Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓડિશાના કટકમાં એક હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટકમાં એક હોસ્પિટલમાં આગની ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરી છે.

પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફમાંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાયની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી:

“ઓડિશાના કટકમાં એક હોસ્પિટલમાં થયેલો અકસ્માત ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: PM”

“ଓଡ଼ିଶାର କଟକରେ ଏକ ହସ୍ପିଟାଲରେ ଘଟିଥିବା ଦୁର୍ଘଟଣା ଗଭୀର ଯନ୍ତ୍ରଣାଦାୟକ। ଯେଉଁମାନେ ନିଜ ପ୍ରିୟଜନଙ୍କୁ ହରାଇଛନ୍ତି ସେମାନଙ୍କ ପ୍ରତି ସମବେଦନା। ଆହତମାନଙ୍କ ଆଶୁ ଆରୋଗ୍ୟ ପାଇଁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି।

ପ୍ରତ୍ୟେକ ମୃତକଙ୍କ ନିକଟ ସମ୍ପର୍କୀୟଙ୍କୁ ପିଏମଏନଆରଏଫରୁ ୨ ଲକ୍ଷ ଟଙ୍କାର ଅନୁକମ୍ପାମୂଳକ ସହାୟତା ପ୍ରଦାନ କରାଯିବ । ଆହତମାନଙ୍କୁ ୫୦,୦୦୦ ଟଙ୍କା ଦିଆଯିବ: ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ @narendramodi”

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com