Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પશુચિકિત્સા વિશ્વવિદ્યાલય પ્રશિક્ષણ તથા અનુસંધાન કેન્દ્રની સ્થાપના માટે કેન્દ્રીય ઘેંટા અને ઉન સંશોધન સંસ્થાન અવિકાનગરની 50 એકર ભૂમિ રાજસ્થાન સરકારને હસ્તાંતરિત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રિમંડળે પશુચિકિત્સા વિશ્વવિદ્યાલય પ્રશિક્ષણ તથા સંશોધન કેન્દ્રની સ્થાપના માટે કેન્દ્રીય ઘેટાં અને ઉન સંશોધન સંસ્થાન (સીએસડબલ્યૂઆરઆઈ) અવિકાનગર તાલુકો માલપુરા, જિલ્લો ટોંક, રાજસ્થાનની 50 એકર જમીન રાજસ્થાન સરકારને હસ્તાંતરિત કરવાને પોતાની મંજૂરી આપી દીધી. આ જમીન ખર્ચ મુક્ત આધાર પર રાજસ્થાન પશુ ચિકિત્સા અને પશુ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બિકાનેર દ્વારા પશુચિકિત્સા વિશ્વવિદ્યાલય પ્રશિક્ષણ તથા સંશોધન કેન્દ્રની સ્થાપના માટે અપાઈ છે.

જમીન હસ્તાંતરણ માટે રાજસ્થાન સરકારને લેખિત રૂપમાં એ આપવાનું રહેશે કે હસ્તાંતરિત જમીનનો ઉપયોગ અભિવ્યક્ત ઉદ્દેશ માટે કરાશે અને સીએસડબલ્યૂઆરઆઈ/આઈસીએઆર કોઈપણ નાણાકીય ભાગીદારી વગર રાજસ્થાનમાં પશુચિકિત્સા અને પશુ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કાર્ય માટે આવશ્યક તકનીકી સમર્થન આપશે. કદાચ ભવિષ્યમાં પ્રશિક્ષણ કેન્દ્ર નહીં ચાલે તો 50 એકર જમીન સીએસડબલ્યૂઆરઆઈને પાછી આપવી પડશે અને સાથે ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મફત આપવું પડશે.

અવિકાનગરમાં કેન્દ્રની સ્થાપનાથી પારસ્પરિક લાભ માટે વિશ્વવિદ્યાલય અને સીએસડબલ્યૂઆરઆઈની વચ્ચે સહયોગ વધુ મજબૂત થશે. આ કેન્દ્ર ગ્રામીણ લોકો ખાસ કરીને મહિલાઓની આજીવિકા સુરક્ષા અને જાતિય સમાનતા વધારવાનું પ્રશિક્ષણ આપશે, જેથી ગ્રામીણ લોકો ખાસ કરીને મહિલાઓને સશક્ત બનાવી શકાય. સાથે-સાથે આ કેન્દ્ર ઉત્પાદકતા વધારવા અને પશુ ધનથી લાભ કમાવવા માટે ઓછા ખર્ચની પર્યાવરણ સહજ તકનીકી પણ પ્રદર્શિત કરશે.

AP/J.Khunt/GP