Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા જેની સ્થાપના કરવામાં આવી હતી એ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ આઝાદ હિંદ સરકારની સ્થાપનાની 75મી વર્ષગાંઠના ગૌરવપૂર્ણ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આઝાદ હિંદ સરકાર એ સુભાષ ચંદ્ર બોઝ દ્વારા રજૂ કરવામાં આવેલ મજબુત અખંડ ભારતની દીર્ઘદ્રષ્ટિને પ્રસ્તુત કરે છે. તેમણે ઉમેર્યું કે આઝાદ હિંદ સરકાર એ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય રીતે સામેલ હતી અને તેણે પોતાની બેંક, ચલણી નાણું અને સ્ટેમ્પની પણ શરૂઆત કરી હતી.

નેતાજીના યોગદાનને યાદ કરતા, મોદીએ જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝ એ દીર્ઘદ્રષ્ટા હતા કે જેમણે શક્તિમાન કોલોનિયલ બ્રિટીશ શાસનની વિરુદ્ધ લડવા માટે ભારતીયોને સંગઠિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે બોઝે નાની ઉંમરથી જ દેશભક્તિનું પ્રદર્શન કર્યું હતું કે જે તેમણે તેમની માતાને લખેલા પત્રોમાંથી જોઈ શકાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નેતાજી એ માત્ર ભારતીયો માટે જ પ્રેરણાસ્ત્રોત નહોતા પરંતુ એ તમામ માટે હતા કે જેઓ સમગ્ર વિશ્વમાં દેશોની અંદર સ્વસંકલ્પ અને આઝાદી માટે લડી રહ્યા હતા. આ સંદર્ભમાં તેમણે દર્શાવ્યું કે કઈ રીતે દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલા પણ નેતાજી દ્વારા પ્રેરિત હતા.

સુભાષચંદ્ર બોઝ દ્વારા કલ્પના કરવામાં આવેલ ન્યુ ઇન્ડિયાના નિર્માણની રચના કરવા સમક્ષ હજુ ઘણો લાંબો પથ કાપવાનો બાકી છે એ બાબતની દેશને યાદ અપાવતા પ્રધાનમંત્રીએ નાગરિકોને નેતાજી પાસેથી પ્રોત્સાહન પ્રાપ્ત કરવાની અપીલ કરી અને રાષ્ટ્રના વિકાસ પ્રત્યે કામ કરવા વિનંતી કરી. તેમણે ઉમેર્યુ હતુ કે, ભારતે અનેક બલિદાનો બાદ આઝાદી પ્રાપ્ત કરી હતી અને હવે તે નાગરિકોની ફરજ છે કે તેઓ આ આઝાદીનું સંવર્ધન કરે.

જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝે રાણી ઝાંસી રેજીમેન્ટની સ્થાપનાના માધ્યમથી સશસ્ત્ર દળોમાં મહિલાઓને સમાન તક આપવાનો પાયો નાખ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર પણ આ જ પરંપરાને તેના સાચા અર્થમાં આગળ વધારી રહી છે અને સશસ્ત્ર દળોમાં મહિલાઓને કાયમી કમીશન માટે સમાન તકો આપવામાં આવશે તે બાબતનો પુનરોચ્ચાર કર્યો હતો.

 

RP