પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં હાલમાં જ આવેલા ભૂસ્ખલનના લીધે નુકસાનનો અંદાજ લગાવવા માટે બે સદસ્યોના કેન્દ્રીય દળને અરૂણાચલ પ્રદેશ મોકલવાનો નિર્દેશ આપ્યો છે. આ દળમાં નીતિ આયોગના એક વરિષ્ટ સલાહકાર તથા ગૃહ મંત્રાલયના એક સંયુક્ત સચિવ સામેલ છે. પ્રધાનમંત્રીએ દળને નિર્દેશ આપ્યો છે કે તેઓ રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ રાહત અને વળતર પેકેજનું મૂલ્યાંકન કરે તથા પોતાનો રીપોર્ટ રજૂ કરે.
ભૂસ્ખલનની ઘટના 22 એપ્રિલ, 2016ના રોજ થઈ હતી. પ્રધાનમંત્રીએ પહેલા જ તવાંગમાં થયેલ ભૂસ્ખલન દરમિયાન માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને 2 લાખ રૂપિયા તથા ગંભીર રૂપથી ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની અનુગ્રહ રાશિ સ્વીકૃત કરી ચૂક્યા છે.
AP/J.Khunt/GP
PM sends High-level Central Team to the landslide-affected areas in Tawang District of Arunachal Pradeshhttps://t.co/unUvQXbDyR
— PMO India (@PMOIndia) April 26, 2016
via NMApp