના સપના દેખી રહે છે, એ તેના માટે મારું મન હંમેશા કહે છે તે સાચ્ચા અર્થમાં યુવાન છે. જો તમે પોતાને જ યુવાન માનો છે તો યુવા એ છે જે વિતેલી કાલની વાતોને વાગોળીને પોતાનો સમય બર્બાદ કરતો નથી, પરંતુ જે આવનારા સપના સાકાર કરવા માટે પળે પળ પ્રયાસ કરે છે અને સપનાને સાકાર કરવા માટે પોતાને જ તેમાં સમર્પિત કરી દે છે.
દેશભરમાંથી આવેલા યુવાનો એ સપનાનું સંપુટ છે. આજે દેશભરમાં લોકો વિવિધતાઓની વચ્ચે અહીં બેઠા છે, શું કારણ છે. તે ક્યું કારણ આપણને જોડી રહ્યું છે. સદભાવના એ પોતાનામાં જ એક મોટી શક્તિ હોય છે. શું આપણી અંદર એક બીજા પ્રત્યે આદર ભાવ ન હોત , સદભાવના ન હોત. પોતાનાપણાનો કોઇ સંબંધ ન હોત, તો આપણે એકબીજાની સાથે કેવી રીતે જોડાઇ શક્યા હોત ? ભારત વિકાસ કરવા માગે છે અને આ વખતે તમારી યુવા પરિષદનો વિષય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ વ્યક્તિનું, તેના સામર્થ્યનું અને યુવાનોની સાથે જોડાયેલા વિષયને લઇને આવ્યો છે. તેનો એક મુદ્દો છે સ્કીલ, બીજો છે ભારતનું શું હોય તો કહે છે વિકાસ. અને ત્રીજી વાત તમે કહી છે અને તે છે સદભાવ. ક્યાં, કેમ, કેવી રીતે ? આ વાતને લઇને આ સમારંભને તમે ચાર દિવસ ચર્ચા માટે આજથી પ્રારંભ કરી રહ્યા છો. જો આપણા દેશમાં એકતા નહીં હોય, જન જનની પ્રત્યે સદભાવ નહીં હોય, આદર ભાવ નહીં હોય, બીજાની પરંપરાઓ, બીજાના વિચાર, તેમની પ્રત્યે જો સન્માનનો ભાવ નહીં હોય, તો કદાચ ભારતની પ્રગતિ રોકાશે, વિકાસ રોકાશે અને એટલા માટે સમયની માગ છે અને દરેક યુવાનના જીવનનો એક વ્યવહાર છે કે આપણે શાંતિ, એકતા, સદભાવના, જે ભારત જેવી વિવિધતાઓથી ભરેલા દેશ માટે પ્રગતિની ગેરન્ટી છે. ભારતની પાસે તમામ બધુ હોય, ધન હોય, દોલત હોય, ખૂબ જ પૈસા હોય, દરેક યુવાનને નોકરી મળે, દરેક પરિવારમાં સુખ અને સંપન્નતા હોય પરંતુ જો દેશમાં શાંતિ, એકતા અને સદભાવના નહીં હોય, તો તે તમામ સંપતિ કોઇના કામમાં આવશે નહીં. ન તો તે દેશનું ગૌરવ વધારશે, ન તો આગામી પેઢીઓ માટે ભવિષ્યનો કોઇ રસ્તો બનાવશે. અને એટલા માટે આપણે વિકાસ કેટલો પણ કરીએ, કેટલી પણ ઉંચાઇઓ પાર કરી લઇએ, પરંતુ શાંતિ, એકતા અને સદભાવના, આ ભારતની પહેલી આવશક્યતા રહે છે.
અને ભારતે દુનિયાને દેખાડ્યું છે કે જે દેશની પાસે સેંકડો બોલી હોય, અનેક ભાષાઓ હોય, અનેક પરંપરા હોય, અગણિત વિવિધતાઓ હોય, તેમ છતા પણ સાથે જીવવા મરવાનો સ્વભાવ હોય, આ આપણી ખૂબ જ મોટી વિરાસત છે જે આપણા પૂર્વજોએ આપણને આપી છે, સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ આપી છે અને આ આપણે સજાવીને રાખવાનું છે.
