પીએમઇન્ડિયા
મિત્રો!
વૈશ્વિક વ્યાપાર અને અર્થતંત્રના કેન્દ્રબિંદુ એવા ન્યુયોર્કમાં, આપ સૌ દિગ્ગજોની વચ્ચે આવવું એ મારા માટે હર્ષની બાબત છે.
બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમે મને ભારતની ભાવનાઓ અને સંભાવનાઓ પર, ભારતની અપેક્ષાઓ અને આશાઓ પર, ભારતની વિકાસ ગાથા અને ભારતની ભવિષ્યની દિશા પર પોતાની વાત રજૂ કરવાનો અવસર આપ્યો, તેના માટે હું તેમનો ખૂબ-ખૂબ આભારી છું.
સાથીઓ,
આજે તમે ભારતમાં ફરીથી તે સરકારને જોઈ રહ્યા છો જે પોતાના પાંચ વર્ષના કામને લઈને જનતાની વચ્ચે ગઈ અને પહેલા કરતા વધુ સંખ્યા લઇને આવી.
તમે લોકો તમારી વાતચીતમાં અવારનવાર બિઝનેસ સેન્ટીમેન્ટની વાત કરો છો. આ ચૂંટણીમાં 130 કરોડ ભારતીયોએ પોતાની લાગણી જ વ્યક્ત નથી કરી પરંતુ નિર્ણય પણ આપી દીધો છે કે વિકાસ જ તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે.
અને અહિં બેઠેલા બિઝનેસ લીડર્સ સમજી શકે છે કે વિકાસના પક્ષમાં આ સબળ આદેશ વાસ્તવમાં ભારતમાં નવા અવસરોની જાહેરાત છે.
આજે ભારતની જનતા એ સરકારની સાથે ઉભી છે જે વેપારી વાતાવરણ સુધારવા માટે મોટામાં મોટા અને કડકમાં કડક નિર્ણયો લેવામાં પાછળ નથી રહેતી.
આજે ભારતમાં એક એવી સરકાર છે જે બિઝનેસ વર્લ્ડનું સન્માન કરે છે, સંપત્તિ નિર્માણનું સન્માન કરે છે.
સાથીઓ,
તમારી જાણમાં હશે કે હમણાં કેટલાક દિવસો પહેલા જ અમે કૉર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ રોકાણના સ્તર પર ખૂબ ક્રાંતિકારી પગલું છે અને આ નિર્ણય પછી મારી બિઝનેસ વર્લ્ડના જેટલા પણ લોકો સાથે વાત થઇ, મુલાકાત થઇ, તેઓ આને ખૂબ ઐતિહાસિક માની રહ્યા છે.
આ દરમિયાન રોકાણ વધારવા માટે એક પછી એક અનેક નિર્ણયોની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અમે 50થી વધુ એવા જૂના કાયદાઓને પણ સમાપ્ત કરી નાખ્યા છે, જે વિકાસકાર્યોમાં અવરોધ ઉત્પન્ન કરી રહ્યા હતા.
હું તમને ફરી યાદ અપાવી દઉ, અમારી નવી સરકારને હજુ ત્રણ ચાર મહિનાથી વધુ નથી થયા.
આજે આ મંચ પરથી હું કહેવા માંગું છું કે આ તો હજુ શરૂઆત થઇ છે. હજુ લાંબો સમય આગળ બાકી છે. આ સફરમાં ભારતની સાથે ભાગીદારી કરવા માટે આ સંપૂર્ણ વિશ્વના ઉદ્યોગપતિઓ માટે સોનેરી અવસર છે.
મિત્રો,
આજે ભારત એક એવા અનોખા સ્થાન પર સ્થિત છે કે જ્યાં અમારી ઝડપી ગતિ અનેકવિધ માગોને પહોંચી વળવા માટે અમને સક્ષમ બનાવે છે.
અમારા લોકો ખૂબ ઝડપથી ગરીબીને નાબૂદ કરી રહ્યા છે, આર્થિક સીડીમાં ઉપર આવી રહ્યા છે અને તેમના વપરાશને વૈવિધ્યપૂર્ણ બનાવી રહ્યા છે. આમ, જો તમે કોઈ એક એવા બજારમાં રોકાણ કરવા માગતા હોવ કે જ્યાં માપદંડ છે તો ભારતમાં આવો.
અમારો મધ્યમ વર્ગ એ લોકોનો એક એવો મોટો સમુદાય છે કે જે મહત્વાકાંક્ષી છે અને વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. આમ, જો તમે એક એવા બજારમાં રોકાણ કરવા માગતા હોવ કે જ્યાં લેટેસ્ટ ટ્રેન્ડ અને ફિચર્સની સરાહના કરવામાં આવતી હોય, તો ભારતમાં આવો.
