પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પર્યાવરણ ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસ વચ્ચે સહયોગ અંગેના સમજુતી કરારો પર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી દેવામાં આવી છે.
સહયોગ અંગેના આ કરારો પર્યાવરણ સુરક્ષા અને કુદરતી સંસાધનોના વ્યવસ્થાપન ક્ષેત્રમાં નિષ્પક્ષતા, પારસ્પરીકતા અને પારસ્પરિક લાભના આધાર પર પ્રત્યેક દેશમાં લાગુ કરવામાં આવેલ કાયદાઓ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચે નજીકના અને લાંબા ગાળાના સહયોગને સ્થાપિત કરવામાં અને પ્રોત્સાહન આપવામાં સક્ષમ બનાવશે.
સહયોગ અંગેના આ કરારો વધુ સારી પર્યાવરણ સુરક્ષા, વધુ સારી સાચવણી, જળવાયું પરિવર્તનનું વધુ યોગ્ય વ્યવસ્થાપન અને વન્ય જીવન સંરક્ષણ/સુરક્ષામાં સુધારો લાવવા માટે જરૂરી તમામ આધુનિક ટેકનોલોજી અને શ્રેષ્ઠ પ્રણાલી લાવશે તેવી આશા છે.
J.Khunt/GP