વેદથી વિવેકાનંદ સુધી તથા ઉપનિષદથી ઉપગ્રહ સુધી આપણે આ પરંપરામાં જ મોટા થયા છીએ. આ પરંપરાઓનું વારંવાર સ્મરણ કરતાં, સજાવતા ભારતને એકતાના સૂત્રમાં બાંધવા માટે સદભાવનાના સેતૂ તેને આપણે જેટલું બળ આપીએ, તે આપતા રહેવું પડશે.
એ જ રીતે જો કોઇ વ્યક્તિના જીવનમાં સામર્થ્ય નહીં હોય તો રાષ્ટ્રના જીવનમાં સામર્થ્ય ક્યાંથી આવશે ? 21 મી સદી એશિયાની સદી છે કહે છે, 21મી સદી હિન્દુસ્તાનની સદી બની શકે છે કેવી રીતે ? જ્યારે આપણા દેશના યુવાનો શક્તિના સામર્થ્યને ઓળખશે. વિકાસ યાત્રામાં તેમને પરોવીશું અને વિકાસની ઉંચાઇઓને પાર કરવા માટે તેને આપણે આપણું ભાગીદાર બનાવી લઇએ. ત્યારે જઇને, ત્યારે જઇને આપણે રાષ્ટ્રના સપનાને પૂરા કરી શકીએ છીએ. અનેક માર્ગ છે, તેમાં એક મહત્વપૂર્ણ માર્ગ છે હુનર, સ્કીલ ડેવલોપમેન્ટ, આપણા દેશના યુવાનોના હાથમાં ફક્ત કાગળ અને કલમ હશે તો દેશ આગળ વધી શકશે નહીં. અપાર જ્ઞાન ભંડાર તો હોય જ છે, કાગળ અને કલમનું સામર્થ્ય તો હોય જ હોય, પરંતુ દેશને આગળ વધવા માટે હુનરની જરૂર છે, સ્કીલ જોઇએ, બદલાયેલા યુગમાં જ્યાં ટેક્નોલોજી એક મહત્વપૂર્ણ રોલ અદા કરે છે, ભારત એક મેન્યુફેક્ચરીંગ હબ બને તેવી સંભાવના છે. જો ભારત દુનિયાનું એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે તો તેનું પહેલું કારણ એ નથી કે આપણી પાસે કાચો માલ છે, પહેલું કારણ એ નથી કે આપણી પાસે માર્કેટ છે. પહેલું કારણ એ નથી કે આપણી જરૂરીયાતો છે, પહેલું કારણ એ છે કે આપણા દેશની પાસે, યુવાનોની પાસે જો હુનર છે તો એ સૌથી મોટી તાકાત છે. અને એટલા માટે આપણી સરકારે સ્કીલને, હુનરને, ખૂબ જ મહત્વ આપ્યું છે.
દેશની આઝાદી બાદ પહેલી વખત સ્કીલ ડેવલોપમેન્ટ એક અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું છે, સ્કીલ ડેવલોપમેન્ટની અલગ પોલિસી બનાવવામાં આવી છે, સ્કીલ ડેવલોપમેન્ટ માટે અલગ બજેટ બનાવવામાં આવ્યું છે અને હિન્દુસ્તાનમાં એક એવી જાળ પાથરવાનો પ્રયત્ન છે કે ગરીબથી ગરીબ વ્યક્તિ, અભણથી અભણ વ્યક્તિ પણ પોતાના જીવનમાં કઇ કરી શકવા માટે ઇચ્છા રાખે છે તો તેને શીખવાની તક મળવી જોઇએ, તેના હાથમાં કોઇ હુનર હોવું જોઇએ અને તે હુનરને પ્રાપ્ત કરવા માટે સરકાર ભરપૂર પ્રયાસ કરી રહી છે.
આપણા છત્તીસગઢમાં રમન સિંહજીએ તો સ્કીલને એક અધિકારના રૂપમાં ડેવલોપ કરી છે. તેમણે કાયદા વ્યવસ્થાનો પ્રયાસ કર્યો છે. હું છેલ્લી વખત જ્યારે છત્તીસગઢ આવ્યો હતો તો સ્કીલ ડેવલોપમેન્ટ કેવી રીતે તેમણે કામની રચના કરી છે તેને મેં પોતાની આંખોથી જોયું હતું. જ્યાં નક્સલવાદ, યુવાનોને ગુમરાહ કરવા માટે ભરપૂર પ્રયત્ન કરે છે, તે જ વિસ્તારમાં, તેમની જ છાતી પર, સ્કીલ ડેવલોપમેન્ટ દ્વારા સપનાઓને સાકાર કરવાનો પ્રયાસ છત્તીસગઢમાં થઇ રહ્યો છે. તે અભિનંદનને પાત્ર છે. અને જ્યારે તમે છત્તીસગઢમાં છો તો તમને ખૂબ જ વાતો સાંભળવા મળશે કે યુવાનોના વિકાસ માટે ત્યાં શું શું થઇ રહ્યું છે.
