Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ સોલૈરાજ ધર્મરાજને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની લાંબી કૂદ T44/T62/T64 સ્પર્ધામાં એક અદ્ભુત છલાંગ સાથે ગોલ્ડ જીતીને અસાધારણ પ્રદર્શન કરવા બદલ સોલૈરાજ ધર્મરાજને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે પોતાના જ એશિયન રેકોર્ડને પાછળ છોડીને, તેમણે ફરી એકવાર પોતાની અસાધારણ કુશળતા અને દ્રઢ નિશ્ચયનું પ્રદર્શન કર્યું છે.

X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“સોલૈરાજ ધર્મરાજે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની લાંબી કૂદ T44/T62/T64 સ્પર્ધામાં એક અદ્ભુત છલાંગ સાથે ગોલ્ડ જીતીને અસાધારણ પ્રદર્શન કર્યું છે. પોતાના જ એશિયન રેકોર્ડને પાછળ છોડીને, તેમણે ફરી એકવાર પોતાની અદ્ભુત કુશળતા અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યો છે. આ ઉત્કૃષ્ટ વિજય બદલ સોલૈરાજને અભિનંદન. તેઓ વધુ ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે: PM @narendramodi”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]