Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પરિશિષ્ટ ix ના વિસ્તાર અને પૂરક પરિશિષ્ટ x પર હસ્તાક્ષર કરીને ભારત અને કેનેડા વચ્ચે સમજૂતી કરારનું નવીનીકરણ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પરિશિષ્ટ ix ના વિસ્તાર માટે કાર્યોત્તર મંજૂરી આપી દેવાઈ જેની મુદત 1 એપ્રિલ, 2011 થી 31 માર્ચ, 2016 સુધી હતી. નવેમ્બર 1968ના સમજૂતી કરારના પૂરક પરિશિષ્ટ x પર હસ્તાક્ષરના માધ્યમથી ભારત સરકાર અને શાસ્ત્રી ભારત – કેનેડા સંસ્થાન (એસઆઈસીઆઈ)ની વચ્ચે સમજૂતી કરારનું નવીનીકરણ થયું છે.

આ સમર્થન નિમ્ન લિખિત ગતિવિધિઓનો માર્ગ મોકળો કરશે :

1. શાસ્ત્રી રિસર્ચ ફેલોશિપ અને ગતિશીલતા કાર્યક્રમ

– શાસ્ત્રી રિસર્ચ ફેલોશિપ

– ડૉક્ટોરલ રિસર્ચ

– પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચ

– સંસ્થાગત સહયોગાત્મક અનુસંધાન

– શાસ્ત્રી ગતિશીલતા કાર્યક્રમ

2. ફેકલ્ટીમાં નિવાસ કાર્યક્રમ (નવો)

3. વ્યાવસાયિક શિક્ષણ માટે ફેકલ્ટી વિકાસ કાર્યક્રમ (નવો)

4. લાઈબ્રેરી કાર્યક્રમ

– ભારતીય વિદ્વાનો અને સંસ્થાઓ માટે ઓનલાઈન પત્રિકાઓ

5. સુવિધા સેવા અને ઈન્ફોર્મેશન સર્વિસીસ (નવી)

– સંસાધન કેન્દ્ર (બંને દેશોમાં સંસ્થાઓ માટે પ્રવેશ અને લિંકેજ પ્રદાન કરવા માટે)

– સંગોષ્ઠિઓ, સંમેલનો અને પરામર્શ

-અનુસંધાન સામગ્રી, દસ્તાવેજ અને રિપોર્ટનું પ્રકાશન

માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ભલામણ પર એસઆઈસીઆઈ એ તમામ ગતિવિધિઓની જવાબદારી લેશે જે બંને દેશોની વચ્ચે સહયોગના નવા ક્ષેત્ર અને કાર્યક્રમ પર આધારિત હોય.

એસઆઈસીઆઈ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના એ કાર્યક્રમોને શરૂ કરશે જેમાં આંતરરાષ્ટ્રીય સહયોગની આવશ્યકતા હશે, જેવી કે ગ્લોબલ ઇનિસિએટિવ ઓફ અકેડેમિક નેટવર્ક (જીઆઈએએન), પ્રભાવિત અનુસંધાન, નવાચાર અને પ્રૌદ્યોગિકી (IMPRINT), રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલય કાર્યક્રમ વગેરે. આ સંસ્થા બંને દેશો વચ્ચે 2010માં ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે સમજૂતી કરારની શરતો અંતર્ગત સુનિશ્ચિત કાર્યક્રમોને પૂર્ણ કરશે તથા એને પણ પાંચ વર્ષ માટે આગળ વધારાશે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પરિશિષ્ટ ix માટે પાંચ વર્ષની મૂદત 1 એપ્રિલ, 2016થી 31 માર્ચ, 2021 સુધી 33.176 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.

