પીએમઇન્ડિયા

નમસ્તે, ફરી એક વાર તમારો આ મિત્ર તમારી વચ્ચે છે. સૌ પ્રથમ તો હું આ નવા વર્ષની આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ 2020નું નવું વર્ષ માત્ર નવું વર્ષ છે તેવું નથી, તે નવો દાયકો છે, નવું દશક છે અને તમારા જીવનમાં આ દાયકો જેટલો મહત્વનો છે તેટલો જ દેશ માટે આ દાયકો સૌથી વધુ મહત્વનો છે. આનો અર્થ એ થયો કેઆ દાયકામાં દેશ જે પણ કામ કરશે તેમાંહાલમાં ધોરણ-10, ધોરણ-12ના વિદ્યાર્થીઓનું યોગદાન સૌથી વધુ હશે. એનો અર્થ એ થયો કે આ દાયકો મહત્વનો બની રહે, નવી ઊંચાઈઓ હાસલ કરનારો બની રહે, નવા સપના, નવા સંકલ્પ, નવી આશાઓ અને નવી સિદ્ધિઓની સાથે આગળ ધપે. આ બધું આ પેઢી પર વધારે આધાર રાખે છે અને એટલા માટે જ હું આ દાયકા માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવુ છું.
સરકારમાં ખૂબ લાંબા સમયથી જોડાયેલો છું. ખૂબ લાંબા ગાળા સુધી હું મુખ્યમંત્રી રહ્યો. તમે લોકોએ ફરી આ કામ સોંપી દીધુ અને આ કારણે જ ઘણાં કાર્યક્રમોમાં મારે જવું પડે છે. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાવાની મને તક મળે છે. દરેક પ્રસંગનો પોતાનો એક અનુભવ હોય છે. કશુંકજાણવા મળે છે, કશુંક શીખવા મળે છે. દરેકનું અલગ અલગ મહાત્મય હોય છે, પરંતુ આટલા બધા કાર્યક્રમોની વચ્ચે એવો કયો કાર્યક્રમ છે કે જે તમારાદિલને સ્પર્શી જતો હોય છે, તમારા દિલની નિકટ હોય છે. આવું પૂછવમાં આવે ત્યારે હું કહીશ કે ‘પરીક્ષા પે ચર્ચા’. મનેઘણું સારૂં લાગે છે, કારણ કે જ્યારથી તેની તૈયારી થાય છે ત્યારથી તમે લોકો થોડુંક લખીને મોકલો છો અને હું જોઈ રહ્યો છું કે દેશની હજારો શાળાઓ, કદાચ દેશનો કોઈ તાલુકો એવો નહીં હોય કે જે આ કાર્યક્રમ સાથે જોડાયેલો ના હોય. દેશના અલગ અલગ ખૂણેથી આવેલા યુવાનો શું વિચારી રહ્યા છે, યુવા માનસ શું ઈચ્છે છે, યુવા માનસ શું કરી શકે છે તે હું સારી રીતે અનુભવી શકું છું. આ બાળકો કેટલી સારી રજૂઆત કરે છે તે જોઈને મારા બાળ માનસને આનંદ આવે છે.
તેવી જ રીતે હું જ્યારે નવયુવાનો સાથે હેકેથોન કાર્યક્રમમાં જાઉં છું, ભારતનું ઉજ્જવળ ભવિષ્ય કેટલી નવી કલ્પનાઓ સાથે આગળ વધી શકે છે તેનો મને અનુભવ થાય છે. આવા ઘણાં કાર્યક્રમો છે કે જ્યાં નવયુવાનોને મળવાની મને તક મળી રહે છે, યુવા પેઢી સાથે વાત કરવાની જે તક મળે છે તે મારા માટે પણ શીખવાની એક તક છે અને એટલા માટે જ હવે એ ઠીક છે કે હું પરીક્ષા પર ચર્ચા કરતો ન હોત તો પ્રધાનમંત્રીની ખુરશીને કોઈ તકલીફ પડવાની નહોતી. હું આવો કાર્યક્રમ ન કરૂં તો કોઈ અખબારમાં તંત્રી લેખ છપાવાનો ન હતો કે દેશનાપ્રધાનમંત્રી શું કરી રહ્યા છે, તે કંઈ કરતા તો નથી જ. મેં મારી જાતે જ શોધીને આ કામની જવાબદારી લીધી છે, કારણ કે જે રીતે તમારા માતા-પિતા છે. જ્યારે તમે ધોરણ-9માંથી નીકળવાની તૈયારીમાં હોવ ત્યારે તેમના માનસમાં ધોરણ-10, ધોરણ-11 અને ધોરણ-12 આવી જાય છે. શું કરશો તેની ખબર નથી, પણ હવે ધોરણ-10માં આવી ગયા. સમજમાં આવતું નથી કે હજુ ધોરણ-12 પણ છે. કોણ સમજાવશે તમને એવું કહેશે કે નહીં? આવો સંવાદ સાંભળવો પડે છે કે નહીં? તો, મને લાગે છે કે તમારા માતા-પિતાનો બોજ પણ મારે થોડો હળવો કરવો જોઈએ. આથી જે કામ તે કરે છે તેને હું સામુહિક સ્વરૂપે કરૂં છું, કારણ કે હું પણ તમારા પરિવારનો સભ્ય છું અને અમારે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે ‘પારકી માઁ કાન વિંધે’. હું પણ બાળપણમાં પહેરતો હતો, પરંતુ અમે લીમડાના પાનનીસળી કાનમાં લગાવી દેતા હતા તે સળી માઁ લગાવતી હતી, પરંતુ ઘરમાં જે કહેવામાં આવતું હતું તે માતા-પિતા રોજ કહેતા હતા. આવું કહેતા રહેતા હતા, પરંતુ જો કોઈ બહારની વ્યક્તિ કહે તો ક્યારેક-ક્યારેક તે મનાઇ જતું હોય. બરાબર થઈ જતું હોય. શક્ય છે કે જે વાત તમારા માતા-પિતા કરતા હોય, તમારા વાલી કરતા હોય, તમારા શિક્ષક કરતા હોય તે કામ હું કરૂં છું. અલગ-અલગ પદ્ધતિથી કરૂં છું અને પોતાપણા સાથે કરૂં છું- તમારો મિત્ર બનીને, તમારો સાથી બનીને, એક પદ્ધતિથી કામ કરૂં છું અને પોતાની જાત સાથે કરૂં છું. તમારો દોસ્ત બનીને, તમારો સાથી બનીને એક મદદ કરનારા તરીકે કરૂં છું. આવું કરવાથી મને પણ સંતોષ મળે છે અને તમારા પર પણ હું બોજ બનતો નથી.
યાર, આ પ્રધાનમંત્રી શું કહેશે, ફરી ઘરે જઈશું તો આ જ કરવાનું છે. એવું તો નથી કે આજે આપણે વાતચીત શરૂ કરીએ છીએ અને આજ કાલ એક ફેશન છે કે ફીલ્ટર વગર, આથી જ આપણી વચ્ચે પણ ફીલ્ટર વગરની વાત છે. જે રીતે તમે તમારા મિત્રો સાથે વાત કરો છો તે જ રીતે વાત કરીશું. કોઈ બોજ રાખશો નહીં. હળવી-હળવી વાતો કરીશું, ભૂલ પણ થઈ શકે છે, મારી પણ ભૂલ થઈ શકે છે અને મારી ભૂલ થશે તો ટીવી વાળાઓને મજા આવશે. હું તેમને વધારે ખુશ તો કરી શકતો નથી, પરંતુ તેમને આનાથી પણ જો ખુશી મળતી હોય તો મને તેનાથી વધુ આનંદ થશે. ખેર, દોસ્તો આ હળવાફૂલ વાતાવરણમાં આપણે વાતચીત શરૂ કરીએ છીએ. પહેલો સવાલ કોનો છે?
પ્રસ્તુતકર્તા – માનનીય પ્રધાનમંત્રીજી તમારા ઉત્સાહપૂર્ણ અને પ્રેરક સંબોધનથી સભાગૃહમાં ઉત્સવ જેવું વાતાવરણ ઉભુ થયું છે. આ સભાગૃહમાં હાજર હજારો વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સિવાય પણ દુનિયાભરના 25 દેશોના 30 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તેનો લાભ મેળવી રહ્યા છે. માનનીય તમારા આશીર્વાદ અને મંજૂરીથી હવે આપણે સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને લાભદાયક પ્રશ્નોની શ્રેણીનો પ્રારંભ કરવા માગીએ છીએ.
આવો, હવે પ્રધાનમંત્રીજીની મંજૂરી સાથે આગળ વધીએ. ‘પરીક્ષા પે ચર્ચા 2020’ના વિશેષ આકર્ષણ તરફ આગળ વધીએ.
માનનીય દેશની આન, બાન અને શાનની ભૂમિ રાજસ્થાનની શાળાની ધોરણ-10ની વિદ્યાર્થીની અહીં ઉપસ્થિત છે અને તમારી પાસેથી માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે. તમે પ્રશ્ન પૂછો યશ્રી.
પ્રશ્નકર્તા –ધન્યવાદ યશ્રી, માનનીય પ્રધાનમંત્રીજી, યશ્રી એ જાણવા માગે છે કે બોર્ડની પરીક્ષાઓનો વિચાર તેમનો મૂડ ઓફ્ફ કરી દે છે. તો કેવી રીતે પોતાની જાતને મહેનત કરવા માટે પ્રેરણા આપવી?
પ્રધાનમંત્રી – હું વિચારી રહ્યો છું કે નવયુવાનોનો મૂડ ઑફ થવો નહીં જોઈએ, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે મૂડ શા માટે ઑફ થઈ જાય છે? તમારા પોતાના કારણથી કે બહારની પરિસ્થિતિને કારણે? તમે જોયું હશે કે મોટા ભાગના કેસમાં મગજ ખરાબ થાય છે, મૂડ ઑફ થાય છે, કામ કરવાનું મન જ થતું નથી, આમાં બહારની પરિસ્થિતિઓ વધારે જવાબદાર હોય છે. જે રીતે તમે માતાને કહ્યું કે માઁ હું ભણી રહ્યો છું, 6 વાગે મને થોડી ચા મળે તેનું ધ્યાન રાખજો. તે પછી તમે ભણવા લાગો છો. ખૂબ જ મસ્તી સાથે. પરંતુ વચ્ચે વચ્ચે ઘડિયાળ જોતા રહો છો કે 6 વાગ્યા કે નહીં વાગ્યા. તો, ગરબડ અહીંથી શરૂ થાય છે. પછી જો માતાના આવવામાં વિલંબ થાય તો 15 મિનિટમાં તોફાન ઉભુ થાય છે. માઁ શું સમજે છે, તેનામાં સમજણ નથી કે મારે ધોરણ-10ની પરીક્ષા છે. મારે ભણવાનું છે, મેં 6 વાગે ચા આપવા કહ્યું હતું- હવે મૂડ ઑફ. હવે વિચારવાની બીજી પદ્ધતિની વાત કરીએ. આ બધું થયું પરંતુ જો તમે એવું વિચાર્યું હોય કે અરે, માઁ કેટલી મહેનત કરે છે, મારી કેટલી ચિંતા કરતી હોય છે, જરૂર કંઈક એવું થયું હશે કે માઁ 6 વાગે ચા લાવી શકી નહીં, તે તકલીફમાં હશે, હું જરા જોઉં કે માઁને કશું થયું તો નથીને, મને કહો કે મૂડ ઓફ થશે કે મૂડ ચાર્જ થઈ જશે, કારણ કે તમે તમારી અપેક્ષાને પોતાની સાથે એવી જોડી દીધી છે કે તેના કારણે એ અપેક્ષા પૂરી ન થાય ત્યારે એકદમ મૂડ ડાઉન થઈ જાય છે.
જો આપણે ટેવ પાડી દઈએ તો, તમે જોયું હશે કે આપણે 5 થી 6 મિત્રો વચ્ચે કશુંક રમવાનો કાર્યક્રમ નક્કી કર્યો હોય, રમવા માટે જઈ રહ્યા હોય અને એક મિત્ર હજુ આવ્યો ન હોય. આપણે લોકોએ જવાનું છે, જલ્દી જવાનું છે. તમે જોયું હશે કે જે પાંચ પહોંચી ગયા છે તેમાં બે ને એવી મૂંઝવણ થતી હશે કે યાર, આવ્યા નહીં- યાર આવ્યા નહીં,મોડાપડ્યા. તેમનું દિમાગ તેમનામાં છે. ત્રણ એવા લોકો હોય છે કે અરે યાર છોડ, આવી જશે. તે રીતે પોતાના મનનું મેનેજમેન્ટ કરતા હોય છે. આ મૂડનો સાથ જ્યાં સુધી પ્રેરણા કેપ્રેરણા નહીં મળવાનો સવાલ છે, જીવનમાં કદાચ આવું જ થાય છે. જો કોઈ વ્યક્તિ એવો હોય કે જેણે આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય. જો કે દરેક વ્યક્તિએ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, વારંવાર પસાર થવું પડે છે, ક્યારેક કશું કરવા માટે આપણે ખૂબ પ્રેરિત હોઇએ છીએ અને અચાનક નિષ્ફળતા પ્રાપ્ત થાય તો નિરૂત્સાહીત થઈ જઈએ છીએ.
હવે તમે જુઓ, ચંદ્રયાન, તમે સૌ રાત્રે જાગી રહ્યા હતા. ચંદ્રયાનને મોકલવામાં તમારૂં કોઈ યોગદાન હતું કે નહોતું, પરંતુ તમે એવું ધ્યાનલગાવીને બેઠા હતા કે જાણે તમે જ કર્યું છે. આવું થતું હતું કે નહોતું થતું? અને જ્યારે ન થયું ત્યારે તમે બધા જ, વૈજ્ઞાનિકો તો પછી, પરંતુ ભારત એક પ્રકારે નિરૂત્સાહીત થઈ ગયું હતું. તમે સૌ રાત્રે જાગી રહ્યા હતા. ક્યારેક-ક્યારેક નિષ્ફળતા આપણને આવું કરતી હોય છે. તે દિવસે હું પણ ત્યાં હાજર હતો. હું આજે તમને એક રહસ્ય જણાવું છું. કેટલાક લોકોએ મને કહ્યું હતું કે મોદીજી તમારે આ કાર્યક્રમમાં નહીં જવુ જોઈએ, કારણ કે આમાં કશું નિશ્ચિત નથી, તમે આવો અને નિષ્ફળ જશે તો તમે શું કરશો?મેં કહ્યું કે આટલા માટે જ મારે જવું જોઈએ અને જ્યારે છેલ્લી થોડી મિનિટો હતી, હું જોઈ રહ્યો હતો કે વૈજ્ઞાનિકોના ચહેરા પર ફેરફાર દેખાઈ રહ્યો હતો, તણાવ જોવા મળતો હતો, એક-બીજા તરફ તેઓ જોઈ રહ્યા હતા તેથી હું સમજ્યો કે કશુંક અજુગતું બન્યું છે. આપણે વૈજ્ઞાનિક તો છીએ જ નહીં. પૂરી સમજણ પડતી નહોતી, પરંતુ તેમના ચહેરાના હાવભાવ પરથી લાગતું હતું કે કશુંક અજુગતુ બની રહ્યું છે. તે પછી થોડીવાર પછી આવીને તેમણે મને જણાવ્યું. મેં કહ્યું કે ઠીક છે, તમે પ્રયત્ન કરતા રહ્યા છો, ઠીક છે કરો, હું બેઠો છું. 10 મિનિટ પછી તેમણે મને કહ્યું કે નથી થઈ શક્યું, તે પછી હું ફરી વખત વૈજ્ઞાનિકોની સાથે બેઠો. વાતો કરી, અંદર જઈને થોડા આંટા માર્યા. ચિંતા કરશો નહીં, આવું થયું ત્યારે રાતના લગભગ 3 વાગ્યા હતા. એ પછી હું મારી હોટલ પર ગયો, પરંતુ હું શાંતિથી બેસી શક્યો નહીં. સૂઈ જવાનું મન થતું નહોતુ. અમારી જે પ્રધાનમંત્રી કાર્યાલયની ટીમ છે તે પણ પોતાના રૂમમાં ગઈ હતી. અડધો-પોણો કલાક આ જ રીતે પસાર થયો. હું આંટા મારી રહ્યો હતો ત્યારે મેં કહ્યું કે એવું કરો, બધાંને બોલાવી લો. આથી જે લોકોસૂઈ ગયા હતા તેમને બોલાવ્યા. મેં કહ્યું કે જુઓ, સવારે આપણે જવાનું છે, પરંતુ આપણે કાર્યક્રમ બદલી નાંખીએ છીએ. સવારે આપણે જલ્દી નહીં જઈએ, મોડા જઈશું. હવે આ વૈજ્ઞાનિકો માટે રાતના 3 તો વાગી ગયા હતા, પરંતુ શું સવારે 7-30થી 8-30 સુધીમાં તેઓ એકત્ર થઈ શકશે? હું તેમને મળવા ઈચ્છતો હતો. હું સવારે ઉઠીને જઈ શકતો હતો. દેશમાં કોઈને આ બાબતે ધ્યાન પણ ન જાય. કોઈ જરૂર નહોતી, પરંતુ હું મારી જાતને સમજાવી શકતો નહોતો અને એટલા માટે જ મેં સવારે તે વૈજ્ઞાનિકોને ફરી એકઠા કર્યા. મારી લાગણી મેં વ્યક્ત કરી અને તેમના પરિશ્રમની જેટલી થઈ શકે તેટલી પ્રશંસા કરી. દેશના સપનાંઓની વાતો કરી. એક વખત સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું અને ત્યાં જ બદલાયું એવું નહોતું, સમગ્ર ભારતમાં વાતાવરણ બદલાઈ ગયું હતું. આ ઘટના પછી શું થયું તે સમગ્ર ભારતે ટીવી પર જોયું છે. હું એ કહેવા નથી માગતો, કહેવાનો અર્થ એ થાય કે આપણે નિષ્ફળતાઓમાંથી પણ સફળતાનો પાઠ ભણી શકીએ છીએ. દરેક પ્રયાસમાં આપણે ઉત્સાહ ભરી શકીએ છીએ અને જો કોઈ બાબતે તમે નિષ્ફળ નિવડ્યા હોવ તો એનો અર્થ એ છે કે તમે સફળતા તરફ આગળ વધી રહ્યા છો અને જો અહીંયા જ અટકી ગયા તો કેટલા પણ ટ્રેક્ટર લગાવી દેવામાં આવે તો પણ તમને ખેંચીને બહાર કાઢી નહીં શકાય. તમે જાતે નક્કી કરો કે તમે બહાર નિકળી શકો છો અને એટલા માટે જ પ્રેરણા, હતાશા શું છે તેની તમને ખબર હશે. 2001માં કદાચ કોલકત્તામાં ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ હતી ત્યારે તમારામાંના કેટલાક લોકોનો જન્મ પણ નહીં થયો હોય અને એવી સ્થિતિ થઈ ગઈ. 2001માં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે કોલકત્તામાં મેચ હતી, ફોલોઓન થવું પડ્યું હતું. ખરાબ પરિસ્થિતિ હતી. બીજી વખત રમવા આવ્યા તો વિકેટે પડવા લાગી હતી. સમગ્ર માહોલ હતાશાનો હતો. દર્શકો પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. તે ભૂલી જતા હતા કે આપણા પોતાના લોકો જ રમી રહ્યા છે. થોડો ઉત્સાહ વધારો, પરંતુ તમને યાદ હશે કે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે, આ બંનેએ એ પીચ ઉપર કમાલ કરી અને સાંજ સુધી રમતને આગળ ખેંચતા ગયા. સમગ્ર પરિસ્થિતિ પલટાવી દીધી. એટલું જ નહીં, મેચપણ જીતી લીધી. સમગ્ર માહોલ હતાશાનો હતો, પરંતુ એક સંકલ્પ કેવી રીતે હારી શકે? એકઠા થઈશું, ઝઝૂમીશું, એક-એક બોલ સાથે રમીને તાકાત બતાવીશું. પરિણામ આવ્યું. 2002માં પણ તમે જોયું હશે કે ભારતની ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં રમવા માટે ગઈ હતી અને તે સમયે આપણા એક સારા બોલર અનિલ કુંબલે, તેમને એક બાઉન્સરથી ઈજા થઈ, પૂરૂ જડબુ તૂટી ગયું, ઘણી બધી પટ્ટીઓ બાંધી હતી, તમે સમજી શકો છો કે જ્યારે ઈજા થાય છે ત્યારે, દાંતમાં થોડું પણ દર્દ થાય તો કેવી સ્થિતિ થાય છે. હવે પરિસ્થિતિ એ હતી કે અનિલ બોલીંગ કરી શકશે કે નહીં કરી શકે તે સવાલ હતો, પરંતુ તેમણે દર્દની પરવા ન કરી,રોઈને બેસી રહ્યા નહીં, ત્યારે જો તેઓ રમ્યા ન હોત તો દેશ તેમને દોષ આપી શકત નહીં, પરંતુ તેમણે નક્કી કર્યું કે આ મારી જવાબદારી છે, ઠીક છે, દર્દ થાય છે તો થાય છે, જેટલી પટ્ટીઓ લગાવી શકાય તેટલી લગાવીને મેદાનમાં ઉતર્યા. તમને ખબર હશે કે આ બાબતને કારણે મેચનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું. આનો અર્થ એ કે એક વ્યક્તિનો સંકલ્પ બીજા લોકોની પ્રેરણા માટે કેટલું મોટુ કારણ બની જાય છે.
