પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે માર્ચ, 2020 સુધી ચાલુ રાખવા માટે પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ (ડોનર) મંત્રાલયની નીચે મુજબની યોજનાઓને મંજૂરી આપી હતી.
• એનઈસીની યોજનાઓ અંતર્ગત – હાલ ચાલુ યોજનાઓ માટે વર્તમાન નાણાકીય સહાયનું સ્વરૂપ (90:10 આધારે) અને નવી યોજનાઓ માટે 100 ટકા કેન્દ્રીય નાણાકીય ભંડોળ સાથે વિશેષ વિકાસ યોજનાઓ.
• એનઈસી દ્વારા નાણાકીય ભંડોળ મેળવતી અન્ય યોજનાઓ માટે – મહેસૂલ અને મૂડીગત બંને – 100 ટકા કેન્દ્રીય ભંડોળ આધારિત વર્તમાન વલણ સાથે ચાલુ રહેશે.
• 100 ટકા કેન્દ્રીય સહાયથી સંચાલિત પૂર્વોત્તર માર્ગ ક્ષેત્ર વિકાસ યોજના (એનઈઆરએસડીએસ)નો વિસ્તાર.
• નોન-લેપ્સેબલ સેન્ટ્રલ પૂલ ઑફ રિસોર્સ (એનએલસીપીઆર-સી)નાં અમલ માટે એનઈસીને હસ્તાંતરિત કરવામા આવેલ છે.
• વિવિધ મંત્રાલયો / વિભાગોનાં પ્રયાસોમાં સમન્વય મારફતે સંસાધનોની અનુકૂળતા સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ.
એનઈસીની વર્તમાન યોજનાઓને આધિન યોજનાઓ એનએલસીપીઆર (કેન્દ્રીય) અને એનઈઆરએસડીએસ પૂર્વોત્તર ક્ષેત્રનાં લોકોનાં સામાજિક – આર્થિક લાભોમાં વધારો કરશે, જેથી આ લોકોની ક્ષમતાઓ અને આજીવિકા શ્રેષ્ઠ થશે.
હાલમાં 72.12 ટકાનાં મંજૂર ખર્ચ ધરાવતી મોટા ભાગની યોજનાઓ (840માંથી 599 યોજનાઓ) અને તમામ જાહેર થયેલી યોજનાઓ માટે બાકી ઋણનાં 66 ટકા (રૂ. 2299.72 કરોડમાંથી રૂ. 1518.64 કરોડ)નું નાણાકીય પોષણ ‘એનઈસી યોજનાઓ – વિશેષ વિકાસ યોજનાઓ’ મારફતે થાય છે, જે અંતર્ગત પસંદ કરેલ યોજનાઓ માટે ભંડોળને 90:10નાં આધારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેચવામાં આવે છે તથા તેનો અમલ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત થોડી રકમ – મહેસૂલી અને મૂડીગત બંનેને 100 ટકા કેન્દ્રીય નાણાકીય ભંડોળનાં આધારે આપવામાં આવે છે અને અમલીકરણ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ મારફતે થાય છે.
એનઈસીની યોજના – વિશેષ વિકાસ યોજના અગાઉનાં 90:10નાં આધારે સમૂહ અનુદાનનાં સ્થાને 100 ટકા સબસિડી સાથે એક કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ સ્વરૂપે પરિવર્તિત થઈ જશે. બાકીનો હિસ્સો હાલની જેમ 100 ટકા કેન્દ્રીય ભંડોળનાં આધારે નાણાકીય પોષણ મેળવશે.
ઉપરોક્ત ઉપરાંત એનઈસી મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક અંતઃરાજ્ય માર્ગોને સુધારવા માટે ‘ઉત્તરપૂર્વ માર્ગ ક્ષેત્ર વિકાસ યોજના – કાર્યક્રમ સંઘટક’નો પણ અમલ કરે છે. અમલીકરણ માટે એનઈસી પાસેથી દાતાને હસ્તાંતરિત આ યોજના 100 ટકા કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત છે. આ યોજના અંતર્ગત રૂ. 1000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
‘નોન લેપ્સેબલ સેન્ટ્રલ પૂલ ઑફ રિસોર્સીસ – સેન્ટ્રલ (એનએલસીપીઆર (સેન્ટ્રલ))’ નામની અન્ય એક યોજનાને અત્યારે મેસર્સ ડોનર દ્વારા નાણાકીય ભંડોળ પ્રદાન કરવામાં આવે છે, જે માજુલી ટાપુમાં ધસારાને નિયંત્રણમાં રાખવા અગરતલા-અખૌરા રેલ લિન્ક જેવી યોજનાઓને નિયંત્રિત કરતાં મંત્રાલયો/તેની સંસ્થાઓને સંસાધન ઉપલબ્ધ કરાવે છે. આ યોજનાનાં અમલ માટે એનઈસીને હસ્તાંતરિત કરવામા આવશે.
સૌપ્રથમ ભંડોળને રાજ્ય કે કેન્દ્રીય ઘટકમાં વહેંચવા માટે કોઈ સ્થાયી વ્યવસ્થા નહોતી. અત્યારે એનઈસીને ઉપલબ્ધ કુલ ભંડોળનાં બે ઘટકો (રાજ્યનો હિસ્સો – 60 ટકા અને કેન્દ્રનો હિસ્સો – 40 ટકા)માં વહેંચવામાં આવ્યો છે. રાજ્યનાં હિસ્સાનો ઉપયોગ દરેક રાજ્યમાં માપદંડ સંબંધિત ફાળવણીનાં આધારે તેમનાં હિસ્સા અનુસાર યોજનાઓ માટે કરવામાં આવશે. કેન્દ્રીય હિસ્સા માટે પ્રાદેશિક ગુણો ધરાવતી, આંતરમંત્રાલય યોજનાની જરૂરિયાત ધરાવતી યોજનાઓ શરૂ કરવામાં આવશે. વાંસ, સૂવર પાલન, પ્રાદેશિક પર્યટન, ઉચ્ચ શિક્ષણ, પછાત ક્ષેત્રોમાં તૃતીય સ્તર, સ્વાસ્થ્ય અને વિશેષ યુક્તિ, આજીવિકા યોજના, એનઈઆરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પદ્ધતિઓ, સર્વે અને તપાસ તથા એનઈઆર સંવર્ધન જેવા પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે.
ઉપરોક્ત દ્રારા પુનરાવર્તન ટાળવા માટે ડોનર અને એનઈસી વચ્ચે એક સ્પષ્ટ વિભાજન અને ક્ષેત્રો વચ્ચે વિભાજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
પૂર્વોત્તર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અન્ય બાબતો ઉપરાંત ડેસ્ટિનેશન અને સર્કિટ માટે ઉત્પાદન માળખાનાં વિકાસ (પીઆઈડીડીસી) અંતર્ગત પર્યટન ક્ષેત્રમાં બાકી ઋણનો પણ વિચાર કરી શકાય છે.
ઉપરાંત સંબંધિત મંત્રાલયો પાસેથી અને ડોનર મંત્રાલયનાં પ્રતિનિધિઓ સાથે સ્થાયી નાણાકીય સમિતિ (એસએફસી)ની જેમ એનઈસીની અધ્યક્ષતામાં 5થી 15 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતી યોજનાઓની મંજૂરી માટે એક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ અન્ય કેન્દ્રીય મંત્રાલયોનાં કાર્યક્રમોની સાથે સમન્વય સ્થાપિત કરવાનો અને એસએફસીની પ્રક્રિયા દ્વારા પુનરાવર્તન ટાળવાનો છે.
RP