Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં બસમાં લાગેલી આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત  કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં બસમાં લાગેલી આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. 

PMએ જાહેરાત કરી કે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) તરફથી ₹2 લાખની સહાય મળશે. શ્રી મોદીએ કહ્યું કે ઘાયલોને ₹50,000 મળશે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે માહિતી આપી:

“ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં બસ લાગેલી આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ વિશે સાંભળીને દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના.

દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: PM @narendramodi”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]