આવી અનેક ઘટનાઓ તમારી સામે આવતી હશે.તેને જોઈને તમે નક્કી કરી શકશો કે લાગણીઓને સંભાળવાની મારી પદ્ધતિ, તેની તરફ જોવાની મારી એક રીત છે અને તેના પર આધાર રહેલો હોય છે. જો તમે કરી શકશો તો મૂડ ઓફ થશે, પરંતુ તે સ્થિતિમાં પણ તમે એક-બે પળ તેને જાળવવા માટે પણ લગાવશો અને ફરી વખત તેવા જ સ્વસ્થ મનથી પોતાની વાત આગળ વધારી શકશો… તમને ધન્યવાદ!
પ્રસ્તુતકર્તા – લક્ષ્ય હાંસલ કરવામાં આવતા તમામ અવરોધોનું નિરાકરણતમારા વચનોથી થઈ ગયું. માનનીય હવે મૂડ એકદમ ફ્રેશ થઈ ગયો. સર ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રીજીના સાધના સ્થળ કેદારનાથના રાજ્ય ઉત્તરાખંડથી ધોરણ-10ના મયંક નેગી, બ્લૂમિંગ વાલે પબ્લિક સ્કૂલ, તમારી પાસેથી માર્ગદર્શન ઈચ્છે છે. તમે તમારો સવાલ પુછો
પ્રશ્નકર્તા –માનનીય પ્રધાનમંત્રી મહોદય, સુપ્રભાત. હું બ્લૂમિંગ વાલે પબ્લિક સ્કૂલ, કોટદ્વાર, ઉત્તરાખંડથી ધોરણ-10નો વિદ્યાર્થી છું. બિલ ગેટસ અને થોમસ એડિસન અને માર્ક ઝૂકરબર્ગ જેવા લોકો પોતાના શરૂઆતના જીવનમાં નિષ્ફળ સાબિત થયા હતા. એનો અર્થ એ કે પરીક્ષામાં મળેલા ગુણવડે જ કોઈની ઓળખ થઈ શકતી નથી. માનનીય મહોદય, મારો સવાલ એ છે કે પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આપણે કેટલું ધ્યાન કેન્દ્રિત કરવું? ધન્યવાદ.
પ્રસ્તુતકર્તા – ધન્યવાદ મયંક. પ્રધાનમંત્રીજી મયંક એવું જાણવા માંગે છે કે જીવનમાં સફળતાનો માપદંડ શું માત્ર પરીક્ષામાં મળેલા માર્ક છે ?
પ્રધાનમંત્રી – તમારી આ ચિંતા સાચી છે અને કદાચ દરેક વિદ્યાર્થીએ ઘર અને શાળામાં સતત તેનો જ સામનો કરવો પડતો હોય છે, કારણ કે જાણતા કે અજાણતાં આપણે લોકો એ દિશામાં નિકળી પડીએ છીએ. આપણા શિક્ષણને લઈને, કે જેમાં સફળતા અને નિષ્ફળતાનો એક વળાંક આવે છે, કેટલીક વિશેષ પરીક્ષાઓના ગુણ મળતા હોય છે અને તેના કારણે મન પણ તેમાં લાગેલું રહે છે કે બાકી બધુ પછી કરીશ, પણ એક વખત સારા માર્ક્સલઈ આવું. માતા-પિતા પણ તે માટે આવું જ વાતાવરણ ઉભુ કરતાં હોય છે એને કહે છે કેઅરે ભાઈ પહેલાં તમે ધોરણ-10માંઉત્તમ પરિણામ લાવો, પછી કોઈ વાંધો નહીં. તમારો રસ્તો સાફ થઈ જશે. પછી તમે ધોરણ-11માં આવશો તો ફરી કહેશે કે ભાઈ, વાત બરોબર છે, પણ ધોરણ-12નું ઘણું મહત્વ છે. યાર, તેના માટે મહેનત કરો. પછી કહેશે કે પ્રવેશ પરીક્ષા માટે મહેનત કરો. તેમનો ઈરાદો એવો હોય છે કે બાળકોને જરા પ્રોત્સાહિત કરીએ, ઉત્સાહિત કરીએ, પરંતુ કોઈ જમાનામાં કદાચ સાચું હશે, પરંતુ આજે દુનિયા ખૂબ બદલાઈ ચૂકી છે. શક્યતાઓ ઘણી વધી ગઈ છે. માત્ર પરીક્ષાના ગુણ એ જ જીંદગી નથી. એવી જ રીતે કોઈ એક પરીક્ષા એ પૂરી જીંદગી નથી. એ એક મુકામ છે. સૌથી પહેલાં આપણે આપણા સમગ્ર જીવનને એક મહત્વનો મુકામ માનવો જોઈએ, પરંતુ આ જ બધુ છે તેવું ક્યારેય માનવું જોઈએ નહીં. માતા-પિતાને હું પ્રાર્થના કરીશ કે આ નહીં તો ભાઈ, કશું નહીં. એ જે મૂડ ઉભો કરે છે મહેરબાની કરીને આવું કરશો નહીં, આ થયું સારી વાત છે, વધુ સારૂં છે અને સારી વાત છે, પરંતુ કશુંક ના થયું તો જાણે દુનિયાલૂંટાઈ ગઈ. આ વિચાર પદ્ધતિ બિલકુલ આજના જમાના સાથે યોગ્ય નથી. ઘણી બધી તકો છે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં તમે જઈ શકો છો.
તમે જોયું હશે કે ખેડૂત… શક્ય છે કે તેને શાળાનું ભણતર ખૂબ ઓછું મળ્યું હોય, પરંતુ તે શીખે છે. અનુભવ મેળવે છે, ટેકનોલોજી અપનાવે છે, ખેતીની પદ્ધતિ બદલે છે, આધુનિક પદ્ધતિ અપનાવે છે. જીવનને કેટલું સારૂ બનાવે છે અને એટલા માટે જ કે હું સ્પષ્ટ કહીશ કે પરીક્ષાનું મહાત્મય છે અને તે સિવાય પણ પરીક્ષા જ જીંદગી છે એવું વિચારીને આપણે બહાર આવવું જોઈએ. જીવનમાં કેટલીક પ્રવૃત્તિઓ એવી હોય છે, ઘણી બાબતો એવી હોય છે કે જેની સાથે આપણે આગળ વધી શકીએ છીએ.
પ્રસ્તુતકર્તા – ધન્યવાદ. માનનીય પ્રધાનમંત્રીજી તમારા પ્રેરક પ્રવચન મારફતે અમારા સૌ માટે તમે પ્રેરણારૂપ છો. હવે બીજો સવાલ ભારતના મધ્યમાંથી એટલે કે મધ્ય પ્રદેશમાંથી આવે છે. કેન્દ્રીય વિદ્યાલય જબલપુરની ધોરણ-9ની વિદ્યાર્થી પ્રાજક્તા અતનકર આપણી સાથે જોડાઈ છે અને સવાલ પૂછવા માંગે છે. કૃપા કરી સવાલ પુછશો?
પ્રશ્નકર્તા –કેન્દ્રીય વિદ્યાલય જબલપુર, મધ્ય પ્રદેશથી, મારૂં નામ પ્રાજક્તા અતનકર છે. માનનીય પ્રધાનમંત્રીજીને મારો સવાલ છે કે અભ્યાસક્રમ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ વચ્ચેસમતુલા જાળવવી જોઈએ પણ અભ્યાસ મહત્વનો છે. આ પ્રવૃત્તિઓ આપણુ ધ્યાન બીજી તરફ દોરી જાય છે તે શું સાચું છે?
પ્રસ્તુતકર્તા – તેની સાથે જ મળતો આવતો વધુ એક સવાલ છે. ગવર્નમેન્ટ ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલ, નં.2 દિલ્હીની ધોરણ-9ની વિદ્યાર્થીની રિયા નેગી તેના મનમાં ઉદ્દભવતા સવાલનો જવાબ ઈચ્છે છે. રિયા સભાગૃહમાં બેઠેલી છે. રિયા કૃપા કરીને તમારો સવાલ પૂછો.
પ્રશ્નકર્તા – માનનીય પ્રધાનમંત્રીજી, હું રિયા નેગી ધોરણ-9ની વિદ્યાર્થીની છું. ગવર્નમેન્ટ ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલ, નં.2માં ભણું છું. હું દિલ્હીથી જ આવું છું. તમને મારો સવાલ એ છે કે જે વિદ્યાર્થી ભણવામાં બહુ સારા હોતા નથી, પરંતુરમત-ગમત, સંગીત વગેરે ક્ષેત્રોમાં સારા હોય છે અને તેમનું ભવિષ્ય કેવું હોય છે તે અંગે તમારો અભિપ્રાય જણાવો.
પ્રસ્તુતકર્તા – ધન્યવાદ રિયા, મહોદય એક વધુ સવાલ છે, જે તેની સાથે મળતો આવે છે. મહાન સંત વિવેકાનંદની ભૂમિ અને નોબેલ પારિતોષક વિજેતા ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની ભુમી હુગલી, કોલકાતાની એક નિવાસી જવાહર નવોદય વિદ્યાલયની અનામિકા ગુનિયા અહીં આપણી સાથે છે અને શ્રોતાઓમાંથી તે પોતાનો સવાલ પૂછવા માગે છે. અનામિકા કૃપા કરીને તમારો સવાલ પૂછો.
પ્રશ્નકર્તા – માનનીય પ્રધાનમંત્રી સર, હું અનામિકા ગુનિયા છું. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં ભણું છું. હું જવાહર નવોદય વિદ્યાલય, હુગલી, પશ્ચિમ બંગાળની છું. મારો સવાલ છે કે આપણે કેવી રીતે ઈતર અભ્યાસ પ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વચ્ચે સમતુલા જાળવી શકીએ. સર, કૃપા કરીને અમને થોડા સૂચનો આપો. આપનો આભાર.
પ્રસ્તુતકર્તા – આપનો આભાર અનામિકા. માન્યવર પ્રાજક્તા, રિયા અને અનામિકા એ જાણવા ઉત્સુક છે કે અભ્યાસ સાથે પ્રવૃત્તિઓ અને ભણતરની વચ્ચે સમતુલા કેવી રીતે સ્થાપિત કરવી?
