પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંપન્ન થયેલી બેઠકમાં પંજાબના નાભા સ્થિત કેન્દ્રિય ભેંસ અનુસંધાન સંસ્થાને 72 એકર અને 3 મરલા જમીન પરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ જમીન સંસ્થાના પરિસરની વનની જમીન છે અને મુખ્ય પાણીની લાઇનની નજીક છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા પંજાબ સરકારના પશુપાલન વિભાગને આધિન છે. અહીં રૌની (પટિયાલા)ના સુધારેલા પશુફાર્મમાં પશુ સંબંધિત સંશોધન કરવાનું મુખ્ય કેન્દ્ર છે. જમીન ડી-લીજિંગ દ્વારા પરત લેવામાં આવશે.
જમીનની ડી-લિજિંગ એ શરત પર કરવામાં આવશે કે પંજાબ સરકાર આ જમીનને પશુપાલકો માટે ઘાસચારાનું ફાર્મ સ્થાપવા માટે ઉપયોગમાં લેશે. કેન્દ્રીય ભેંસ સંશોધન સંસ્થા પંજાબમાં ઘાસચારા વિકાસ પર સંશોધન કરવા માટે આવશ્યક ટેકનિકલ સમર્થન (કોઇ નાણાકિય સહાયતા વિના) પ્રદાન કરશે.
પંજાબ સરકારે સુધારેલા પશુફાર્મ સ્થાપિત કરવા માટે આદેશ જારી કરી દીધા છે અને નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ફાર્મ પાસે 300 પશુઓની દેખરેખ માટે ઘાસચારો ઉગાડવા સંબંધિત યોગ્ય જમીન છે. એટલા માટે પંજાબ સરકારે એ આગ્રહ કર્યો હતો કે સંસ્થાને ભાડા કરાર અંતર્ગત જમીન પરત કરવામાં આવે. આ નિર્ણયથી રૌનીમાં સુધારેલા પશુફાર્મની ઘાસચારા સંબંધિત જરૂરિયાતો પૂરી થઇ જશે.
UM/J.Khunt/GP