પીએમઇન્ડિયા
મને અહીંયા આવવાનો અવસર મળ્યો અને જે રીતે પ્રધાનમંત્રીજીએ, પોર્ટુગલની સરકારે અહીંયાના લોકોએ અમારું સ્વાગત સત્કાર કર્યો. તેના માટે હું તેમનો ખૂબ આભારી છું અને આ સ્વાગત સન્માન એક વ્યક્તિનું નહીં સવા સો કરોડ હિન્દુસ્તાનીઓનું સ્વાગત છે.
આ રાધાકૃષ્ણ મંદિર એક પ્રકારે અહીંની સામાજિક ચેતનાનું પ્રતિક છે. બધા જ સંપ્રદાયના લોકો, તેમના પ્રતિનિધિઓને આજે મળવાનું મને સૌભાગ્ય મળ્યું છે. કોઈ ભેદ રેખા નથી અને આ જ ભારતની વિશેષતા છે, આ વિવિધતા એ જ ભારતની ઓળખ છે અને એ જ ભારતની તાકાત છે.
પાછળના દિવસોમાં પોર્ટુગલમાં જંગલમાં લાગેલી આગના કારણે એક બહુ મોટો અકસ્માત થઇ ગયો. અનેક નિર્દોષ લોકો તે આગમાં શિકાર બન્યા. જે જે લોકોના મોત થયા તે સૌના પ્રત્યે, એ બધાના પ્રત્યે હું આદરપૂર્વક શ્રદ્ધાંજલિ વ્યકત કરું છું અને તેમના પરિવારજનોને પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.
પોર્ટુગલનો ભારતના સંસ્કૃતિક વિરાસતના રૂપમાં એક સંબંધ રહ્યો છે, ઘણી ઘનિષ્ઠા રહી છે. પરંતુ ગુજરાતની સાથે તેમનો એક ખાસ સંબંધ રહ્યો છે. આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે વાસ્કો ડી ગામા જયારે ભારત પહોંચ્યા તો કહે છે – એક ગુજરાતી કાનજી માલમે વાસ્કો ડી ગામાનું માર્ગદર્શન કર્યું અને તેની મદદથી તે વાસ્કો ડી ગામા ભારત પહોંચ્યા. કાનજી માલમ ગુજરાતથી નીકળ્યા, આફ્રિકામાં સ્થાયી થયા, ત્યાં એક બંદરગાહ પર તેમની મુલાકાત વાસ્કો ડી ગામા સાથે થઇ અને ત્યાંથી જ ભારત જવાની તેમની યાત્રા શરુ થઇ. તો આ રીતે કાનજી માલમના માધ્યમથી સમગ્ર યુરોપના ભારત સાથે વ્યાપારી સંબંધોની શરૂઆત થઇ ગઈ અને પોર્ટુગલનું તેમાં ઘણું મહત્વ છે. તો આ સંબંધ તેમની સાથે આપણો રહ્યો છે, જૂનો સંબંધ રહ્યો છે.
એ વાત સાચી છે કે 70 વર્ષમાં પહેલી વાર હિન્દુસ્તાનથી કોઈ પ્રધાનમંત્રી દ્વિપક્ષીય મુલાકાત માટે અહીંયા આવ્યા હતા અને તે સૌભાગ્ય મને મળ્યું છે. જયારે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા તો તેઓ અહીંયા આવ્યા હતા પરંતુ તે સમયે તેમની યાત્રા દ્વિપક્ષીય યાત્રાના રૂપમાં નહોતી, યુરોપીય સંઘની એક કોન્ફરન્સ માટે તેઓ આવ્યા હતા. મને એ સૌભાગ્ય મળ્યું છે આજે આવવાનું અને અનેક વિષયો પર જેમ પ્રધાનમંત્રીજીએ જણાવ્યું અનેક વિષયો પર ચર્ચાઓ થઇ, અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા અને ભારત અને પોર્ટુગલ ખભેથી ખભો મિલાવીને, અમારા બંનેની પાસે જે અનુભવો છે, બંનેની પાસે જે શક્તિ છે, બંનેની જે જરૂરિયાત છે, તેને લઈને આગળ વધવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.
