પીએમઇન્ડિયા
વિશાળ સંખ્યામાં પધારેલા ખેડૂત ભાઇઓ અને બહેનો, સહકારી ક્ષેત્રના તમામ મહાનુભાવ,
હું સૌથી પહેલા તો બસંતદાદા પાટીલની જન્મભૂમિના શુભારંભ પર તેમને આદરપૂર્વક અંજલિ આપું છું. સાર્વજનિક જીવનમાં જે ઉચ્ચ મૂલ્યોની તેમણે પ્રસ્થાપના કરી હતી. પરંતુ સાથે – સાથે પોતાના જીવનને ખેડૂતોની સાથે, સહકારની સાથે અને તેમાં પણ આધુનિકતા તરફ નિરંતર ચાલતા રહેવામાં તેમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે અને આજે આ સંસ્થાનો જે મજબૂત પાયો જોઇ રહ્યા છીએ તેમના મૂળમાં વસંતદાદા પાટીલજીની દીર્ઘદ્રષ્ટી, તેમનું યોગદાન તથા ભારતની જે અર્થકારક મૂળ ધારા છે, ગામ અને ખેડૂત સાથે જોડાયેલી રહે છે. તેમને યોગ્ય રીતે ઓળખીને તેને તાકાત આપવાનો નિરંતર પ્રયાસ, ઉપરાંત આગામી પેઢીઓને પણ ઉપકારક થવાનો છે.
આપણા દેશમાં જે ગતિથી કૃષિ ક્ષેત્રમાં અનુસંધાન થવા જોઇતા હતા, ટેક્નોલોજીનો ઉપયોગ વધવો જોઇતો હતો, દુનિયા જે ગતિથી આગળ વધી રહી છે, તેમાં આપણે ઘણા પાછળ રહી ગયા છીએ. આજે પણ વિશ્વમાં પ્રતિ એકર જે શેરડીના ખેતર છે, ઉત્પાદન છે તેની તુલનામાં આપણે ઘણા પાછળ છીએ. આજે પણ દુનિયામાં શેરડીમાં જે તેનું તત્વ હોય છે, આપણા દેશમાં આજે પણ તેમાં વિવિધતા છે. દક્ષિણમાં એક અનુભવ આવે છે, મધ્યમાં બીજો આવે છે, ઉત્તરમાં ત્રીજો આવે છે. અને એવા સમયે એક કર્મનિષ્ઠ સંસ્થા જે નિરંતર વૈજ્ઞાનિકને સાથે લઇને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ખેડૂત જે ભાષા સમજે તે ભાષામાં ખેતર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. હું નથી માનતો કે આ કોઇ નાનું કામ છે અને તેનું પરિણામ આપણે અનુભવી રહ્યા છીએ. આજે હું શરદરાવજીની સાથે ખેતરની મુલાકાતે ગયો હતો, મેં તમામ ચીજો સમજવાનો પ્રયાસ કર્યો હતો. મારી પણ આ ચીજોમાં થોડી જિજ્ઞાસા રહે છે. હું ક્યારેક પરેશાન થતો હતો કે શેરડીમાં જે પાણીથી સિંચાઇ થાય છે. અને ખેડૂતના દિમાગમાં ભરાઇ ગયું હતું કે જ્યાં સુધી ખેતર લબાલબ પાણીથી ન ભરાઇ જાય. ત્યાં સુધી પાક થઇ જ ન શકે.