પ્રધાનમંત્રી – સારું, તમને લોકોને હું એક પ્રશ્ન પૂછવા માંગું છું, જવાબ આપશો? તમારામાંથી કેટલા લોકો છે, જેઓ એ માને છે કે કોઇપણ અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ કરું છું તો મારા અભ્યાસમાં નુકસાન થાય છે, એવું માનનારા કેટલા છે? કોઈ નથી? સારું, જેઓ માને છે કે મારી માટે અભ્યાસ મહત્વનો છે, પરંતુ જિંદગીને આગળ વધારવા માટે અન્ય પ્રવૃત્તિઓ પણ ખૂબ જરૂરી છે, એવું માનનારા કેટલા છે? સારું, એમાં પણ થોડો ઉત્સાહ ઓછો છે. સારું, ત્રીજો સવાલ – જેઓ એવું માને છે કે હા, અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ હોવી જોઈએ અને જેઓ સમય કાઢીને નિયમિતપણે કરે પણ છે, એવા કોણ કોણ છે? ચાલો, આ સ્થિતિ આપણે બદલવાની છે. જુઓ, આખરે આપણે જે શિક્ષણ વ્યવસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, તે એક રીતે દુનિયાનો દરવાજો ખોલવાનો રસ્તો હોય છે. તેના વડે જ દુનિયામાં આપણે પ્રવેશ કરીએ છીએ. જ્યારે બાળક આલ્ફાબેટ શીખે છે, અ કે ક, તેનો અર્થ કે તે એક નવી દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ. પહેલા અક્ષરો શીખશે, તે પછી બે-બે અક્ષરોના શબ્દ શીખશે, પછી ત્રણ અક્ષરવાળા શબ્દ શીખશે, પછી બે-બે શબ્દોને શીખશે. શરૂઆત તો કરી હતી ‘ક’થી પરંતુ કરતા-કરતા તે ક્યાં પહોંચી ગયા. કારણ કે તે એક પ્રવેશ દ્વાર હતો. આપણુ સંપૂર્ણ શિક્ષણ જે છે તે આપણને કંઇક કરવા, જાણવા માટે એક અવસર આપે છે. તેને જ આધાર બનાવીને આપણે આગળ વધવાનું હોય છે. કોઈ જો ‘સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા’ એ બહુ સ્પષ્ટ રીતે કરી લે એટલે કે હિન્દુસ્તાનના ટોચના જે સંગીતની દુનિયાના લોકો છે, તે પણ તેની વાહવાહી કરે, એવું જ ‘સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા’, પરંતુ તે જો ત્યાં જ અટકી જાય તો તે સંગીતની દુનિયામાં કંઈક કરી શકે છે ખરો? ‘સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા’ સંગીતની દુનિયામાં પ્રવેશ કરવા માટેનો એક પ્રવેશદ્વાર છે. તેને આત્મસાત કર્યા બાદ સંગીતની બધી વિદ્યાઓમાં તેને જવાનો અવસર મળે છે. પરંતુ જો તે એવું કહે કે મેં તો શિક્ષણ મેળવી લીધું, ‘સા, રે, ગ, મ, પ, ધ, નિ, સા’ આવડી ગયું, હવે મને સંગીત આવડી ગયું, હવે મારે કંઈ કરવાનું નથી, તો થશે ખરું? મતલબ વાસ્તવમાં આપણે જે શીખીએ છીએ તેને રોજીંદા જીવનમાં ચકાસવું જોઈએ, દરરોજઅને શિક્ષક જે પ્રશ્ન-ઉત્તર કરે તેની કસોટી પર નહીં, જિંદગીની કસોટી પર ચકાસવાનું છે. જો વર્ગમાં ભણાવવામાં આવ્યું છે કે ભાઈ ઓછું બોલવાથી ફાયદો થાય છે તો પછી ક્યારેક પ્રયાસ કરવો જોઈએ કે જ્યારે માઁ-બાપ બહુ ગુસ્સો કરી રહ્યા છે, કંઇક ભૂલ કરીને આવ્યા છીએ તો પ્રયાસ કરવો જોઈએ, જે પેલું ઓછું બોલવાવાળું કહ્યું હતું, અહીં કામમાં આવશે ખરું? જો તમે કોઈ બીજી પ્રવૃત્તિ નથી કરતા, તમે એક બિલકુલ રોબોટની જેમ જે સોફ્ટવેર તમારી અંદર નાખ્યું છે, તે જ રીતે સવારથી સાંજ સુધી કરતા રહેશો તો તમે રોબોટ બનીને રહી જશો. શું આપણે ઈચ્છીએ છીએ કે મારા દેશનો નવયુવાન રોબોટ બનીને રહી જાય, નથી ઈચ્છતા. આપણો નવયુવાન ઊર્જાથી સભર છે, સપનાઓને લઇને ચાલનારો, સાહસ, સામર્થ્ય દર્શાવનારો, તે જો નહીં હોય તો કઈ નહીં થાય અને એટલા માટે આપણે અન્ય ક્રિયાઓ, પ્રવૃત્તિઓ તેમાં ઉદાસીન ક્યારેય ન રહેવું જોઈએ. એ વાત સાચી છે કે ટાઇમ મેનેજમેન્ટ કરવું જોઈએ, સંતુલન જાળવવું જોઈએ, પરંતુ તે પ્રવૃત્તિ, એટલે કે એકદમ બેકાર, બધુ ખતમ થઇ જશે, એવું ન હોવું જોઈએ. એક સમય હતો જ્યારે અવસરો બહુ ઓછા હતા, તો લાગતું હતું, ભાઈ એકવાર પુસ્તકોની દુનિયામાંથી આગળ વધી જાઉં તો રસ્તા ખુલી જશે. આજે એવું નથી. આજે અવસર ઘણા છે અને તેના માટે જો આપણે પ્રયાસ કરીએ તો આપણે જરૂરથી પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ અને એટલા માટે હું ઈચ્છીશ કે આપણે જીવનમાં ઇત્તર પ્રવૃત્તિઓને વધારવાની છે, પરંતુ એક નવી બદી અત્યારના સમયમાં પ્રવેશ કરી ગઈ છે. તે બદી ખૂબ ચિંતાજનક છે. શું થયું છે કે માતાપિતાઓ માટે આ ઇત્તર પ્રવૃત્તિ એક રીતે ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે. જ્યારે માઁ-બાપ પોતાના મિત્રોની વચ્ચે બેસે છે તો તેમને એ વાત કહેવામાં મજા આવે છે, મારો દીકરો સવારે ક્રિકેટ કોચિંગમાં જાય છે, પછી દસ વાગ્યે ટેનિસમાં જાય છે, પછી 11 વાગ્યે સ્વિમિંગ માટે જાય છે, પછી પાંચ વાગ્યે મણિપુરી નૃત્ય શીખે છે, તેમને બહુ મજા આવે છે. શા માટે, ક્યારેક ક્યારેક માઁ-બાપ વિચારી લે છે કે જે ગ્લેમરવાળી ઇત્તર પ્રવૃત્તિ છે, સેલિબ્રિટીના રૂપમાં તમને સારી લાગે છે. આવી પ્રવૃત્તિઓ મારા બાળકો પાસેથી કરાવીશું. ત્યારે શું થાય છે, જે રીતે માઁ-બાપ બાળકો પર પરીક્ષાને લઇને દબાણ નાખે છે, હવે આ ઇત્તર પ્રવૃત્તિ માટે પણ માઁ-બાપ દબાણ કરવા લાગ્યા છે. થઇ રહ્યું છે ને કેટલાયને? બોલશે નહીં. હું તમારી મુશ્કેલી જાણું છું કારણ કે બોલીશું અને ટીવી પર ઘરવાળા જોઈ જશે તો. પણ આ બરાબર નથી. માઁ-બાપનું પણ કામ છે કે બાળકોને-એક તો સ્થાનિક વ્યવસ્થામાં અવસર ક્યાં ક્યાં આવી ગયો, તેમાંથી તેની રૂચી હોય તેવી બાબતો કઈ-કઈ છે, માઁ-બાપે તેની સાથે વાતો કરતા કરતા આ બહાર કઢાવવું જોઈએ અને જેમાં તેની રૂચી છે તે પ્રવૃત્તિની દિશામાં લઇ જવા જોઈએ. પરંતુ ખૂબ સારી રીતે, સુઆયોજિત પદ્ધતિ વડે પણ ઇત્તર પ્રવૃત્તિને ક્યાંક ને ક્યાંક તો બાંધવી જોઈએ. ત્યારે જઈને તમે તમારી જાતનું મૂલ્યાંકન કરી શકો છો અને જીવનમાં એક સંતોષ પણ પ્રાપ્ત કરી શકો છો. તમે જોયું હશે, કેટલાય લોકો એવા હશે 35-40 વર્ષ પછી આ બધું કરવું અઘરું થઇ પડે છે, તો તેમના મનમાં બોજ રહી જાય છે, યાર શાળાના જીવન દરમિયાન આ પણ ના કર્યું, આ પણ ના કર્યું, પેલું પણ કર્યું, આ પણ ના કર્યું, પેલુ પણ નથી આવડતું. તો પછી તેની માટે તે જિંદગી બોજ બની જાય છે.
જો તમે શાળાકીય જીવનમાં વિવિધતાઓથી ભરેલા જીવનને કસવાની આદત પાડો છો તો આવનારા જીવનમાં તે ખૂબ ઉપયોગી નીવડે છે. જેટલું વર્ગખંડમાં મેળવેલા શિક્ષણનું મહત્વ હોય છે, તેટલું જ 35-40 વર્ષની ઉંમર પછી આ અન્ય વસ્તુઓ વડે જે પોતાની જાતને કસેલી છે, તે જીવન જીવવા માટે બહુ કામમાં આવે છે અને એટલા માટે એકને બીજાનો દુશ્મન ન માનવો જોઈએ. એક છે એ બીજાને નુકસાન કરી રહ્યું છે એવું ન માનવું જોઈએ. આપણે ઇત્તર પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને બીજું- 10માં, 12માંના વિદ્યાર્થીઓને હું જરૂરથી કહીશ કે તમે કંઈક ને કંઇક તો ઇત્તર કરો જ, દરરોજ 5 મિનીટ, 10 મિનીટ, 15 મિનીટ, તો તમારું મન થોડું પ્રફુલ્લિત થઇ જશે. તમે જો તેમાં જ લાગેલા રહેશો, પુસ્તકો, આ બધું, એક એક વસ્તુ દસ-દસ, વીસ-વીસ વખત કરતા રહેશો તો તમે સાવ બંધાઈ જશો. તો આવું બિલકુલ ન થવા દેશો.
પ્રસ્તુતકર્તા – આભાર પ્રધાનમંત્રીજી, તમારા માર્ગદર્શન માટે. કે. દિવ્યા ધોરણ 10ની ગવર્નમેન્ટ મોડેલ સિનીયર સ્કુલ, આંદામાનની વિદ્યાર્થીની. તે કેટલાક મુદ્દાઓ પર આદરણીય પ્રધાનમંત્રીનો અભિપ્રાય જાણવા માગે છે. તમે મહેરબાની કરીઆપનો પ્રશ્ન પૂછશો?
પ્રશ્નકર્તા – આદરણીય પ્રધાનમંત્રી સાહેબ, નમસ્કાર. આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહની ગવર્નમેન્ટ મોડલ સેકન્ડરી સ્કુલમાંથી ધોરણ 10ની વિદ્યાર્થીની હું કે. દિવ્યા છું. મારો તમને પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીના જીવનમાં આધુનિક ટેકનોલોજીની શું ભૂમિકા હોવી જોઈએ?
પ્રસ્તુતકર્તા – આ પ્રશ્ન દીપેશ રાય તરફથી છે કે જેઓ દક્ષિણ સિક્કિમની નામચી સેકન્ડરી શાળાના ધોરણ 12ના વિદ્યાર્થી છે અને પ્રશ્ન પૂછવા માટે તેઓ છેક સિક્કિમથી અહિયાં સુધી આપણી સમક્ષ પ્રશ્ન પૂછવા માટે ઓડીયન્સમાં આવ્યા છે. દીપેશ તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – સુપ્રભાત સૌને. આદરણીય પ્રધાનમંત્રી. મારું નામ દીપેશ રાય છે. હું સિક્કિમની નામચી સેકન્ડરી શાળાના ધોરણ 12માં અભ્યાસ કરું છું. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે વિશ્વમાં અનેક બાળકો વધુ સારું શિક્ષણ મેળવવા માટે શૈક્ષણિક તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે, તો અમને પણ તે કઈ રીતે ઉપયોગી થઇ શકે છે?
પ્રસ્તુતકર્તા – આભાર દીપેશ. મહોદય, દિવ્યા અને દીપેશ જાણવા માંગે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિદ્યાર્થી જીવનમાં કઈ રીતે સહાયક થઇ શકે તેમ છે? કૃપા કરીને માર્ગદર્શન આપો.
પ્રધાનમંત્રી- કદાચ પાછળની શતાબ્દીના છેલ્લા કાળખંડ અને આ શતાબ્દીના પ્રારંભિક કાળખંડમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીએ પૂર્ણ રૂપે જીવનને બદલી નાખ્યું છે. એક રીતે જીવન પણ ટેકનોલોજી સંચાલિત થઇ ગયું છે. હવે એટલા માટે ટેકનોલોજીનો ભય, તે ક્યારેય આપણા જીવનમાં આવવા દેવો ન જોઈએ. આ ટેકનોલોજી આવી, હવે હું શું કરું, એવું ન આવવા દેવું જોઈએ. બીજું, હવે ટેકનોલોજી આવી તો મારી તો આખી જિંદગી જ બરબાદ થઇ જશે, હું પહેલા તો આવું વિચારતો હતો આવું કરતો હતો. હવે જ્યારે નવી વસ્તુ આવી ગઈ તો હું કઈ રીતે તાલમેલ સાધી શકીશ?
જી ના. ટેકનોલોજીને આપણે આપણો મિત્ર માનીએ. બદલાતી ટેકનોલોજીને આપણે પહેલાથી જ સમજવાનો પ્રયાસ કરીએ, આપણે સક્રિય બનીએ. ત્રીજું, શું માત્ર ટેકનોલોજીનું જ્ઞાન હોવાનો એ જ ફાયદો છે કે મિત્રોની વચ્ચે ગપ્પા મારવા માટે કામમાં આવશે? કે મને એ ખબર છે કે દુનિયામાં આ થઇ રહ્યું છે, કેમેરા આવો નીકળ્યો છે, મોબાઇલ ફોન આવો નીકળ્યો છે. ના, જ્યારે હું ટેકનોલોજીના વિષયમાં જાણું છું તો મારો પ્રયાસ એ રહેવો જોઈએ કે હું જે પ્રકારની વિચારધારાને લઇને કામ કરી રહ્યો છું, મારા માટે તેમાં ઉપયોગી શું હોઈ શકે. શું હું ટેકનોલોજીને મારી માટે લાવીશ કે ટેકનોલોજી મારો સમય ખાઈ જશે? મોટાભાગે અનુભવ એવો રહ્યો છે કે કેટલાયનો સમય ટેકનોલોજી ચોરી કરી લેતી હોય છે.
તમારામાંથી કેટલા છે જેઓ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરો છો? બોલો ને, સંકોચ ન કરશો, તમારા શિક્ષકો નથી જોઈ રહ્યા. હવે જરા વિચાર કરો, આ સ્માર્ટ ફોન તમારો કેટલો સમય ચોરી કરી લે છે? અને માની લો કે તેમાંથી 10 ટકા ઓછો કરીને તમારા માઁ, દાદા-દાદી, તેમની સાથે જો વિતાવો, હુંદસ દસ મિનીટ જ કહી રહ્યો છું, વધુ નહીં. આજે તમારો સ્માર્ટ ફોન જેટલો સમય ખાઈ રહ્યો છે, જેટલી ચોરી કરી જાય છે, તેમાંથી દસ મિનીટ તમારા દાદા-દાદી, માઁ તેમની સાથે બેસીને વિતાવો તો ટેકનોલોજી વધુ ઉપકારક બનશે કે દાદા-દાદી સાથેની ખુલ્લા મને કરેલી દસ મિનીટની વાત વધુ ઉપકારક નીવડશે,શું થશે? તેનો અર્થ એ કે ટેકનોલોજી આપણો સમય ચોરી કરી જાય, ટેકનોલોજી આપણને ખેંચીને લઇ જાય, તેનાથી આપણે બચવું જોઈએ. આપણી અંદર તે તાકાત હોવી જોઈએ કે હું ટેકનોલોજીને મારા કબ્જામાં રાખીશ.
હું ટેકનોલોજીનો મારી ઈચ્છા અનુસાર ઉપયોગ કરીશ અને એટલા માટે ટેકનોલોજી પ્રત્યે મને વધુ ખુશી થાય છે, તમે જુઓ, તમે રેલવે સ્ટેશન પર જાવ. રેલવે સ્ટેશન પર એક પૂછપરછ બારી હોય છે. ત્યાં આગળ કોઈ અધિકારી બેઠા હોય છે, ટ્રેન ક્યારે આવશે, ક્યારે જશે, રજીસ્ટ્રેશન વગેરે, પૂછવા માટે જઈએ છીએ. પરંતુ તેની ઉપર જ એક બહુ મોટું બોર્ડ લાગેલું હોય છે અને આજકાલ તો ઈલેક્ટ્રોનિક સિસ્ટમવાળું બોર્ડ હોય છે. તેની ઉપર બધું લખેલું હોય છે, આ ટ્રેનનું નામ છે, ક્યાંથી ક્યાં જાય છે, કેટલા નંબરના પ્લેટફોર્મ પર આવશે. મોડી આવવાની છે કે સમય પર, બધું જ લખેલું હોય છે. પરંતુ આપણે જે જૂની પેઢીના લોકો છીએ, તેઓ શું કરે છે, બારી પાસે લાઈન લગાવીને ઉભા રહી જશે. 20 નંબર, ૩૦ નંબર, ઉભો રહીશ, ઉપર જોઇશ પણ વાંચીશ નહીં. મારા સવાલનો જવાબ ત્યાં છે, તે કહી રહ્યો છે કે દિલ્હી એક્સપ્રેસ, જમ્મુ તવી એક્સપ્રેસ આટલા વાગ્યે જવાની છે, આટલા નંબર પર આવશે, પાંચ મિનીટ મોડી છે, સાત મિનીટ; પરંતુ હું જ્યાં સુધી તેને નહીં પૂછું…
તમે જોયું હશે ઘણા બધા લોકો એવા હોય છે કે કોઈને મેસેજ કરશે પછી ફોન કરીને પૂછશે, અમારો મેસેજ મળ્યો? અને એટલા માટે ટેકનોલોજીનો આપણે, આજની પેઢી શું કરે છે? તે ઘરેથી જ મોબાઇલ ફોન પર ગુગલ ગુરુ સાથે વાત કરી લે છે અને જોઈ લે છે ટ્રેન કઈ મોડી છે, કઈ નથી, તો ઘરેથી જ કેટલા વાગ્યે નીકળવાનું છે નક્કી કરી લે છે, કરે છે કે નથી કરતા? મતલબ કે તેણે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કર્યો છે. એક પેઢી એવી છે કે જે સામે હોવા છતાં પણ જોવા તૈયાર નથી, જ્યાં સુધી પૂછી નહીં લે. હવે નવી પેઢી એવી છે જે પૂછવા માટે તૈયાર જ નથી, તે કહે છે મારી પાસે છે, હું આને પૂછીશ, તે જે કહેશે તે જ સાચું છે. તેનો અર્થ એ છે કે તેને ટેકનોલોજીનો ઉપયોગ શું છે, તે તેને કરતા આવડી ગયું છે.
હું તમને આગ્રહ કરીશ, જે રીતે શબ્દભંડોળ બહુ સારો હોવો જોઈએ, શું આપણે ક્યારેય આપણી માતૃભાષાનો શબ્દકોશ અથવા કોઈ અન્ય ભાષાનો શબ્દકોશ જે પણ તમને પસંદ હોય અંગ્રેજી કરવાનું કે હિન્દી, શું દરરોજ તમારા મોબાઇલ ફોનમાં જે શબ્દકોશ છે, નક્કી કરીશું કે આજે હું ઓછામાં ઓછા દસ નવા શબ્દો અને તેનો અર્થ આખા દિવસ દરમિયાન જ્યારે પણ જઈશ મોબાઇલ ફોન કાઢીને જોઈ લઈશ અને યાદ કરી લઈશ. રોજના 10, બોલો ટેકનોલોજી ઉપયોગી થઇ કે ન થઇ? તો ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે, ક્યાંક એવું ન થાય કે માઁ-બાપનો અને તમારો ઝઘડો એ વાત પર થાય કે આખો દિવસ ભાઈબંધો સાથે બેસી રહે છે, ટેલીફોન પર લાગેલો રહે છે, તો તે સ્થિતિ બરાબર નથી.