પોર્ટુગલના મહાન નેતા શ્રી મારિયો સોઅર્સ 1992માં ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાનના રૂપમાં પધાર્યા હતા. તેમના જ સમયગાળામાં ભારત અને પોર્ટુગલના સંબંધોને એક નવી ઊર્જા, નવી ચેતના મળી હતી અને જયારે પ્રધાનમંત્રીજી ભારતમાં હતા, તે સમયે જ તેમનો અહીંયા સ્વર્ગવાસ થયો, તો ભારતના લોકોએ પ્રવાસી ભારતીય દિવસમાં સામૂહિક રૂપે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તો આ આદરભાવ પોર્ટુગલ સાથે ભારતનો બનેલો છે.
પાછલા દિવસોમાં મને અહીંયાના પૂર્વ પ્રધાનમંત્રી અને હવે સંયુક્ત રાષ્ટ્રસંઘના જનરલ સચિવ શ્રીમાન એન્ટોનિયો ગુટેરેસને રશિયામાં મળવાનું સૌભાગ્ય મળ્યું અને હું એટલો ખુશ હતો કે તેમની સાથે વાતોમાં તેમણે યોગ પર એટલી ઊંડાણપૂર્વકની ચર્ચા કરી મારી સાથે. તેમણે કહ્યું મારા પરિવારના બધા જ લોકો યોગ સાથે જોડાયેલા છે. યોગ પ્રત્યે તેમનો આદર ભાવ અને આજે પણ મેં જોયું અહીંયાના નાગરિકોએ યોગનું ઘણું સરસ ઉત્તમ પ્રદર્શન કર્યું. ઓમકાર મંત્રના જાપ કર્યા, ઓમ નમઃ શિવાયના જાપ કર્યા અને યોગને મને..આજે પ્રધાનમંત્રીજી મારી સાથે ચર્ચા કરી રહ્યા હતા સમગ્રતઃ આરોગ્ય સંભાળની, નિરોધક આરોગ્ય સંભાળની, ઓછી ખર્ચાળ આરોગ્ય સંભાળની અને તે સૌની અંદર તેઓ ખૂબ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા હતા કે અમે પોર્ટુગલમાં યોગના માધ્યમથી આરોગ્યની ચળવળ અને શાળાઓમાં પણ યોગના માધ્યમથી બાળકોને પ્રશિક્ષિત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. હું પ્રધાનમંત્રીજીને હૃદયથી અભિનંદન આપી રહ્યો છું કે યોગના આંદોલનને આગળ વધારવામાં સમગ્ર યુરોપમાં પોર્ટુગલ આગેવાની કરી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોમાં 21 જૂને પણ જયારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, સમગ્ર વિશ્વ યોગ ઉજવી રહ્યું હતું, તે સમયે પોર્ટુગલે પણ ઘણી મોટી માત્રામાં ઉત્સાહ અને ઉમંગ સાથે તેમાં ભાગ લીધો હતો. હું પોર્ટુગલના યોગ પ્રેમી ભાઈઓ બહેનોને પણ હૃદયથી અભિનંદન આપું છું. અને માનવ કલ્યાણ માટે શૂન્ય મુલ્ય આરોગ્ય સંભાળ માટે યોગની જે ચળવળ ચાલી રહી છે તેને જયારે પ્રધાનમંત્રીજી પોતે આશીર્વાદ આપી રહ્યા છે, મને વિશ્વાસ છે કે પોર્ટુગલની ભાવી પેઢીના જીવન માટે આ તેમની ખૂબ મોટી ભેટ બનવાની છે અને આવનારી સદીઓ સુધી લોકો તેને યાદ કરવાના છે.
પોર્ટુગલે સ્ટાર્ટ અપની દુનિયામાં પોતાનું નામ કમાયું છે. અહીંના યુવાનોએ, તેમના કૌશલ્યએ અને સરકારની પ્રો-એક્ટીવ નીતિઓના કારણે સ્ટાર્ટ અપ આંદોલનને એક ઘણું મોટું બળ મળ્યું છે. અને પોર્ટુગલ એક રીતે સ્ટાર્ટ અપનું એક ઘણું મોટું હબ બની શકે છે. આજે ભારતે અને પોર્ટુગલે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. જેમાં સ્ટાર્ટ અપના ક્ષેત્રમાં, આવિષ્કારના ક્ષેત્રમાં કામ કરનારા નવયુવાનો મળીને પોતાના અનુભવો વહેંચીને, પોતાની સિદ્ધિઓ વહેંચીને એક વૈશ્વિક મંચના નિર્માણની દિશામાં આગળ વધે એવી આશા છે. છેલ્લા દિવસોમાં જયારે સ્ટાર્ટ અપ આંદોલન અહીંયા થયું હતું ભારતમાંથી સાતસોથી વધુ સ્ટાર્ટ અપ લઈને કામ કરવાવાળા નવીનીકરણમાં જોડાયેલા બધા જ નવયુવાનો અહીંયા આવ્યા હતા અને એક મોટો પ્રેરણાદાયી કાર્યક્રમ, એક મોટી પ્રેરણાનું કામ અહીંયા થયું હતું.