હું ઘણા વર્ષો પહેલો મોરેશિયસ ગયો હતો, આ ચીજોને સમજવા માટે ત્યારે તો હું રાજકીય જીવનમાં નહોતો. અને મેં ત્યાં જોયું કે સ્પ્રિન્કલરથી તેમના ખેતરો લહેરાઇ રહ્યા હતા. પાણીથી ભરપૂર સિંચાઇ નહોતી. મેં આવીને કહ્યું અહીં, જ્યારે ખેડૂતોને વાત કરી, તો હું તેમના ગળામાં આ વાત ન ઊતારી શક્યો. આ ખૂબ જ જૂની વાત છે. તે સમયે હું તેમને સમજાવી રહ્યો હતો. તેમને જરા અલગ લાગી રહ્યું હતું કે આને શું સમજાતું હશે. પરંતુ હું પ્રયત્ન કરતો હતો કે ભાઇ એવું નથી. આપણે નાની સિંચાઇ દ્વારા પણ શેરડીમાં સારું પરિણામ લાવી શકીએ છીએ. અને અત્યારે મારા માટે આનંદની વાત એ છે કે પાણી જેવું સંકટ આપણે અનુભવી રહ્યા છીએ. અને વિશેષ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત. અહીંના ખેડૂતો ખૂબ જ ઝડપથી શેરડીમાં ટપક સિંચાઇ તરફ આગળ વધી રહ્યા છે. અને તેનો ફાયદો પણ દેખાઇ રહ્યો છે. જ્યાં ટપક સિંચાઇથી શેરડીનો પાક લેવાયો છે. ત્યાં પાકની ગુણવત્તા , પાકનો જથ્થો અને તેમાં શેરડીની સામગ્રી એ સ્તર પર સુધારો થયો છે. અને એટલા માટે ધીરે – ધીરે શેરડીના ઉદ્યોગોને પાણ લાગ્યું છે કે જો આપણે ટપક સિંચાઇ તરફ તેને પ્રોત્સાહિત કરીશું, તો અવશ્ય લાભ થશે.
અહીં જે રીસર્ચની સંસ્થાઓ ચાલી રહી છે. બે ચીજો છે જેની પર જો આપણે કામ કરીએ તો, મેં સરકારના આ વિભાગોની સાથે પહેલા એક વખત વાત કરી હતી. દુનિયામાં જે શેરડી છે તેની બે ગાંઠ છે. તેની બે ગાંઠ વચ્ચે અંતર વધારે હોય છે. આપણે અહીં જે શેરડી છે, તેની બે ગાંઠની વચ્ચે અંતર ઓછું હોય છે. તેના કારણે આપણને શેરડીની સામગ્રીમાં નુકસાન જાય છે. નકામી સામગ્રી વધારે નીકળે છે. આપણે આનુવંશિક હસ્તક્ષેપથી આપણી શેરડીમાં આ જે ગાંઠ હોય છે. એ તેનું અંતર કેવી રીતે વધે, જો તે વધે તો આપણી શેરડીની સામગ્રીમાં વધારો થશે. અને તેના કારણે જે પાણીનો વપરાશ છે તે પણ ઓછો થઇ શકે છે. કારણ કે ગાંઠના કારણે તેની વૃદ્ધિ વધારે તાકાતથી થાય છે. જો આ અંગે આપણે વધારે રીસર્ચ કરી શકીએ. પરંતુ આપણે તો ખાંડ પર કરીએ છીએ. આ સંસ્થા પણ તેના માટે કાર્યરત છે. પરંતુ વધુ એક ક્ષેત્ર છે. જેમાં જો શરદરાવજી પહેલ કરે અને અહીંના વૈજ્ઞાનિક કંઇક કામ કરે. અને બંને એક જ પ્રકારના કામ છે અને તે છે વાંસ. વાંસની ખેતીનું એક વૈશ્વિક માર્કેટ છે. પરંતુ આપણા દેશનું જે વાંસ છે, તે વાંસમાં પણ મુશ્કેલી એ છે કે તેની બે ગાંઠની વચ્ચેનું જે અંતર છે તે ખૂબ જ ઓછું છે. અને તેના કારણે વાંસથી બાકીની જે ચીજવસ્તુઓ બને છે. તેમાં આપણા ખેડૂતો જેટલું જોઇએ તેટલો ફાયદો મેળવી શકતા નથી. વાંસની ખેતીમાં પાણીની પણ જરૂરિયાત ઓછી તથા ઉત્પાદન વધે તેવી સંભાવના છે. જે આનુવંશિક હસ્તક્ષેપથી આપણે શેરડીમાં ફેરફાર લાવી શકીએ છીએ. મારું મોટું અનુમાન છે કે હું વૈજ્ઞાનિક નથી. વૈજ્ઞાનિકો તેમાં વધારે મદદ કરી શકે છે. વાંસમાં પણ આ પ્રકારના જ રિસર્ચની પદ્ધતિથી જો અહીં ચાલી શકે છે. અને આપણે વૈશ્વિક સ્પર્ધાત્મક ગુણવત્તા લાવી શકીએ તો આપણા દેશમાં એક નવી ખેતીનું અર્થતંત્ર આપણે પ્રારંભ કરી શકીએ છીએ. તે દિશામાં વિચારી શકાય છે.
