Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં પુરુષોની 5000 મીટર સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવા બદલ ગુલવીર સિંહને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની 5000 મીટર સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતવા બદલ ગુલવીર સિંહને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુલવીર સિંહ માટે આ એક ખાસ એશિયન ગેમ્સ રહી છે અને તેમની આ સિદ્ધિને પોડિયમ ફિનિશની નોંધપાત્ર હેટ્રિક તરીકે વર્ણવી હતી.

શ્રી મોદીએ તેમની સાતત્યતા, સહનશક્તિ અને નિશ્ચયની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું;

“ગુલવીર સિંહ માટે આ ખરેખર ખાસ એશિયન ગેમ્સ રહી છે.

પુરુષોની 5000 મીટરમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. આ પોડિયમ ફિનિશની નોંધપાત્ર હેટ્રિક છે. તેમની સાતત્યતા, સહનશક્તિ અને નિશ્ચય નોંધપાત્ર છે. તેમને ભવિષ્યમાં ઘણી વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ: PM @narendramodi”

SM/DK/JD