હું તમને એ જ કહેવા માગુ છું કે આપણે પણ આ વાતને લઇને આગળ વધવા માગીએ છીએ કે દેશમાં સ્કીલ ડેવલોપમેન્ટને કેવી રીતે બળ અપાયું. સ્કીલ ડેવલોપમેન્ટમાંથી હું એક વાત તમને યુવાનોને કહેવા માગું છું કે દુર્ભાગ્યથી આપણા દેશમાં આપણે લોકોએ એવી એક માનસિકતા બનાવી લીધી છે જે આપણા દિમાગ સાથે કામ કરે છે તે મોટો છે અને જે હાથથી કામ કરે છે તે નાનો છે. આ મનોસ્થિતિને બદલવી પડશે. આપણે આપણી માતાનું આટલું સન્માન કરીએ છીએ, માતાનો આદર કરીએ છીએ, આપણી માતા કહી છે. ખૂબ જ ઓછા લોકો હશે કે જેમની માતાને દિમાગથી કામ કરવાની તક મળી છે. બાકી આપણે લોકો એવા છીએ કે જેમની માતાઓ હાથથી કામ કરે છે, કપડા ધોવે છે, ખાવાનું બનાવે છે, ઝાડુ લગાવે છે, અને એ માતાનું આપણે સન્માન કરીએ છીએ, માતાનું ગૌરવ કરીએ છીએ. જોકે સમાજમાં હાથથી કામ કરનારા આપણને નાના લાગે છે, સારા કપડા પહેરીને ટેબલ ખુરશી પર બેઠેલો બાબુ આપણને મોટો લાગે છે. પરંતુ આપણને કોઇ ઓટો રિક્ષાનો ડ્રાઇવર નાનો લાગે છે. કોઇ પ્લમ્બર, કોઇ મિકેનીક, કોઇ ટર્નર, કોઇ ફિટર, કોઇ વાયરમેન, કોઇ ફૂલોનો ગુલદસ્તો બનાવનારો, આ આપણને નાના લાગે છે, આપણી એ માનસિકતા બદલવી પડશે. આપણે તેમના પ્રત્યે સદભાવ પેદા કરવો પડશે અને સદભાવ ત્યારે જ થશે જ્યારે શરૂઆત સદભાવથી થશે. મારામાં તથા એનામાં કોઇ અંતર નથી, આપણી તથા તેની વચ્ચે એક સમભાવ છે. જ્યારે સમભાવ થશે તો સદભાવ પોતાની રીતે જ ઉદભવી જશે અને એટલા માટે જ વ્હાઇટકોલર જોબ અને બ્લ્યુકોલર જોબ, આ શબ્દ આપણે ત્યાં ચાલી રહ્યા છે. જે પોતાના પગ પર ઉભું હોય, જે પોતાના પગ પર ઉભું છે. જે પોતાના હાથની તાકાતથી પોતાની જિંદગી બનાવે છે. જેમની આંગળીઓમાં નવું કરવાનો દમ હોય છે. તેનાથી મોટું ગૌરવ બીજું શું હોઇ શકે. અને એટલા માટે જ આપણે સ્કીલ ડેવલોપમેન્ટ પર બળ આપવા માગીએ છીએ. આપણે સમાજમાં એક મનોવૈજ્ઞાનિક ફેરફાર લાવવા માગીએ છીએ. કોઇ કામ નાનું નથી હોતું અને એટલા માટે જ અમે એક મૂવમેન્ટ ચલાવી છે. શ્રમ એવ જયતે. ડિગ્નીટી ઓફ લેબર પર અમે બળ આપી રહ્યા છીએ. અને એટલા માટે ક્યારેક ક્યારેક શું લાગે છે. કેટલો જ ગરીબ વ્યક્તિ કેમ ન હોય, તેના મનમાં મનોવૈજ્ઞાનિક પ્રભાવ પેદા થઇ ગયો છે કે જ્યાં સુધી દિકરો ગ્રેજ્યુએટ નથી થતો. મા બાપને પણ સંકોચ થાય છે કે સંબંધી સાથે કેવી રીતે પરિચય કરાવીએ. અને એટલા માટે તેમને લાગે છે કે ગ્રેજ્યુએટ થવું અનિવાર્ય છે. જોકે શું સાતમી પાસ, 10મું ધોરણ પાસ, દિકરો આઇટીઆઇમાં ગયો છે. અને ટેક્નિકલી મોટો સામર્થ્યવાન થાય તો તેમને સંકોચ થાય છે પરિચય કરાવવામાં.
