પીએમઇન્ડિયા
પાકિસ્તાનના પ્રધાનમંત્રી મોહમ્મદ નવાઝ શરીફે આજે બપોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને પઠાનકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલા અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ પઠાનકોટ આતંકી હુમલા માટે જવાબદાર લોકો અને સંસ્થાઓ સામે ત્વરિત અને કડક પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. આ સંદર્ભમાં સ્પષ્ટ અને પગલા ભરી શકાય તેવી માહિતી પાકિસ્તાનને પૂરી પાડવામાં આવી છે.
પ્રધાનમંત્રી નવાઝ શરીફે પ્રધાનમંત્રી શ્રી મોદીને આશ્વાસન આપ્યું હતું કે તેમની સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ ત્વરિત અને નિર્ણયાત્મક કાર્યવાહી કરશે.
AP/J.Khunt