Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આર્થિક સર્વેક્ષણને ભારતની રિફોર્મ એક્સપ્રેસના વ્યાપક ચિત્ર તરીકે ઉલ્લેખિત કર્યું, જે પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં સતત પ્રગતિ દર્શાવે છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે રજૂ કરવામાં આવેલું આર્થિક સર્વેક્ષણ ભારતની રિફોર્મ એક્સપ્રેસનું એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે, જે પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં સતત પ્રગતિ દર્શાવે છે. શ્રી મોદીએ નોંધ્યું કે આર્થિક સર્વેક્ષણ મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, સતત વૃદ્ધિની ગતિ અને રાષ્ટ્ર નિર્માણમાં નવીનતા, સાહસિકતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તરતી ભૂમિકાને હાઇલાઇટ કરે છે.સર્વેક્ષણ ખેડૂતો, MSMEs, યુવા રોજગાર અને સામાજિક કલ્યાણ પર કેન્દ્રિત ધ્યાન સાથે સર્વસમાવેશક વિકાસના મહત્વ પર ભાર મૂકે છે. તે ઉત્પાદન (manufacturing) ને મજબૂત કરવા, ઉત્પાદકતા વધારવા અને વિકસિત ભારત બનવા તરફની આપણી કૂચને વેગ આપવા માટેનો રોડમેપ પણ દર્શાવે છે, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા X પર કરવામાં આવેલી એક પોસ્ટ પર પ્રતિભાવ આપતા શ્રી મોદીએ કહ્યું:

આજે રજૂ કરવામાં આવેલું આર્થિક સર્વેક્ષણ ભારતની રિફોર્મ એક્સપ્રેસનું એક વ્યાપક ચિત્ર રજૂ કરે છે, જે પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં સતત પ્રગતિ દર્શાવે છે.

તે મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, સતત વૃદ્ધિની ગતિ અને રાષ્ટ્ર નિર્માણમાં નવીનતા, સાહસિકતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તરતી ભૂમિકાને હાઇલાઇટ કરે છે. સર્વેક્ષણ ખેડૂતો, MSMEs, યુવા રોજગાર અને સામાજિક કલ્યાણ પર કેન્દ્રિત ધ્યાન સાથે સર્વસમાવેશક વિકાસના મહત્વ પર ભાર મૂકે છે. તે ઉત્પાદનને મજબૂત કરવા, ઉત્પાદકતા વધારવા અને વિકસિત ભારત બનવા તરફની આપણી કૂચને વેગ આપવા માટેનો રોડમેપ પણ દર્શાવે છે.

પૂરી પાડવામાં આવેલી આંતરદૃષ્ટિ માહિતગાર નીતિનિર્માણમાં માર્ગદર્શન આપશે અને ભારતના આર્થિક ભવિષ્યમાં આત્મવિશ્વાસ વધારશે.

 

SM/DK/GP/JD