આ માનસિકતા બદલવી છે. એ આવશ્યક નથી કે આપણી પાસે ગ્રેજ્યુએટ થવાનું પ્રમાણ પત્ર હોય અને બેરોજગારીની જિંદગી હોય. આપણે સાતમું ધોરણ કેમ પાસ ન હોઇએ. 10મું ધોરણ પાસ કેમ ન હોઇએ, આપણા હાથમાં હુનર હોવું જોઇએ અને આપણા પરસેવાથી પૈસા પેદા કરવાની તાકાત હોવી જોઇએ. એવા સમાજની અવસ્થા હોવી જોઇએ અને એટલા માટે જ યુવાનોમાં બળ આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે વિકાસ તરફ જવા માગીએ છીએ અને વિકાસનો મારો સીધો સીધો મતલબ છે. દેશના ગરીબોની જિંદગીમાં ફેરફાર, હિન્દુસ્તાનના ગામોની જિંદગીમાં ફેરફાર. ગામમાં સારી શિક્ષા હોય, ગામમાં હોસ્પિટલ હોય, બાળકોને ભણાવવા માટે સારા શિક્ષક હોય, વૃદ્ધો જો બિમાર હોય તો સારા ડોક્ટર હોય, સારી દવાઓ હોય, રહેવા માટે સારા ઘર હોય, ગામમાં આવવા જવા માટે સારા રસ્તા હોય, પીવા માટે શુદ્ધ પાણી હોય, આઝાદીના એટલા વર્ષો બાદ પણ આપણે તેને પૂરું કરી શક્યા નથી અને તેને પૂરું કરવાની આપણી જવાબદારી છે. અને વિકાસ, આ વિકાસ છે. વિકાસ એટલે આ નહીં કે આપણે કેટલા મોટા મોટા ભવનો બનાવીએ છીએ. અને કેટલી મોટી સંખ્યામાં બાબૂઓ તૈયાર કરીએ છીએ. અને એટલા માટે અમારું વિકાસનું મોડલ સામાન્ય માનવીની જિંદગીમાં ફેરફાર લાવવાનું છે. અને સમાન્ય માનવની જિંદગીમાં ફેરફાર લાવવા માટે અમે સ્કીલ ડેવલોપમેન્ટને મહત્વ આપ્યું છે.
આગામી દિવસોમાં , ચાર દિવસ બાદ 16મી તારીખે અમે એક કાર્યક્રમ લોન્ચ કરી રહ્યા છીએ. સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા. આપણે દેશના યુવાનોની પાસે કલ્પકતા છે. અનેક નવી ચીજવસ્તુઓનો તેમની પાસે વિચાર છે, સમસ્યાઓના સમાધાન માટે તે રસ્તાઓ શોધે છે. આપણે અહીં ગામમાં આપણે જોયું હશે કે ખેતરમાં કામ કરનારો વ્યક્તિ પણ પોતાની જાતે ટેક્નોલોજી ડેવલોપ કરી દે છે અને એ ટેક્નોલોજીથી પોતાનું કામ કરી લે છે. પોતાની એક જ મોટર સાયકલ હશે, તે મોટરસાયકલથી દસ પ્રકારનું કામ લેવું ગામના માણસને ખબર છે. એનો મતલબ એ છે કે આપણી પાસે શોધ કરવાનો વિચાર, શોધ એ ભારત પાસે છે પરંતુ તેનાથી પ્રતિષ્ઠા કેવી રીતે મળે, પુરસ્કાર કેવી રીતે મળે, પ્રોત્સાહન કેવી રીતે મળે, આગળ વધવાનો રસ્તો કેવી રીતે મળે, એ દિશામાં સરકાર ગંભીરતાથી વિચારીને એ યોજનાને લાગૂ કરી રહી છે. 16 તારીખે જ્યારે આ મોટો કાર્યક્રમ થશે તો તમે પણ પોતપોતાના વિસ્તારમાં ક્યાંય પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જો આ કાર્યક્રમમાં ભાગ લઇ શકો તો તેમાં ભાગ લેવો જોઇએ. અને સ્કીલ ડેવલોપમેન્ટનું આગામી સ્તર હોય છે સ્ટાર્ટ અપ ઇન્ડિયા એવી જ રીતે સરકારે મુદ્રા યોજના જાહેર કરી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના.