કોઈ સમયે સોશિયલ નેટવર્કિંગને બહુ જરૂરી માનવામાં આવતું હતું. લોકો દરરોજ એક કલાક, બે કલાક સાંજે કાઢતા હતા, કોઈ કાર્યક્રમમાં જશે, મિત્રો પાસે જશે. મળતા રહેતા હતા કારણ કે જીવન સમાજ વ્યવસ્થા સાથે જેટલો વધુ જોડાયેલો રહે છે, તેટલો જ બંને પક્ષોને લાભ થાય છે. તે સ્વાભાવિક વ્યવસ્થા છે. પરંતુ ધીમે-ધીમે તે સોશિયલ નેટવર્કિંગ શબ્દમાં એટલી વિકૃતિ આવી ગઈ ટેકનોલોજીના કારણે કે હવે સોશિયલ નેટવર્કિંગ આપણુ વોટ્સએપ કરી રહ્યું છે. આ સોશિયલ નેટવર્કિંગ તે સોશિયલ નેટવર્કિંગની કલ્પનાની એક પ્રકારની વિકૃતિ છે. હવે પહેલા આપણે આપણા મિત્રનો જન્મદિવસ છે તો સવારે જતા રહેતા હતા, જરા સરપ્રાઈઝ આપવાની મજા આવતી હતી. હવે રાત્રે 12 વાગ્યે પણ ટેકનોલોજીને કહીને મોકલો, ટેકનોલોજી જ વોટ્સએપ કરી દે છે, હું સુઈ જાઉં છું. હવે આ જે જીવનની જગ્યા પ્રાણ તત્વોને જો ટેકનોલોજી હડપ કરી લેશે તો પછી જિંદગી આપણી બહુ સસ્તી થઇ જશેઅને એટલા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ પણ થવો જોઈએ પરંતુ આપણે ટેકનોલોજીના ગુલામ ન બનવું જોઈએ. પરંતુ ટેકનોલોજી દરેક ક્ષણે બદલાઈ રહી છે. તમારે તમારા જીવનને આગળ વધારવું છે, દરેક નવી ટેકનોલોજી પ્રત્યે તમારી રૂચી હોવી જોઈએ, જાણવું જોઈએ, સમય કાઢીને અન્યને પૂછવું જોઈએ કઈ નવી ટેકનોલોજી આવી છે. તેની પણ રૂચી વિદ્યાર્થીકાળમાં આપણે વિકસિત કરવી જોઈએ. તેનાથી તમને ઘણો લાભ મળશે. હું વ્યક્તિગત જીવનમાં કહી શકું છું કે ટેકનોલોજી પ્રત્યે મારું જે આકર્ષણ રહ્યું છે, ટેકનોલોજીમાં મને આવડતું કઈ જ નથી, પરંતુ જાણવાનો શોખ રહ્યો છે. શું છે ભાઈ, કોઈને સાંભળું છું તો પૂછું છું, વિમાનમાં મારી બાજુમાં કોઈ બેઠું હોય, હવે તો તેવો અવસર નથી મળતો કારણ કે હવે તો સરકારી વ્યવસ્થામાં ફસાયેલો પડ્યો છું, પરંતુ પહેલા વિમાનમાં જ્યારે જતો હતો તો બાજુમાં જે છે તેને પૂછતો હતો અરે ભાઈ આ કઈ વસ્તુ છે તમારી પાસે? તેનો શું ઉપયોગ હોય છે? કઈ રીતે ઉપયોગ થાય છે? જીજ્ઞાસા મારા મનમાં રહે છે અને મને તેનો બહુ મોટો લાભ મળે છે. હું પણ તમારી પાસેથી ઈચ્છીશ કે ટેકનોલોજીને તમારા જીવનના વિકાસમાં એક સાથીના રૂપમાં જોડી દો તમે. પરંતુ જિંદગીનો હિસ્સો ટેકનોલોજી ના બનવા દેશો. જિંદગીનો હિસ્સોઅને તેના માટે તમે જોયું હશે પરિવારમાં ત્રણ લોકો છે, બધા ત્રણેય ખૂણામાં બેઠા છે, દરેક વ્યક્તિ મોબાઇલમાં વ્યસ્ત છે.
બે કામ તમે કરી શકો છો ખરા? કરશો? મેં કામ તો કહ્યું જ નથી શું કરશો. જુઓ, એક કામ-તમે જીવનમાં નક્કી કરશો, દરરોજ આટલો સમય મારો, એક કલાક, બે કલાક, સાવચેત, જેમાં હું નવરો છું, પરંતુ હું મારી જાતને ટેકનોલોજીથી દૂર રાખીશ. દરરોજ, એક કલાક, બે કલાક, ટેકનોલોજી મુક્ત કલાકો, શું તમે કરી શકો છો? કોઈ ગેજેટ નહીં, કંઈ નહીં. હું, મારો પરિવાર, મારા મિત્રો, મારો બગીચો, મારા ઘરમાં જો કુતરું છે તો કુતરું, જે પણ છે, બિલાડી છે તો બિલાડી, જે પણ છે, આ એક કલાક હું નક્કી કરું કોઈ ટેકનોલોજી નહીં, આવું કરી શકો છો ખરા? જે પરિવારમાં બે ત્રણ ઓરડા હોય છે, કેટલાક ખૂબ જ ગરીબ પરિવાર હોય છે, તેમની માટે તો ટેકનોલોજીની સમસ્યા જ નથી, પરંતુ બે ત્રણ ઓરડા છે. શું તમે નક્કી કરી હકો છો, માઁ-બાપ સાથે આજે બેસીને પાછા ગયા બાદ કે ઘરની અંદર એક ઓરડો એવો નક્કી કરીશું કે જેમાં ટેકનોલોજીને કોઈ પ્રવેશ નહીં મળે. તે ઓરડામાં જે જશે, ટેકનોલોજી વિના બેસશે. તમે જરા કરીને જુઓ, જિંદગી ઘણા નવા અનુભવોવાળી થઇ જશે. તો એક રીતે હું ટેકનોલોજીને અતિ મહત્વ પણ આપું છું અને સાથે-સાથે મારી અંદરના માણસને રોબોટ ન બની જાય તેની પણ ચિંતા કરું છું અને એટલા માટે બંનેનું સંતુલન બનાવીને ચાલવાની કેટલીક પદ્ધતિઓ છે, જે મેં તમને જણાવી છે.
પ્રસ્તુતકર્તા- માન્યવર, તમારા સાનિધ્યને પ્રાપ્ત કરીને અમે જીવનમાં જરૂરથી સફળતા પ્રાપ્ત કરી શકીશું, તમારો આભાર. ઉગતા સૂરજનો પ્રદેશ અરુણાચલ પ્રદેશ, અહીંની જેએનવી પાપુમ્પરેથી તાપી અકુ સભાકક્ષમાં ઉપસ્થિત છે, તમને કંઇક પ્રશ્ન પૂછવા માંગે છે, માનનીય પ્રધાનમંત્રીજી. અકુ, તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – આદરણીય પ્રધાનમંત્રીજી, ઉગતા સૂરજની ભૂમિ અરુણાચલ પ્રદેશ તરફથી આપને હાર્દિક શુભેચ્છાઓ. હું જેએનવી પાપુમ્પરે અરુણાચલ પ્રદેશથી ધોરણ 12માં અભ્યાસ કરતી તાપી અકુ છું. પ્રધાનમંત્રીજી તમે સંસદમાં જે અધિકારો અને કર્તવ્યો પર વક્તવ્ય આપ્યું હતું તે મને ખૂબ જ ગમ્યું હતું. તમારા મત મુજબ દેશના નાગરિકોને કર્તવ્યો પ્રત્યે આપણે કઈ રીતે સજાગ બનાવી શકીએ છીએ? આભાર.
પ્રસ્તુતકર્તા – આભાર અકુ. આના જેવો જ એક અન્ય પ્રશ્ન, આપણી સાથે છે કેન્દ્રીય વિદ્યાલય ચેન્નાઈથી શૈલેશ કુમાર. તે સમૃદ્ધ ઐતિહાસિક મંદિરો માટે પ્રખ્યાત તામિલનાડુ રાજ્યનો ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. આગામી પ્રશ્ન તેના તરફથી છે. શું મહેરબાની કરી પ્રશ્ન જણાવી શકો?
પ્રશ્નકર્તા – નમસ્કાર સાહેબ, મારું નામ પી. શૈલેશ કુમાર છે. હું કેન્દ્રીય વિદ્યાલય ચેન્નાઈમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. સાહેબ, એક વિદ્યાર્થી તરીકે મારા કયા અધિકારો છે અને કઈ ફરજો મારે નિભાવવાની છે.
પ્રસ્તુતકર્તા – આભાર શૈલેશ. આને મળતો એવો અન્ય એક પ્રશ્ન પણ છે. માન્યવર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વ્યક્તિત્વોથી ગૌરવાન્વિત ગુજરાતના મહારાજા અગ્રસેન વિદ્યાલયમાંથી ગુનાક્ષી શર્મા તમને પોતાનો એક પ્રશ્ન પૂછવા માંગે છે. ગુનાક્ષી તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – સુપ્રભાત. મારું નામ ગુનાક્ષી શર્મા છે. હું દસમાં ધોરણની વિદ્યાર્થીની છું. હું અમદાવાદ, ગુજરાતના મહારાજા અગ્રસેન વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. માનનીય, હું તમને એ પ્રશ્ન પૂછવા માગું છું કે મેં સિવીક્સમાં નાગરિક અધિકારો અને કર્તવ્યોના વિષયમાં વાંચ્યું છે. આ બંનેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ શું છે? કૃપા કરી જણાવો. આભાર.
પ્રસ્તુતકર્તા – આભાર ગુનાક્ષી. શ્રદ્ધેય પ્રધાનમંત્રીજી, આગ્રહ છે કે શૈલેશ, ગુનાક્ષી અને અકુની નાગરિક કર્તવ્યોના વિષયની જીજ્ઞાસાનું સમાધાન કરો.
પ્રધાનમંત્રી – સૌથી પહેલા તો આ સવાલ મને અરુણાચલની દીકરીએ પૂછ્યો છે અને હું સ્વાભાવિકપણે માનું છું કે અરુણાચલની દીકરીના મનમાંથી આવો જ સવાલ નીકળશે. તમારા મનમાં થશે, એવું કેમ? તમારામાંથી કદાચ કોઈ અરુણાચલ પ્રદેશ ગયા હશો કે નહીં એ મને ખબર નથી. આ દેશમાં અરુણાચલ પ્રદેશ જ એવું છે કે જ્યાં એક-બીજાને મળે છે તો ‘જય હિંદ’ કહીને અભિવાદન કરે છે. આ હિન્દુસ્તાનમાં બહુ ઓછું જોવા મળે છે. તમને કોઇપણ મળશે તો જય હિંદ કહેશે અને તેનું કારણ 1962ના યુદ્ધ પછી અરુણાચલનો જે મિજાજ બન્યો છે, તે જ રીતે તેમણે પોતાની ભાષા સિવાય દેશની અંદર જીવનમાં વધુ પ્રચાર માટે અંગ્રેજીમાં એટલી જ તજજ્ઞતા અને હિન્દીમાં પણ એટલી જ કુશળતા હાંસલ કરી છે. તમે ત્યાંના બાળકોને મળશો તો તમને લાગશે અને હું આપ સૌને આગ્રહ કરીશ કે કયારેક ને ક્યારેક વેકેશનમાં ફરવા જવાનું મન થાય તો તમે પૂર્વોત્તર જરૂરથી જજો, જશો ને? ના, પહેલા સિંગાપુર જઈશું પછી દુબઈ જઈશું. હા તે પછી મોકો મળશે તો જઈશું, એવું કરશો ને? આપણો દેશ ખરેખર અદભૂત છે, અનુભવ કરવા જેવો છે.
હું આજે જ્યારે અહીં આવ્યો તો જુદા-જુદા બાળકોના જે ચિત્રો હતા તેઓ મને કહી રહ્યા હતા. પરંતુ તેની સાથે-સાથે એક બહુ સારો સુખદ અનુભવ રહ્યો કે બાળકો પોતાની માતૃભાષા સિવાય કોઈ અન્ય ભાષામાં પોતાનો પરિચય આપી રહ્યા હતા. મહારાષ્ટ્રની બાળકી ઉડિયા ભાષામાં પરિચય આપી રહી હતી, દહેરાદૂનની બાળકી મલયાલમ ભાષામાં પરિચય આપી રહી હતી. શા માટે તો ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ આ જે એક આપણા લોકોનું કામ ચાલી રહ્યું છે. તેને લઈને આ બધા જ બાળકોએ પ્રયાસ કર્યો છે. અને હું આપ સૌને પણ આગ્રહ કરીશ- પોતાની માતૃભાષા, પછી અંગ્રેજી ભાષા, તે પછી હિન્દી ભાષા અને તેના સિવાય આપણા દેશમાં એટલો સમૃદ્ધ ખજાનો છે, કોઈ ને કોઈ એક ભાષાથી પરિચય કરવો જોઈએ, તે જરૂરથી કરવું જોઈએ. હવે વિષય આવ્યો છે કર્તવ્ય. એક તો જે અધિકાર અને કર્તવ્ય- આ જે સાથે સાથે બોલવામાં આવે છે ત્યાં જ ગડબડ થઇ જાય છે. એટલે કે અધિકાર ભાવ કોઈ એક વ્યવસ્થા છે અને કર્તવ્ય ભાવ કોઈ બીજી વ્યવસ્થા છે. જી ના. આપણા કર્તવ્યોમાં જ સૌના અધિકાર સમાહિત છે. જો હું શિક્ષક તરીકેનું કર્તવ્ય નિભાવું છું તો વિદ્યાર્થીઓના અધિકારની રક્ષા થાય છે કે નથી થતી? તો પછી અધિકાર અને કર્તવ્યનો ઝઘડો નથી રહેતો.
મહાત્મા ગાંધી ખૂબ આગ્રહપૂર્વક કહેતા હતા કે મૂળભૂત અધિકારો નથી હોતા, મૂળભૂત તો કર્તવ્યો હોય છે અને જો ઈમાનદારીથી આપણે આપણા કર્તવ્યોનું વહન કરીએ તો પછી કોઈને પોતાના અધિકારની માટે ક્યારેય પણ કંઈ જ માગવું નહીં પડે કારણ કે તેના અધિકાર તેમાં સંરક્ષિત રહેશે જ. બીજું, ક્યારેક-ક્યારેક આપણે કેટલીક ફરજો નિભાવીએ છીએ જેમ કે પરિવારમાં માતા-પિતા પોતાની જવાબદારી સંભાળે છે, બાળક પોતાની જવાબદારી સંભાળે છે. આડોશ-પાડોશના લોકો પોતાની જવાબદારી સંભાળે છે પરંતુ વાત અહીં સુધી જ સીમિત નથી રહેતી. આટલો મોટો વિશાળ દેશ એક રાષ્ટ્રના રૂપમાં આપણા કેટલાક કર્તવ્યો છે જે આપણે નિભાવવા જોઈએ કે ન નિભાવવા જોઈએ? જો દેશને આગળ લઇ જવા માટે કંઇક કરવાનું છે તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હવે જેમ કે 2022, આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે, જો આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે અને 2047 આઝાદીના 100 વર્ષ થશે. તમે ક્યારેય વિચાર કર્યો છે કે 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે તમે ક્યાં હશો? તમે કોઈ ને કોઈ વ્યવસ્થામાં નેતૃત્વ કરતા હશો. નેતૃત્વ મતલબ દેડકાવાળું કામ નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં નેતૃત્વ હોય છે, ક્રિકેટનો કેપ્ટન પણ નેતૃત્વ આપે છે. કબડ્ડીનો કેપ્ટન પણ નેતૃત્વ આપે છે. કારખાનામાં 200 મજૂરોની સાથે કામ કરનારો પણ નેતૃત્વ કરે છે. તો જીવનના દરેક ક્ષેત્રમાં જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવશે તો આજે મારા 10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ છે તેઓ તે વખતે દેશમાં નેતૃત્વની જગ્યા પર હશે. હવે તમે જ વિચાર કરો કે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે, તમે નેતા હશો, તે વખતે નેતૃત્વના સમયે તમને તૂટેલી ફૂટેલી વ્યવસ્થા મળી જાય અને પછી તમને કહેવામાં આવે કે નેતૃત્વ કરો તો સારું રહેશે ખરું? તો આપણી પાસે મજબૂત વ્યવસ્થા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હવે જે પણ દેશ મજબૂત બનશે તો કોના કામમાં આવશે ભાઈ? આજે જે 80 અને 90 વર્ષના છે તેમના કામમાં આવશે ખરા? દેશમાં જો પર્યાવરણની રક્ષા થાય છે તો કોના કામમાં આવશે? દેશની અંદર સંસાધનોનો સદુપયોગ થાય છે તો દેશના કામમાં આવશે. દેશનું અર્થતંત્ર આગળ વધે છે તો કોના કામમાં આવશે?
તેનો અર્થ એ થયો કે માની લો કે 2022 આઝાદીના 75 વર્ષ છે, આ દેશની માટે અનેક લોકોએ જીવની બાજી લગાવી દીધી હતી. ફાંસીના માંચડે ચઢી ગયા હતા. આંદામાન નિકોબારની જેલોમાં જિંદગી પસાર કરી નાખી હતી, કોના માટે, દેશ આઝાદ બને તેના માટે. આઝાદી એટલે કે ઝંડો બદલાય એટલું જ થોડું છે! આપણે આત્મનિર્ભર બનીએ, આત્મગૌરવ વધે, આપણે આત્મસન્માન સાથે જીવીએ. હું તેના માટે કયું કર્તવ્ય નિભાવી શકું જે આ ભાવનાને મજબૂત કરે છે? તે કર્તવ્યોનું મારે પાલન કરવું જોઈએ. જેમ કે શું હું નક્કી કરી શકું છું કે 2022 આઝાદીના 75 વર્ષ થાય છે, હું અને મારા પરિવારમાં અમે જે કંઈ પણ ખરીદવું છે તે અમે સ્થાનિક ઉત્પાદન ખરીદીશું, મેક ઇન ઇન્ડિયા વસ્તુ જ લઈશું, જો આપણા દેશમાં ઉપલબ્ધ જ નથી તો વાંધો નહીં, બહારથી લઈશું. મને જણાવો કર્તવ્ય થયું કે ન થયું, દેશનું ભલું થશે કે નહીં થાય, દેશના અર્થતંત્રને તાકાત મળશે કે નહીં મળે? પરંતુ જો આપણે તૈયાર વસ્તુઓ લાવીશું, ફટાકડા પણ બહારથી લાવીને ધડાકા કરીશું તો શું થશે?
