Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્કલ એક્સપ્રેસ પાટાં પરથી ઉતરી જવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં મુઝફ્ફરનગરમાં ઉત્કલ એક્સપ્રેસ પાટાં પરથી ખડી પડતાં શોકની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સ્થિતિ પર સતત બારીક નજર રાખવામાં આવી રહી છે તથા રેલવે મંત્રાલય અને ઉત્તરપ્રદેશની સરકાર તમામ જરૂરી સહાય પ્રદાન કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મુઝફ્ફરનગરમાં ઉત્કલ એક્સપ્રેસ ખડી પડવાનું અતિ દુઃખ છે. મારી લાગણી મૃતકોનાં પરિવારજનો સાથે છે. જે મુસાફરોને ઇજા થઈ છે તેઓ ઝડપથી સાજાં થઈ જાય તેવી પ્રાર્થના.

રેલવે મંત્રાલય સ્થિતિ પર સતત, બારીક નજર રાખી રહી છે. રેલવે મંત્રાલય અને ઉત્તરપ્રદેશની સરકાર ટ્રેન પાટાં પરથી ઉતરી જવાની ઘટનામાં જરૂરી તમામ સહાય પ્રદાન કરી રહી છે.”

J.Khunt