આપણા દેશમાં ખૂબ જ લોકો છે જેમની પાસે કંઇક કરવાની ઇચ્છા છે. પરંતુ પૈસાના અભાવથી તે કરી શકતા નથી. તે ફંડથી વંચિત છે. બેન્કોના દરવાજા તેમના માટે ખુલ્યા નહોતા. અમે ફેરફાર કર્યો અને બેન્કોના દરવાજા ખોલી દીધા.
બેન્કોના દરવાજા ખોલીને મુદ્રા યોજના અંતર્ગત તે યુવાનોને પૈસા આપવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને મને આનંદ છે કે ખૂબ જ ઓછા સમયમાં આ જે યોજના બનાવવામાં આવી, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, લગભગ લગભગ બે કરોડ લોકોને બેન્કથી કોઇ ગેરન્ટી, પૈસા આપવામાં આવ્યા છે. એટલા ઓછા સમયમાં બેન્કો દ્વારા બે કરોડ લોકોને પૈસા મળી રહ્યા છે અને લગભગ લગભગ 80 હજાર કરોડ રૂપિયા યુવાનોના હાથમાં રાખવામાં આવ્યા છે. યુવાનો પર મારો ભરોસો છે. દેશની યુવા શક્તિ પર ભરોસો છે. દેશના સપના જો ક્યાં નિવાસ કરે છે તો એ દેશના યુવા દિલોમાં રહે છે. અને અટેલા માટે એની પર અમે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હું ઇચ્છું છું કે જે લોકો કંઇ કરવા માગે છે, તે નોકરીની શોધ કેમ કરે, પોતાના પગ પર ઉભા કેમ ન થાય, હું નથી ઇચ્છતો કે મારા દેશના યુવાનો નોકરીની શોધ કરનારા બને. હું ઇચ્છું છું કે મારા દેશના યુવાનો જોબની રચના કરે. હું એવી જિંદગી જીવીશ કે બે – ચાર અને પાંચ લોકોને હું કોઇને કોઇ રોજગાર આપું. એ પણ આપણું સપનું હોવું જોઇએ. હું રોજગાર માટે તડપનારો યુવાન ન બની શકું. હું રોજગાર આપનારો એક સાહસિ યુવાન બની શકું છું. અને એ જ તો જિંદગીનું લક્ષ્ય હોવું જોઇએ કે હું બીજા માટે કંઇક કરી શકું છું. અને એક વખત આ સપનું લઇને ચાલશો તો કરી પણ શકશો. અને અટેલા માટે તમે જો એ વાતને લઇને ચાલો છો તો મારો તમને અનુરોધ છે, હું તમને વિશ્વાસ અપાવવા માગું છું, હું તમારી સાથે છું. આ સરકાર તમારી સાથે છે, આ સમગ્ર હિન્દુસ્તાન તમારી સાથે છે. તમે એના માટે સપના જોઇને નીકળો. અને એટલા માટે સ્કીલ ડેવલોપમેન્ટનું પોતાનું એક મહત્વ છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયાનું મહત્વ છે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું મહત્વ છે.
