પીએમઇન્ડિયા
પેરિસમાં આ વર્ષ બાદ યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલન (સીઓપી-21)ના ક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સમાન વિચારવાળા વિકાસશીલ દેશો (એલએમડીસી)ના પ્રતિનિધિમંડળના પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. ભારતે છેલ્લા બે દિવસોથી આ દેશોની એક બેઠક આયોજિત કરી છે.
પ્રતિનિધિઓ સાથે વાત કરતાં પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મુક્યો હતો કે વિશ્વ આજે જળવાયુ પરિવર્તનના પડકારથી અવગત છે તથા જળવાયુ આધારિત ન્યાયના સિદ્ધાંત વિશે તેમને અવગત કરાવવાની આવશક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે એવા માહોલનો વિરોધ કરવાનો છે, જેને વિકાસશીલ દેશો સહિત ખાસ સમૂહો દ્વારા કરવામાં આવી રહ્યું છે કે વિકાસ અને વૃદ્ધિ પર્યાવરણના દુશ્મન છે તથા આ પ્રકારે વિકાસ અન વૃદ્ધિનું કામ કરનારા તમામ દેશો દોષિત છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વએ એ વાત સાથે રાજી કરવું જોઇએ કે વિકાસશીલ દેશ પર્યાવરણના દુશ્મન નથી.
પ્રધાનમંત્રીએ સુઝાવ આપ્યો હતો કે વિશ્વ ભરમાં વિકસીત અને વિકાસશીલ દેશોમાં પર્યાવરણ સાથે જોડાયેલા વિષયો પર સ્કૂલ પાઠ્યક્રમ હોવો જોઇએ જેથી જળવાયુ પરિવર્તન વિરુદ્ધ સંઘર્ષમાં સાધવામાં આવેલા લક્ષ્યાંકો સાથે યુવા પેઢીનો વિકાસ થાય.
પ્રધાનમંત્રીએ વિકસીત દેશો માટે પોતાના ન્યાયપૂર્ણ વિકાસની આકાંક્ષાઓને પૂરી કરવાના ક્રમમાં સ્વચ્છ ટેક્નોલોજીમાં ભાગીદારી કરવા અને જળવાયુ પરિવર્તન સાથે મુકાબલો કરવા માટે વિકાસશીલ દેશોની નાણાકિય સહાયતા પ્રદાન કરવા સાથે જોડાયેલી તેમની પ્રતિબદ્ધતાને પૂરી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિકસીત દેશોની સામે ઉત્સર્જન સાથે જોડાયેલા કપાતનું લક્ષ્ય હોવું જોઇએ, વિકાસશીલ દેશોને રિન્યુએબલ ઉર્જા તથા લીલી ઇમારતો જેવી પહેલ અંગે પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંકો પર કામ કરવું જોઇએ.
પ્રધાનમંત્રીએ ઉર્જાનો ઉપયોગ ઘટાડવા માટે રહેણીકરણીમાં ફેરફાર લાવવાનું આહ્નવાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારત જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દા પર એલએમડીસી સાથે ખભાથી ખભો મેળવીને ઉભું છે.
વાતચીત દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત હતા.
UM/J.Khunt/GP
Had a fruitful meeting with Heads of Delegations of Like-Minded Developing Countries, in the run-up to COP-21. http://t.co/ROGbgOm0od
— Narendra Modi (@narendramodi) September 15, 2015