પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગનું મોટા પાયે વિકાસ મેળવવાનું નક્કી છે. તેમણે કહ્યું હતું કે આ કેટલાક વર્ષ અગાઉ દૂરસંચાર ક્ષેત્રમાં મેળવવામાં આવેલી પ્રગતિ જેવી જ હશે. પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં આઈડીએફસી બેન્કનાં શુભારંભ પ્રસંગે બોલી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ આઈડીએફસીને અત્યાર સુધીની તેની 18 વર્ષની સફળ યાત્રા બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે હવે આ વધુ પડકારજનક ભૂમિકામાં પ્રવેશ કરી રહી છે કારણ કે આ વિશેષરૂપથી ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગમાં વિસ્તારીત થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે માળખાકિય સુવિધાના નિર્માણમાં મદદ કર્યા પછી હવે આ સંગઠન જીવન નિર્માણ તરફ અગ્રેસર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે નવીનતમ ટેકનોલોજીના ઉદ્દભવ સાથે સંપૂર્ણ બેન્કિંગ ક્ષેત્ર મોટા પરિવર્તનના તબક્કાથી પસાર થઇ રહ્યું છે અને બેન્કિંગનું ભવિષ્ય ન કેવળ પરિસર-રહિત અને કાગળ-રહિત રહેશે પરંતુ મુદ્રા-રહિત પણ બની જશે. અને તેના કારણે કાળાનાણા પર અંકુશ લગાવવામાં મદદરૂપ પણ બની શકશે.
પ્રધાનમંત્રીએ ખાસ કરીને વરિષ્ઠ પદો પરની નિયુક્તિઓ, એક બેન્ક બોર્ડ બ્યૂરોની રચના, બેન્કોના પુનઃપંજીકરણ, બિન-લાભદાયી, પરિસંપત્તિઓમાં ઘટાડો, શૂન્ય-હસ્તક્ષેપના માધ્યમથી બેન્ક પ્રબંધનને અધિકાર સંપન્ન બનાવવા, પ્રમુખ પ્રદર્શન સંકેતકોના માધ્યમથી જવાબદારીવાળી એક રૂપરેખાના નિર્માણ અને બેન્કોને પ્રશાસનમાં સુધાર જેવા ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા બેન્કિંગ ક્ષેત્ર સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય નાણા મંત્રીશ્રી અરૂણ જેટલી અને કેન્દ્રીય નાણા રાજ્યમંત્રીશ્રી જયંત સિન્હા પણ ઉપસ્થિત રહ્યા હતા.
AP/GP
The main aim of this bank is to venture out to the villages: PM @narendramodi https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
We have never fully understood the potential of our villages. Our villages can be great growth centres: PM https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
Banking sector is seeing changes. Mobile banking is coming up: PM @narendramodi https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
We are starting this from Madhya Pradesh & that too an area with many tribal communities: PM at launch of IDFC bank https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
We have decided to bring improvements in the appointments at the top levels of the banks. This improves efficiency: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2015
Bad loans in the past few years is a problem but we can't only cry about it. We are trying to solve this problem: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2015
At launch of IDFC Bank, spoke on giving a boost to banking sector in rural areas. Villages are great growth centres. http://t.co/8W9bbtnPBR
— Narendra Modi (@narendramodi) October 19, 2015
The ‘ABCDEFG’ that will transform our banking sector.
https://t.co/BVvG7eIInm
— NarendraModi(@narendramodi) October 19, 2015