મેં હાલમાં જ એક સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે. 15 ઓગસ્ટે મેં લાલકિલ્લા પરથી કહ્યું હતું કે, જોકે હું આજે ગર્વ સાથે કહી શકું છું કે તે સ્વચ્છતા અભિયાન કોઇ પ્રધાનમંત્રીનું અભિયાન નથી, તે નરેન્દ્ર મોદીનું અભિયાન નથી. દેશના દરેક નાગરિકે તેને પોતાનું બનાવી લીધું છે. દરેક કોઇ એમાં કંઇને કંઇ કરવા માગે છે. મેં હાલમાં કહ્યું હતું કે 26 જાન્યુઆરીએ આપણા મહાપુરુષોના જેટલા પણ પૂતળા છે, તેની સફાઇ એક નાગરિકના નાતે આપણે કેમ ન કરીએ ? અને મારી પાસે સમાચાર છે કે દેશમાં એટલા યુવાનો આગળ આવ્યા છે, એટલી સ્કૂલ અને કોલેજ આગળ આવી છે, એટલા સંગઠન આગળ આવ્યા છે, ઉપરાંત મને કહેવામાં આવ્યું છે કે નહેરુ યુવા કેન્દ્ર હોય , એનસીસી હોય, એનએસએસ હોય, આ તમામ લોકો મેદાનમાં આવ્યા છે. તમામે નક્કી કરી લીધું છે કે હવે આપણા ગામમાં મહાપુરુષોના પૂતળા અને તે પરિસર આપણે ગંદુ નહી રહેવા દઇએ. અમુક લોકોએ તો 26મી જાન્યુઆરીનો પણ ઇંતેજાર નથી કર્યો અને પહેલેથી જ કામ શરૂ કરી દીધું છે. આ તો દેશની તાકાત હોય છે. પરંતુ પહેલા એક સમય હતો, આપણે સહું જોતા હતા કે હાં એ મહાપુરુષની પ્રતિમા છે, પછી વાત પણ કરતા હતા કે જુઓ કેટલી ગંદી છે, કોઇ સંભાળતું નથી. આજે, આજે દરેક કોઇ ચર્ચા કરે છે, યાર આ આપણા ગામની અંદર આ છ મહાપુરુષોના પૂતળા છે તેની સફાઇ આપણે કરીશું. એક નવો માહોલ બન્યો છે. નહેરું યુવા કેન્દ્ર અને એનએસએસના યુવાનોએ તેનું બીડું ઝડપ્યું છે. મને વિશ્વાસ છે કે ખૂબ જ સફળતા મળશે.
આ વખતે તમે છેલ્લા લગભગ 20 વર્ષથી આ સમાગમ કરતા આવ્યા છો, મારો તમને આગ્રહ છે, મારો તમને અનુરોધ છે, આ વખતે ગયા પહેલા તમે 2019નો કોઇ સંકલ્પ કરીને જઇ શકો છો કે શું 2019 સુધી આપણે આટલું કામ કરીશું. હું 2019 એટલા માટે કહી રહ્યો છું કે 2019 મહાત્મા ગાંધીની 150મી જયંતિ છે. મહાત્મા ગાંધીને સ્વચ્છતા ખૂબ જ પસંદ હતી. 2019 સુધી આપણે કોઇ ટાઇમ ટેબલ બનાવીને જઇ શકીએ છીએ કે શું. અને આપણે દરેક મહિને તેની હિસાબ કરીએ, સંકલ્પ નક્કી કરીએ, યોજના બનાવીએ, રોડમેપ બનાવીએ અને આંખોને દેખાડનારૂં પરિવર્તન લાવીને રહીએ તથા બીજું સપનું આપણે 2022નું બનાવીએ.
