Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પવિત્ર શ્રી અમરનાથ યાત્રાના શુભારંભ પર પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે, જેમાં આજથી શરૂ થઈ રહેલી પવિત્ર શ્રી અમરનાથ યાત્રા પર શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે:

वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः शक्यं समाकलयितुं यदीयरूपम् तं भक्तिभावसुलभं शरणं नतानां नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्

આ સુભાષિત કહે છે કે, “હું દરરોજ દયાળુ ભગવાન અમરનાથની પૂજા કરું છું, જેમના સ્વરૂપને વાણી, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અથવા કઠોર તપસ્યા દ્વારા પણ સમજી શકાતું નથી, જે ભક્તિભાવ દ્વારા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, અને જેઓ તેમની સમક્ષ નમન કરે છે તેમના આશ્રયદાતા છે.”

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

તમામ શિવભક્તોને પવિત્ર-પાવન શ્રી અમરનાથ યાત્રાના શુભારંભની અનંત શુભેચ્છાઓ! બાબા બર્ફાનીના દિવ્ય દર્શનની આ યાત્રા આપ સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે. જય બાબા બર્ફાની!

वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः शक्यं समाकलयितुं यदीयरूपम् तं भक्तिभावसुलभं शरणं नतानां नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्

SM/DK/JD