પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની 4×400 મીટર રિલે સ્પર્ધામાં કાંસ્યચંદ્રક (બ્રોન્ઝ મેડલ) જીતવા બદલ ધર્મવીર ચૌધરી, મનુ ટીએસ, જય કુમાર અને વિશાલ ટીકેને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ટીમે ઉત્કૃષ્ટ સમય સાથે આ ચંદ્રક સુરક્ષિત કર્યો છે.
શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તેમની સફળતા આવનારા સમયમાં એથ્લેટિક્સની લોકપ્રિયતામાં પ્રદાન આપશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું;
“ખરેખર નોંધપાત્ર!
ઉત્કૃષ્ટ સમય સાથે પુરુષોની 4×400 મીટર રિલેમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ ધર્મવીર ચૌધરી, મનુ ટીએસ, જય કુમાર અને વિશાલ ટીકેને અભિનંદન. તેમની આ સફળતા આવનારા સમયમાં એથ્લેટિક્સની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ બને: PM @narendramodi”
Remarkable indeed!
Congratulations to Dharmveer Chaudhary, Manu TS, Jay Kumar and Vishal TK on winning Bronze in the Men’s 4×400m Relay with a superb timing. May their success contribute to the popularity of athletics in the times to come: PM @narendramodi pic.twitter.com/TA4inEypGA
— PMO India (@PMOIndia) September 29, 2026
SM/DK/JD