એક 2019નો આપણે રોડમેપ તથા બીજા 2022નો રોડમેપ આપણે લઇએ. 2022 એટલા માટે કે ભારતની આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. હિન્દુસ્તાનની આઝાદીના 75 વર્ષ આપણે કેવી રીતે ઉજવીશું. અત્યારથી આપણે કેવી તૈયારીઓ કરીશું. આપણે પોતાને એના માટે કેવી રીતે તૈયાર કરીશું. આપણી પોતાની સંસ્થા હોય, આપણો પરિવાર હોય, આપણે વ્યક્તિ હોઇએ, આપણે પોતે શું કરી શકીએ છીએ. એ અંગે આપણે વિચારીએ છીએ. અને એટલા માટે રાયપુરથી તમે જ્યારે નીકળો ત્યારે 2019 અને 2022 કોઇને કોઇ લક્ષ્ય નિર્ધારિત કરીને તેનો રોડમેપ તૈયાર કરીને નીકળો. એના માટે કોઇ સમય આપશે, કેટલા કલાક આપશે. આ સંકલ્પ લઇને ચાલો. તે જ રીતે હું વિશેષ રીતથી યુવાનોનો એક વાત માટે આભાર વ્યક્ત કરવા માગું છું કે આજના આ યુવા સમારોહ માટે મેં દેશના યુવાનોને આગ્રહ કર્યો હતો કે તમે મને નરેન્દ્ર મોદી એપ મોબાઇલ પર તેને ડાઉનલોડ કરી શકો છો. નરેન્દ્ર મોદી એપ પર તમારા સુઝાવો મોકલો. મને એ વાતનો ગર્વ છે કે દેશના દરેક ખૂણાથી હજારો યુવાનોએ મને હજારો સુઝાવો મોકલ્યા છે. દેશના યુવાન કેટલા જાગૃત છે અને નરેન્દ્ર મોદી એપ મારા માટે એક સરળ માધ્યમ બની ગયું છે કે હું સીધો તમારી સાથે જોડાઇ શકું છું. હું એ તમામ યુવાનોનું અભિનંદન કરવા માગું છું, જેમણે સમય આપીને, વિચાર કરીને દેશના કામમાં આવ્યા માટે પોતાના વિચારોથી મને લાભાન્વિત કર્યો. હજારો યુવાનોએ મને સુઝાવ મોકલ્યા છે, હું તે તમામનો આભારી છું.
26 જાન્યુઆરી મેં દેશની સામે, દેશના યુવાનોની સામે એક વિષય રાખ્યો છે અને આગ્રહ કર્યો છે કે આપણે અહીં એક ચર્ચા હોવી જોઇએ. અધિકાર અને કર્તવ્ય. ભારતના સંવિધાને આપણને બંને જવાબદારી આપી છે. પરંતુ આઝાદી બાદ મોટાભાગે આપણા લોકોની પ્રાથમિકતા અધિકાર પર રહી છે. કર્તવ્ય મોટાભાગે વ્યક્તિગત સ્વભાવ સાથે જોડાઇ ગયું, સમાજ સ્વભાવથી છૂટી ગયો. કર્તવ્ય સામાજિક સ્વભાવ બનાવવાનું છે. અમુક લોકો કર્તવ્યમાં રુચિ હોય, કર્તવ્ય કરતા રહે એનાથી દેશ નથી ચાલી શકતો. સવા સો કરોડ દેશવાસિઓનું કર્તવ્ય પણ સ્વભાવ બનવું જોઇએ. અને જો એક વખત કર્તવ્યની હવા લાગી જાય છે તો અધિકારોની રક્ષા આપમેળે જ થઇ જાય છે. હું ઇચ્છું છું કે 26 જાન્યુઆરીએ મેં છેલ્લી મનની વાતમાં આ વખતે તો કહ્યું, ઘણાએ તે વાતને આગળ વધારી છે. તમે પણ એ વાતને આગળ વધારો એવી હું અપેક્ષા રાખું છું. છત્તીસગઢનો પ્રેમ, છત્તીસગઢની મહેમાનનવાઝી, તમને બધાને ખૂબ જ યાદ રહેશે. મારું સૌભાગ્ય છે કે મને છત્તીસગઢમાં ખૂબ જ લાંબા અરસા સુધી રહેવાની તક મળી છે, એટલા માટે હું તેમના પ્રેમને યોગ્ય રીતે સમજું છું. તેમની સ્વાગત કરવાની પરંપરાને પણ સમજું છું. પરંતુ હું આ વખતે તેનો આનંદ લઇ શકતો નથી. કારણ કે અમુક જવાબદારીઓ અહીં પણ મારા માથા પર રહે છે. પરંતુ હું મનથી તમારી સાથે છું. આ સમારંભની હું સફળતા માટે શુભકામનાઓ પાઠવું છું અને જોઇ શકીએ છીએ કે સંકટોની વચ્ચે પણ કેવી જીંદગી ગુજરી શકે છે. છત્તીસગઢ અમુક વર્ષોથી નક્સલવાદના કારણે પરેશાન છે. માઓવાદના કારણે પરેશાન છે અને હું યુવાનોને કહું છું કે આપણા હાથમાં હુનર હોવું જોઇએ, હત્યા કરવા માટે આપણો હાથ ક્યારેય કામમાં ન લેવો જોઇએ. આ હાથ હુનરથી નવા સપનાને સંજોવાના કામમાં આવવો જોઇએ. આ હાથ કોઇના સપનાને સમાપ્ત કરવા માટે હત્યાનું કારણ ન બનવો જોઇએ. છત્તીસગઢના યુવાનોએ માઓવાદની આ ભયાનકતા વચ્ચે પણ છત્તીસગઢને ભરપૂર વધારવાનો પ્રયાસ કર્યો છે. છત્તીસગઢને નવી ઉંચાઇઓ પર લઇ જવાનો પ્રયત્ન કર્યો છે. સંકટોની વચ્ચે પણ સમાધાનના રસ્તા નીકળી શકે છે. સંકટોની વચ્ચે પણ વિકાસની યાત્રા કરી શકાય છે. સંકટોની વચ્ચે પણ સંકલ્પોને પૂરા કરી શકાય છે. આ છત્તીસગઢથી આપણે અનુભવ કરી શકીએ છીએ. આજે આ ધરતીમાં છે, રાયપુરમાં છે. તમને પ્રેરણા મળશે. મારી તમને સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણા રમત મંત્રી શ્રીમાન સોનેવાલ જી, તે તમારી વચ્ચે છે. ખૂબ જ ઉત્સાહી છે. જરૂર તમને તેમનો લાભ મળશે. તમને સહુને ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ – ખૂબ ધન્યવાદ.
UM/AP/J.KHUNT/GP
Today, 12th January is the birth anniversary of Swami Vivekananda: PM begins speech at the National Youth Festival (via video conference)