અમારી યુવાપેઢી એ એપ અર્થતંત્રનો ઉપયોગ કરનારા સૌથી મોટા વપરાશકર્તાઓ છે. ભોજનથી લઈને વાહનવ્યવહાર અને ફિલ્મથી લઈને હાયપર લોકલ ડિલીવરી અને સ્ટાર્ટ અપ્સ સુધી બધાને આવરી રહ્યા છે. આમ, જો તમે કોઈ મોટા બજાર સાથેના સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવા માગતા હોવ તો ભારતમાં આવો.
અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ અભૂતપૂર્વ ગતિએ વિસ્તરી રહ્યું છે. ધોરીમાર્ગોથી લઈને મેટ્રો, રેલવેથી લઈને બંદરો, વિમાનમથકોથી લઈને માલસામાનની હેરફેર, દરેક ક્ષેત્રમાં વિશાળકાય રોકાણ અને અદભૂત ક્ષમતા રહેલી છે.
આમ, જો તમે વિશ્વના સૌથી મોટા માળખાગત ઇકોસિસ્ટમમાં રોકાણ કરવા માગતા હોવ તો ભારતમાં આવો.
અમે ખૂબ ઝડપથી અમારો શહેરોને આધુનિક બનાવી રહ્યા છીએ અને તેમને અત્યાધુનિક ટેકનોલોજી અને નાગરિકોને અનુકુળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજાવી રહ્યા છીએ. આમ, જો તમે શહેરીકરણમાં રોકાણ કરવા માગતા હોવ તો ભારતમાં આવો.
અમે અમારા સંરક્ષણ ક્ષેત્રને પહેલા કરતા વધુ ખુલ્લું મૂકી દીધું છે. જો તમે ભારત અને વિશ્વ માટે ભારતમાં બનાવવા માગતા હોવ તો ભારતમાં આવો.
સાથીઓ,
ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર આજે જેટલું અમારી સરકાર રોકાણ કરી રહી છે, તેટલું પહેલા ક્યારેય નથી કરવામાં આવ્યું.
હવે અમે આવનારા વર્ષોમાં 100 લાખ કરોડ રૂપિયા, એટલે કે લગભગ 1.3 ટ્રિલિયન ડોલર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા જઈ રહ્યા છીએ. તે સિવાય ભારતના સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ લાખો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
ભારતની વિકાસ ગાથામાં ગુણાત્મક અને સંખ્યાત્મક વૃદ્ધિનો રોડમેપ જમીન પર ઉતરી ચૂક્યો છે. હવે ભારતે એક મોટુ લક્ષ્ય રાખ્યું છે – દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું.
સાથીઓ,
જ્યારે 2014માં અમે સરકારમાં આવ્યા હતા તો દેશનું અર્થતંત્ર લગભગ લગભગ 2 ટ્રિલિયન ડોલરની આસપાસ હતું.
વીતેલા પાંચ વર્ષોમાં અમે આમાં લગભગ એક ટ્રિલિયન ડોલર વધુ જોડી દીધા છે.
અને હવે અમે કમર કસીને 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યા છીએ.
મિત્રો,
આ મોટા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે અમારી પાસે ક્ષમતા પણ છે, હિંમત પણ છે અને પરિસ્થિતિઓ પણ અમારી સાથે છે.
આજે ભારતની વિકાસ ગાથાના ચાર મુખ્ય ઘટકો છે જે એક સાથે દુનિયામાં મળવા અઘરા છે.
આ4 ઘટકો છે, લોકશાહી, ભૂગોળ, માગ અને નિર્ણયાત્મકતા.
જો હું પહેલા ઘટકની વાત કરું તો ભારતમાં આવો અવસર, આવી રાજકીય સ્થિરતા કેટલાય દાયકાઓ બાદ આવી છે.
જ્યારે લોકશાહી હોય, રાજકિય સંતુલિતતા હોય, નીતિઓ અંદાજ લગાવી શકાય તેવી હોય, ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર હોય તો રોકાણની સુરક્ષા, સંરક્ષણ અને વિકાસનો ભરોસો પોતાની જાતે જ મળી જાય છે.
મિત્રો,
આ વૃદ્ધિને બળ મળે છે ભારતના ભૌગોલિક વિભાગો વડે, યુવાન અને ઉત્સાહી કૌશલ્યવર્ધક પુલ વડે.
ભારત આજે દુનિયાનું સૌથી મોટું ઇજનેરી શિક્ષણ મેળવવાનું સ્થાન અને સૌથી મજબૂત આર એન્ડ ડી સુવિધાઓ આપનારા દેશોમાંથી એક છે.