પોર્ટુગલ ખેલકૂદની દુનિયામાં પણ ભારત સાથે જોડાયેલું છે. અને જયારે રમતોની ચર્ચા આવે છે તો ક્રિસ્ટીઆનો રોનાલ્ડોને કોણ યાદ નહીં કરે. આવા આવા ક્ષમતાવાન લોકો ફૂટબોલની દુનિયા માટે પ્રેરક છે. ભારતમાં પણ રોનાલ્ડોનું નામ સાંભળતા જ ફૂટબોલના ખેલાડીઓમાં એક નવી ઊર્જા અને ચેતના આવી જાય છે. તો આ એક પ્રકારે અનેક ક્ષેત્રો છે કે જેમાં આપણે ઘણું બધું સાથે મળીને કામ કરી શકીએ છીએ. આપણા લોકશાહી મુલ્યો છે. આપણે વિશ્વના બધા જ સમૂદાયોને પોતાની સાથે લઈને ચાલવાવાળા સ્વભાવના દેશો છીએ. આપણે મળીને માત્ર ભારત અને પોર્ટુગલનું જ હિત ના કરીએ પરંતુ આપણે મળીને વિશ્વના હિતમાં પણ આપણું પોતાનું ઘણું મોટું યોગદાન આપી શકીએ છીએ અને આજે તે અવસર હું જોઈ રહ્યો છું, અહીંની તાકાતને હું અનુભવી રહ્યો છું.
ભાઈઓ બહેનો ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યો છે. ભારત ભાગ્યશાળી છે કે તે આજે યુવા દેશ છે. 65 ટકા જનસંખ્યા 35થી ઓછી ઉંમરની. જે દેશની પાસે આવી યુવાની હોય, તે દેશના સપનાઓ પણ યુવાન હોય છે અને તે યુવાન સપનાઓનું સામર્થ્ય પણ કંઈક અલગ જ હોય છે. અને તેને લઈને ભારત નવી સીમાઓને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં ભારત આજે વિકાસની ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી મને દેશમાં પ્રધાન સેવકના રૂપમાં સેવા કરવાનો અવસર મળ્યો છે અને તમે અનુભવ કરતા હશો તમારી પાસે સમાચારો આવતા હશે અને આજકાલ તો સોશિયલ મીડિયાના કારણે ઘણી બધી વાતો ખૂબ સરળતાથી મળી જાય છે. તમારામાંથી ઘણા લોકો જે કદાચ નરેન્દ્ર મોદી એપને પણ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી હશે. ના કરી હોય તો જરૂરથી કરી લેજો. હું પ્રત્યેક પળે, પ્રત્યેક ક્ષણે તમારા ખિસ્સામાં રહું છું. તમારી પાસે મોબાઇલ ફોનમાં હાજર રહું છું. ભારતની દરેક ગતિવિધિનો પરિચય, વિકાસ કેટલી ઝડપથી થઇ રહ્યો છે, કેટલા ક્ષેત્રોમાં થઇ રહ્યો છે તમને માહિતી મળતી હશે.
અવકાશની દુનિયામાં ભારતના યુવાનોએ, ભારતના વૈજ્ઞાનિકોએ કમાલ કરીને દેખાડી દીધી. કાલે જ 30 નેનો સેટેલાઈટસ લોન્ચ કરવાનું કામ ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોએ કર્યું. થોડા દિવસો પહેલા જ અમારા અવકાશ વૈજ્ઞાનિકોએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો. એક સાથે 104 સેટેલાઈટસને લોન્ચ કરતા વિશ્વ આશ્ચર્યચકિત થયું હતું. આ શક્તિ ભારતની પાસે છે તો ભારત એક નવીન ઊર્જા સાથે વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે.