બીજો જે વિષય છે. જમીન ઓછી થઇ રહી છે. ખેડૂતનો પરિવાર પેઢી દર પેઢી પોતાના બાળકોમાં જમીનના ટુકડા વહેંચી રહ્યો છે. જનસંખ્યા વૃદ્ધિના કારણે પણ કૃષિની જમીન ઓછી થવી અને બાકી ઉપયોગમાં વધારવી તે સ્વભાવિક બનતું જઇ રહ્યું છે. એવી સ્થિતિમાં ખેડૂતનું ભલું ત્યારે જ થશે, જ્યારે આપણે પ્રતિ હેક્ટર આપણી ઉત્પાદન ક્ષમતા વધારીશું. પ્રતિ હેક્ટર ઉત્પાદન ક્ષમતા મોટા મોટા ખાતરનો ઢગલો કરવાથી થાય છે તેમ નથી. વૈજ્ઞાનિક રીતે સમતુલિત ઉપયોગ કરવાથી જ થાય છે. આનંદની વાત એ છે કે પહેલા શેરડીનો ખેડૂત એ વાતને સ્વીકારવા માટે તૈયાર નહોતો કે આપણે બે શેરડીની લાઇનની વચ્ચે કોઇ ત્રીજો પાક પણ લઇ શકીએ છીએ. હવે આનંદની વાત એ છે કે ખાસ કરીને કઠોળ તૂવેર દાળ માટે મગની દાળ માટે ખેડૂત હવે શેરડીની વચ્ચે પણ ધીરે – ધીરે ખેતીનો પ્રારંભ કરી રહ્યો છે. અને જેમણે ટપક સિંચાઇથી કે સ્પ્રિન્કલરનો ઉપયોગ કર્યો છે. તેમના માટે ખૂબ જ સરળતા થઇ છે. એક પ્રકારથી બાય પ્રોડક્ટ છે. શેરડીથી જે તમને આવક થવાની હતી તે તો મળશે જ. આ વચ્ચે વાળી જે જગ્યા પડી હતી. તેમાં આ વધારાનો પાકના કારણે અમુક લોકો શાકભાજીમાં ગયા છે, અમુક લોકો ફૂલમાં ગયા છે અને મોટા ભાગે લોકો કઠોળમાં ગયા છે. અમે ઇચ્છીએ છીએ કે અમે કઠોળને પ્રોત્સાહન આપીએ. આજે પણ ભારતને મોટી સંખ્યામાં કઠોળનો એક ભાગ આયાત કરવો પડે છે. કઠોળની આપણી જરૂરિયાત ખૂબ જ છે. અને એટલા માટે આપણે શેરડીની સાથે સાથે કઠોળને પ્રોત્સાહન આપીએ, તો એક નિશ્ચિત માર્કેટની ગેરંટી છે. એકાદ વખત શેરડીમાં ઊતાર ચડાવ આવશે તો પણ આપણા ખેડૂતને તે એક વર્ષ સંકટમાંથી નીકળવા માટે પણ, આ વચ્ચેવાળી જે જગ્યા છે ખેતીની , તેનો એને ફાયદો મળી શકે છે. અને તે દિશામાં જેટલા પણ રિસર્ચ થઇ શકે તે રિસર્ચ કરવામાં આપણને જરૂરિયાત પૂરી પાડે છે.
અત્યાર સુધી શેરડી સાથે જોડાયેલો આપણો જે ખેડૂત હતો. તેનું સમગ્ર નસીબ ખાંડના કારખાના પર નિર્ભર રહેતું હતું. ખાંડનું કારખાનું જ તેનું ભાગ્ય નક્કી કરતું હતું. જ્યાં સહકારી પાયો મજબૂત રહ્યો અને વસંતદાદા પાટીલ કહો કે શરદરાવજીના પિતાજીના જમાનાની વાત કરીએ કે વૈકુઠ રાય મહેતા કરીને ગામના ખૂબ જ મોટા સહકારી કર્મનિષ્ઠ નેતા હતા. આ પેઢીએ તકોના એવા મૂળ રોપ્યા છે કે જેના કારણે આજે ગુજરાત મહારાષ્ટ્રના ખેડૂતોનો આ અનુભવ છે આ સહકારી પાયાના કારણે કંઇને કંઇ માત્રામાં સંકટોના સમયે તેમને મદદ મળી જાય છે. પરંતુ આ સમયની માગ છે કે આપણે આપણી વૃદ્ધિમાં વૈશ્વિક અર્થતંત્રને નજર અંદાજ ન કરીએ. દુનિયામાં જો શેરડી વધારે થઇ ગઇ, તો ભારતને ખૂબ જ ફટકો પડે છે. દુનિયામાં શેરડી ઓછી થઇ, તો ભારતને તક મળે છે. ક્યારેક ક્યારેક ભારત માટે માર્કેટની તક રહે છે પરંતુ દુષ્કાળ હોય છે, તો ખેડૂત તે સમયે દબાયેલો રહે છે, તો આપણે તે તકનો ફાયદો લઇ શકતા નથી. એક એવી અવસ્થામાંથી અપાણે આ ક્ષેત્રને સંભાળવું પડે છે. તેમાં એક માર્ગ છે, જેમાં નિશ્ચિત રીતે પેદા કરી શકીએ છીએ તે છે ઇથેનોલ.