તો આપણા પોતાના, તમે જોયું હશે કે કેટલાક લોકો ખૂબ જ જાગૃત હોય છે, સ્વચ્છતાના વિષયમાં ખૂબ જ સચેત હોય છે. એટલા માટે સવારે વહેલા ઉઠી જાય છે, આખા ઘરની સફાઈ કરી નાખે છે. સફાઈ કર્યા પછી શું કરે છે, બહાર નીકળીને જુએ છે કે પાડોશવાળો સૂતો છે કે ઉઠી ગયો છે અને ધીમેથી તે કચરો ત્યાં છોડી દે છે. હવે તેમણે પોતાનું કર્તવ્ય તો પૂરું કર્યું પરંતુ વાસ્તવમાં દેશ હિતની માટે કર્તવ્ય નિભાવ્યું ખરું, નથી નિભાવ્યું. પછી તેઓ સવારે જ્યારે ઉઠશે તો તેઓ જોશે કે સારું આ લોકો સવારે વહેલા ઉઠીને નાખી ગયા છે તો તે ઉપાડીને ત્યાં નાખી દેશે, તે ઉપાડીને ત્યાં ફેંકી આવશે. સ્વચ્છતા થશે નહીં, કચરો આમથી તેમ ફરતો રહેશે, શા માટે, કારણ કે એક રાષ્ટ્રીય કર્તવ્યની માટે મારી જે જવાબદારી છે તેને હું નિભાવી નથી રહ્યો. ખૂબ નાની નાની વસ્તુઓ હોય છે, હું ઘરમાં જો વીજળી કારણ વગર બળવા નથી દેતો, પાણીનો બગાડ નથી થવા દેતો, હું ટીકીટ લીધા વિના ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરનારાઓને સ્વીકાર નથી કરતો. ઘણી બધી વસ્તુઓ છે, જે જીવનમાં જો એક એક ભારતીય કરે તો દેશ ખૂબ જ ઝડપથી બદલી શકે તેમ છે અને એટલા માટે એક નાગરિક, એ વાત સાચી છે કે અત્યારના સમયમાં અભ્યાસક્રમ એવો બદલાઈ ગયો છે અને એટલો અભ્યાસક્રમ આગળ વધી ગયો છે કે કદાચ જે, અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે નાગરિક શાસ્ત્ર ભણાવવામાં આવતું હતું. કદાચ હવે તે ધીમે-ધીમે ખતમ થવા લાગ્યું છે. પરંતુ આપણા સૌનું કર્તવ્ય છે કે એક નાગરિક તરીકે આપણા કર્તવ્યોને પ્રાથમિકતા આપીએ; આપણી માટે પણ ઉપયોગી હશે, સમાજ જીવન માટે પણ ઉપયોગી થશે અને તેની માટે આપણા પ્રયાસો સાથે-સાથે છે અને તમે જોયું હશે નવી પેઢી એરપોર્ટમાં જોશો લાઈન કરેલી છે તો નવી પેઢી લાઈન તોડતી નથી અને એકાદ વ્યક્તિ જો લાઈન તોડે છે તો બધા લોકો ગુસ્સો કરે છે, કારણ કે તે પોતાના શિસ્તનું કર્તવ્ય નિભાવી રહ્યો છે. આ જ સમાજ જીવનમાં જો સ્વભાવ બની જાય છે તો દેશનું ઘણું ભલું થશે.
પ્રસ્તુતકર્તા – પ્રધાનમંત્રી સાહેબ તમારા માર્ગદર્શન માટે આભાર. માનનીય, આંધ્રપ્રદેશના જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 10ના ચાવેદ તમને એક પ્રશ્ન પૂછવા માગે છે. કૃપા કરી પશ્ન પુછો.
પ્રશ્નકર્તા – નમસ્કાર સાહેબ, મારું નામ ચાવેદ પવાર છે. હું જેએનવી યેતાપકાનો ધોરણ 10નો વિદ્યાર્થી છું. મારો પ્રશ્ન છે કે પરીક્ષાના સમય દરમિયાન શિક્ષકો અને માતાપિતા બંને તરફથી જે દબાણ આવે છે તેનો કેવી રીતે સમાનો કરી શકાય?
પ્રસ્તુતકર્તા – આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત છે જમ્મુ કાશ્મીરની ગવર્નમેન્ટ ગર્લ્સ હાયર સિનીયર સેકન્ડરી સ્કુલની ધોરણ 11ની વિદ્યાર્થીની કરિશ્મા, જે માનનીય પ્રધાનમંત્રી મહોદયને એક પ્રશ્ન પૂછવા માગે છે. કરિશ્મા તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – આદરણીય પ્રધાનમંત્રીજી, હું કરિશ્મા નૈના, ધોરણ 11ની વિદ્યાર્થીની, જમ્મુ કાશ્મીરના ગર્લ્સ નવાં બાગ શાળામાંથી છું. મારે આવતા વર્ષે બોર્ડની પરીક્ષા છે. મારો પ્રશ્ન એ છે કે મારા માતાપિતાની કેટલીક એવી અપેક્ષાઓ છે મારી પાસેથી કે સારા માર્ક્સ લાવું અને સફળતા પ્રાપ્ત કરું. તો મારો પ્રશ્ન એ છે કે હું આ કઈ રીતે કરી શકું છું અને હું મારા માતાપિતાની અપેક્ષાઓને કેવી રીતે પૂરી કરી શકું છું? અને તેના લીધે જે તણાવ આવે છે, તેમાંથી કઈ રીતે બહાર આવી શકું છું? આભાર!
પ્રસ્તુતકર્તા – આભાર કરિશ્મા. તેની સાથે જ મળતો આવતો એક અન્ય પ્રશ્ન. છત્તીસગઢથી ડીએવી મુખ્યમંત્રી પબ્લિક શાળા, ભગવાનપૂરની ધોરણ 12ની વિદ્યાર્થીની મોનિકા બૈગા ઉત્સુક છે પ્રધાનમંત્રીજીની સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે. શું તમે પ્રશ્ન પૂછી શકો છો?
પ્રશ્નકર્તા – મારું નામ મોનિકા બેગા છે. હું ડીએવી મુખ્યમંત્રી પબ્લિક સ્કુલ, જનકપુર, જિલ્લો કોરિયા, છત્તીસગઢમાં ધોરણ 12ની વિદ્યાર્થીની છું. માનનીય પ્રધાનમંત્રીજી, વાલીગણ પરીક્ષાના સમયે બાળકોની સાથે કઈ રીતે વર્તન કરે જેથી પરીક્ષાના દબાણ અને ચિંતાથી બાળકો દૂર રહી શકે? આભાર.
પ્રસ્તુતકર્તા – આભાર મોનિકા. મહોદય, વિનંતી છે કે જમ્મુની કરિશ્મા, આંધ્રના ચાવેદ, છત્તીસગઢની મોનિકાના પરીક્ષાના દબાણને લગતી સમસ્યાનું સમાધાન કરો.
પ્રધાનમંત્રી – આ સવાલ તમારા લોકો માટે છે કે તમારા માઁ-પિતા માટે છે? તમને લાગે છે કે જે વાત તમે તમારા મમ્મી-પપ્પાને નથી કહી શકતા તે આજે મોદીજી કહી નાખી. હું જરૂરથી ઈચ્છીશ કે હું જે વાત કહું છું કોઇપણ માતા-પિતાને, વાલીને, હું કોઈ પ્રેશર નથી કરવા માગતો, હું કોઈ દબાણ નથી નાખવા માગતો અને ન તો હું તેમના બાળકોને બગાડવા માગું છું કે તેઓ પોતાના માતાપિતાની વિરુદ્ધ મોરચો માંડવાની આદત પાડી દે, એવું પણ નથી ઈચ્છતો.
એ વાત સાચી છે કે આપણે જોયું હશે તે સ્ટીલની જે સ્પ્રિંગ હોય છે, જો સ્પ્રિંગને એક સીમા સુધી ખેંચતા રહીશું તો તેનો ઉપયોગ છે પરંતુ બહુ વધારે ખેંચી નાખ્યું તો શું થશે, તાર બની જશે. પછી તે સ્પ્રિંગનું કામ કરશે ખરું? માઁ-બાપે પણ આવું વિચારવું જોઈએ, શિક્ષકોએ પણ વિચારવું જોઈએ, તેમને અંદાજ હોવો જોઈએ કે જે વિદ્યાર્થીની સાથે અથવા જે બાળકની સાથે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ તેની ક્ષમતા કેટલી છે. તે માઁ-બાપને, શિક્ષકને અંદાજો હોવો જોઈએ અને તેને પ્રોત્સાહિત કરવા જોઈએ અને એટલા માટે મારી માઁ-બાપને એ જ સલાહ છે કે તમે ગમે તેટલી મોટી ઉંમરના કેમ ન થઇ ગયા હોવ, તમારા બાળકો ભલે ગમે તેટલા મોટા કેમ ન થઇ ગયા હોય, તમે દરેક ક્ષણે પોતાના માટે, બાળકોને માટે નહીં, પોતાના માટે મનમાં ભાવ રાખો કે તમે, જ્યારે તમારા બાળકો બે વર્ષના હતા, ત્રણ વર્ષના હતા, ચાર વર્ષના હતા, ત્યારે માતાપિતાના રૂપમાં તમે તેમની સાથે કેવો વ્યવહાર કરતા હતા. તમે ઈચ્છતા હતા કે બાળક ચાલે તો શું કરતા હતા- દૂર ઉભા રહીને તેને આવો આવો આવો એવું કરતા હતા ને? ચલો દોડો, જુઓ, એમ કરતા હતા કે નહોતા કરતા? તે બાળક દોડતું હતું કે નહોતું દોડતું? કોઈ દબાણ નાખતા હતા ખરા? આ રીતે પકડીને ચાલ, એવું કરતા હતા ખરા? નહોતા કરતા, તમે તેને પ્રેમથી પ્રેરિત કરતા હતા, ઉત્સાહિત કરતા હતા, તેની અંદરની શક્તિને જગાડતા હતા. સારું માની લો, ચાલતા ચાલતા પડી જતો હતો તો શું કરતા હતા, થપ્પડ મારતા હતા શું? અડધા કલાકથી હું કરી રહી છું અને તું ચાલતો જ નથી, ફરીથી પડી ગયો, કેટલી વાર ઉભો કરું, એવું કરે છે કોઈ માઁ? નથી કરતી. અરે વાહ! શાબાશ! તાલી વગાડતા હતા, બાળક પડી જાય અને માઁ તાલી વગાડી રહી છે. કોઈ બહુ બુદ્ધિમાન વ્યક્તિ હોય તો તે કહેશે, જુઓ તો કેવી માઁ છે બાળક પડી ગયું અને માઁ તાલી વગાડી રહી છે. પરંતુ તે માઁને ખબર છે કે હમણાં ચાલતા ચાલતા પડી ગયું છે, મારે તેને ઉત્સાહિત કરવાનું છે. હું માઁ-બાપને એ જ કહીશ કે તમે, બાળકો મોટા થઇ ગયા છે તે સ્વીકારો, એવું નથી કે હજુ પણ તે બે ત્રણ વર્ષનું જ છે. બાળક મોટું છે તે સ્વીકાર કરી લો પરંતુ પોતાની જાતને તમે જ્યારે તે ત્રણ વર્ષના, ચાર વર્ષના બાળક હતા, ત્યારે તમારી જે માનસિકતા હતી મદદ કરવાની, તેને આજીવન જીવિત રાખો, તેને ક્યારેય મરવા નદેશો. જે પરિવારમાં માઁ-બાપની આ વિચારધારા રહેલી હોય છે કે હું મારા બાળકોને તેમને જ્યાં જવું છે, જે રીતે જવું છે, રસ્તો જો સાચો છે તો હું હંમેશા પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસ કરીશ. પ્રેરિત કરવા જોઈએ, દબાણ ન કરવું જોઈએ. હવે ધક્કો મારવો અને દબાણ કરવું તે બંનેની વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. આ સંતુલન કઈ રીતે સાધવું અને તેના માટે હું બાળકોને પણ આગ્રહ કરીશ અને માઁ-બાપને પણ આગ્રહ કરીશ કે તેઓ કયારેક બાળકો જેમની સાથે મૈત્રીપૂર્ણ છે તેમને ક્યારેક કહો કે તેઓ સમય કાઢીને આવે, દાદા-દાદી હોય, નાના-નાની હોય, કાકા-કાકી હોય, કોઈ એકાદ શિક્ષક હોય, તેમને કહો જરા ઘર પર આવે ચા પીવા માટે અને ધીમેથી બાળકને તેની સાથે છોડી દો અને તમે બીજા ઓરડામાં જતા રહો અને તેમને કહી રાખો કે તે બાળકની સાથે વાત કરે, ખુલીને વાત કરે, તે તેમાંથી શોધે અને પછી તે તેના માઁ-બાપને કહી દે એકલામાં કે મેં આજે તેની સાથે અડધો કલાક વાત કરી, આ તેના મનમાં ચાલી રહ્યું છે, તમારે લોકોએ તેને સાંભળવું જોઈએ. જો આવી થોડી વ્યવસ્થા બની જાય; પહેલા આવી વ્યવસ્થા હતી કારણ કે સંયુક્ત કુટુંબ હતાઅને ભારતનું બાળક સુપર રાજકારણી હોય છે. તેને જો સિનેમા જોવા જવું છે, તેને ખબર છે પપ્પા ના પાડશે તો દાદીની પાસે જશે. તેને ખબર છે કે નવા કપડા લાવવા છે, માઁ ના પાડશે તો પપ્પા પાસે જશે. તેને બરાબર ખબર હોય છે કે ઘરમાં કોની પાસેથી શું કરાવવાનું છે. આ ક્ષમતા તેની અંદર આવી જાય છે. તે બાળકને પરિવારમાં પણ એ જ રૂપમાં કર્યું, તેનો અર્થ એ નથી કે તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત ના કરીએ. ના ભાઈ મોદીજીએ કહ્યું હતું વધુ દખલગીરી ના કરશો, એવું નથી. તમે તેને જાણો, જાણીને તેને કહો કે જો તારી અંદર આ તાકાત પડી છે, તારામાં આ વિશેષતા છે. તું તેનો ઉપયોગ કેમ નથી કરતો, જુઓ કોશિશ કરો. જેટલા વધુ પ્રોત્સાહિત કરશો, તેટલું જ પરિણામ વધુ મળશે; જેટલું દબાણ કરશો તેટલું જ સમસ્યાને બળ મળશે. હવે માઁ-બાપે નક્કી કરવાનું છે, શિક્ષકે નક્કી કરવાનું છે કે આપણે સમસ્યાને બળ આપવાનું છે કે પ્રોત્સાહિત કરીને તેને જ શક્તિમાં પરિવર્તિત કરવાનું છે. હું માર્ગ પસંદ કરીશ- પ્રોત્સાહિત કરવા માટે, દરેક બાળકની શક્તિને ઉજાગર કરવી, તેને પ્રોત્સાહિત કરવું, તેના પર જ હું ભાર મૂકીશ.
પ્રસ્તૂતકર્તા – મિત્ર અને માર્ગદર્શક બનવા બદલ આભાર માનનીય પ્રધાનમંત્રી સર. અમને આશા છે કે અમારા માતા-પિતા આ કાર્યક્રમ નિહાળી રહ્યા હશે. પ્રેરણા મનવર, ધોરણ 12ની વિદ્યાર્થિની, UNESCO હેરિટેજની ગુફાઓ માટે ખૂબ જ પ્રખ્યાત શહેરમાંથી આવે છે. તેણી જવાહર નવોદય વિદ્યાલય, કન્નડ, ઔરંગાબાદમાં અભ્યાસ કરે છે અને પોતાના પ્રશ્ન સાથે આપણી સાથે જોડાઇ છે. કૃપા કરી આપનો પ્રશ્ન પૂછશો?
પ્રશ્નકર્તા – ગુડ મોર્નિંગ સાહેબ, મારું નામ પ્રેરણા મનવર. હું જવાહર નવોદય વિદ્યાલય, કન્નડ, ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં ધોરણ 12ની વિદ્યાર્થીની છુ. સાહેબ, આપને મારો પ્રશ્ન એ છે કે, મારા માતા-પિતા હંમેશા કહે છે કે, મારે ભણવા માટે સવારે વહેલાં ઉઠી જવું જોઇએ પરંતુ મને રાત્રે જાગવાનું ગમે છે. હું સવારે વહેલી નથી ઉઠી શકતી. સાહેબ, મારે શું કરવું જોઇએ? આભાર સાહેબ.
પ્રસ્તૂતકર્તા – આભાર, પ્રેરણા. આને મળતો આવતો અન્ય એક પ્રશ્ન પણ છે. માનનીય પ્રધાનમંત્રીજી, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની 12મા ધોરણની વિદ્યાર્થિની સ્ટાન્ઝીન સભાગૃહમાં ઉપસ્થિત છે અને માન્યવરને એક પ્રશ્ન પૂછવા માગે છે. સ્ટાન્ઝીન તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – ગુડ આફ્ટરનૂન સાહેબ, મારું નામ સ્ટાન્ઝીન છે. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં બારમા ધોરણમાં અભ્યાસ કરું છુ અને હું લેહ-લદ્દાખથી આવું છુ. સાહેબ, મારો પ્રશ્ન છે કે, આપના મતે, અભ્યાસ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય કયો છે? વહેલી સવારે કે પછી મોડી રાત્રે? શું આપ અમને સૂચન આપશો?
પ્રશ્નકર્તા – આભાર, સ્ટાન્ઝીન. આવો જ એક અન્ય પ્રશ્ન છે. આગળના પ્રશ્ન માટે હું ત્રિપુરાની જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થી શુભાશિષ ચકમાને બોલાવી રહી છુ. શુભાશિષ કૃપા કરીને તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – માનનીય પ્રધાનમંત્રી સાહેબ, ગુડ આફ્ટર નૂન. હું શુભાશિષ ધોરણ 12નો વિદ્યાર્થી છુ અને હું શિલોંગ પ્રદેશમાં આવતા જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરું છુ. સાહેબ, વાસ્તવમાં, હું રાત્રે મોડે સુધી અભ્યાસ કરું છુ તેથી મારી મોટી બહેન મને હંમેશા મને ઠપકો આપે છે અને સવારે મારાથી વહેલાં ઉઠી શકાતું નથી. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે, હું કંઇ ખોટું કરું છુ? કૃપા કરીને, મને જણાવશો સાહેબ, આ બાબતે તમે શું કહો છો?
