પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઈસીટી આધારિત સક્રિય શાસન અને સમયબદ્ધ અમલકારી સંબંધી બહુકોણીય મંચ ‘પ્રગતિ’ના માધ્યમથી પોતાના 9મા સંવાદ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.
સીમા શુલ્ક અને ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ફરિયાદો પ્રત્યે કડક વલણ અપનાવતા પ્રધાનમંત્રીએ આદેશ આપ્યો કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે દરેક સચિવોથી આગ્રહ કર્યો, જેમના વિભાગ વ્યાપક જન-સંપર્ક સાથે સંકળાયેલા છે તેઓ ફરિયાદોના ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ માટે તાત્કાલિક પ્રણાલી સ્થાપિત કરે.
પોતાની સમીક્ષા દરમ્યાન પ્રધાનમંત્રીએ રસ્તા, રેલવે, કોલસા, વીજળી અને રીન્યુઅલ એનર્જી ક્ષેત્રો સંબંધી દરેક મહત્વપૂર્ણ સંરચના પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. આ પરિયોજનાઓ મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા વિભિન્ન રાજ્યોમાં ફેલાયેલી છે.
આજે જે મહત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમાં મુંબઈ ટ્રાન્સ – હાર્બર લિન્ક, દિલ્હી – મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને અલ્હાબાદથી હલ્દિયા સુધી જળમાર્ગ વિકાસ પરિયોજનાનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ ઉજ્જવલ ડિસ્કોમ એસ્યોરન્સ યોજના (ઉદય)ની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય વૃદ્ધ જન પેન્શન યોજનાના અમલીકરણની સમીક્ષા કરી અને એ બાબત પર ભાર મુક્યો હતો કે લાભાર્થીઓને સમયસર ચૂકવણી કરવામાં આવે.
AP/J.Khunt
Issues discussed during today's PRAGATI interaction include progress of UDAY & implementation of National Old Age Pension Scheme.
— Narendra Modi (@narendramodi) January 27, 2016
Discussions were held on significant projects like Mumbai Trans-Harbour Link, DMIC & Jal Marg Vikas Project from Allahabad to Haldia.
— Narendra Modi (@narendramodi) January 27, 2016
Also called for top-level monitoring of people's grievances relating to the customs and excise sector. https://t.co/iKKdowfvBx
— Narendra Modi (@narendramodi) January 27, 2016