Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરસ્પર સહયોગ તેમજ તકનીકી સહાયતા માટે ભારતીય સિક્યોરીટી તેમજ વિનિમય બોર્ડ અને નાણાકીય સેવા નિયામક ઓથોરીટી, અબુધાબી વચ્ચે સહમતિ પત્ર હસ્તાક્ષર કરવા પર કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ભારતીય સિક્યોરીટી તેમજ વિનિમય બોર્ડ (સેબી) અને નાણાકીય સેવા નિયામક ઓથોરીટી (એફએસઆરએ) વચ્ચે એક સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવાને પોતાની મંજૂરી આપી દીધી છે, જેથી બંને નિયામકોની વચ્ચે પરસ્પર સહયોગ તેમજ તકનીકી સહાયતાનો માર્ગ મોકળો થઈ શકે.

ઉપરોક્ત સહમતિ પત્ર (એમઓયૂ) થી આ બંને હસ્તાક્ષરકર્તાઓની વચ્ચે આર્થિક સંપર્કો તેમજ સહયોગને વધુ પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં એમઓયૂથી બંને દેશોમાં પ્રતિભૂતિ બજારોના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં મદદ મળશે. આ એમઓયૂ બંને નિયામકોની વચ્ચે માહિતીની વહેંચણી કરવાવાળા ફ્રેમવર્કને મજબૂત કરવામાં પણ મુખ્ય યોગદાન આપશે.

AP/J.Khunt/GP