Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિ અંગે યોજાયેલ એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ ઉપસ્થિત રહ્યા હતાં. ભારત સરકાર અને આંધ્રપ્રદેશ રાજ્યના વરિષ્ઠ અધિકારીગણ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

રાજ્યના બાકી રકમને સરભર કર્યા બાદ રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ (એનડીઆરએફ) થી રાજ્યને રૂ.315.95 કરોડની રકમ રીલિઝ કરવામાં આવી છે. આ રૂ.330 કરોડની એ રકમની ઉપરાંત છે, જેને વર્ષ 2015-16 માટે રાજ્ય આપત્તિ રાહત ફંડ (એસડીઆરએફ) ના કેન્દ્રીય હિસ્સા તરીકે રાજ્યને રીલિઝ કરવામાં આવેલ હતી. આ ઉપરાંત વર્ષ 2016-17 માટે એસડીઆરએફના પ્રથમ હપ્તા તરીકે રૂ.173.25 કરોડની રકમ રીલિઝ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ દુષ્કાળમાં ઘટાડો કરવાના પ્રયાસો હેઠળ માટીરોધક બંધોનું નિર્માણ, લિફ્ટ સિંચાઈ યોજનાઓનું પુનસ્થાપન અને મોબાઈલ સ્પ્રિંકલર યુનિટો (રેન ગન)ને ગોઠવવા માટે લેવાયેલાં પગલાંઓની માહિતી આપી હતી. તેમણે સુક્ષ્મ સિંચાઈના ક્ષેત્રે કરવામાં આવેલ પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. રાજ્યએ વર્ષ 2022 સુધી સુક્ષ્મ સિંચાઈ હેઠળ 20 લાખ હેક્ટરનું લક્ષ્ય રાખેલ છે. આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવનાર સર્વોત્તમ રીતો-પદ્ધતિઓ તથા સંશોધન પર પણ ચર્ચા થઈ હતી. સુક્ષ્મ સિંચાઈ માટે રાજ્ય દ્વારા કરાયેલા પ્રયત્નોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યદળનું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેનાથી પાણીની બચત, શ્રેષ્ઠ ઉત્પાદકતા અને ખાતર, જંતુનાશક તથા શ્રમની ઘટેલી ઈનપુટ ખર્ચના હિસાબે બચત જેવા વિવિધ સ્તરે મહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં ડ્રીપ સિંચાઈની આર્થિક અસરનું વિસ્તૃત અધ્યયન કરવું પડશે.

મુખ્યમંત્રીએ યુરિયાની નીમ-કોટિંગ અને નગરપાલિકાના ઘન કચરાથી તૈયાર કમ્પોસ્ટ માટે પ્રતિ ટન રૂ.1500 ની રજુઆત કરવા સંબંધિત પહેલ માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ પગલાંઓથી મૃદાની હાલત સુધારવા અને યુરિયાના અન્યત્ર થતાં ઉપયોગને રોકવામાં ખુબ જ મદદ મળશે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન પણ કર્યું હતું તેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે કેવી રીતે રાજ્ય સરકાર ખેતરમાં કૃષિ અને જળની સ્થિતિ વિશે વાસ્તવિક સમય પર અપડેટ મેળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આ અભિનવ પગલાંઓની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ નીતિ આયોગને રાજ્યો સાથે વિચાર-વિમર્શ કરીને એક કાર્યદળનું ગઠન કરવાનો અનુરોધ કર્યો હતો, જેનાથી એક એવું મોડલ સૂચવવાની જવાબદારી સોંપવામાં આવે જેનાથી એ જાણી શકાશે કે પાક વીમા માટે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે.

આ બેઠક કેન્દ્ર અને રાજ્યએ પરસ્પર મળીને કામ કરવાના સંકલ્પ સાથે સંપન્ન થઈ હતી.

AP/J.Khunt