Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અવકાશ ક્ષેત્રે ભારતની વધતી જતી ક્ષમતાઓ પર એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્પેસ ઈન્ટેલિજન્સ અને ડિફેન્સ કંપની ‘દિગંતરા‘ ના સ્થાપકો અનિરૂદ્ધ શર્મા અને તનવીર અહેમદ દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખ દર્શાવે છે કે કેવી રીતે ભારત આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે ક્ષેત્રોમાં તે ક્યારેક અન્ય દેશો પર નિર્ભર હતું ત્યાં પોતાની ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે. તે સમજાવે છે કે ભારત કેવી રીતે અવકાશ ક્ષેત્રે પોતાની ક્ષમતાઓ વધારી રહ્યું છે, નવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે અને વિશ્વમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“ભારત ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. આજે દેશ એવી ઘણી વસ્તુઓ જાતે બનાવી રહ્યો છે, જેના માટે ક્યારેક અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. વૈશ્વિક સ્પેસ ઈન્ટેલિજન્સ અને ડિફેન્સ કંપની @Digantarahq ના સ્થાપકો અનિરૂદ્ધ શર્મા અને તનવીર અહેમદે તેમના આ લેખમાં જણાવ્યું છે કે કેવી રીતે ભારત અવકાશના ક્ષેત્રમાં પોતાની ક્ષમતા વધારી રહ્યું છે, નવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે અને વિશ્વમાં પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.”

SM/DK/JD