Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પાકિસ્તાનથી પરત આવેલી ગીતા પ્રધાનમંત્રીને મળી

ઘણાં વર્ષો પહેલાં આકસ્મિક રીતે સરહદ ઓળંગીને પાકિસ્તાન પહોંચી ગયેલી વિશિષ્ટ રીતે સક્ષમ (વિકલાંગ) ગીતા આજે (26 ઓક્ટોબર, 2015) સાંજે ભારત પરત આવી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળી હતી.

ગીતાએ પ્રધાનમંત્રી શ્રીને ઉષ્માભેર મળતાં પ્રધાનમંત્રી શ્રીએ તેને “ગીતા, ઘેર પરત આવવા બદલ તારું સ્વાગત છે” કહીને આવકારી હતી. તેમણે ગીતાને ખાતરી આપી હતી કે ગીતાના પરિવારને શોધવા તમામ પ્રયત્નો કરાશે અને તેની પૂરતી સંભાળ લેવાશે. પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે “સમગ્ર ભારત તારી સંભાળ લેશે.”

પ્રધાનમંત્રી શ્રીએ આટલાં બધાં વર્ષો સુધી પ્રેમ અને લાગણીપૂર્વક ગીતાની કાળજી રાખવા માટે કરાંચીના ઈધી ફાઉન્ડેશનના સ્થાપક સુશ્રી બિલ્કીસ બાનો ઈધીનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી શ્રીએ જાહેર કર્યું હતું કે માત્ર ગીતાની સંભાળ લેવા બદલ જ નહીં, પરંતુ ફાઉન્ડેશન જે રીતે અદ્ભુત કાર્યો કરી રહ્યું છે, તેના માટે પણ ભારત, ઈધી ફાઉન્ડેશનને રૂપિયા એક કરોડ પ્રશંસાના પ્રતીક તરીકે આપશે.

સુશ્રી બિલ્કીસ બાનો ઈધી ગુજરાતમાં જૂનાગઢ ખાતે બાંટવામાં જન્મેલા હોવાની જાણ થતાં, પ્રધાનમંત્રી શ્રીએ તેમને તેમના પરિવાર સાથે જૂનાગઢની મુલાકાત લેવા નિમંત્રણ આપ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત વિદેશી બાબતોનાં મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે પણ ગીતા પ્રત્યે દર્શાવેલા પ્રેમ અને લાગણી બદલ સુશ્રી બિલ્કીસ તેમજ ઈધી ફાઉન્ડેશનની પ્રશંસા કરી હતી.

AP/GP