Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સોનલબેન પટેલને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ્સ ક્લાસ 3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી અને અભિનંદન આપ્યા. એશિયન
પેરા ગેમ્સમાં સોનલે પોતાની સિદ્ધિઓમાં પ્રથમ વ્યક્તિગત મેડલ ઉમેર્યો છે તે નોંધીને, શ્રી મોદીએ જણાવ્યું કે તેમની રમતગમતની સફરમાં આ ખાસ ક્ષણ વર્ષોના સમર્પણ, શિસ્ત અને સખત મહેનતથી શક્ય બની છે, અને તેણીને અભિનંદન પાઠવ્યા.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન પેરા ગેમ્સમાં સોનલબેન પટેલની સફળતાથી ખુશ છું! તેણીએ મહિલા સિંગલ્સ ક્લાસ 3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જે તેમની  એશિયન પેરા ગેમ્સની સિદ્ધિઓમાં પ્રથમ વ્યક્તિગત મેડલ ઉમેર્યો છે. આ તેમની રમતગમતની સફરમાં એક ખાસ ક્ષણ છે, જે વર્ષોના સમર્પણ, શિસ્ત અને સખત મહેનતથી શક્ય બની છે: PM @narendramodi”

SM/DK/JD