Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઈઆઈઆઈટી ગુવાહાટીના પરિસરની સ્થાપનાના શિલારોપણ માટે તક્તીનું અનાવરણ કર્યું ; આઈઆઈટી, એનાઆઈટી અને પૂર્વોત્તર સેન્ટ્રલ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઈઆઈઆઈટી ગુવાહાટીની સ્થાપનાના શિલારોપણ માટે તક્તીનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પૂર્વોત્તરની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, આઈઆઈટી અને એનઆઈટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાનની સદી છે. તેમણે કહ્યું કે ઈતિહાસમાં જ્યારે પણ જ્ઞાન વિશ્વનું પ્રેરક બળ બન્યું છે, ત્યારે ભારતે નેતૃત્વ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે ભારત વસતીની દૃષ્ટિએ દુનિયામાં સૌથી યુવાન દેશ છે અને યુવાનોના સ્વપ્ન ઉર્જા સભર છે. તેમણે જણાવ્યું કે દુનિયામાં ફરી એકવાર મહત્ત્વની ભૂમિકા ભજવવા માટે આ બાબત ભારત સામે હવે એક પડકાર અને તક બંને છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજે મોટાભાગના વૈશ્વિક આર્થિક સર્વેક્ષણો મુજબ ભારત જ સૌથી ઝડપી વિકાસ કરતી ટોચની અર્થવ્યવસ્થા છે. કેન્દ્ર સરકારે સમજી-વિચારીને ઉઠાવેલા વિવિધ પગલાં દ્વારા યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રધાનમંત્રી શ્રીએ આ પ્રસંગે કૌશલ વિકાસ, મેઈક ઇન ઈન્ડિયા અભિયાન અને સ્ટાર્ટ-અપ અભિયાનની દિશામાં સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રો તરીકે ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ અને સંરક્ષણનાં સાધનોના ઉત્પાદનનો ઉલ્લેખ કર્યો હતો.

AP/J.Khunt