પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી હતી. ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરનારા તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. “વસુધૈવ કુટુંબકમ્” અને “ભિનેકા તુંગલ ઇકા” (વિવિધતામાં એકતા – Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.
ભારતની વિકાસ યાત્રા અને ‘વિકસિત ભારત 2047′ ના વિઝન તથા ‘ગોલ્ડન ઇન્ડોનેશિયા 2045′ વચ્ચેના પરસ્પર સંકલન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ વ્યાપાર, રોકાણ, કનેક્ટિવિટી, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ ગાઢ સહયોગ માટે આહ્વાન કર્યું હતું. તેમણે ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા તેમજ મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક પ્રદેશ માટે ઇન્ડોનેશિયા સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોને અનુરૂપ, પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય જોડાણ માટે ‘ગંગા-મહાકામ વિઝન‘ ના આધારે ભારત-ઇન્ડોનેશિયા સંબંધોમાં એક નવી શરૂઆત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ અભિગમના ભાગરૂપે, તેમણે નોંધ્યું હતું કે બંને દેશોએ પોતાના સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત બનાવવું જોઈએ; પોતાના વિકાસના માર્ગો એકબીજા સાથે શેર કરવા જોઈએ; સુરક્ષા અને વ્યૂહાત્મક વિશ્વાસ મજબૂત કરવો જોઈએ; દરિયાઈ સમૃદ્ધિ માટે કામ કરવું જોઈએ; અને ગ્લોબલ સાઉથના અવાજને બુલંદ કરવો જોઈએ.
આ સંબોધને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક સંબંધો અને સહિયારા લોકતાંત્રિક મૂલ્યોને રેખાંકિત કર્યા હતા અને બંને દેશોની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/BS/JD
Honoured to address the Indonesia Parliament. Do watch.
— Narendra Modi (@narendramodi) July 7, 2026
https://t.co/zapE5i8onx
India is a nation that follows the path of development, not expansionism. pic.twitter.com/M52IfCj4Fl
— PMO India (@PMOIndia) July 7, 2026
For India and Indonesia, the sea has never represented distance. It has always been a bridge between our nations and remains central to our shared future. pic.twitter.com/8hU3umJ855
— PMO India (@PMOIndia) July 7, 2026
India, Indonesia and the Indian Ocean... these names themselves reflect the deep ties that bind us. pic.twitter.com/Wvg4Ng1UjI
— PMO India (@PMOIndia) July 7, 2026
When India and Indonesia stand together, they strengthen the world's faith that democracy creates opportunities, democracy builds trust and democracy shapes the future. pic.twitter.com/boZB8tqO2R
— PMO India (@PMOIndia) July 7, 2026
The goodwill and trust that India and Indonesia share must create new opportunities for our citizens. pic.twitter.com/l2LCy9ihXC
— PMO India (@PMOIndia) July 7, 2026
India firmly believes that reform of the UN Security Council can no longer be delayed. pic.twitter.com/OcReGxfkG1
— PMO India (@PMOIndia) July 7, 2026
India is a strong advocate of a free, open and inclusive Indo-Pacific.
— PMO India (@PMOIndia) July 7, 2026
India believes in freedom of navigation in the Indo-Pacific. pic.twitter.com/IiopDi2UtC