આજે ભારતને ઊર્જાની આયાતમાં જે આપણી સૌથી વધુ વિદેશી મુદ્રા જાય છે. તે પેટ્રોલ, ડિઝલ, ઓઇલ આ બધામાં જાય છે. ઈથેનોલથી આપણે તેની આયાત કેવી રીતે ઓછી કરી શકીએ. આપણા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, દુનિયાના બ્રાઝિલ જેવા અનેક દેશ છે, જેમણે ઇથેનોલનો ઉપયોગ ઉત્તમથી ઉત્તમ રીતે કરીને પેટ્રોલ વગેરેને બચાવ્યું છે અને પર્યાવરણ માટે પણ અનૂકુળ વાહનવ્યવહાર સિસ્ટમ બનાવી છે. આપણે ભારતમાં તેની ઉપયોગીતા કેવી રીતે વધારીએ. છેલ્લા બે વર્ષમાં ઈથેનોલનું ઉત્પાદન અને તેના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે. ઇતિહાસમાં સૌથી વધારે આ 2015 – 16માં થયો છે. પરંતુ તેમ છતાં પણ આપણી ક્ષમતાના હિસાબથી આ કામ હજી પણ ઘણું પાછળ છે. અને એટલા માટે આપણા માટે જરૂરી છે કે નીતિઓ દ્વારા સપોર્ટ સિસ્ટમ દ્વારા આપણે તેમાં વધારો કરીએ, ખાસ કરીને ઈથેનોલ પર અને દેશમાં આયાત કેવી રીતે ઓછી કરી શકીએ. આપણા વાહનવ્યવહારની સિસ્ટમમાં અને ખાડીનું તેલ. મારો વિશ્વાસ છે કે આપણા દેશનો ખેડૂત ખાડીના તેલથી મુક્તિ અપાવીને ઝાડીના તેલથી દેશને આગળ વધારવાની તાકાત રાખે છે. આપણે તે ચીજોને બળ આપવું જોઇએ. અને સરકારે અમુક પ્રગતિશીલ નીતિની પહેલ કરી છે. પહેલી વખત ઇથેનોલમાં એક પ્રકારનું લચીલી કહીએ, પરંતુ એમએસપી ટાઇપ વ્યવસ્થા કરી જેથી માર્કેટ નિશ્ચિત થયું. અમુક શેરડીના કારખાના એવા છે જેમની પાસે ઇથેનોલ બનાવવાના પ્લાન્ટ નથી. અમે તેમને કહ્યું હતું કે તમે કોઇ બીજાનું કામ લો, અમે તમને વળતર પૂરું પાડીશું. અને તેના કારણે કુલ શેરડીનું જે ઉત્પાદન, શેરડીનું ઉત્પાદન તેની એટલી માત્રામાં ઇથેનોલની તરફ જવામાં આપણે સફળ થઇ શકીએ છીએ. શેરડીનું માર્કેટ નીચું જાય, ત્યારે પણ આપણે તેને સરભર કરી શકીએ છીએ. શેરડીના માર્કેટની મુશ્કેલી આવે, તો આપણે તેને બદલી શકીએ છીએ. તો અર્થતંત્રમાં સરભર થવાના રૂપમાં આ પ્રયોગ આપણને ખૂબ જ કામમાં આવી શકે તેમ છે.