પ્રસ્તૂતકર્તા – આભાર, શુભાશિષ. માન્યવર – પ્રેરણા, સ્ટાન્ઝીન અને શુભાશિષ – વાંચવા માટે સૌથી શ્રેષ્ઠ સમય કયો છે તે પૂછવા માંગે છે.
પ્રધાનમંત્રી – કેટલો નિર્દોષ પ્રશ્ન મને પૂછ્યો છે. આ પ્રશ્નથી મારા મનમાં એક વિચાર આવ્યો છે. વિચાર એ આવ્યો કે – આ પ્રશ્નનો મતલબ છે કે, પરીક્ષા પે ચર્ચા, આ કાર્યક્રમ સફળ રહ્યો છે અને તેનાથી એ પણ ખબર પડી કે આપણા શિક્ષકો માટે, શિક્ષણજગતના લોકો માટે કે આપણી યુવા પેઢીને નજીકમાં આવા પ્રશ્નોના જવાબ માટે કંઇક ઊણપ વર્તાઇ રહી છે, કંઇક ખાલીપો વર્તાઇ રહ્યો છે. હું તમામ વાલીઓ પાસેથી, શિક્ષકો પાસે ઇચ્છુ છુ કે, તમારા વિદ્યાર્થીઓ વચ્ચે તમે તમારે એવો સંબંધ બનાવવો જોઇએ કે જેથી તેઓ આવી નાની-નાની સમસ્યાઓ પણ તમારી સમક્ષ સ્પષ્ટ રીતે કહી શકે. તેમની અંદર જેટલી વધુ મોકળાશ હશે, એટલી તેમના સ્વસ્થ વિકાસમાં મદદ મળશે. હું આ તમામ નવયુવાનો સાથીઓનો આભારી છુ કે, તેમણે મને આવો મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો, છતાં પણ કેટલાક લોકો તમને કહેશે કે, યાર તને તક મળી, તે આ જ પ્રશ્ન કેમ કર્યો. પરંતુ હું આને ખૂબ મહત્વ આપું છુ અને મને સંતોષ છે કે આ બાળકોએ મને પોતાનો માન્યો અને જે વાત તેમની માતાને, તેમના પિતાને પૂછી શકતા હતા, મોટી બહનને પૂછી શકતા હતા, તે આજે તેમણે મને પૂછયો છે. આ આત્મીયતાનો આનંદ કંઇક અલગ જ હોય છે, જે આજે હું અનુભવી રહ્યો છુ. હવે આનો જવાબ આપવો મારા માટે ઘણ મુશ્કેલ છે. આ મુશ્કેલ એટલા માટે છે કે, રાત્રે જાગવું કે પછી સવારે વહેલાં ઉઠવું, આ સમસ્યા છે. હવે હું 50 ટકા તો અધિકાર ધરાવું જ છું બોલવા માટે, પરંતુ 50 ટકા અધિકૃત નથી. 50 ટકા એટલા માટે અધિકારી છુ, કારણ કે હું સવારે ઘણો વહેલો ઉઠી જઉં છુ, તેથી મને બોલવાનો હક છે, પરંતુ 50 ટકા એટલા માટે નથી કારણ કે, હવે મારી જવાબદારી એવી થઇ ગઇ છે કે, રાત્રે જલદી સુઇ શકતો નથી અને આથી જે આદર્શ વ્યવસ્થા છે તેનો અડધો તો અમલ કરું છુ પરંતુ અડધો અમલ કરી શકતો નથી. અને, હવે હું પોતે જ નથી કરતો એટલે કોઇ નૈતિક રીતે તો હું આપને ના કહી શકુ. પરંતુ તમે સૌ જાણો છો કે, આખા દિવસનું કામ, થાક, અલગ-અલગ મનની અંદર કેટલીય ઘટનાઓ, આ બધામાં આખો દિવસ પસાર થાય છે અને આ વસ્તુઓ ધીરે-ધીરે જોડાઇ જાય છે. તમે કલ્પના કરી શકો છો કે, સાંજના સમયે તમારું મન કેટલું વ્યસ્ત થઇ જતું હશે અને રાત્રે જો તમે વાંચવાના આગ્રહી હોવ તો, વિચારો કે, શું ખરેખર તમારું મન તદ્દન ખાલી હશે, નહીં હોય. તેમાં પહેલાંથી જ સંખ્યાબંધ વાતો ભરાયેલી હશે, સંખ્યાબંધ વાતો તેમાં પડી હશે. અને આખા દિવસની ઘટનાઓ હશે તો તેની ક્રિયા – પ્રતિક્રિયા પણ મનમાં ચાલતી જ હશે. અને, આથી શક્ય છે કે, રાત્રે તમે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. શક્ય છે. પરંતુ સત્ય એ છે કે, ગાઢ ઊંઘ પછી અને, હવે હું એવું નહીં કહું કે ત્રણ વાગે ઉઠીને વાંચો, નહીંતર પછી તમે તમારી માતાને ઉઠાડશો, મમ્મી ત્રણ વાગે ઉઠવું છે, ચા પીવડાવ. પરંતુ એક વ્યવહારુ કહી શકાય તેવા સૂર્યોદય પહેલાના સમયમાં જો તમે ઉઠીને તૈયાર થઇ જાવ અને વાંચવાનું શરૂ કરી દો તો ત્યારે તમારું મન એકદમ તંદુરસ્ત હોય છે. જેવી રીતે વરસાદ પડી ગયા પછી આખુ આકાશ એકદમ ચોખ્ખુ થઇ જાય છે, તેવું જ મન હોય છે. હવે તમે વિચારો કે તે સમયે જો તમે વાંચશો તો તેનાથી વધુ ફાયદો થશે કે નહીં? આથી જ, આપણે ત્યાં અનુભવના આધારે એવું માનવામાં આવ્યું છે અને આખી દુનિયામાં પણ કદાચ એવું જ માનવામાં આવે છે, મારી પાસે કોઇ વૈજ્ઞાનિક વિશ્લેષણ તો નથી, પરંતુ જે માનવામાં આવ્યું છે અને જેમાં મારો વિશ્વાસ છે તે પ્રમાણે સવારે ખૂબ જ ઉત્તમ સમયગાળો હોય છે, આપણે તરોતાજા હોઇએ છીએ, થાક હોતો નથી અને વાંચનથી જ શરૂઆત કરીએ તો, તે ખૂબ ઉત્તમ છે. પરંતુ મને નથી લાગતું કે મોટાભાગે વિદ્યાર્થીઓને સમસ્યા થાય. જરૂરી એ નથી કે, તમારે રાત્રે વાંચવાનું છે કે સવારે વાંચવાનું છે. દરેકની પોતાની વિશેષતા હોય છે, પોતાની આદત હોય છે અને તમને પોતાને જે સૌથી અનુકૂળ લાગે તે કરો. સિદ્ધાંત એ છે કે, સવારે ઠીક હોય છે પરંતુ છતાં પણ તેનાથી આપને અનુકૂળતા ના લાગતી હોય તો, પછી શા માટે પરેશાન થાવ છો ભાઇ; રાતે વાંચી લો. નહીંતર પછી એવું થશે કે, જ્યારે પરિણામ આવશે ત્યારે તમે દીદીને કહેશો કે, તારા કારણે પરિણામ સારું ના આવ્યું. કેમ, કારણ કે, તુ મને મોડી રાત સુધી વાંચના નહોતી દેતી, સવારે વાંચવાનું કહ્યા કરતી હતી. તો, આવું ન થવું જોઇએ. પરંતુ બીજી વાત એ છે કે – મોટાભાગના વિદ્યાર્થીઓના જીવનમાં શું થાય છે કે, શક્ય છે કે, તમારા જીવનમાં ન થતું હોય. પરંતુ હું જ્યારે ભણતો હતો ત્યારે, અમારા બધા જ સાથીઓને આવું થતું હતું. તમને થતું હોય કે, ના થતું હોય, તો હું કંઇ અનુમાન ન કરી શકું. એમાં એવું હતું કે, જ્યારે શાળાની શરૂઆત થાય ત્યારે, જ્યારે પરિણામ આવે ત્યારે મનમાં નક્કી કરતા હતા કે, આવતી વખતે શાળા શરૂ થાય ત્યારથી જ ભણવાનું શરૂ કરી દેવુ છે. તે પછી, બસ આવતા મહિને શરૂ કરીશ, બસ હવે પહેલી પરીક્ષા જાય એટલે તુરંત ચાલુ કરી દઇશ. બીજુ એવું થતુ કે – ના, આજે તો રાત્રે વાંચવું જ છે. મમ્મી, જમવાનું બહુ ભારે ના બનાવતી. ઉંઘ આવી જાય – એવું જમવાનું ના બનાવતી, બસ પાસ્તા વગેરે કંઇક ચાલી જશે. માઁને પણ લાગતું કે, ચાલો આને રાત્રે વાંચવું છે તો જે ભાવતું હોય, પીઝા જોઇએ તો પીઝા, પાસ્તા જોઇએ તો પાસ્તા, પાણીપુરી જોઇએ તો પાણીપુરી, ગોલગપ્પા જોઇએ તો ગોલગપ્પા, છોકરાને વાંચવું છે ને, એટલે માઁ બનાવી આપે. પછી મનમાં એવું થાય કે – માઁ આજે મજા નથી આવી રહી. એમ કર, મમ્મી, આજે સવારે છ વાગે ઉઠાડી દેજે. માઁ બીચારી પાંચ વાગે ઉઠીને તૈયારી કરતી રહે કે તેમના બાળકને સવારે ઉઠીને વાંચવું છે તો એને શું જોઇએ, ચા જોઇએ, કોફી જોઇએ, દુધ જોઇએ; બધી તૈયારી કરે અને પછી આપણે છ વાગે, ના મમ્મી, રાત્રે ઉંઘ નહોતી આવી એટલે આજે નહીં, આજે રાત્રે વાંચીશ. આવું જ થાય છે ને? ક્યારેક માતાને રાત્રે ઉઠાડવી, ક્યારેક માતાને સવારે ઉઠાડવી અને ક્યારેક પરિવારને પણ. અને આપણે આપણુ ટાઇમ ટેબલ બદલી નાખીએ છીએ. જુઓ, હું માનું છુ કે, આ તો અન્યાય કહેવાય. રાત્રે વાંચીએ કે સવારે વાંચીએ એનાથી જે સમસ્યા હોય તેનાથી વધુ સમસ્યા તો એ છે કે, આપણે વાંચવાના બહાનાને બદલે ન વાંચવાના બહાના શોધતા રહીએ છીએ અને તેનો બોજ આખા પરિવાર પર નાખી દઇએ છીએ. જો આ બધી જવાબદારીઓ આપણે પોતાના પર લઇશુ અને તેના પરથી આદત બદલીશુ તો જરૂર ફાયદો થશે. મારો પોતાનો જ અનુભવ છે, તમે ક્યારેય સૂર્યોદય સમયે પક્ષીઓનો અવાજ, અને સૂર્યાસ્તના સમયે પક્ષીઓનો અવાજ, કોઇએ ધ્યાનથી સાંભળ્યો છે? ધ્યાનથી સાંભળજો – બંનેમાં તફાવત હોય છે. સૂર્યોદય સમયે પક્ષીઓનો અવાજ અલગ હોય છે અને તેનો સૂર પણ અલગ હોય છે, સ્વર પણ અલગ હોય છે અને સૂર્યાસ્ત સમયે પણ તેઓ અવાજ કરે છે. બંનેમાં તફાવત હોય છે. આનો મતલબ એવો થાય કે, પ્રકૃતિનો કંઇને-કંઇક પ્રભાવ તો હોય જ છે. જો આપણે આ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવન જીવીશું તો પ્રકૃતિ સાથે સંઘર્ષ ટાળવો જોઇએ. પ્રકૃતિ પોતે જ તમને મદદ કરશે, તમને આગળ વધવામાં મદદ કરશે. અને, આથી જ સમયની પસંદગી, પરિસ્થિતિની પસંદગીમાં જ્યાં પર્યાવરણનો પ્રશ્ન છે, પ્રકૃતિનો પ્રશ્ન છે, આપણે પ્રકૃતિને અનુકૂળ સમય શોધવો જોઇએ. આભાર.
પ્રસ્તૂતકર્તા – આપે સમજાવ્યું તે બદલ આપનો આભાર પ્રધાનમંત્રી સાહેબ, માનનીય પ્રધાનમંત્રી સાહેબ, તાન્ઝાનિયાની ભારતીય શાળા દાર-એ- સલામમાંથી આવેલી શાયખાખાન આપણી સાથે જોડાયેલી છે અને તે એક પ્રશ્ન કરવા માંગે છે, આપનો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – ગુડ મોર્નિંગ સાહેબ, હું તાન્ઝાનિયાની ભારતીય શાળા દાર-એ- સલામમાંથી શાયખાખાન. અમુક સમયે અમે હાથમાં પ્રશ્નપત્ર આવ્યા પછી જ્યારે તદ્દન બધુ ભુલી ગયા હોઇએ તેવું લાગે છે, ત્યારે આવી પરિસ્થિતિમાંથી અમે કેવી રીતે બહાર આવી શકીએ, આભાર સાહેબ.
પ્રસ્તૂતકર્તા – માન્યવર, શોભિત રસ્તોગી નવી દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલય, સેક્ટર -4, આર.કે. પુરમના 12મા ધોરણના વિદ્યાર્થી છે. તેઓ આપને પ્રશ્ન પૂછવા માંગે છે. શોભિત તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – સુપ્રભાત માન્યવર. હું શોભિત રસ્તોગી, નવી દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલય, સેક્ટર -4, આર.કે. પુરમમાં ધોરણ 12નો વિદ્યાર્થી છુ. હું ઉત્તરપ્રદેશના શાહજહાપૂર જિલ્લાનો છુ. મારો પ્રશ્ન એ છે કે, જ્યારે અમે પરીક્ષા આપવા માટે પરીક્ષાખંડમાં જઇએ તો, મને એવું લાગે છે કે, અમે અમારા પ્રશ્નોના જવાબો ભુલવા લાગ્યા છીએ. આ કારણે હું ખૂબ તણાવમાં રહું છુ. આ બાબતે આપ મારી મદદ કરો.
પ્રસ્તૂતકર્તા – આભાર, શોભિત. માન્યવર- શાયખા અને શોભિત, પરીક્ષાના સમયે બધુ ભૂલી જવાની સમસ્યાથી પરેશાન છે. અમારી પણ કંઇક આવી જ દશા છે. કૃપા કરીને માર્ગદર્શન આપો.