પૃષ્ઠભૂમિ

એસઆઈસીઆઈ એક દ્વિ-રાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના 29 નવેમ્બર, 1968માં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષરના માધ્યમથી થઈ હતી. એસઆઈસીઆઈ અને ભારત સરકારની વચ્ચે આ સમજૂતી ત્રણ વર્ષની મુદત માટે કરાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કેબિનેટની મંજૂરીની સાથે, સંસ્થાનની સાથે પૂરક પરિશિષ્ટના માધ્યમથી સમજૂતીનું નવીનીકરણ વખતો વખત થતું રહ્યું છે. આ રીતના અંતિમ પૂરક પરિશિષ્ટ જેને અમે પૂરક પરિશિષ્ટ x ના નામથી ઓળખીએ છીએ, જેને પાંચ વર્ષની મુદત માટે મંજૂરી મળી હતી તેની અંતિમ તિથિ 31 માર્ચ, 2011ના રોજ સમાપ્ત થઈ ગઈ.

તેનું નામકરણ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના નામ પરથી કરાયું હતું. શાસ્ત્રી ઈન્ડો-કેનેડા સંસ્થાનની સ્થાપનાનો ઉદ્દેશ્ય ભારત અને કેનેડાની વચ્ચે શૈક્ષણિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપીને એક વધુ સારી સમજ વિકસિત કરવાનો હતો. સંસ્થાનનું કાર્યલય ભારત અને કેનેડા બંને જગ્યા પર સ્થિત છે. એસઆઈસીઆઈનું મુખ્ય કાર્ય ફેલોશિપ અને સહયોગાત્મક અનુસંધાનની પહેલને પ્રોત્સાહિત કરવાનું છે જેનો ઉદ્દેશ્ય ભારત – કેનેડા સંસ્થાનો અને શૈક્ષણિક સંસ્થાઓને લાભ પહોંચાડવાનો છે. પોતાના પ્રારંભિક સમયમાં એસઆઈસીઆઈએ માનવીય અને સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કર્યા બાદ 2001માં તેના ક્ષેત્રમાં વિસ્તાર થયો અને તેણે કાયદા, વહીવટીય, માહિતી વિજ્ઞાન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને હ્યૂમન ઈન્ટરફેસ ઓફ સાયન્સ વિગેરેમાં પણ રસ લેવાનો પ્રારંભ કર્યો.

એસઆઈસીઆઈની સદસ્યતામાં પણ વૃદ્ધિ થઈ જેના સભ્યોની સંખ્યા શરૂઆતમાં 4 હતી, ત્યારબાદ કેનેડાના 35 વિશ્વવિદ્યાલય અને 54 ભારતીય સંસ્થાન પણ તેમાં સામેલ થયા જેમાં ભારતીય વહીવટી સંસ્થાન (આઈઆઈએમ), ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન (આઈઆઈટી), નેશનલ લૉ સ્કૂલ, રાષ્ટ્રીય સંગ્રહાલય સંસ્થાન, સુપ્રીમ નિકાસ અને અનુસંધાન કેન્દ્ર તથા કેન્દ્રીય તથા રાજ્ય વિશ્વવિદ્યાલય સામેલ હતા.

એસઆઈસીઆઈ કાર્યકારી પરિષદ દ્વારા સંચાલિત થાય છે જેને સામાન્યતઃ નિર્દેશક મંડળના રૂપમાં ઓળખવામાં આવે છે, જેના ત્રણ પ્રતિનિધિ હોય છે, જેમાં એક કેનેડા અને ભારતીય સભ્ય પરિષદ તથા કેનેડા સરકાર અને ભારત સરકારના પ્રતિનિધિ સામેલ હોય છે. ભારત સરકાર એસઆઈસીઆઈએ પોતાના દિલ્હી કાર્યાલયની જાળવણી માટે અને કેનેડામાં ભારતીય અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાયતા આપે છે. આ ઉપરાંત સંસ્થા કેનેડા સરકાર, કેનેડા સંસ્થાઓ અને સંગઠનો પાસેથી પણ સહાયતા પ્રાપ્ત કરે છે.

AP/J.Khunt/GP