અને બીજું એક ક્ષેત્ર છે સ્ટાર્ટ અપ્સથી. આ બાબત નિશ્ચિત છે કે નવીનતાની દિશામાં આપણે ઘણું બધુ કરવું પડશે. અને જેટલી નવીનતા એક ખેતરમાં થાય છે. તેનાથી પણ વધારે નવીનતા ખેતરમાં આજે એન્જિનીયરીંગ દ્વારા થઇ રહી છે. જેમ કે મેડિકલ સાયન્સ આખું ટેક્નોલોજી પર નિર્ભર રહે છે. ટેક્નોલોજી જે પૂરી રીતે મેડિકલ સાયન્સમાં ખૂબ જ મોટો ભાગ ભજવી રહી છે તે દિવસ દૂર નથી જ્યારે કૃષિના ક્ષેત્રમાં પણ ટેક્નોલોજી ખૂબ જ મોટો ભાગ ભજવશે. આપણે આપણા યુવાનોને, આપણા વૈજ્ઞાનિકોને, આપણે ટેક્નલોજી એક્સપર્ટને સ્ટાર્ટ અપ દ્વારા તક આપીએ, નવીનતાની તક આપીએ.
વસંતદાદા પાટીલની સંસ્થા દ્વારા આપણે શેરડી પર કેન્દ્રીત થઇને ખેતર તથા શેરડી અને તેની બાય પ્રોડક્ટ અને તેના માટે અમુક મશીનમાં નવીનતા મેં હમણા જોઇ, જે પ્રકારથી દૂધમાંથી ફેટ નીકળે છે, તેવી જ રીતે શેરડીના ઉત્પાદનમાં ફેટ, શરેડીની શું પરિસ્થિતિ છે, મશીનથી નીકાળવામાં આવી શકે છે. આ મશીન હવે પ્રચલિત થઇ રહ્યા છે. પરંતુ એવા ખૂબ જ નાના – નાના મશીન, આપણા નવી પેઢીના યુવા યુવાનો કરી શકે છે. સ્ટાર્ટ અપને આપણે બળ આપવાનું છે. આપણા સ્ટાર્ટ અપ જેટલી મોટી માત્રામાં કૃષિ ક્ષેત્રમાં આવશે, આપણા દેશના ખેડૂતને કૃષિ તથા તેમાં વધારો કરવા બંનેના કામમાં ખૂબ જ ઉપકારક સાબિત થશે. અને આ દ્રષ્ટિથી હું માનું છું કે આપણા દેશમાં જે ખેતીમાં જે બીજી ગ્રીડ ક્રાંતિની વાત થાય છે, તે ફક્ત ખેતરોની સાઇઝ અને કૃષિ ઉત્પાદન ત્યાં સુધી જ સિમિત ન રહી શકે. કૃષિ ઉત્પાદનના પ્રકાર આનુવંશિક હસ્તક્ષેપ, ટેક્નોલોજીમાં સુધારો, ગુણવત્તામાં સુધારો તથા માર્કેટ.
વર્તમાન સમયમાં સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દ્વારા ખેડૂતને સૌથી વધારે સુરક્ષિત કરનારી વીમા યોજના મૂકી છે. જમીન ચકાસણી કાર્યક્રમ દ્વારા ખેડૂતને પોતાની જમીનમાં શું, ખેડૂતની આ સમસ્યા રહેલી છે. જો બાજુ વાળો ખેડૂત લાલ ડબ્બાવાળી દવા લઇને આવ્યો અને જો તેની પર છાંટી દીધી તો તેને લાગે છે કે હું પણ લાલ ડબ્બાવાળી દવા લઇને આવું, જો બાજુવાળો ખેડૂત પીળો પાવડર નાંખી દે તો તેને લાગે છે કે હું પણ પીળો પાવડર નાંખી દઉં. બંનેની જમીનનો સ્વભાવ અલગ છે. બંનેની જમીનની જરૂરિયાત અલગ છે. એકની જમીનમાં અમુક ગુણ વધારે છે, બીજાની જમીનમાં બીજા ગુણ વધારે છે. જમીન ચકાસણી કાર્ડ દ્વારા આપણે પોતાની જમીનની તબિયત જાણીએ. મનુષ્યના શરીમાં જે પ્રકારથી આજે ડોક્ટર જ્યાં સુધી તમે લોહીની ચકાસણી ન કરાવો, યુરિન ટેસ્ટ ન કરાવો, રોગ અંગેનો રીપોર્ટ ન આવે, દવા આપતો નથી. જમીનનું પણ એવું જ છે. જેવું મનુષ્યનું શરીર હોય છે. આપણે પણ આપણું જમીન ચકાસણીનું કાર્ડ ખૂબ જ મોટી માત્રામાં આપણી સ્ટાર્ટ અપ સોઇલ ટેસ્ટીંગ લેબ બનાવી શકીએ છીએ. આપણા ખેડૂત પણ પોતાની સહકારી મંડળી ઊભી કરીને જમીન ચકાસણીની લેબ ઊભી કરી શકે છે. અને આપણા ખેડૂતને આદત પડવી જોઇએ કે દરેક વર્ષે પાક લીધા પહેલા એક વખત જમીનની તબિયતની ખબર લઇ લે અને તેના અનુસાર પોતાનું ટાઇમ ટેબલ બનાવે. તમે જોશો કે આપણો ખર્ચ ખૂબ જ ઓછો થઇ જશે.