પ્રધાનમંત્રી – તમે સારો પ્રશ્ન કર્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓને આવી ઘડીનો સામનો કરવો પડે છે. જ્યારે બેસે અને જ્યારે પ્રશ્નપત્ર જુએ ત્યારે થોડા સમય માટે આવું થઇ જ જાય છે. પરંતુ હું થોડા મજાકના અંદાજમાં કંઇક કહેવા માગુ છુ. તમે જોયું હશે કે, તમારા મોટાભાઇ અથવા તમારા પિતાજી ઘરમાં સ્કૂટર હોય અને સ્કૂટર લઇને ક્યાંક જવાનું હોય અને સવારે ઉઠીને તેઓ કીક મારી રહ્યા છે, પરંતુ સ્કૂટર સ્ટાર્ટ થતું નથી, આવું દૃશ્ય તમે સૌએ જોયું હશે. જોયુ હશે ને, કે પછી બધા ગાડી વાળા છે? જુઓ, ત્યારે તમે જોયુ હશે કે, એક મોટી કહેવત છે, જે માતાપિતા અથવા ભાઇ, જે પણ હોય, શું કરશે કે – સ્કૂટરને આમ તેમ કરશે, કરે છે કે નથી કરતા? સ્કૂટરને હલાવે છે. હવે દુનિયામાં કઇ એવી ટેકનોલોજી છે કે, હલાવવાથી સ્કૂટર શરૂ થઇ જાય, પરંતુ તેમને લાગે છે કે આમ કરીશ તો… તેઓ પોતાને તૈયાર કરી શકે છે. અને પછી, કીક મારે છે, સ્કૂટર ચાલુ પણ થઇ જાય છે. આ, એક બે મિનિટ હોય જે તેઓ આવું કરે છે, તે શું કોઇ વૈજ્ઞાનિક બાબત છે, નથી, પરંતુ લગભગ બધા આવું જ કરે છે. જેમણે પણ સ્કૂટર ચલાવ્યું છે, તેઓ ચોક્કસ આવું કરે છે, જો સ્કૂટર ચાલુ ન થાય તો, હલાવે છે. આ સાયન્સ નથી, ટેકનોલોજી નથી, પરંતુ કરે છે અને તેનાથી કામ પણ થઇ જાય છે. તમે જોયું હશે, આજકાલ તો, ટીવી પર ગેમ્સના ઘણા કાર્યક્રમ આવે છે તો બાળકો પણ જુએ છે અને તે સારી બાબત પણ છે. પરંતુ તમે જોયુ હશે કે ટેનિસનો ખેલાડી હશે, ગમે એટલો, મતલબ કે ઓલિમ્પિકનો પ્લેયર પણ હશે, તો પણ ટેનિસના ટેબલની આસપાસ આવે, તો શું કરે છે? સામે બોલ નથી પરંતુ છતાંય આમ- આમ કરતો રહે છે. કરે છે કે નથી કરતો? એક-બે મિનિટ કરે છે, તે પછી સામેવાળો પણ આવું કરે છે. બોલ નથી, પરંતુ બંને આવી રીતે રમી રહ્યા હોય, તેવું તેઓ કરે છે. એવી જ રીતે, તમે ક્રિકેટમાં જોયું હશે કે – ગમે એટલો સફળ બેટ્સમેન હોય, તે પણ જ્યારે પેવેલિયનમાંથી નીકળીને પીચ સુધી આવે તો ત્યારે પણ પોતાનું બેટ હલાવશે, આમ કરશે જાણે કોઇ બોલને મારતો હોય, કરે છે કે નથી કરતો? ત્યાં બોલ નથી, રમત નથી, જ્યારે ત્યાં પહોંચે તો ત્યાં પણ બેટને એડજસ્ટ કરે છે, થોડી ટ્રાયલ લે છે. બોલ તો હજુ આવ્યો પણ નથી, મેચ શરૂ થઇ પણ નથી, પરંતુ એ કરે છે. શા માટે, કારણ કે તેને કમ્ફર્ટ ઝોન મળી જાય છે. બોલર પણ, તમે જોયું હશે કે – હાથમાં બોલ ના હોય તો પણ તેઓ આવી જ રીતે બોલિંગ કરી રહ્યો હોય છે, તેવી જ રીતે દોડે છે, બોલ ફેંકે છે – બોલ નથી હોતો, પરંતુ એવું કરે છે. બે- ત્રણ- પાંચ વખત તમને દરેક ગેમમાં જોવા મળતું હશે, આ શું છે? પોતાને કમ્ફર્ટ ઝોનમાં લાવવા માટે દરેક વ્યક્તિએ શોધેલી પોતાની કોઇને કોઇ રીત છે. તમે પણ હાથમાં પ્રશ્નપત્ર આવ્યા પછી બસ, પિતાજીના સ્કૂટરને યાદ કરી લો. તમે પણ – સારું સારું આટલું જ છે, આમ છે, ઠીક છે, પેન ઠીક છે, થોડું કંઇક આવું જ, બે-એક મિનિટ આવી રીતે જ જવા દો. મોટા તણાવનો ખૂબ જ સરળ ઉકેલ છે. જો આવું કરી લેશો તો, બીજી વાત કે, તમે જો મગજ પર બોજ લઇને પરીક્ષાખંડમાં ગયા હોવ તો બધા પ્રયોગો નકામા થઇ જાય છે. તમારે આત્મવિશ્વાસ સાથે જવાનું છે, જેટલો તમારામાં વિશ્વાસ ભર્યો હશે એટલા તમે વધુ સહજ રહી શકશો. અને, કોઇપણ વિદ્યાર્થી એવો નહીં હોય જેના શિક્ષકે એવું ના સમજાવ્યું હોય કે, ભાઇ દસ પ્રશ્નોના તારે જવાબ આપવાના છે, તારી પાસે દોઢ કલાક છે, તો એવું કર – સૌથી સરળ હોય તેને પહેલા પસંદ કર, તેનો જવાબ આપી દે જેથી ઓછા સમયમાં કામ – સરળતાથી જઇ જાય ને! આવું શીખવાડે છે ને? વન, ટુ, થ્રી, ફોર કોઇ નથી કહેતા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન યોગ્ય લાગે તો પહેલા છઠ્ઠાનો જવાબ લખો જેથી પછી સમય બચે. હું તો તમને કહીશ કે, આપણે એકવાર સરળ ચીજ હાથમાં લેશો તો, ત્યાં સુધીમાં તમે તેનાથી ટેવાઇ જશો,જેથી તમે ખૂબ સરળતાથી ચીજોને ચલાવી શકો છો. અને, આથી આત્મવિશ્વાસ બહુ મોટી વાત છે, પરીક્ષાને જીવનમાં ક્યારેય બોજ ના બનવા દેતા. જો આવું કરી લો તો, હું માનુ છુ કે, શરૂઆતમાં જે બે મિનિટ જાય છે, ગરબડ કરી જાય છે; બીજુ- જો ધ્યાન કેન્દ્રિત રાખશો તો મુશ્કેલી ઘણી ઓછી થઇ જશે. ક્યારેક ક્યારેક શું થાય છે કે, મન ભટકવા લાગે છે. પછી લાગે છે કે, આ શું કરી રહ્યું છે, સારું તેને પહેલો પ્રશ્ન કરો. આજુબાજુમાં કોણ શું કરે છે તેના પર ધ્યાન આપવાનું છોડો. તમારે શું કરવાનું છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. એક મિનિટમાં તમારી ગાડી ચાલવા લાગશે. કોઇ સમસ્યા નહીં આવે.
પ્રસ્તૂતકર્તા – આભાર, મહોદય. આપના પ્રેરક વાક્યો અમારા સૌના માટે પ્રેરણાદાયી છે. માનનીય પ્રધાનમંત્રીજી, વારાણસીની સેન્ટ્રલ હિન્દુ બોયઝ સ્કૂલમાં ધોરણ 12માં વિજ્ઞાનપ્રવાહનો વિદ્યાર્થી અભિષેકકુમાર ગુપ્તા આપણી વચ્ચે છે અને અભિષેક આપની પાસેથી પોતાના પ્રશ્નનો ઉકેલ જાણવા માંગે છે. અભિષેકકુમાર ગુપ્તા, તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – નમસ્કાર, માનનીય પ્રધાનમંત્રીજી. મારું નામ અભિષેકકુમાર ગુપ્તા છે અને હું વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ બોયઝ સ્કૂલ ધોરણ 12નો વિદ્યાર્થી છુ. આપને મારો પ્રશ્ન છે કે, સાહેબ, મને અને મારા કેટલાક સાથીઓને અમારી ક્ષમતાઓ વિશે અને કારકિર્દીના વિકલ્પો વિશે કંઇ સ્પષ્ટતા નથી. સાહેબ, આ વિશે અમે જ્યારે પણ વિચારીએ છીએ ને, ત્યારે કંઇજ સમજાતું નથી. અમે ભણવામાં તો હોંશિયાર છીએ સાહેબ, પરંતુ ભવિષ્યની યોજનાઓ અંગે અત્યાર સુધી કંઇ જ નક્કી થઇ શક્યું નથી. સાહેબ, કૃપા કરીને અમારું માર્ગદર્શન કરો. આભાર.
પ્રસ્તૂતકર્તા – થેન્ક યૂ અભિષેક. મહોદય, આને જ મળતો આવતો અન્ય એક પ્રશ્ન છે. આ જ શ્રેણીમાં હવે આપણી સાથે જોડાઇ રહી છે, બિહારથી જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ 11ની વિદ્યાર્થિની જુલી સાગર જે માનનીય પ્રધાનમંત્રી મહોદયને પોતાનો પ્રશ્ન પૂછવા માટે ઉત્સુક છે. કૃપા કરીને વીડિયો ચાલુ કરશો?
પ્રશ્નકર્તા – નમસ્કાર. હું જુલી સાગર, જવાહર નવોદય વિદ્યાલય, બિહારની વિદ્યાર્થિની છું. માનનીય પ્રધાનમંત્રીજી, હું આપને એ પૂછવા માંગુ છું કે, અમે વિદ્યાર્થીઓમાં છુપાયેલી ક્ષમતાનું મુલ્યાંકન કેવી રીતે કરી શકીએ? આભાર મહોદય.
પ્રસ્તૂતકર્તા – આભાર જુલી. મહોદય, હજુ પણ એક પ્રશ્ન આને મળતો આવતો છે. કેરળમાં કાર્મેલ પબ્લિક સ્કૂલની ધોરણ 9ની ઇરીન ડોમિનિક અહીં આપણી સાથે છે અને આપનું માર્ગદર્શન ઇચ્છે છે. ઇરીન તમારો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – ગુડ આફ્ટર નૂન માનનીય પ્રધાનમંત્રી સાહેબ. હું ઇરીન ડોમિનિક કેરળમાં કાર્મેલ પબ્લિક સ્કૂલમાં ધોરણ 9માં ભણું છું. મારો પ્રશ્ન છે કે, અમારે યોગ્ય કારકિર્દી પસંદ કરવાની છે, તો અમે અમારી અંદર છુપાયેલી શક્તિઓ કેવી રીતે પારખી શકીએ. કૃપા કરીને અમને માર્ગદર્શન આપો, સાહેબ. આભાર.
પ્રસ્તૂતકર્તા – આભાર ઇરીન. માનનીય મહોદય, જુલી, અભિષેક અને ઇરીન પોતાની પ્રતિભા અને જીવન લક્ષ્ય વિષયમાં આપનું માર્ગદર્શન ઇચ્છે છે. કૃપા કરીને કૃતાર્થ કરો.
પ્રધાનમંત્રી – તમારો સવાલ ઘણો ગંભીર છે, કારણ કે પોતાને જાણવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે. મને એક જૂની ઘટના યાદ છે. એક વખત એક લાયન્સ ક્લબમાં લોકોએ મને સ્પીચ આપવા માટે બોલાવ્યો હતો. આ લગભગ 40 વર્ષ પહેલાંની ઘટના હશે. અને, પછી જેવું સામાન્યપણે હોય છે તેમ, કહેવાયું કે તમારો પરિચય મોકલો. એ કાર્યક્રમમાં હું વક્તા હતો અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, તેઓ આ કાર્યક્રમના અધ્યક્ષ હતા, તેમને પણ ચિઠ્ઠી મોકલવામાં આવી કે, તમે તમારો પરિચય મોકલો. તો તેમણે, અંદાજે દસ પાનાનો પોતાનો બાયોડેટા મોકલ્યો હતો, તેમણે ક્યારે કામ કર્યું વગેરે. મને ચિઠ્ઠી આવી તો મે એક પોસ્ટકાર્ડ લખ્યું હતું કે, તમે મારા અંગે જણાવવા માટે કહ્યું છે, હું પોતાને જાણવાની કોશિશ કરી રહ્યો છુ તેથી હમણાં કંઇ કહી શકુ તેમ નથી. અને હાં, મજા તો ત્યાં આવી કે તેમનો પરિચય વાંચવામાં અંદાજે દસ મિનટ લાગી અને મારો પરિચય દસ સેકન્ડમાં જ પૂરો થઇ ગયો. એ વાત સાચી છે કે, પોતાને જાણવાનું કામ ખૂબ અઘરું છે. પરંતુ જાણવાની રીત શું હોય છે. જાણવાની રીત એ હોય છે કે, જો આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીએ, સંરક્ષિત જીવનમાંથી બહાર આવીએ તો, પોતાને ક્યાંકને ક્યાંક પડકારજનક મોડમાં લઇ આવીએ છીએ, ત્યારે ખબર પડે છે કે, હું આ કરી શકીશ કે નહીં કરી શકુ. આ કરવાની મારી ક્ષમતા છે કે નહીં. બીજુ, આપણે એવું વિચારી શકીએ છીએ કે, એક અઠવાડિયામાં આપણને દેખાય. જો આપણે થોડી પોતાની ડાયરી બનાવીએ તો કે આ અઠવાડિયામાં મેં મારા મનથી કયું કયું કામ કર્યું, પછી જુઓ કે ભાઇ તેમાં સૌથી વધુ આનંદ શામાં આવ્યો, એ કામ કયું હતું, ઓછો આનંદ આવ્યો તે કામ કયું હતું, સારું યાર, હું શા માટે ફાલતુમાં આ બધુ કરવા લાગ્યો. જો તમે તમારી આખા વર્ષની ડાયરી બનાવો તો તમને પોતાને ખબર પડશે કે મારી યોગ્યતા આ છે, મને આ સારું લાગે છે, આમાં હું સારી રીતે કામ કરી શકુ છુ અને આમાં તમને કોઇની મદદની જરૂર પડતી નથી. થોડા પોતાની રીતે, તમે જોયું હશે કે આજે આપણા, હું ડિપાર્ટમેન્ટના લોકોને અભિનંદન પાઠવવા માંગુ છુ કે, તેમણે શાળાના વિદ્યાર્થીઓને આજે, આ આખા કાર્યક્રમનું સંચાલન કરવાની તક આપી અને ખૂબ સારી રીતે તેઓ આ કામ કરી રહ્યાં છે. હવે શક્ય છે કે, આજ પછી તેમના મનમાં કોઇ વિચાર જાગશે કે, આ કામ હું કરી શકુ છુ. તેમના ટીચર હશે, તેમને પણ લાગશે કે, યાર જ્યારે પણ શાળામાં ફંકશન થશે ત્યારે આમને જવાબદારી સોંપીશું. મતલબ કે, એક તક મળી, તેણે તમને પોતાને તૈયાર કર્યા, હવે તમારો આત્મવિશ્વાસ બની જશે કે તમારામાં ટેલેન્ટ છે. આવું થશે કે નહીં થાય? આ કાર્યક્રમ પહેલાં કદાચ તમે વિચાર્યું નહીં હોય કે, હું આવું કરી શકુ છુ. પરંતુ આજે જરૂર વિચાર્યું હશે કે હું આ પણ કરી શકુ છુ. બની શકે કે, આને જ તમે પોતાનું પ્રોફેશન બનાવવાનું નક્કી કરી લો, તો તમે પોતે જોશો કે, પચાસ વસ્તુઓ વાંચશે, મોટા સાહિત્યની ચીજોની નોંધ બનાવશે અને વિચારશે કે મારે આ પ્રકારના ફંકશનમાં જવાનું છે તો આ બોલવું જોઇએ, આ પ્રકારના ફંકશનમાં જવાનું હોય તો આ બોલવું જોઇએ, આ તૈયારી કરશે નહીં કરે? મતલબ તેણે પોતાનું સામર્થ્ય જાણ્યું કે નથી જાણ્યું? તમારા જીવનમાં પણ આવી તકો આવતી હશે, જ્યારે તમને ક્યાંકને ક્યાંક તક મળી હશે. જો તેમાં સફળતા મળવાની તમને લાગણી અનુભવાય તો, ભાઇ હાં, મેં બરાબર કર્યું છે, તો તમારે તેમાં વધુ પારંગતતા મેળવવી જોઇએ, પોતાની આવડતને આગળ વધારવી જોઇએ. જો તમે આમ કરી શકો તો, તમે સરળતાથી કરી શકશો. પોતાની જાતને જાણી શકશો. બીજુ, કારકિર્દીનું પોતાનું એક મહત્વ હોય છે. દરેક વ્યક્તિ સાધુ ન બની શકે, ના ફકીર બની શકે. દરેકને કંઇકને કઇંક જવાબદારી સંભાળવાની હોય છે અને ક્યારેક ક્યારેક ઉત્તમ રીતે તે જવાબદારી સંભાળીને પણ આપણે દેશની ઉત્તમ સેવા કરી શકીએ છીએ. અને, આથી જીવનમાં કારકિર્દીનું મહાત્મય એટલું જ મહત્વપૂર્ણ છે, પરંતુ આ આવું કરે છે, એટલે સારું છે; પેલો આવું કરે છે એટલે સારું છે; તો ચાલો હું પણ આ કરી લઉં, તો તો પછી નિરાશ થવાના પ્રસંગો ઘણા આવે છે. પરંતુ મારામાં શક્તિ છે; હવે તમે જુઓ, કોઇ મા-બાપને તેમનું બાળક એમ કહે કે મને રસોઇ બનાવવાનું ખૂબ સારું લાગે છે – દીકરો જો રસોડામાં જતો રહે, માતા કેવી રીતે રસોઇ બનાવે છે તે જુએ તો, શરૂઆતમાં તો માતાને સારું લાગશે કે ચાલો મદદ કરી રહ્યો છે. બાદમાં, માતા ચોંકી ઉઠશે – શું આ તારું કામ છે, જા જઇને અભ્યાસ કર. તમને રસોડામાં એન્ટ્રી નહીં મળે. પરંતુ તેમને ખબર પડે કે, મારામાં આ વિદ્યા છે અને માની લો કે ઘણી મહેનત કરીને તે મોટો શેફ બની જાય તો, એ જ મા કહેશે કે, નાનો હતો ત્યારે, મેં તૈયાર કર્યો હતો.
કોઇ કામ ખરાબ નથી હોતું. એ વાત સાચી છે કે, એ બાળપણના સમયમાં તમારા સાથીઓને લાગશે કે, શું યાર, બે બે કલાક સુધી રસોડામાં જ રહે છે, પરંતુ શક્ય છે કે, આ નાની એવી રુચિ પણ તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. અને, શક્ય છે કે, તેમાં જો સામાજિક જવાબદારીની ભાવના હોય તો, એક સારો શેફ બનશે અને પછી નક્કી કરશે કે હું બાળકોમાં ન્યુટ્રીશન પર જ કામ કરીશ, બાળકોને શું ખાવું જોઇએ, કેવી રીતે રાંધવું જોઇએ; બોલો, તે કેટલો મોટો સોશિયલ સર્વિસકર્તા બની જશે. એક જ વ્યક્તિ કેવા કેવા માર્ગે પસાર થઇને જીવન જીવી શકે છે.
બીજી બાજુ પરીક્ષા આપવાની હોય છે, તે હિંમત સાથે આપવી જોઇએ. પરીક્ષાનું પ્રેશર ન હોવું જોઇએ, ડરવું જ ના જોઇએ, પોતાને હિંમત આપતા રહેવું જોઇએ. જીવનમાં જો એકાદ પ્રવેશ પરીક્ષામાં રહી જાઓ તો શું થયું, લાખો લોકો આપે છે, અમુક લોકો રહી જાય છે. આટલું મોટું ટેન્શન રાખવાની જરૂર નથી. આપણે ડરના કારણે ડગલું ના માંડીએ, તેનાથી ખરાબ અવસ્થા બીજી કઇ હોઇ શકે. આપણી મનોસ્થિતિ એવી હોવી જોઇએ કે, આપણે કોઇપણ સ્થિતિમાં મક્કમ થઇને આગળ વધવાનો પ્રયાસ કરીશું. એક વખત નિષ્ફળતા મળે તો તેમાંથી શીખીશું અને ફરીવાર કરીશું. આ મિજાજ તો વિદ્યાર્થીના જીવનમાં હોવો જ જોઇએ. અને, વિદ્યાર્થી હોવું માત્ર વિદ્યાર્થીકાળનો જ વિષય નથી. 24 વર્ષનો હોય, 25 વર્ષનો હોય, એવું નથી, જીવનભર અંદરના વિદ્યાર્થીને જીવિત રાખવો જોઇએ. ક્યારેય પણ, 80 વર્ષની ઉંમરે પણ વિદ્યાર્થીને ક્યારેય મરવા દેવો જોઇએ નહીં. જીવન જીવવાનો આ જ ઉત્તમ માર્ગ છે. નવું નવું શીખવું, નવું નવું જાણવું, નવું નવું ઓળખવું.
