Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઈઆરએનએસએસ-1Gના પ્રક્ષેપણનું સાઉથ બ્લોકથી અવલોકન કર્યું, વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ આઈઆરએનએસએસ-1Gના પ્રક્ષેપણનું સાઉથ બ્લોકથી અવલોકન કર્યું, વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (28-4-2016) દિશા સૂચક ઉપગ્રહ આઈઆરએનએસએસ-1જીના પ્રક્ષેપણનું સાઉથ બ્લોક, નવી દિલ્હીથી અવલોકન કર્યું. ઉપગ્રહને લઈ જનારા પીએસએલવીએ શ્રી હરિકોટા થી બપોર પછી 12 વાગીને 50 મિનિટે ઉડાન ભરી.

આ સફળ પ્રક્ષેપણની કેટલીક ક્ષણ પછી પ્રધાનમંત્રીએ શ્રી હરિકોટામાં હાજર ઈસરોના વૈજ્ઞાનિકોને વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા શુભેચ્છા પાઠવી.

તેમણે કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ વિજ્ઞાનમાં ખૂબ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે, જેમાં લોકોના જીવનમાં બદલાવ લાવવાની ક્ષમતા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આ સફળ પ્રક્ષેપણની સાથે, આપણે આપણી પ્રૌદ્યોગિકીની શક્તિથી આપણા રસ્તાને સ્વયં નક્કી કરીશું. આ વૈજ્ઞાનિકો તરફથી લોકો માટે ખૂબ મોટી ભેટ છે.” તેમણે કહ્યું કે આ પ્રયત્ન માત્ર ભારત માટે મદદગાર સાબિત થશે એટલું જ નહિ, પરંતુ સાર્ક દેશોની પણ સહાયતા કરી શકીશું.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આ દિશા સૂચક પ્રણાલીને એનએવીઆઈસી – “નેવીગેશન વિદ ઈન્ડિયન કોન્સ્ટલેશન”ના નામથી ઓળખાશે. તેમણે કહ્યું કે આ “મેક ઈન ઈન્ડિયા” અને “મેડ ફૉર ઈન્ડિયન્સ”નું ઉદાહરણ છે.

J.khunt/GP