મહારાષ્ટ્ર સરકારે એક મોટી પહેલ કરી છે, સોલર પમ્પની, સોલર પમ્પને આપણે ખેડૂતો સુધી લઇ જઇએ, તો આપણી ખેતીનો અસરકારક ખર્ચ, વિજળીનો ખર્ચ, પાણીનો ખર્ચ સૌથી વધારે થાય છે. સોલર પમ્પને ભારત સરકાર પણ મદદ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પણ પહેલ કરી છે, સહકારી યુનિટ પણ તેની સાથે જોડાયા. અને જો આપણે વિજળી બચાવીને સોલર દ્વારા ખેતીમાં ઉપયોગ લાવવાની દિશામાં જઇએ , તો ખેતીના ખર્ચ માટે આપણને ખૂબ જ લાભ થઇ શકે છે અને તે દિશામાં આપણે પ્રયાસ કરવો જોઇએ.
મને વિશ્વાસ છે કે તમે લોકો ખેતીના ક્ષેત્રમાં મારાથી હજાર ગણા અનુભવી હશો. અને મેં જોયું છે કે શરદરાવજીને, તે રાજકારણમાં કેટલાય પણ રચ્યા પચ્યા ન હોય, દિવસમાં કેટલાય રાજકીય કાર્યોના દબાણમાં કેમ ન આવ્યા હોય, પરંતુ જો ખેડૂતની વાત આવે, ખેતરની વાત આવે, તો તરત જ સક્રિય થઇ જઇને તે કામને હાથમાં લઇ લે છે. એટલું તેમનું સમર્પણ છે. તેમના આ સમર્પણને મેં જોયું છે. અને આ ફેબ્રુઆરીમાં સાર્વજનિક જીવનમાં પચાસ વર્ષ જનપ્રતિનિધિના રૂપમાં તેમનો સમય થઇ રહ્યો છે. હું અત્યારથી જ તેમને અભિનંદન પાઠવું છું. પચાસ વર્ષ સુધી બ્રેક વગર, જનપ્રતિનિધિના રૂપમાં પસંદ થઇને ચૂંટણી જે લડે છે, જીતે છે, તેમને ખબર છે કે કેવી રીતે જીંદગી જીવવી પડે છે. શરદરાવજીએ તે કરીને દર્શાવ્યું છે. અને એક ઉત્તમ ઉદાહરણ તમામ સાર્વજનિક જીવનના લોકો માટે, એક ઉત્તમ ઉદાહરણ તેમણે પ્રસ્તુત કર્યું છે.
જો કે આપણા દેવેન્દ્ર ફડનવીસજી , જો તેમનો હું નાગપુરની મ્યુનિસિપાલિટીમાં જે ચૂંટાઇને તે આવ્યા, કોર્પોરેટર તેમનો હિસાબ માંડુ તો તેમને પણ પચ્ચીસ વર્ષ, નોન- સ્ટોપ જનપ્રતિનિધિના થઇ રહ્યા છે કદાચ. આટલી નાની ઉંમરમાં જો તેમનો …. પરંતુ શરદ રાવનો એમએલએ અને એમપીવાળો મામલો છે. પોતાનામાં જ મોટી વિરાસત છે. સાર્વજનિક જીવનની એક મોટી પૂંજી છે. ખૂબ જ મોટી વિરાસત છે. હું વ્યક્તિગત રૂપથી શરદરાવનો અત્યંત આદર કરનારી વ્યક્તિઓમાં એક રહ્યો છું. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. તે હંમશાં મને આંગળી પકડીને ચાલવામાં મારી ઘણી મદદ કરતા હતા અને આ વાત સાર્વજનિક રૂપથી સ્વીકારવામાં હું ગર્વ અનુભવી રહ્યો છું. અને હું માનું છું કે સાર્વજનિક જીવન જનહિત માટે હોય છે.
