પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દુનિયાભરની વિવિધ ઓટોમોટિવ અને પરિવહન કંપનીઓનાં દિગ્ગજો સાથે બેઠક કરી હતી.
ટોયોટા, એસએઆઈસી મોટર કોર્પોરેશન, શાંઘાઈ, બૉશ, એબીબી લિમિટેડ, હ્યુન્ડાઈ મોટર કંપની, ફોર્ડ સ્માર્ટ મોબિલિટી એલએલસી અને ઉબર એવિએશન જેવી કંપનીઓનાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
આ કંપનીઓ નવી દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મોબિલિટી શિખર સંમેલન – મૂવ (MOVE)મા ભાગ લઈ રહી છે.
RP