Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કહ્યું સંસદનું આ સત્ર દેશ માટે નવા દસકાના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખનારું બનવું જોઇએ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદસભ્યોને દેશ માટે નવા દસકાના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખવા માટે કાર્ય કરવા જણાવ્યું.

સંસદના બજેટ સત્રની શરૂઆત પૂર્વે આજે મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દેશની આર્થિક સમસ્યાઓ અને હાલની વૈશ્વિક આર્થિક સ્થિતિનો સૌથી વધુ લાભ ભારતને કઇ રીતે મળી શકે તેની વિસ્તૃત ચર્ચા કરવા માટે આવકાર આપ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ સત્રમાં આર્થિક વિષયોની ચર્ચા પર આપણુ ધ્યાન કેન્દ્રિત રહેશે. વૈશ્વિક આર્થિક સ્થિતિઓના સંદર્ભમાં ભારત કેવી રીતે આ પરિસ્થિતિઓનો લાભ ઉઠાવી શકે છે. આપણી આર્થિક ગતિવિધિઓને વધુ મજબૂત બનાવતા વૈશ્વિક પરિવેશનો સૌથી વધુ લાભ ભારતને મળે તે પણ આપણે જોવું જોઈએ.”

સંસદના બંને સદનોમાં સમૃદ્ધ ચર્ચાનું આહ્વાન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે લોકોના સશક્તીકરણ બાબતે પણ ધ્યાન આપવું જોઇએ.

એમણે જણાવ્યું હતુ કે, “અમારી સરકારની ઓળખ પીડિતોને, શોષિતને, વંચિતોને, મહિલાઓને સશક્ત કરનારી સરકાર તરીકેની રહી છે. આ દસકામાં પણ અમારું આ દિશામાં બળ રહેશે અને હું ઈચ્છું છું કે બંને સત્રોમાં આર્થિક વિષયો પર, લોકોના સશક્તીકરણ પર ખૂબ વ્યાપાક ચર્ચા થાય, વધુ સારી ચર્ચા થાય, દિવસે-દિવસે આપણી ચર્ચાનું સ્તર વધુ સમૃદ્ધ થતું રહે.”

**********

SD/DS/RP