આર્થિક ક્ષેત્રમાં પણ અનેક અવનવા પરિવર્તનો આવી રહ્યા છે. નિયમોમાં બદલાવ આવી રહ્યા છે. સીધા વિદેશી મૂડી રોકાણ માટે અનેક દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. ભારતમાં 21મી સદીને અનુકુળ માળખાગત બંધારણ બન્યું. અમારી રેલ, રોડ 21મી સદીને અનુકુળ વૈશ્વિક બેન્ચમાર્કવાળી કેવી રીતે બને તે દિશામાં આ દિવસોમાં ભારત સતત પ્રયત્ન કરી રહ્યું છે. ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
ભારતે પ્રવાસનની દ્રષ્ટીએ પણ પહેલાની સરખામણીએ ઘણી મોટી માત્રામાં વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભારતને જાણવું, ઓળખવું, ભારતથી કૈક મેળવવું એ વિશ્વમાં એક આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. છેલ્લા એક વર્ષમાં જ ઘણી મોટી માત્રામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા ભારતમાં વધી રહી છે. દરેક ક્ષેત્રમાં ભારત વિકાસની નવી ઊંચાઈઓને પાર કરી રહ્યું છે.
અને મને વિશ્વાસ છે કે વિશ્વમાં ફેલાયેલા મારા ભારતીય સમૂદાયના ભાઈ બહેનો અને અમને ખુશી છે કે ભારતીયો જ્યાં પણ ગયા છે, ત્યાં તેમની પરંપરાઓને જાળવી રાખી છે. પોતાની સંસ્કૃતિક વિરાસતને સાચવી રાખી. અહીંયા ઘણા બધા લોકો હશે, કોઈ બે પેઢી વાળા હશે, કોઈ ત્રીજી પેઢીના હશે, કોઈ નવી પેઢીના હશે, પરંતુ આજે પણ પોતાની તે મહાન પરંપરાઓ પ્રત્યે તેમને એટલો જ ગર્વ છે. પરંતુ સાથે સાથે જે માટીનો રોટલો ખાય છે, જેનું મીઠું ખાય છે તે દેશ માટે પણ દિલજાનથી કામ કરે છે. તમે લોકો પોર્ટુગલના માટે પણ તે જ ભાવથી કામ કરી રહ્યા છો, સમર્પિત ભાવથી કામ કરી રહ્યા છો અને દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો ગયા છે, તે સમાજની સાથે હળીમળી જવું, તે સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપવું, જેટલું પણ હકારાત્મક કરવું છે તે કરતા રહેવું, પોતાની પરંપરાને નિભાવીને કરતા રહેવું એ ભારતીય સમાજની વિશેષતા રહી છે. સર્વ સમાવેશિતા એ સ્વભાવ છે આપણો, કારણકે ભારતમાં આપણું પાલન પોષણ જે દેશમાં સો ભાષાઓ બોલવામાં આવે છે. જે દેશની અંદર 1700થી પણ વધુ બોલીઓ હોય, જે દેશમાં દર 20 માઈલ પછી ખાણીપીણીનો નવો સ્વાદ મળતો હોય. આટલી વિવિધતાઓની વચ્ચે જે ઉછર્યા છે. તે દુનિયાની દરેક વિવિધતાને પોતાનામાં સમાહિત કરવાનું સામર્થ્ય ધરાવે છે અને તે સંસ્કારોના કારણે આજે વિશ્વમાં એક સ્વીકૃત સમાજના નાતે એક સ્વીકૃત સમાજની દ્રષ્ટીએ ભારતીય સમાજે જગ્યા બનાવી છે. આ કામ તમે કર્યું છે, તમારા પૂર્વજોએ કર્યું છે. એક રીતે ભારતના સાચા રાજદૂતના રૂપમાં આપ સૌ મારા ભારતવાસીઓ કામ કરી રહ્યા છો. હું તમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.
આજે તમારી વચ્ચે આવવાનો અવસર મળ્યો. ખૂબ ખૂબ આભાર. આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિવા પોર્ટુગલ.
TR
At the Comunidade Hindu de Portugal, a temple in Lisbon. pic.twitter.com/N6bxiEsb4b
— Narendra Modi (@narendramodi) June 24, 2017
Had a delightful interaction with the Indian community of Portugal. https://t.co/jZdDkC6CL7
— Narendra Modi (@narendramodi) June 24, 2017