પીએમઇન્ડિયા
આજે જાહેર થયેલા વિશ્વ બેંકનાં ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ, 2018માં ભારતનાં રેન્કિંગમા 30 ક્રમનો ઐતિહાસિક સુધારો જોવા મળ્યો છે, જેની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. તાજેતરનાં અહેવાલમાં ભારતને 100મું સ્થાન મળ્યું છે, જે વર્ષ 2017નાં ડૂઇંગ બિઝનેસ રિપોર્ટમાં 130મું હતું.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને ભારતનાં ક્રમમાં થયેલા સુધારાને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે, આ હરણફાળ ટીમ ઇન્ડિયા દ્વારા સર્વાંગી અને બહુ-ક્ષેત્રીય સુધારાને વેગ આપવાનું પરિણામ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતનો ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ રિપોર્ટમાં પોતાનાં ક્રમમાં ઐતિહાસિક વધારો ટીમ ઇન્ડિયા દ્વારા સર્વાંગી અને બહુ-ક્ષેત્રીય સુધારાનું પરિણામ છે. વેપાર-વાણિજ્ય માટેનું સરળ વાતાવરણ આપણાં ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્ર માટે ઐતિહાસિક તક તરફ દોરી ગયું છે અને તેનાંથી પારદર્શકતામાં વધારો થયો છે. છેલ્લાં 3 વર્ષમાં અમે વેપાર-વાણિજ્ય સરળ બનાવવા માટે રાજ્યો વચ્ચે હકારાત્મક સ્પર્ધાનો જુસ્સો જોયો છે. તેનાથી લાભ થયો છે. ભારતમાં અગાઉ વેપાર-વાણિજ્ય આટલું સરળ નહોતું. ભારતે આપણાં દેશમાં રહેલી આર્થિક તકો ઝડપવા દુનિયાને આવકાર આપ્યો છે. રિફોર્મ, પર્ફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ એટલે કે સુધારો, કામગીરી અને પરિવર્તનનાં મંત્રને અનુસરીને આપણે આર્થિક વૃદ્ધિને વધારે ઊંચાઈ પર લઈ જવા અને આપણું સ્થાન સુધારવા કટિબદ્ધ છીએ.”
******
NP/J.Khunt/GP/RP
Historic jump in ‘Ease of Doing Business’ rankings is the outcome of the all-round & multi-sectoral reform push of Team India. pic.twitter.com/DhrEcuurgi
— Narendra Modi (@narendramodi) October 31, 2017
Easier business environment is leading to historic opportunities for our entrepreneurs, particularly MSME sector & bringing more prosperity.
— Narendra Modi (@narendramodi) October 31, 2017
Over the last 3 years we have seen a spirit of positive competition among states towards making business easier. This has been beneficial.
— Narendra Modi (@narendramodi) October 31, 2017
It has never been easier to do business in India. India welcomes the world to explore economic opportunities our nation has to offer!
— Narendra Modi (@narendramodi) October 31, 2017
Guided by the Mantra of ‘Reform, Perform & Transform’ we are determined to further improve our rankings & scale greater economic growth.
— Narendra Modi (@narendramodi) October 31, 2017