ભાઇઓ અને બહેનો એક વાત હું આ વિષયથી હટીને કહેવા માગું છું. 8 તારીખ રાત્રે 8 વાગ્યે આપણે જાણીએ છીએ કે આપણા દુશ્મન આપણા દેશને તબાહ કરવા માટે તેમના દેશમાં જેટલા નાણા છાપતા હતા. તેમાંથી મોટાભાગે આપણા દેશમાં નકલી નોટ ઘૂસી જાય, ખોટી નોટ ઘૂસી જાય, તેવી રમત રમતા હતા. અને મોટી મોટી નોટ જે અસિમિત રૂપ છે. નક્સલવાદના રૂપમાં હોય, ઉગ્રવાદના નામથી ખંડણી કરી કરીને લોકો પાસેથી રૂપિયા લેતા હતા. જંગલોમાં વૃક્ષ નીચે દબાવી રાખતા હતા. હથિયાર લેતા હતા, આતંકવાદને બળ મળતું હતું. એમની આ જે ધોરીનસ છે જ્યાંથી તેમને પૈસા મળતા હતા. તેમને કાપવી ખૂબ જ જરૂરી હતી. એટલા માટે 8 તારીખ રાત્રે 8 વાગ્યે 1000 અને 500ની નોટ ખોટી નોટ, એ બધા પર એક મોટો નિર્ણય સરકારે લીધો છે. દેશની જનતાએ તેને જે આશીર્વાદ આપ્યા છે. હું તેના માટે દેશની જનતાનો આભારી છું. એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કારણ કે અહીં મોટી માત્રામાં ખેડૂત છે. એટલા માટે હું કહેવા માગું છું . ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે કે હવે 1000 અને 500ની નોટ ગઇ અને તમારી પાસે ખેતીથી કમાણી કરેલા જે પૈસા આવ્યા છે, તે બેન્કમાં જમા કરાવવા પડશે અને પછી મોદી તેની પર ટેક્સ લગાવશે. મારા ખેડૂત ભાઇઓ તમારી પર કોઇ ટેક્સ લાગવાનો નથી. તમે નિશ્ચિત બની જાઓ. આ દેશ તમારો છે , આ પૈસા તમારા છે, આ બેન્ક પણ તમારી છે, આ મોદી પણ તમારો છે. તો આ બધી ભ્રમજાળથી, પરંતુ એક વાત સાચી છે. મેં દેશની જનતાને 8 તારીખે જ 50 દિવસ માગ્યા હતા. કારણ કે એટલો મોટો ફેરફાર લાવવો તમને ખબર હશે, 1978માં જ્યારે જનતા પાર્ટીની સરકાર હતી, ત્યારે મોરારજીભાઇ દેસાઇ તેમણે 1000ની નોટ બંધ કરી હતી, હું કોઇ પહેલો નથી જેણે આ કામ કર્યું છે. ત્યાર બાદ યુપીએ સરકાર આવી હતી. તેમણે પચ્ચીસ પૈસા બંધ કર્યા હતા. તમને કદાચ યાદ હશે , તેમણે પચ્ચીસ પૈસા પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે એ તો તમે જાણો. પરંતુ મોરારજીભાઇએ 1000ની નોટ પર પ્રતિંબંધ લગાવ્યો હતો. પરંતુ તે સમયે રિઝર્વ બેન્કે કુલ 145 કરોડ રૂપિયા, 145 કરોડ રૂપિયાના મૂલ્યની 1000ની નોટ છાપી હતી અને તેમાં ફક્ત 80 કરોડ – ફક્ત 80 કરોડ લોકોમાં હતા, 65 કરોડ બેન્કોમાં પડ્યા હતા. બહાર નીકળ્યા પણ નહોતા. આ સમયે દેશમાં 500 તથા 1000ની નોટ તેની કિંમત લગભગ લગભગ 14 લાખ કરોડ રૂપિયા છે. ક્યાં 145 કરોડ અને ક્યાં 14 લાખ કરોડ અને તેનો ફાયદો દુશ્મનોએ સમાજ દ્રોહીયોએ ભ્રષ્ટાચારીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો છે. જો તેને મૂળમાંથી નહીં ઉખાડી ફેંકીએ તો દેશની ભાવી પેઢીના, તેના સપના પૂરા કરવાની આપણી વ્યવસ્થામાં અડચણ ઊભી થશે. અને એટલા માટે મારા સ્નેહી ભાઇઓ અને બહેનો, એ હું ન કહી શું કે એટલા મોટા નિર્ણયથી કોઇ તકલીફ નહીં થાય. મેં પહેલા દિવસે જ કહ્યું હતું અસુવિધા થશે. કષ્ટ થશે, તકલીફ થશે, પરંતુ તેને 70 વર્ષની બીમારી, એનાથી મુક્તિનો રસ્તો ખુલી જશે. મારા ભાઇઓ – બહેનો ભાવી પેઢી માટે રસ્તો ખુલી જશે. ગરીબ મધ્યમ વર્ગનો માણસ ગર્વની સાથે માથું ઊંચુ કરીને જીવી શકશે. હું દેશવાસીઓને આ ભગીરથ કામ માટે અમુક અસુવિધ માટે પણ સહયોગ કરવાનો આગ્રહ રાખું છું. અમુક લોકો હશે જેમની થોડી વધારે તકલીફ હશે. તે ખબર નહીં શું કરશે. પરંતુ તેમની મને વધારે ચિંતા નથી. મને ચિંતા દેશના સામાન્ય નાગરિકની છે.
