Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયામાં સુનામીને કારણે જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીનો વિસ્ફોટ થયા બાદ આવેલા સુનામીને કારણે જાનહાનિ થવા પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઈન્ડોનેશિયામાં જ્વાળમુખીનો વિસ્ફોટ થયા બાદ આવેલા સુનામીને કારણે જાનહાનિ અને નુકસાનથી ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારોને સહાનુભૂતિ તથા ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. ભારત અમારા દરિયાઈ પાડોશી અને મિત્રને રાહત કાર્યમાં મદદ માટે તૈયાર છે.”

RP