— PMO India (@PMOIndia) January 12, 2016
The moment someone talks about Swami Vivekananda & Bhagat Singh, youth of India feels inspired: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) January 12, 2016
In front of me today are the youth of India, from all parts of the nation: PM @narendramodi addresses National Youth Festival, Chhattisgarh
— PMO India (@PMOIndia) January 12, 2016
Earlier people were inspired to die for the nation. Today it is about living for the nation & doing something for India: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
Entire world is looking at India with so much hope. Why? Because India is a land of opportunities: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) January 12, 2016
India is the most youthful nation. We are blessed to have so many youngsters: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) January 12, 2016
PM @narendramodi emphasises on Sadbhavana, Ekta and respect for each other in his address at the National Youth Festival, Chhattisgarh.
— PMO India (@PMOIndia) January 12, 2016
The more importance we give to Sadbhavana, it is better: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
They say 21st century is our century but how do we make it India's century? By giving an impetus to skill development: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
If India can be a manufacturing hub, it is not because we have a market or raw materials...it is because we have skilled youngsters: PM
— PMO India (@PMOIndia) January 12, 2016
Chhattisgarh CM @drramansingh ji has done a lot for skill development & I saw it when I visited the state: PM @narendramodi @ChhattisgarhCMO
— PMO India (@PMOIndia) January 12, 2016
Dignity of Labour is something we are giving immense importance to: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
Parents are proud if their child is a graduate but is it the same when a child went to an ITI? Such a mindset needs to end: PM
— PMO India (@PMOIndia) January 12, 2016
Development is about bringing a positive change in lives of the poor. That explains why we have put so much focus on skill development: PM
— PMO India (@PMOIndia) January 12, 2016
Government has launched MUDRA Yojana. We have opened the banks to the people & are funding the unfunded: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
Around 2 crore people of India have received money from the banks & Rs. 80,000 crore has been disbursed: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
Why should our youth become job seekers? They should become job creators: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
I had spoken about cleaning statues that are there. So many people, schools, organisations have joined in doing so: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2016
I had urged young friends to share their ideas on 'Narendra Modi App' & am so happy that so many youngsters shared their ideas: PM
— PMO India (@PMOIndia) January 12, 2016
The 'Narendra Modi App' has become a wonderful means to connect with you all. I am thankful to all youngsters who contributed: PM
— PMO India (@PMOIndia) January 12, 2016
My speech at the National Youth Festival centred around youth-led development, entrepreneurship & skill development among the youth.
— Narendra Modi (@narendramodi) January 12, 2016
India is a land of opportunities. It is a youthful nation & our skilled youngsters will make this century India's. https://t.co/IrfzirW1QY
— Narendra Modi (@narendramodi) January 12, 2016