અને હું તમને વિશ્વાસ અપાવું છું. તમને તમારી 500ની નોટ કોઇને 499માં પણ આપવાની જરૂર નથી. તમારા 500ના 500 તમારા હકના છે. તમને મળશે. તમારે 1000ની નોટમાંથી દસ રૂપિયા પણ કોઇને ઓછા કરવાની જરૂર નથી. તમારા 1000ના પૂરા 1000 મળશે. બસ મને 30 ડિસેમ્બર સુધીનો, મેં પચાસ દિવસનો સમય માગ્યો છે. વ્યવસ્થાઓ ચાલી રહી છે. હા, આ ચીજો 8 તારીખ પહેલા હું કરી જ શકતો નહોતો. નહીં તો આ ચીજો છુપાયેલી ન રહી હોત. આ લીક થઇ ગઇ હોત. અને લીક થઇ ગઇ હોત તો એના જે શહેનશાહ છે, જેમના ઘરમાં ગુણોને ગુણો ભરીને પડેલી છે, તેમણે તો એનું મેદાન મારી લીધું હોત. હું ગરીબ માટે છું, ગરીબના હક માટે છું. સામાન્ય માનવી માટે છું. સામાન્ય માનવીના હક માટે છું. એટલા માટે કષ્ટ થશે તેનો અંદાજ હતો. શરૂના અમુક દિવસો બેન્કોમાં પૈસા પહોંચાડવામાં તકલીફ થતી હતી. પરંતુ મને વિશ્વાસ છે કે દેશવાસી 30 ડિસેમ્બર સુધી મારી મદદ કરશે. દેશમાં સ્વચ્છતા લાવવા માટે, શુદ્ધિકરણ માટે પ્રામાણિકતાથી આ પર્વ માટે તમારો પૂરો સહયોગ રહેશે.
એવી જ એક અપેક્ષા સાથે ફરીથી એક વખત વસંતરાવ દાદાને ખૂબ ખૂબ અભિનંદન કરું છું. પ્રણામ કરું છું. શ્રદ્ધાંજલિ આપું છું અને આ શતાબ્દી વર્ષ ખેડૂતોના જીવનમાં ફેરફાર લાવવા માટે આધુનિક કૃષિની તરફ આપણને લઇ જનારું બને એ જ મારી શુભકામના છે. મને આ અવસર પર આવવાની તક મળી. હું શરદરાવનો હ્દયથી આભાર માનું છું કે મને તેમણે આટલા પ્રેમ તથા સન્માનની સાથે આટલા મોટા મહત્વપૂર્ણ અવસર પર નિમંત્રિત કર્યો. ખૂબ – ખૂબ ધન્યવાદ.
J.Khunt/TR/GP
We are talking about sugar but I also add- let us think about bamboo and how research will help our farmers: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2016
Let us think of globally competitive bamboo products: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2016
Important to think about higher land productivity: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2016
We have a requirement of pulses. Can we think about pulses in addition to sugar? There is an assured market for pulses: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2016
We cannot ignore the global economy when we are looking at the sugar industry: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2016
Farmers are misled that Modi will tax you. I assure my farmer sisters and brothers, no one will tax you. This nation belongs to you: PM
— PMO India (@PMOIndia) November 13, 2016