Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આજે શપથ લેનાર ઉત્તરપ્રદેશની સરકારને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રીએ આજે શપથ લેનાર ઉત્તરપ્રદેશની સરકારને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં નવી સરકાર રચવા આજે શપથ લેનાર શ્રી યોગી આદિત્યનાથ, શ્રી કેશવપ્રસાદ મૌર્ય, શ્રી દિનેશ શર્મા અને અન્ય તમામ મંત્રીઓને અભિનંદન આપ્યા હતા. નવી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી ટીમ હેઠળ ઉત્તરપ્રદેશમાં જબરદસ્ત વિકાસ થશે અને જ્યારે ઉત્તરપ્રદેશનો વિકાસ થશે, ત્યારે ભારતનો પણ વિકાસ થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “યોગી આદિત્યનાથજી, કેશવપ્રસાદ મૌર્યજી, દિનેશ શર્માજી અને આજે શપથ લેનાર તમામને અભિનંદન. ઉત્તરપ્રદેશની સેવા કરવા માટે શુભેચ્છા.

મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ નવી ટીમ ઉત્તરપ્રદેશને ઉત્તમપ્રદેશ બનાવવામાં કોઈ કચાશ નહીં રાખે. રાજ્યનો જબરદસ્ત વિકાસ થશે.

આપણું એકમાત્ર મિશન અને ઉદ્દેશ વિકાસ છે. જ્યારે ઉત્તરપ્રદેશનો વિકાસ થશે, ત્યારે ભારતનો વિકાસ થશે. આપણે ઉત્તરપ્રદેશના યુવાનોની સેવા કરવા ઇચ્છીએ છીએ અને તેમના માટે રોજગારીનું સર્જન કરવા માગીએ છીએ.”

TR