Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉજ્જૈન સિંહસ્થમાં ખૂબ સારી વ્યવસ્થાની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જૈન સિંહસ્થમાં આવનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરવા માટે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે ગઈકાલે નવી દિલ્હીમાં મુલાકાત બાદ એક શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું કે સિંહસ્થમાં સ્વચ્છતા જાળવવા માટે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થયો, તેનાથી મને ખૂબ આનંદ થયો. સાથે સાથે જે રીતે ધાર્મિક આયોજનમાં સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, તેનાથી પણ મને ઘણી ખુશી થઈ.

તેમણે ટ્વિટમાં લખ્યું કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી @ચૌહાણ શિવરાજ સાથે મુલાકાત ઘણી સારી નીવડી. તેમણે સિંહસ્થ કુંભમાં વ્યાપક વ્યવસ્થાઓ સંદર્ભે વિસ્તારપૂર્વક જણાવ્યું.

મને @સિંહસ્થમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે જાણીને ખૂબ આનંદ થયો. આ આયોજનમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. જે રીતે ધરતી અને જળ બંનેને સ્વચ્છ રાખવાની કોશિષ થઈ, તેનાથી મને ઘણો આનંદ થયો.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે એ ખુશીની વાત છે કે સિંહસ્થમાં આવનારા શ્રદ્ધાળુ અને પ્રવાસીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ જોઈ શકશે. આ કાર્યક્રમ અમારી સંસ્કૃતિ અને ઈતિહાસના ઉત્સવ હશે.

SP/AP/J.Khunt