નવીનીકરણને લઈને જે પ્રોત્સાહન ભારતના યુવાનોને મળી રહ્યું છે, તેના કારણે અમેરિકા અને ચીન પછી ભારત યુનિકોર્નના મામલામાં ત્રીજા નંબર પર છે.
મિત્રો,
ત્રીજું માગનું ઘટકતત્વ છે. જેમ-જેમ ભારતની મોટી વસતિ આર્થિક રીતે સક્ષમ થઈ રહી છે, ખરીદક્ષમતા વધી રહી છે, તેમ તેમ માગ પણ વધી રહી છે.
ઉદાહરણ માટે, છેલ્લા કેટલાક વર્ષોથી હવાઈ મુસાફરી કરનારા યાત્રીઓનો વૃદ્ધિ દર ડબલ આંકડામાં છે. જેના પગલે આજે ભારત દુનિયાનું ત્રીજું મોટું નાગરિક ઉડ્ડયન બજાર બની ચૂક્યું છે.
મિત્રો
લોકશાહી, ભૂગોળ અને માગની સાથે જ આજે જે વાત ભારતને વિશેષ બનાવે છે તે છે નિર્ણયાત્મકતા.
એક વૈવિધ્યપૂર્ણ અને સમવાય લોકશાહી હોવા છતાં વીતેલા 5 વર્ષોમાં સંપૂર્ણ ભારતની માટે અખંડ, સંકલિત અને પારદર્શક વ્યવસ્થાઓ તૈયાર કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
જ્યાં પહેલા ભારતમાં ટેક્સની ઝાળ હતી, ત્યાં જ હવે જીએસટીના રૂપમાં એક જ અપ્રત્યક્ષ કર ક્ષેત્ર સમગ્ર દેશની વેપાર સંસ્કૃતિનો ભાગ બની ચૂકી છે.
આઈપીઆર અને ટ્રેડ માર્કના ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પણ અમે ઘણું કામ કર્યું છે.
એ જ રીતે નાદારી અને દેવાળિયાપણા સામે લડવા માટે નાદારી એન્ડ દેવાળિયાપણા કાયદો બનાવવામાં આવ્યો.
ટેક્સ સાથે જોડાયેલ કાયદાઓ અને ઇક્વિટી રોકાણો પર ટેક્સને વૈશ્વિક ટેક્સ શાસનની બરાબર લાવવા માટે અમે જરૂરી સુધારાઓ સતત કરતા રહીશું.
કર સુધારાઓ સિવાય, વિશ્વનું સૌથી મોટું નાણાકિય સંકલન પણ ભારતમાં ખૂબ જ ઓછા સમયમાં થયું છે. આશરે 370 મિલિયન લોકોને વીતેલા 4-5 વર્ષમાં બેન્કિંગ સાથે સૌપ્રથમ વખત જોડવામાં આવ્યા છે.
આજે ભારતના લગભગ લગભગ દરેક નાગરિકની પાસે યુનિક આઈડી છે, મોબાઇલ ફોન અને બેંક ખાતા છે. જેના કારણે લક્ષ્યિત સેવાની પહોંચમાં ઝડપ આવી છે, લીકેજ બંધ થઇ અને પારદર્શકતા અનેકગણી વધી ગઈ છે.
મિત્રો,
ન્યુ ઇન્ડિયામાં અમે ડિ-રેગ્યુલેશન, ડિ-લાયસન્સીંગ અને ડિ-બોટલનેકીંગની ઝુંબેશ ચલાવી છે.
આવા જ સુધારાઓના કારણે દરેક વૈશ્વિક રેન્કિંગમાં ભારત સતત સારું પ્રદર્શન કરતું જઈ રહ્યું છે.
લોજીસ્ટીક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં 10 ક્રમનો કૂદકો, ગ્લોબલ કમ્પીટિટિવનેસ ઇન્ડેક્સમાં 13 અંકની છલાંગ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 24 અંકનો સુધારો અને સૌથી મહત્વના વિશ્વ બેંકના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સમાં 65 ક્રમનો સુધારો અભૂતપૂર્વ છે, અસાધારણ છે અને સાથીઓ, આપ સૌ એ ખૂબ સારી રીતે જાણો છો કે આ ક્રમાંક એમ જ નથી સુધરી જતા.
અમે એકદમ જમીનના સ્તર પર જઈને વ્યવસ્થાઓમાં સુધારા કર્યા છે, નિયમોને સરળ બનાવ્યા છે.
