Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અફઘાન – પાક ક્ષેત્રમાં આવેલા ભૂકંપમાં બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાન – પાકિસ્તાન ક્ષેત્રમાં આજે (26 ઓક્ટોબર, 2015) આવેલા વિનાશકારી ભૂકંપમાં બધા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ ભૂકંપમાં થયેલી હાનિનો અંદાજ મેળવવા કહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત જ્યાં પણ મદદની જરૂર છે, સહાયતા માટે તૈયાર છે.

‘અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ક્ષેત્રમાં વિનાશકારી ભૂકંપની બાબતમાં ખબર પડી, જેનું કંપન ભારતના કેટલાય ક્ષેત્રોમાં અનુભવાયુ હતું.

હું બધાની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું, મેં સ્થિતિની તાત્કાલિક જાણકારી મેળવવા કહ્યું છે. અમે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત જ્યાં ક્યાંય પણ સહાયતાની જરૂર પડશે, તેના માટે તૈયાર છીએ.’

AP/GP