પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોનું દ્રઢતાપૂર્વક રક્ષણ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેને ભારતના ઇતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક તરીકે ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળાએ એવા અસંખ્ય નાગરિકોની અસાધારણ હિંમત અને દ્રઢતા પણ દર્શાવી હતી જેમણે મૌન રહેવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા હતા.
બંધારણીય મૂલ્યો પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચારિત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોનું પ્રતીક છે. તેની ભાવનાથી માર્ગદર્શન મેળવીને, ભારત તેના લોકશાહી પાયાને મજબૂત કરવાનું જાળવી રાખશે અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે.”
શ્રી મોદીએ લોકશાહી, બંધારણ અને નાગરિકોના અધિકારોના રક્ષણ માટેની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચારિત કરતું સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું હતું;
”स्वातन्त्र्यात् सुखमाप्नोति स्वातन्त्र्याल्लभते परम्।
स्वातन्त्र्यान्निर्वृत्तिं गच्छेत् स्वातन्त्र्यात् परमं पदम् ।।”
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
આજે, આપણે ભારતના ઇતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક, કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોનું દ્રઢતાપૂર્વક રક્ષણ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
કટોકટી એ આપણા બંધારણ પર સીધો હુમલો હતો. તે નાગરિક સ્વાતંત્ર્યના સસ્પેન્શન, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ, રાજકીય નેતાઓ, પત્રકારો, સામાજિક કાર્યકરોની ધરપકડ અને આપણી લોકશાહીનો પાયા સમાન સંસ્થાઓ પરના હુમલાની સાક્ષી બની હતી.
તે જ સમયે, તેણે એવા અસંખ્ય નાગરિકોની અસાધારણ હિંમત પણ પ્રગટ કરી જેમણે મૌન રહેવાનો ઇનકાર કર્યો હતો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા હતા.
આપણા બધા માટે, આપણું બંધારણ એ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોનું પ્રતીક છે. આપણે બંધારણીય મૂલ્યોની રક્ષા માટે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીએ છીએ. આપણા બંધારણની ભાવનાથી માર્ગદર્શન મેળવીને, આપણે એક એવા ભારતનું નિર્માણ કરીશું જે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે સદાય પ્રતિબદ્ધ રહેશે.
#SamvidhanHatyaDiwas
Today, we pay homage to all those who steadfastly defended democratic values during one of the darkest chapters in India’s history, the Emergency.
The Emergency was a direct assault on our Constitution. It witnessed the suspension of civil liberties, curbs on freedom of…
— Narendra Modi (@narendramodi) June 25, 2026
સંવિધાન હત્યા દિવસ આજે આપણને એ કાળા સમયની યાદ અપાવી રહ્યો છે, જ્યારે ભારતીય લોકશાહીને નિર્દયતાથી કચડી નાખવામાં આવી હતી. આ આપણને લોકશાહી, બંધારણ અને નાગરિક અધિકારોની રક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે. કટોકટીનો વિરોધ કરનારી તમામ વિભૂતિઓને સાદર નમન.
”स्वातन्त्र्यात् सुखमाप्नोति स्वातन्त्र्याल्लभते परम्।
स्वातन्त्र्यान्निर्वृत्तिं गच्छेत् स्वातन्त्र्यात् परमं पदम् ।।”
#SamvidhanHatyaDiwas
संविधान हत्या दिवस आज हमें उस काले दौर की याद दिला रहा है, जब भारतीय लोकतंत्र को बुरी तरह से कुचला गया था। यह हमें लोकतंत्र, संविधान और नागरिक अधिकारों की रक्षा के लिए हमेशा प्रतिबद्ध रहने को प्रेरित करता है। आपातकाल का विरोध करने वाली सभी विभूतियों को सादर नमन।
स्वातन्त्र्यात्… pic.twitter.com/hBr3DzrtsR
— Narendra Modi (@narendramodi) June 25, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]