હું તમને એક ઉદાહરણ આપું છું. પહેલા વીજળીના જોડાણો લેવા માટે ઉદ્યોગોને અનેક વર્ષો લાગી જતા હતા. હવે કેટલાક જ દિવસોની અંદર વીજળીના જોડાણો મળવા લાગ્યા છે.
એ જ રીતે કંપની નોંધણી કરવામાં પહેલા કેટલાય અઠવાડિયાઓ લાગી જતા હતા. હવે કેટલાક જ કલાકોમાં કંપનીની નોંધણી થઇ જાય છે.
વીતેલા 5 વર્ષોમાં શું પરિવર્તન આવ્યું છે તેનું ઉદાહરણ હું તમને આપું છું.
વીતેલા 5 વર્ષોમાં ભારતમાં 286 બિલિયન એફડીઆઈ થયું છે. તે વીતેલા 20 વર્ષમાં ભારતના કુલ એફડીઆઈ પ્રવાહનું અડધું છે.
અમેરિકાએ પણ જેટલું વિદેશી મૂડી રોકાણ વીતેલા દાયકાઓમાં ભારતમાં કર્યું છે, તેનું 50 ટકા માત્ર છેલ્લા 4 વર્ષોમાં થયું છે. અને આ ત્યારે છે જ્યારે સંપૂર્ણ દુનિયામાં એફડીઆઈ પ્રવાહનું સ્તર ઘટી રહ્યું છે. તેમાં પણ એક વધુ રસપ્રદ વાત એ છે કે આશરે 90 ટકા એફડીઆઈ ઓટોમેટિક રૂટથી થયું છે અને 40 ટકા ગ્રીનફિલ્ડ રોકાણ છે. એટલે કે આજે રોકાણકારનો ભારત પર ભરોસો વધ્યો છે અને તે લાંબા સમય માટે આવી રહ્યો છે.
મિત્રો,
બ્લૂમબર્ગનો પોતાનો અહેવાલ પણ ભારતમાં આવી રહેલા પરિવર્તનોનો દ્યોતક છે. બ્લૂમબર્ગના નેશનલ બ્રાંડ ટ્રેકર – 2018 સર્વેમાં ભારતને રોકાણની દૃષ્ટિએ એશિયામાં સૌપ્રથમ નંબર આપવામાં આવ્યો છે. 10 માંથી 7 સૂચક – રાજકીય સ્થિરતા, ચલણની સ્થિરતા, ઉચ્ચગુણવત્તાયુક્ત ઉત્પાદનો, ભ્રષ્ટાચારનો વિરોધ, ઓછા ખર્ચે થતું ઉત્પાદન, વ્યુહાત્મક સ્થળ અને આઈપીઆર માટે સન્માનમાં ભારત પ્રથમ નંબર પર રહ્યું છે. બાકીના સૂચકોમાં પણ ઉપરના સ્થાન પર છે.
મિત્રો,
તમારી ઈચ્છાઓ અને અમારા સપનાઓ સંપૂર્ણ રીતે બંધ બેસે છે. તમારી ટેકનોલોજી અને અમારી પ્રતિભા વિશ્વને બદલી શકે છે; તમારો સ્કેલ અને અમારું કૌશલ્ય વૈશ્વિક આર્થિક વિકાસને ગતિશીલ બનાવી શકે તેમ છે.
તમારી સમજદાર પદ્ધતિઓ અને અમારૂ વ્યવહારુ મગજ વ્યવસ્થાપનની અનેક નવી ગાથાઓ લખી શકે તેમ છે.
તમારા બૌદ્ધિક માર્ગો અને અમારા માનવીય મૂલ્યો એક એવો પથ પ્રદર્શિત કરી શકે તેમ છે કે જેને વિશ્વ શોધી રહ્યું છે.
અને જો ક્યાંય પણ કોઈ પણ ખાલીપણું રહી જાય;
તો હું પોતે અંગત રીતે સેતુ તરીકેનું કાર્ય કરીશ.
આભાર!
RP
It’s only been four months since we were re-elected and we have further increased the pace of reform in India.
— Narendra Modi (@narendramodi) September 25, 2019
And, this is just the beginning. pic.twitter.com/OiPqgJrObO
Four reasons that make the India growth story special. pic.twitter.com/HCuPxUrSAK
— Narendra Modi (@narendramodi) September 25, 2019
Our Government is initiating reforms that are aimed at deregulation and delicensing. pic.twitter.com/2JuOzMYPSB
— Narendra Modi (@narendramodi) September 25, 2019
Together we can achieve exceptional things. If there is a gap anywhere, I will be personally there to bridge it. pic.twitter.com/bBUTrGCP6a
— Narendra Modi (@narendramodi) September 25, 2019