પ્રસ્તૂતકર્તા – આભાર, માનનીય પ્રધાનમંત્રીજી આપના માર્ગદર્શન બદલ. ખનીજ સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય, મનોરમ્ય પર્યટન સ્થળ ઝારખંડથી ધોરણ 12ની નિશા અગ્રવાલ પોતાનો પ્રશ્ન માનનીય પ્રધાનમંત્રીજીને પૂછવા માગે છે. શું અમે પ્રશ્ન પૂછી શકીએ છીએ?
પ્રશ્નકર્તા – હું નિશા અગ્રવાલ, ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્મૃતિ વિદ્યામંદિરમાં ધોરણ 12ની વિદ્યાર્થિની છું. માનનીય પ્રધાનમંત્રીજીને મારો પ્રશ્ન છે કે, બોર્ડની પરીક્ષા આવી રહી છે, સાથે સાથે હું યુપીએસઇ, જેઇઇ અને પીએમટી જેવી પરીક્ષાઓ અંગે પણ વિચારું છું. પરંતુ આ પરીક્ષાઓમાં ક્યારેક ક્યારેક સફળતા ન પણ મળે. કૃપા કરીને આ બાબતે અમને માર્ગદર્શન આપો. આભાર.
પ્રસ્તૂતકર્તા – આભાર નિશા. માન્યવર આપનો કોટી કોટી આભાર કે આપે અમારા મનના અનેકાનેક પ્રશ્નો અને અમારી જિજ્ઞાસાના ઉકેલ આપ્યા. આપના જેવા દીર્ઘદૃષ્ટા પ્રધાનમંત્રીને સાંભાળવાથી મન ભરાતું નથી. છતાં પણ આપના બહુમૂલ્ય સમયને ધ્યાનમાં રાખતા પરીક્ષા પે ચર્ચા 2020ના અંતિમ પ્રશ્ન માટે હું આમંત્રિત કરુ છુ પાંચ નદીઓના પ્રદેશ, ગુરુઓની ભૂમિ પંજાબની જીજીએસસી મલૂકા, ભટિંડાની હરદીપ કૌર, જે ધોરણ 12ની વિદ્યાર્થિની છે, જે માનનીય પ્રધાનમંત્રીજી પાસેથી પોતાના પ્રશ્નનો ઉકેલ ઇચ્છે છે. હરદીપ આપનો પ્રશ્ન પૂછો.
પ્રશ્નકર્તા – સત્ શ્રી અકાલ સાહેબ. હું હરદીપ કૌર ગવર્નમેન્ટ સિનિયર સેકેન્ડરી સ્કૂલ, મૂલકામાં ધોરણ 12ની વિદ્યાર્થિની, પંજાબની છું. સાહેબ, હું બોર્ડની પરીક્ષામાં તો સારા માર્ક્સ લાવી શકુ છું પરંતુ સાહેબ, જ્યારે વાત સ્પર્ધાત્મક પરીક્ષાની આવે તો મને ચિંતા થવા લાગે છે, ગભરાઇ જઉ છું. આ વિષયમાં હું આપની પાસેથી સલાહ લેવા માંગુ છું. આભાર.
પ્રસ્તૂતકર્તા – આભાર હરદીપ. મહોદય, હરદીપ અને નિશાની જિજ્ઞાસા પર માર્ગદર્શન આપવા વિનંતી.
પ્રધાનમંત્રી – સત્ શ્રી અકાલ. મારો આપ સૌને આગ્રહ છે કે, એટલા માટે નહીં કે તે પુસ્તક મેં લખ્યું છે પરંતુ જેમણે આ પ્રશ્ન કર્યો છે, તેમને જરૂર આગ્રહ કરીશ કે શક્ય હોય તો, આ બે દિવસમાં જ આપ પરીક્ષા પે ચર્ચા એક્ઝામ વોરિયર નામનું મારું જે પુસ્તક છે, વાસ્તવમાં તે મારું નથી, આપ સૌ લોકો દ્વારા જ ધીમે ધીમે તે પુસ્તક વધી રહ્યું છે, નવા નવા પાસા જોડાઇ રહ્યા છે. આપ સૌ તેને બે વખત વાંચો. આવનારા બે- ત્રણ દિવસમાં બે વાર વાંચો. બારમા ધોરણ સુધી સારું ભણ્યા છતાં પણ આગળની પરીક્ષામાં તણાવ રહે છે તેના વિશે તમને કોઇ સવાલ નહીં થાય. આ તણાવ શું ચીજ છે? આ તણાવ પરીક્ષાનો નથી. જે તણાવ તમે અનુભવી રહ્યા છો અને જેને તમે પરીક્ષાનો તણાવ કહો છો તે, પરીક્ષાનો તણાવ નથી. એ તણાવ તમારી અંદર એક, મનમાં એક મહત્વાકાંક્ષા પડી છે, એક આકાંક્ષા પડી છે કે મારે આ બનવું છે. તે બનવા માટે આ પરીક્ષા મારા માટે જીવન-મરણનો મુદ્દો છે. જો હું નાપાસ થઇશ તો આગળના બધા દરવાજા બંધ થઇ જશે. તમને પરીક્ષાની સફળતાનું ટેન્શન નથી, તમને પોતાને એક કારકિર્દી સાથે જે ઓળખ આપી દીધી છે, કે મારે આ બનવું છે, બનવા માટે આ રસ્તો છે, આ રસ્તામાં હું નહીં પહોંચી શકુ તો હું કદાચ જીવનમાં નિષ્ફળ થઇ જઇશ, આ ટેન્શન છે. જો તમે એક્ઝામ વોરિયર્સ પુસ્તક વાંચશો તો, તેનો ખૂબ જ સરળ જવાબ તેમાં આપેલો છે કે, તમે, અને હું હંમેશા, હું મારા જીવન માટે હંમેશા કહું છુ કે, આપણે ક્યારેય પણ બનવાના સપનાં ના જોવા જોઇએ. બનવાના સપનાંમાં હંમેશા નિરાશાની સંભાવના રહે છે કે, આપણને આ બનવાની ઇચ્છા હતી, ના બની શક્યા તો જીવન પણ નિષ્ફળ. પરંતુ જો કંઇક કરવાનું સપનું જોઇએ તો, જે પણ કરીશું તે સારું કરવાનું મન થશે. અને, આથી જીવનને બનવાના સપનાં સાથે જોડવાના બદલે કંઇક કરવાના સપનાં સાથે જોડવું જોઇએ. જો કંઇક કરવાના સપનાં સાથે જોડશો તો, તમને ક્યારેય પણ આ પરીક્ષાનું પ્રેશર નહીં રહે. આ માત્ર એક બારી છે, એક દરવાજો છે જે આગળ જવાનો માર્ગ ખોલી રહ્યો છે, પરંતુ આગળ જઇને એક જ રસ્તો નથી, સંખ્યાબંધ રસ્તા છે, અનેક ક્ષેત્ર છે. આખી દુનિયા મારા સામર્થ્યને સ્વીકાર કરવા માટે તૈયાર છે, જો આ મિજાજ રહેશે તો મને વિશ્વાસ છે કે, તમને આનો કોઇ તણાવ રહેશે નહીં.
હું ફરી એકવાર માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો હૃદયપૂર્વક આભાર માનુ છુ. હું દેશભરની શાળાઓનો આભાર માનુ છુ, ખાસ કરીને તેના તમામ શિક્ષકોનો આભાર માનુ છુ, હું તમામ વાલીઓનો આભાર માનુ છુ કે તેમણે સતત આ પરીક્ષા પે ચર્ચા, આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ મોટી મદદ કરી છે. આને આગળ વધાર્યો છે અને હિન્દુસ્તાનના તમામ રાજ્યોએ એક સકારાત્મક ભાવના સાથે આને જોડ્યો છે.
હું, આપ સૌ જ્યારે અહીં આવ્યા છો, મારી સમક્ષ, નવું ભારત છે મારી સમક્ષ. હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી આવેલા બાળકો અહીં છે. ભારત આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે નેતૃત્વ તમારા હાથમાં હશે, તે લોકો મારી સમક્ષ છે. અને, જો આજથી 30-40 વર્ષ પછી જ્યારે તમે સફળતાને હાંસલ કરશો અને જો હું જીવતો હોઇશ અને ક્યાંક મળી જઉ, તો હું ખૂબ જ ગર્વથી કહીશ કે, મને ખૂબ ગર્વ છે કે હું આજે જે લોકો આ વ્યવસ્થાને લીડરશીપ આપી રહ્યા છે, આ પરિસ્થિતિઓને બદલવાનું કામ કરી રહ્યા છે, આ લેબની અંદર નવી નવી ચીજો દુનિયાને આપી રહ્યા છે, આ એ લોકો છે તેમનું એક સમયે 2020માં, 20 જાન્યુઆરીએ દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હું ગર્વ અનુભવીશ કે, તમારા હાથમાં જ્યારે દેશનું નેતૃત્વ હશે અને હું ગર્વથી કહીશ કે, હા યાર, મેં ઘણા સમય પહેલાં પણ ક્યારેક આમને જોયા હતા. મારા જીવનમાં આનાથી મોટો સંતોષ બીજો શું હોઇ શકે.
આજ સંતોષ અને વિશ્વાસ સાથે – પરીક્ષા જીવન નથી, જીવનમાં પરીક્ષા એક મુકામ છે. તેનાથી વધુ દબાણ ન લેવું જોઇએ અને જ્યારે આજે દેશના લાકો, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ્સ, કરોડો બાળકો અને દુનિયાના પણ ઘણા બાળકો ઇન્ટરનેટના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે, તે સૌને હું એક જ વાત કહીશ કે, સંપૂર્ણ વિશ્વાસ સાથે આવનારી કાલ તમારી છે, તમારા પુરુષાર્થ અને પરિશ્રમથી આવનારી કાલ હિન્દુસ્તાનની છે અને તે વિશ્વાસ સાથે જ આપણે સૌ આગળ વધીએ, મારી આપ સૌને અનેક અનેક શુભેચ્છાઓ છે.
આપનામાંથી ઘણા બાળકો – મોટાભાગે આ જ પ્રશ્ન તમારા મનમાં હશે, પરંતુ ઘણા બાળકો છે જેઓ કદાચ ઘરેથી નીકળ્યા હશે, ત્યારે તો ટીવી ઇન્ટરવ્યુ પણ આપ્યો હશે કે, અમે પ્રધાનમંત્રીને પૂછવા માટે જઇ રહ્યા છીએ, અમે આ પ્રશ્ન પૂછીશું પરંતુ સૌને તક નહીં મળી હોય. હું આ બદલ આપની ક્ષમા માગુ છુ, કારણ કે સમયની મર્યાદાના કારણે કદાચ સૌને તક નથી આપી શક્યો. પરંતુ તમારી ભાવનાઓ હું સમજી શકુ છુ, તમારા પ્રશ્નોને વાંચુ છુ અને દરેક ક્ષણે તમારી સાથે સંકળાયેલા રહેવાનો પ્રયત્ન કરુ છુ, આગળ પણ કરતો રહીશ.
આજ એક ભાવના સાથે ફરી એક વખત આપ સૌને અનેક અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.
SD/DS/RP
My dear youngsters,
— PMO India (@PMOIndia) January 20, 2020
Your friend Narendra Modi is once again in your midst.
Let me begin by wishing you all a happy 2020: PM @narendramodi at #ParikshaPeCharcha2020 pic.twitter.com/2tGo6yjuVC
As Prime Minister one gets to attend numerous types of programme. Each of them provides a new set of experiences.
— PMO India (@PMOIndia) January 20, 2020
But, if someone asks me what is that one programme that touches your heart the most, I would say it is this one: PM @narendramodi #ParikshaPeCharcha2020 pic.twitter.com/dC9IYI7ao9
I also love attending Hackathons. They showcase the power and talent of India’s youth: PM @narendramodi #ParikshaPeCharcha2020
— PMO India (@PMOIndia) January 20, 2020
We have heard of #NoFilter.
— PMO India (@PMOIndia) January 20, 2020
Let this discussion also be free, light-hearted and interesting.
We may even make mistakes. And, in my case, if I make a mistake the friends in the media will love it too: PM @narendramodi #ParikshaPeCharcha2020 pic.twitter.com/LzEuipvPlw
Yashashri from Rajasthan asks PM @narendramodi - the board exams put our mood off. What do we do about it. pic.twitter.com/MuezZrwziE
— PMO India (@PMOIndia) January 20, 2020
Motivation, demotivation are very common. Everyone goes through these feelings.
— PMO India (@PMOIndia) January 20, 2020
In this regard, I can never forget my visit to @isro during Chadrayaan and the time spent with our hardworking scientists: PM @narendramodi #ParikshaPeCharcha2020
We can add enthusiasm to every aspect of life.
— PMO India (@PMOIndia) January 20, 2020
A temporary setback doesn’t mean success is not waiting.
Infact, a setback may mean the best is yet to come: PM @narendramodi
Do you remember the India-Australia test series in 2001?
— PMO India (@PMOIndia) January 20, 2020
Our cricket team was facing setbacks. The mood was not very good.
But, in those moments can we ever forget what Rahul Dravid and @VVSLaxman281 did. They turned the match around: PM @narendramodi #ParikshaPeCharcha2020
Similarly, who can forget @anilkumble1074 bowling with an injury. This is the power of motivation and positive thinking: PM @narendramodi #ParikshaPeCharcha2020
— PMO India (@PMOIndia) January 20, 2020
A student from Jabalpur, Anamika from Hyderabad and Riya from Delhi ask PM @narendramodi on the importance of extra-curricular activities along with studies. #ParikshaPeCharcha2020 pic.twitter.com/OBkzlhhKSd
— PMO India (@PMOIndia) January 20, 2020
Not pursuing an co-curricular activities can make a person like a robot.
— PMO India (@PMOIndia) January 20, 2020
Yes, this would require better time management.
Today opportunities are many and I hope youngsters make use of them: PM @narendramodi #ParikshaPeCharcha2020
What is not good is when the passion of the children becomes fashion statements for parents.
— PMO India (@PMOIndia) January 20, 2020
Extra-curricular activities needn’t be glamour driven.
Let each child pursue what he or she likes: PM @narendramodi #ParikshaPeCharcha2020
Students from Andaman and Nicobar and Sikkim ask PM @narendramodi on the importance of technology, especially in education. #ParikshaPeCharcha2020 pic.twitter.com/VBPOnKKLCN
— PMO India (@PMOIndia) January 20, 2020
Fear of technology is not good.
— PMO India (@PMOIndia) January 20, 2020
Technology is a friend.
Merely knowledge of technology isn’t enough. It’s application is as important: PM @narendramodi #ParikshaPeCharcha2020
Technological trends are changing quickly. It is essential to stay updated with these trends: PM @narendramodi #ParikshaPeCharcha2020
— PMO India (@PMOIndia) January 20, 2020
These days there is a common sight:
— PMO India (@PMOIndia) January 20, 2020
Four members of a family are seated but each of them is on the phone.
Can we think of a technology-free hour.
Or, mark a space where no technology is permitted. This way, we won’t get distracted by technology: PM @narendramodi
A very interesting question asked by a student from Arunachal Pradesh- on the importance of fundamental duties. #ParikshaPeCharcha2020 pic.twitter.com/haWDQj1pmd
— PMO India (@PMOIndia) January 20, 2020
Similar sentiment echoed by a student from Tamil Nadu. #ParikshaPeCharcha2020 pic.twitter.com/MVGZMYqnrm
— PMO India (@PMOIndia) January 20, 2020
The importance of Fundamental Duties was stated by Mahatma Gandhi: PM @narendramodi #ParikshaPeCharcha2020 pic.twitter.com/pYpStlwVE2
— PMO India (@PMOIndia) January 20, 2020
Today, I am talking to students who would be playing a key role in India’s development in 2047, when we mark a hundred years since independence.
— PMO India (@PMOIndia) January 20, 2020
I hope this generation takes it upon themselves to act on some of the Fundamental Duties enshrined in our Constitution: PM
More questions...
— PMO India (@PMOIndia) January 20, 2020
How to deal with pressure and expectations from parents and teachers. #ParikshaPeCharcha2020 pic.twitter.com/fFtNN8mb7S
PM @narendramodi talks about the burden of expectations. #ParikshaPeCharcha2020 pic.twitter.com/2efAElC6NT
— PMO India (@PMOIndia) January 20, 2020
The way ahead lies in pursuing, not pressurising children. Inspire children to do things that bring out their inner potential: PM @narendramodi #ParikshaPeCharcha2020
— PMO India (@PMOIndia) January 20, 2020
PM @narendramodi is now answering questions on more practical aspects relating to exams, such as the need for resting well.
— PMO India (@PMOIndia) January 20, 2020
Students ask him- do we study till late at night or wake up early and study.
Know what PM @narendramodi has to say...#ParikshaPeCharcha2020 pic.twitter.com/zUkqNgWNY3
We blank out when we see the paper for the first time, students tell PM @narendramodi. #ParikshaPeCharcha2020 pic.twitter.com/loqRQXXS4n
— PMO India (@PMOIndia) January 20, 2020
I would urge students to be confident about their own preparation.
— PMO India (@PMOIndia) January 20, 2020
Do not enter the exam hall with any sort of pressure.
Do not worry about what the others are doing.
Have faith in yourself and focus on what you’ve prepared: PM @narendramodi #ParikshaPeCharcha2020